Get The App

સમાચારની સાથે સાથે...

Updated: Feb 18th, 2018

GS TEAM

Google News
Google News
સમાચારની સાથે સાથે... 1 - image

તાજેતરમાં વૈજ્ઞાાનિકોએ ૬૦ હજાર જેટલાં અજાણ્યાં માયા સભ્યતાનાં બાંધકામ નવી ટેકનોલોજી દ્વારા શોધી કાઢયાં છે. જેમાં પિરામીડ, મહેલો એન કોઝ વે નો સમાવેશ થાય છે. માયા સભ્યતાની શોધ માટે આ એક મોટી બ્રેક થુ્ર ઘટના માનવામાં આવે છે. ગ્વારેમાલાનાં પેટેન વિસ્તાર નજીકનાં જંગલોની હરીયાળી નીચે ધરબાયેલા માયા સંસ્કૃતિનાં નવા અવશેષો વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યાં છે.

આ શોધ બતાવે છે કે ૧૫૦૦ વર્ષ પહેલાં સેન્ટ્રલ અમેરિકા ખંડ પાસે વધારે આધુનિક સભ્યતા હતી જે ગ્રીક અને ચાઈનીઝ સંસ્કૃતિ કરતાં પણ એક ડગલુ આગળ હતી. ગ્વારેમાલાનાં જંગલોમાં મળી આવેલ મહાનગરમાં ૧.૫૦ કરોડ લોકો વસવાટ કરતાં હોવાનું અનુમાન વૈજ્ઞાાનિકો મુકે છે. અહીં વિશાળ કિલ્લા અને કિલ્લેબંધી માટે વિશાળ દિવાલો પણ બાંધવામાં આવી હતી.

સમાચારની સાથે સાથે... 2 - imageબ્રાઉન યુનિ.નાં આર્કીઓલોજીસ્ટ અને નૃવંશ વિશારદ સ્ટીફન હ્યુસન કહે છે કે '૧૫૦ વર્ષમાં માયા સભ્યતાનાં સંશોધનોમાં, આ શોધ એક બ્રેક થુ્ર, મોટી સિધ્ધી છે.' લિડાર નામની ઇમેજીંગ ટેકનોલોજી વડે માયા સંસ્કૃતિનાં અવશેષોની ભાળ મેળવવામાં આવી છે. એરક્રાફ્ટમાં લીડાર સ્કેનર લગાવવામાં આવ્યા હતાં. ખાસ પ્રકારનાં લેસર કીરણો વાપરીને જંગલોની હરીયાળી નીચે આવેલ જમીનમાં દટાયેલા મહાનગરનાં અવશેષો શોધવામાં આવ્યાં છે. જીપીસ સીસ્ટમ સાથે જોડાયેલા લિડાર કેમેેેરા વડે થ્રી ડી મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

માયા સંસ્કૃતિનાં માનવીઓએ સદીઓ પહેલાં તાજી દીધેલ સ્મારકોની શોધ, અને એ પણ ઘટાટોપ જંગલોની ભુમીમાં ધરબાયેલા નગરની શોધ એક આગવું મહત્ત્વ ધરાવે છે. માયા અવશેષોમાં ખાસ પ્રકારની સિંચાઈ યોજના અને ટેરેસીંગ ગાર્ડન જેવી રચનાઓ પણ મળી આવી છે. માયાવાસીઓ પાસે પોતાનું ગણિત અને ઇજનેરી વિદ્યા હતી. જે હાલનાં મધ્ય અમેરિકાથી દક્ષીણ મેક્સીકો સુધી વિસ્તરેલી હતી.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Tags :