Get The App

થોડામાં ઘણું-દિલીપ શાહ

દેખ તેરે સંસાર કી હાલત...

Updated: Feb 18th, 2018

GS TEAM

Google News
Google News

કવિ એટલે શબ્દોને માંજીને ચળકાટ આપનાર કીમિયાગર. ઉર્મિ, લાગણી, વેદનાની આંગળી ઝાલી રસ્તો ક્રોસ કરાવનાર. અંદર ઘૂંટાતીપીડાને સુંદર વાઘા પહેરાવી કેટવોક કરાવનાર સ્વપ્નસેવી. આવા શબ્દમર્મી જ્યારે સહેજ વંઠે ત્યારે ગીત કેવા આવે તેમના કંઠે, કદાપિ ના વિચાર્યું હોય પ્રભુ નીલકંઠે !

કુદરતી તત્ત્વો તેની ચીલઝડપનાશિકાર. રજનીના રળિયામણા રાજકુંવર ચંદ્રમાં આકાશમાં હજી બેઠકમાં આવે ત્યાં આ કવિરાજોના ફરમાન છૂટે ધીરે ધીરે ચલ ચાઁદ ગગનમેં... ચંદ્રને સ્પીડબ્રેકરના સિગ્નલ શરૃ...ત્યાં બીજો રજીસ્ટર લઈને રીમાઇન્ડર મોકલે ચાઁદ કો ક્યા માલૂમ... ચાહતા કોઈ ચકોર...

હવે તમે જ વિચારો ચાઁદભાઈ કેટકેટલી હૅડઓફિસ-બ્રાન્ચો સંભાળે ? ઉગ્ર સ્વભાવી સૌર મંડળમાં વડાને ડયૂટીની યાદ દેવડાવે છે કરોડોલોગકી જિંદગી કે લિયેસૂરજ રે જલતેે રહેના... બળવા માટે પણ આવો શાપ, બાપ રે બાપ ! ચોમાસુ લાં..બુ ના ખેંચાય તે માટે વાદળો યઓવરટાઈમ કરતા હોય છે વત્તુઓછું પાણી લઇ જાત્રાએ નીકળી પડે છે છતાંય સૂનો સજના બરખા બહાર આઈ...

રીમઝીમ કે તરાને લેકે આઈ બરસાત...અલ્યા ભૈ આ વાદળની મહેનત મજૂરીની જરાય નોંધ નહિ લેવાની. ફ્રી ડીલીવરી કરાવવાની છે ? ગુડસ્ આપે છે તો એની સેવાનો ટેક્સ (ય્જી્) નહિ ચૂકવવાનો ? ઘડીકમાં પ્રશંસાની આરતી ઉતારવી ને ઘડીકમાં નિંદાના વાયરસ કવિરાજ: ગંગા તેરા પાની અમૃત... રામ તેરી ગંગા મૈલી હો ગઈ જરા સૂઝબૂઝથી વિચારો.

યજ્ઞા કરો, મહૂરત કાઢો, મલ્હાર રાગ ગાઓ, પ્રેમથી બોલાવો ને પછી ધમકીઓ શરૃ ? સાવન કો આનેદો... સાવન કા મહિના પવન કરે શોર... જિંદગીભર નહિ ભૂલેગી બરસાત કી રાત... ઋતુ મૌસમને ટપલી મારવામાં આ કવિગણ સદા કલમ સાથે ખડે હાથે અમુક મસ્કા મારતા ઠપકારશે સુહાના સફર ઔર યે મૌસમ હસી... નિસુલતાના રે પ્યાર કા મૌસમ આયા... ઝૂમતા મૌસમ મસ્ત મહિના...પિયર ગયેલી પત્નીવાળા દેવદાસોનું આત્મપીડન યે મૌસમ બડા બેઇમાન હૈ... બેઇમાન હૈ...બેઇમાન હૈ (અલ્યા જરા જપો, કેટલીવાર બેઇમાન ?)

મરી મસાલા : આકાશ ઘડીભર માટે સ્હેજ ઉંઘ ખેંચી લે કે તરત જ રીમાઇન્ડર, નીલા આસમાન, સો ગયા
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :