પેલેસ ગાર્નિયર, પેરિસ, ફ્રાન્સ
પ્રેક્ષકોની ક્ષમતા : 1979
પેલેસ ગાર્નિયર અને ઓપેરા ગાર્નિયરના નામથી જાણીતું આ થિયેટર ૧૮૬૧માં આર્કિટેક ચાર્લ્સ ગાર્નિયરે બનાવ્યું હતું. કહેવાય છે કે ફ્રાન્સમાં ૧૮૫૨થી ૧૮૭૦ દરમિયાન રાજા રહેલા નેપોલિયન ત્રીજા એટલે કે ચાર્લ્સ લુઈસ નેપોલિયનને પ્રભાવિત કરવા માટે આર્કિટેક ગાર્નિયરે આ ઈમારત બનાવી હતી.
૧૯૭૯ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા આ થિયેટરમાં ૧૮૭૫માં પ્રથમ શો યોજાયો હતો. એ પછી ફ્રાન્સના કલાત્મક શહેર પેરિસમાં આ થિયેટર ઓપેરા, નાટક, નૃત્ય અને બેલેડાન્સનું કેન્દ્રબિંદુ બન્યું છે. આ થિયેટર વિશ્વવિખ્યાત થિયેટરો પૈકીનું એક ગણાય છે.
એટલું જ નહીં, પેરિસની ઓળખ ગણાય તેવા બાંધકામોમાં તેનો સમાવેશ થાય છે. અચ્છા, આ થિયેટરની બીજી એક વિશેષતા એ છે કે તેના સ્ટેજ ઉપર એક સાથે ૪૫૦ કલાકારોનો કાફલો પર્ફોર્મન્સ કરી શકે છે. યુરોપના એક પણ થિયેટરમાં આટલા કલાકારો એક સાથે સ્ટેજ શેર કરી શકતા નથી. વિશાળ સ્ટેજની રીતે ય પેલેસ ગાર્નિયર યુરોપમાં લાર્જેસ્ટ થિયેટર છે.