વિશ્વની ટોચની કંપનીમાં જોબ કરવી છે ? કોઈ ડીગ્રીની જરૂર જ નથી !
હોરાઈઝન - ભવેન કચ્છી
પ્લાસીનું યુદ્ધ ક્યારે ખેલાયું હતું ? સોક્રેટીસના શિષ્યો કોણ હતા ? યાદશક્તિ આધારિત શિક્ષણ પદ્ધતિ સર્જનાત્મકતાનો શૂન્ય અવકાશ સર્જે છે?
ગુગલ, એપલ, ફેસબુક જેવી કંપનીઓને દિમાગમાં કેટલું સંઘર્યું છે તે નહિ દિમાગ કઈ રીતે ચાલે છે તેમાં રસ છે
ગુગલમાં સર્ચ કરવાથી બધા ઉત્તરો મળી જાય છે ત્યારે માત્ર યાદશક્તિ પર જ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિને ડીલીટ કરવાની જરૂર
ભારતના એક ટીન એજર વિદ્યાર્થીના પરીક્ષામાં ૯૦ ઉપર ટકા આવ્યા. તેના મમ્મી-પપ્પા તેમજ સગા સ્નેહીઓએ ગૌરવ લેવા સાથે તેને શાબાશી આપી. શાળાના સંચાલકો અને શિક્ષકગણ પણ ગણિત, વિજ્ઞાાન, ભૂગોળ તેમજ ઇતિહાસના ઝળહળતા દેખાવથી તેેનું ભાવિ ઉજ્જવળ જોઈ શકતા હતા. આ વિદ્યાર્થી ર્ આ હદે તેને બિરદાવાતો હતો છતાં જાણે છુપા દોષની લાગણી અનુભવતો હતો. તેેને તેેની ઉપલબ્ધિ અને મળતી દાદ કંઈ ખાસ ખુશી નહોતી આપી શકતી.
આ અંગેનું કારણ તેણે સહજ વાતચીત દરમ્યાન જે આપ્યું ત ે આપણા શિક્ષણના રખેવાળોની આંખ ઉઘાડનારું છે. આ વિદ્યાર્થીએ કહ્યું કે ''ભલે મારા માર્કસ નંબર વન છે પણ સાચું કહું તો મારું આ રેન્કિંગ મહદ્દઅંશે ગોખીને લખેલા ઉત્તરોને આભારી છે. હું વિશેષ કરીને વિજ્ઞાાન, ભૂગોળ, પર્યાવરણ, સમાજ શાસ્ત્ર કે ઈતિહાસના પ્રકરણોને સમજ્યો નથી. હજુ મને દેહ રચના અને અંગો - ઉપાંગો કઈ રીતે કામ કરે છે તે સમજાતું નથી.
બલ્બની શોધ કોણે અને ક્યારે કરી તે મને અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ ગોખેલું હોઈ જવાબ આપી દઉં. સિદ્ધાંતો સાથે,આકૃતિ દોરીને શોધ -સંશોધનો અને ખગોળ તેમજ ભૂગોળ ફાંકડું ઉત્તરવહીમાં ઉતારી બતાવું. પણ આ બધું એક વત્તા એક બે થાય તે રીતે નથી સમજી શક્યો કે નથી સમજાવી શકું તેમ. તમામ સ્તરે વિશ્વની ટોચની કંપનીઓનાં ટેકનોક્રેટ્સ, તબીબો, અર્થશાસ્ત્રીઓ, અગણિત વિદ્યા શાખાઓની દુનિયા અંગે હું જાણું છું ત્યારે હું લઘુતાગ્રંથીથી પીડાઉં છું કે આ રીતે ભારતમાં ઉચ્ચ ડીગ્રી મેળવીને મને મારો કાર્ય સંતોષ મળશે ?મારા રસ રુચીમાં ઊંડો ખૂંપીને કંઈ પ્રદાન આપી શકીશ ? મારે માત્ર ગોખીને માર્ક લઈને દુનિયા સમક્ષ કઈ પુરવાર નથી કરવું.
મારે મારી જ નજરમાં ખરા ઉતારી હું જે અભ્યાસ કરું છે તેને હું એપ્લીકેશનની રીતે સમજુ છું તેેવો સંંતોષ મેળવવો છે.'' બારમા ધોરણના આ વિદ્યાર્ર્થીની વ્યથા જોઇને એટલું તો સ્પષ્ટ બની ગયું કે આગળ જતા આ વિદ્યાર્થી જરૂર તેનું આગવું પ્રદાન અને ત પણ વિશ્વ મંચ પર કરી બતાવશે કેમ કે તે આપણી શૈક્ષણિક સિસ્ટમની નબળાઈ પારખી ગયો છે અને તેની તૈયારી પણ વૈશ્વિક સ્તરે ઉભો રહી શકે તેમ કરશે. વિદ્યાર્ર્થીઓ અને વાલીઓએ એ વાત પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે કે ખરેખર ''ડેપ્થ''માં વિષયને હસ્તગત કરાય છે કે કેમ.
વિશ્વભરના કોઈપણ યુવાન કે જેની પાસે સર્જનાત્મક દિમાગ છે, પહેલી નજરે તરંગ તુુક્કા જેવી લાગે તેવી પ્રોડક્ટ બનાવવાનું સ્વપ્ન હોય કે પછી તે કોઈ કંપનીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં તેની જાતને પ્રેક્ટીકલી કંઇક પ્રદાન આપી હિસ્સોે બનવા માંગતો હોય છતાં તેની પાસે જે તે વિષયની ડીગ્રી ના હોય તેેવું બને. આવા સંજોગોમાં અત્યાર સુુધી એવું બનતું આવ્યું છે કે તે વ્યક્તિ તેવી નોકરી માટે અરજી જ નહોતો કરી શકતો. પાયાની જરૂરીયાત તરીકે આ માટે ડીગ્રી હોવી જરૂરી હતી. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ગુગલ, એપલ, આઈ બી એમ, બેંક ઓફ અમેરિકા ચીપોટલે, કોસ્કો અને અર્નેસ્ટ યંગ જેવી ૨૫ કંપનીઓએ તેઓને વૈશ્વિક ઉમેદવારો લાવી આપતી ''ગ્લાસડોર'' એજન્સીને એવી સૂચના આપી દે છે કે જો નોકરી માટેની અરજી કરનાર ઉમેદવાર કોઈ ડીગ્રી ન ધરાવતો હોય પણ તેણે વિષય, પ્રોડક્ટ કે કોડીંગ, અલ્ગોરીધમ, લેન્ગવેજની સર્ટીફીકેટ પરીક્ષા માત્ર આપી હોય કે એમ જ જો તે અરજીમાં જે પોસ્ટની જરૂરીયાત છે તેમાટે તે ભલે થીયરી ન જાણતો હોય પણ તેના વગર પણ તે ખરેખર વ્યવહારુ રીતે પરિણામ લાવી શકતો હોય તેવો નિર્દેશ કરતો હોય તો તેેને ઈન્ટરવ્યું માટે કોલ આપવો.
આ રીતે જોવા જઈએ તો ભારતમાં એવા કેટલાયે ઓટો મિકેનિક, ઈલેકટ્રીશ્યન અને ઈલેક્ટ્રોનીક્સ ઉપકરણોના ભેજાબાજ છે જેઓ ૧૦ ધોરણ પણ પાસ નથી. આપણે જેને જુગાડ કહીએ છીએ તેમાં થોડું સ્પેશ્યલાઇઝ શિક્ષણ કે કોર્ર્ટનો સ્પર્શ ઉમેરી શકાય. શૈક્ષણિક માળખાની ચેનલમાંથી પસાર થઈને સ્નાતક કે અનુસ્નાતક હોવું તે જ વિશ્વની ટોચની કંપનીમાં જોબ મેળવવાની પાયાની શરત હવે નથી રહી.
આપણી શિક્ષણ પદ્ધતિને સાવ ઉતારી પાડવાનો આશય પણ નથી. એમ તો ગુગલના સીઈઓ સુંદર પીછાઈ કે માઈક્રોસોફ્ટના સત્ય નડેલા કે ઇન્ટેલની વાઈસ પ્રેસીડંટ મનિષા પંડયાથી માંડી અમેરિકાની ટોચની કંપનીઓ કે નાસામાં પણ માં ટોપ ટુ બોટમ ભારતીયો છવાયેલા છે. જો કે સાથે સાથે એ પણ સ્વીકારવું પડે કે નોબેલ પ્રાઈઝ સહિત આ તમામ ભારતીયોએ ઉચ્ચ ડીગ્રી કે પી એચ ડી અમેરિકા કે યુરોપની યુનિવર્ર્સિટીમાંથી પાર પાડયું છે. વિદેશમાં જે શૈક્ષણિક અને શોધ સંશોધનનું વાતાવરણ મળ્યું તેને આખરી જશ જાય છે.
માત્ર ટેકનોલોજી કે અર્થશાસ્ત્રમાં જ નહિ પણ મેનેજમેન્ટ અને કલા સર્જન સહિતના તમામ વિષયોના આંતરરાષ્ટ્રીય પ્રદાનકર્તાઓને પણ આ લાગુ પડે છે. બીલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, ઝકરબર્ગ અને કલાનીક (ઉબરના સ્થાપક ) જેવા વિશ્વને ૨૧મી સદીમાં લઇ જનારાઓ પાસે ડીગ્રી કે માસ્ટર ડીગ્રી નથી. તેઓ ઠોઠ નહિ ખરા અર્થમાં જીનીયસ હતા અને છે પણ અમેરિકામાં એવી જડ સીસ્ટમ કે માનસ ૩૦ -૩૫ વર્ષ પહેલા પણ નહોતું કે પહેલા તો તમે ૨૦-૨૫ વર્ષની વય સુધી બધી સર્જનાત્મકતા અભરાઈએ ચઢાવી ડીગ્રી મેળવો.
જો ભૂગોળમાં કે ઇતિહાસમાં આગળ વધવાનું તમારું સ્વપ્ન જ નથી અને તમને સંગીત, શિલ્પ કે ટેકનોલોજીમાં રસ છે તો તમારે ભૂગોળ- ઈતિહાસનો અભ્યાસ કરવાની શું જરૂર ? ડીગ્રીની ચિંંતા કર્યા વગર જે વિષયમાં રસ છે તેમાં જ પૂર્ણ સમય આપો ને. તમને રમતમાં કે પરફોર્મન્સ ક્ષેત્રે આગળ આવવું છે તો અન્ય વિષયોના અભ્યાસની જરૂર નથી. વિદેશમાં એવું મોડેલ છે કે તમે ખેલાડી અને કોચ તરીકે કમાઈ શકો છો. હા, વિદેશમાં વ્યક્તિને ઓછી આવક છતાં તેનું ગમતું કરવા મળે છે તેનો આનંદ છે. સમાજ પણ તેની કમાણી કે ડીગ્રી અંગે વિચારી તેના આધારે તેને ઉંચી કે નીચી નજરે નથી જોતો.
વ્યક્તિ કઈ કારમાં અને તેમાં પણ ક્યા મોડેલમાં ફરે છે તે જોઈ તેેના આધારે તેને ઓછું વત્તું માન નથી અપાતું . અમેરિકા યુરોપ અને ચીનમાં તમારા પ્રોજેક્ટમાં, તમારામાં અને તમારા પ્રોજેક્ટમાં રોકાણ કરનારા મળી જશે . તમારી તરંગી સર્જન કલ્પનાને સ્ટાર્ટ અપના મોડેલ તરીકે આદર મળશે. તમને તમારા માર્કસ કે ડીગ્રીથી કોઈ જજ નહિ કરે પણ તમારા જે તે વિષયના વ્યવહારુ જ્ઞાાન કે તેની માર્કેટની સંભાવનાની રીતે મુલવાશે. હા, માત્ર જુગાડ નહિ ડીગ્રી ન હોય તો પણ જરૂરી થીયરી કે પ્રેક્ટીકલ સર્ટિફિકેટ કોર્ર્સની સજ્જતા કે અગાઉ જણાવ્યું તેમ તેની એપ્લીકેશનની સમજ અનિવાર્ય છે.
એન્જીનીયરીંગ અને મેનેજમેન્ટ સહિતની ભારતની લગભગ તમામ ક્ષેત્રની ટોચની કંપનીઓ એવી ફરિયાદ કરે છે કે નાછુટકે અમે કર્મચારીઓની ભરતી તો કરીએ છીએ પણ અમારે અમારી કંપનીને વિશ્વની ટોચની કંપનીઓની હરોળમાં લઇ જવી છે તેવા જે પણ અમારા લક્ષ્યાંકો છે તેને પાર પાડવા સક્ષમ ટેલેન્ટેડ ઉમેદવારો નથી મળસા. તેઓ પાસે વજનદાર માર્કશીટ કે બેન્ડ સાથેની ડીગ્રી છે પણ પ્રોડક્ટ કે સવસ સેક્ટરના આધુનિક કનસેપ્ટથી અનુસ્નાતકો સજ્જ અને સ્પષ્ટ નથી. તેમના અભ્યાસક્રમમાં ઉદાહારણ તરીકે મૌલિક પ્રોજેક્ટ કે લેબ વર્કનો અનુભવ નથી. ક્લાસ રૂમ અને ગોખણપટ્ટીનું જ મહત્વ છે.
ટેકનોલોજીની વાત કરીએ તો ેઆર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સનો આંતરરાષ્ટ્રીય હરોળનો અભ્યાસક્રમ નથી. અર્થતંત્ર, મેનેજમેન્ટ, કાયદા અને તબીબ જેવા તમામ અભ્યાસક્રમમાં આ લાગુ પડે છે. ભારતની કંપનીને વિશ્વની ટોચની ૧૦ કંપની જેવું બનવું છે કે કોઈ હોસ્પિટલને સેવો દરજ્જો મેળવવો છે પણ તે સ્તરના અનુસ્નાતકો કે તબીબી ડીગ્રીધારીઓ મળતા નથી. તેેઓ તે માટે વિદેશ અભ્યાસક્રમ કે સંંશોધન, પીએચડી માટે જાય છે અને તે પછી ત્યાં જ સ્થાયી થઇ જાય છે.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પણ એ જાહેરાત કરી ચુક્યા છે કે અમેરિકાની માન્ય યુનિવર્ર્સિટીમાં માસ્ટર કર્યું હોય તેવા અરજદારોને એચવન બી વિઝામાં અલગ લોટરી કવોટાનો લાભ પણ મળશે અન્ય દેશોની શિક્ષણ પદ્ધતિને અમેરિકાની કંપનીઓ પણ આદરથી નથી જોતી. અમેરિકાની યુનિવર્સિટીની ગંગામાં ડૂબકી સ્નાન તોે કરવું સ્વીકાર્ય બનવા આવકાર્ય છે.
પ્રાથમિક શિક્ષણથી ૧૨માં ધોરણ સુધી મહદ્દઅંશે વિદ્યાર્ર્થીનું મૂલ્યાંકન તેની યાદશક્તિ આધારિત પરીક્ષાથી થાય છે અને તેેમાં પણ વિદ્યાર્થી તેેની મૌલિક રીતે સમજાવી ઉત્તર લખે તો તેના માર્ક કાપી જાય છે. પરીક્ષક પણ સેટ પેટર્નનો ગાઈડ, પુસ્તક કે કોચિંગ ક્લાસમાં તૈયાર કરાવેલ ઉત્તર ના હોય તો માર્ક કાપી નાંખે છે. વિદ્યાર્થીને બિનજરૂરી ઈસિહાસ, સાલો, તવારીખો, ઘટના અને વ્યક્તિ વિશેષ વિષે ગોખવાનું. પ્રાયોગિક કે કન્સેપ્ટની રીતે સમજાવી શકે તેવા શિક્ષકો અને શાળાની લેબ, લાઈબ્રેરી સજ્જ નથી.
વિષય માટે મજા પડી જાય કે દિલચશ્પી જાગે તેવું વાતાવરણ નથી. શાળા કોલેજોમાં હોનહાર શોધક કે વ્યાપારી દ્રષ્ટિ બતાવનારા ડીગ્રી મેળવી પ્લેસમેન્ટની પળોજણમાં ગોઠવાઈ જાય છે. ખરેખર તો વિદ્યાર્થી પોતાને તે તેનું ચિરાયું પૂરું કરે ત્યાં સુઘી ખબર જ નથી પડતી કે તેનો મનગમતો વિષય કયો હતો. આવા જ કારણોસર ભારતની કોઈ આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટ નથી. મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે પણ પહચાન નહિ હોઈ રોજગારીની તકો ઘટતી જાય છે.
ધારો કે કોઈ વ્યક્તિની યાદશક્તિ એવી તેજ હોય કે તે બ્રહ્માંડના ગ્રહોના અંતર, ન્યુટનના જન્મસ્થળ અને શાળાનું નામ, હલદીઘાટનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું, સોક્રેટીસના શિષ્યોની યાદી, ૧૯૮૨મા લાંબા કુદકાનો ગોલ્ડ મેડલ કોણે જીતેલો કે બંધારણની કેટલામી કલમ કોના પરની તે કહી બતાવે તો ે સરકારી પરીક્ષા પાસ કરી શકે.
હેતુપૂર્ણ ઉદ્દેશ માટે યાદશક્તિ તીવ્ર હોય કે તમારૂ ક્ષેત્ર એવું હોય કે તેમાં તે તમને ઝળકવામાં મદદ કરે તો આ શક્તિ સોના કરતા પણ મુલ્યવાન છે પણ જો તે યાદ્શક્તિનો ડેટા તમે આચરણમાં કે એપ્લીકેશનમાં ન લાવો તો નિરર્થક છે. કોહલીને વિજય મર્ચન્ટ કે વેંગસરકરના આંકડા પૂછો .. નહિ આવડતા હોય. ક્રિકેટર બનવા તે રેકોર્ડ તેેના માટે જરૂરી નથી . હા ...ક્રિકેટના આંકડાશાસ્ત્રી બનવું હોયતો તે જરૂરી છે .
કોઈ ડોક્ટરને ભારતના કે અમેરિકાના ચોથા રાષ્ટ્રપતિનું નામ યાદ કરવા કરતા તેના ક્ષેત્રનું વાંચવું જોઈએ. યાદશક્તિ પર વધુ ભાર મુકતા આપણા અભ્યાસની સીસ્ટમ પર પુનઃ ચિંંતનકરવાની જરૂર છે . યાદશક્તિ ગોખણપટ્ટીમાં ફેરવાઈ જાય છે તેે તેના કરતા પણ મોટો અનર્થ સર્જે છે. વિદ્યાર્થીઓ અને તેેના થકી દેશને સુપર પાવર બનાવવાના પાયામાં આ વિચારણા કરવાની પહેલ કરીએ.