યે કિસ ખલિશ ને ફિર મેરે દિલમેં આશિયાના કિયા
દોબારા દોબારા - અલતાફ પટેલ
ફિર આજ કિસને સુખન હમસે ગાયબાના કિયા
ગમે જહા હો, રૂખે યાર હો, યા હો દસ્તે અદ
સુલુક જિસસે કિયા હમને આશિકાના કિયા... ફેઝ અહેમદ ફેઝ
કવિ કહે છે એ વાતની ખબર જ ન પડી કે કઈ તીવ્ર તમન્ના (ખાલિશ..ચુભન) એ અમારા હૃદયમાં માળો (આશિયાના..ઘર) બાંધવાનો પ્રારંભ કર્યો. અમે તો બિલકુલ અજાણ, અ૫ાત જ રહ્યા. અચાનક બનેલા આ ફેરફારથી ન ગણી શકાય એટલા હૃદયના તાર ઝણ ઝણી ઉઠયા... અમારે સંગ અગાઉ આવો પ્રસંગ કદીયે બન્યો ન હતો આ ઘડી અમારે માટે ખરેખર અદ્ભૂત નીવડી.. શી ખબર કોણે.
અદ્રશ્ય બનીને રસ પડે એવી સરસ વાતચીત (સુખન) કરી કે દિલ અમારું બાગ બાગ બની ગયું.કલ્પનામાં પણ ન આવે એવા મીઠા, મધુર શબ્દોએ અણદીઠા આનંદમાં અમને ગરકાવ કરી દીધા... ગરકાવ તો એવા કરી દીધા કે જુના બધા જ ઘાવ રુઝાઈ ગયા.. ઘોર અંધકારમાં સુરજ જાણે ઝળહળી ઉઠયો. ચારો તરફ સોડમ જ સોડમ.. અવનવી મહેકથી સમગ્ર વદન વંદનથી ઝુકી ગયું.
શાયર કહે છે, કાળા વાદળા ઘેરાય એમ અમે અનેક ચિંતાઓમાં વ્યસ્ત હતા કહો કે ત્રસ્ત હતા, મિત્રોએ મુખ ફેરવી લીધેલા, ક્ષત્રુઓ ટાપી ને બેઠેલા પણ અમે અમારી સારપ ત્યજી નહિ. દરેક સાથે સજ્જનતા (આશિકાના) આદરીને વ્યવહારમાં સહેજે ઓટ આવવા દીધી નહીં... નમ્રતાની સુટેવ જાળવીને ધીમે ધીમે સૌના મન જીતીને જ જંપ્યા.... સૌને રાજી કરી નારાજીનો સરળતાથી અંત લાવવામાં ઇશ્વરની કૃપાથી ખરેખર અમે તો સફળ જ રહ્યા.. સહનશીલતા દીપી ઉઠી... ધારેલ લક્ષ્યાંક તરફ આગળ વધવાનો માર્ગ સરળ બની ગયો.. સંસ્કારિતા જળવાય તો નિષ્ફળતા સો કોશ દુર જ રહે એ વાત આત્મસાત કરવા જેવી ખરી જ...
ખુશ કિસ્મતી સે ચંદ લમ્હે ઝીંદગી મેં મિલતે હે અલતાફ
તબ જાકે અમનો સુકું સે રૂહ કો શાદમાની મિલતી હૈ...