Get The App

ક્યા ખૂબ કહી .

Updated: Sep 21st, 2024

GS TEAM

Google News
Google News
ક્યા ખૂબ કહી                                            . 1 - image


- દોબારા દોબારા-અલતાફ પટેલ

દિલ ધડકનેકા સબબ યાદ આયા

વો તેરી યાદ થી અબ યાદ આયા 

(નાસિર)

જ્યારે જ્યારે હૃદય ધડકવા માંડે ત્યારે ત્યારે ખબર પડી જ જાય કે એ તારી યાદ જ હોય... તારું સ્મરણ અંત:કરણને પુલકિત કરી દે. એ જ તારી યાદની વિશિષ્ટતા, સુંદરતા...

દર્દે દિલ દર્દે આશના જાને

ઔર બેદર્દ કોઈ ક્યા જાને.

(બહાદુર શાહ જફર)

દર્દ જેને થતું હોય તે મર્દને જ ખબર પડે કે પીડા કઈ બલાનું નામ છે... જેનું હૈયું લાગણીશૂન્ય હોય તેને કશી ગતાગમ ન પડે...

દિલ હી તો હે ન સંગે ઝીસ્ત દર્દ સે ભર ન આયે ક્યું.

રોયેંગે હમ હઝાર બાર કોઈ હમે સતાયે ક્યું ? (ગાલિબ)

હૃદય તો કોમળ છે. એ કંઈ પાષાણનું નથી. એ શાણા લોકો સમજી શકે. પીડા ન ખમી શકે તો રડે પણ ખરું. શાયર કહે છે અમે અનેકવાર રડીશું... રુદનનો અધિકાર અમારો છે. અમને કોઈ શા માટે સતાવે એ અમને પેહલા બતાવે.

તમન્નાઓકે બેહકાવે મે અકસર આહી જાતે હે... કભી હમ મુસ્કુરાતે હે, કભી હમ રૂઠ જાતે હે... (ચિત્રા)

આશાઓ, ઈચ્છાઓ તો બધા કરે પણ તેનું કંઈ નક્કી નઈ ક્યારેક ચડતી તો ક્યારેક પડતી પણ થાય. ક્યારેક શન્ન થઈ જાવ તો ક્યારેક પ્રસન્ન. ચેહરો મલકાઈ પણ ઉઠે તો કરમાઈ પણ જાય. મનની સમતુલા જળવાવી જોઈએ.

ઝીંદગીસે યેહી ગિલા હે મુઝે તૂ બહુત દેર સે મીલા હે મુઝે. (ફરાઝ).

જીવનમાં ઘણા મળ્યા પણ તારા જેવો પવિત્ર આત્મા સમયસર મળ્યો હોત તો મારૂ જીવન નિશંક નંદનવન બની ગયું હોત.

પેહલે મેને ઉસકી દાવત કી, ફિર ઉસને મેરી દાવત કી. દુશ્મની અલતાફ મુર્દા હો ગઈ, મુહબ્બત ઝિંદા...

દુશ્મનાવટ રાખીને વટ રાખવાનો શો અર્થ. રાતોની ઊંઘ હરામ કરવા કરતાં શત્રુતાને રામ રામ કરવાનું સુખ શા માટે ત્યજી દેવું. શુભ વિચારો તો ચારો તરફ શ્રી રામના દર્શન પામશો.

કિસીકો દુ:ખ કભી મત દેના ક્યુંકી દી હુઈ ચીઝ એક દિન હઝાર ગુના હોકર વાપિસ લોટતી હે યાદ રહે...

કોઈને પણ જાણે અજાણે દુ:ખી કરવા નહીં. શાનમાં સમજો તો નુકસાન તમારે માથે છે કેમકે શેતાન તમારી સાથે છે... એ ગમે ત્યારે ગુનાઓનું ઝુંડ લઈ તમારા તરફ આવશે તો બરફ જેવા થઈ જશો.

હિન્દુ મુસ્લિમ હમારે દેશ કે દો અલતાફ અનમોલ રતન હે, મિલકે રહે તો ચમન હે, વરના પતન...

Tags :