છોટા બનના શીખો, રબ બડા બના દેગા
- દોબારા દોબારા-અલતાફ પટેલ
મુસ્કુરાહટ કિસ્મત મે હોની ચાહિયે
તસ્વીર મેં તો હરકોઈ મુસ્કુરાતા હે.
યોગ્ય સમયે હસનાર, સ્મિત વેરનાર ખરેખર કિસ્મતવાળા ગણાય. ફોટામાં ખોટા હસનારા તો ઘણા હોય. કૃત્રિમતામાં સુંદરતા ઝાંખી પડે. કુદરતી સ્માઇલ માઇલો સુધી યાદ રહે.
મીઠાઈ ખાનેસે ખુશીયાં જરૂર મિલે,
મગર બાટનેસે ખુશીયાં બહુત બઢતી હે.
પોતપોતાનું કરીને તો સૌ રાજી થાય પણ અન્યને એ ખુશીમાં સામેલ કરવાથી મનનો મેલ સાફ થઇ જાય. વહેંચનાર નર કે નારી ઇશ્વરના દૂત ગણાય.
હસીનો સે એહદે વફા ચાહતે હો,
બડે નાસમજ હો યે ક્યા ચાહતે હો
રૂપાળા લોકો તરફ ઘણા આકર્ષિત થાય. ક્યારે કોના થઇ જાય, વળી જાય કળી શકાય નહીં. એમના ભરોસે બેસી રહે તે રોશે
વો મુઝે દેખ કે મુંહ ફેર લેતે હે અલતાફ,
શાયર મેરી ગુફતગુ મેં તંઝ હો ઉસી બાત કા ઉન્હેં રંજ હો.
બોલતા ચારવાર વિચાર જરૂરી. આપણા શબ્દો ઘા કરતા હોય ને આપણે જ જાણતા ન હોઈએ કટુવાણીથી સંબંધમાં કાટ લાગી જાય.
મુઝે દર્દે દિલ કા પતા ન થા, મેં તો અકેલે મજે મે થા,
મુઝે આપ કીસ લીયે મીલ ગયે.. (મજરૂહ).
જ્યાં સુધી માણસ અટુલો હોય ત્યાં સુધી આશાઓના ગમે તે પુલ બાંધી નિશ્વિંત રહે. પણ પ્રેમનું દર્દ લલાટે લખાયેલું હોય તો એકલતાની મજા સજા બની જાય.
તુમ્હારી ઓર મેરી રાત મે ઇત્ના ફર્ક હે,
તુમ્હારી સો કે ગુઝરી હમારી રો કે ગુઝરી હૈ (કુમાર)
મોત કિસી ભી લમ્હા આ શક્તી હે, દોલત કે ઘેરે મે મત રેહના, માની લેજો નિરાભિમાની વ્યક્તિનું જીવન અધૂરું નહી મધુરુ રહેવાનું અણી અને ટણી બુહ રાખો તો વહેલી તૂટી જાય. મોટા થવું હોય તો બાળક જેવા બનો. ફેંકાઈ નહીં ઉંચકાઈ જશો.