- ડૉ.જયેશ શેઠ
મૃત્યુ એક એવી ઘટના છે જેનો સામાન્ય રીતે સૌને ડર હોય. કોઈને હર્ષ હોય અને કોઈને મૃત્યુની અનિશ્ચિતતાની ચિંતા હોય. વાસ્તવમાં મૃત્યુ એક પર્વ છે જ્યાં પ્રકાશમય આત્મા જુના ખોળિયાને છોડીને નવા ખોળિયામાં પ્રવેશે છે અને પૂર્વ જન્મના અધૂરા કાર્યો પુરા કરે છે. પરંતુ આ પહેલા શરીરના કોષો શિથિલ થતા હોય છે. ચામડીમાં કરચલી પડવી, માથામાં વાળ ઓછા થવા, સ્નાયુઓમાં નબળાઈ આવવી, ઓછું દેખાય, ઓછું સંભળાય તો શા માટે અને કેવી રીતે આ બધું થાય છે તે માટે આપણે આપણા શરીરમાં આવેલા ૩ બિલિયન કોષોને સમજવા પડશે તેમજ તે કોષોમાં આવેલ DNA કેવી રીતે કામ કરે છે તે પણ જાણવું પડશે.
સામાન્ય રીતે DNA એક એવું જટિલ છે પરંતુ તેની અંદર આવેલા જનીન તત્વોને સાચવવા માટે Telomere ની રચના થયેલ છે જેમાં ટેલોમરીજ નામનું પ્રોટીન આવેલું છે જે રંગસૂત્રમાં આવેલા DNA ને ઉપરથી ઢાંકીને તેનું રક્ષણ કરે છે. આ Telomere જેમ જેમ ઉમર વધતી જાય તેમ તેમ તે ઘસાતું જાય. તેની લંબાઈ આપણી ઉમર સાથે સીધો સબંધ ધરાવે છે. ઉંમર વધવાની સાથે આની લંબાઈ ઘટતી જાય છે તેથી જનીન તત્વોનું રક્ષણ કવચ ઘસાતું જાય છે તેથી અંદર આવેલ DNA ને નુકશાન થાય છે. આ એક જુના મકાન જેવું છે. તે જેમ જેમ જૂનું થાય તેમ તેમ તે રીતે વધારે માવજત માંગે છે. તેમાં Wear & tear વધતું જાય છે. શરીરનું પણ આવું જ છે. સાથે સાથે આપણા શરીરમાં જે ખોરાક લઇએ છીએ તેમાં ફેટ, કાર્બોહાઇડ્રેટસ, પ્રોટીન વગેરેનું પાચન થઈને વધારાનો ભાગ કોષોમાં આવેલ Lysosomes તેને ખાસ પદ્ધતિથી પચાવીને કોષોમાં શુદ્ધ રાખે છે. સાથે સાથે શરીરમાં જોઈતા એમીનોએસિડસ બચાવવા માટે તેનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિને Autophagy કહેવાય છે. આ રીતે શરીરમાં રહેતા Toxins ને બહાર કાઢીને નવા કોષો બનાવીને આપણને સ્વસ્થ રાખે છે. ઉમર વધવાની સાથે લાયસોમ્સની પદ્ધતિ ધીરી પડે છે. જેથી કોષોમાં અલગ અલગ પ્રકારના Toxins જમા થાય છે. તેથી જ ઉંમર વધવાની સાથે હૃદયની બીમારી, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો તેમજ ચામડીમાં કરચલી પણ પાડવા લાગે છે. આમાં DNA રીપેર કરવાની ક્ષમતા હોય છે તેમાં પણ ઘટાડો થાય છે. તેથીજ ઉમર વધવા સાથે આપણે ખોરાક સાત્વિક, યોગ્ય માત્રામાં લેવો જોઈએ સાથે સાથે બાહ્ય પરિબળો જેવા કે તણાવ, પ્રદુષણ, અનિયમિત ઊંઘ વગેરે પણ આ કોષોને નુકશાન કરીને તેમાં નવા DNA બનાવવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. આ બધા પરિબળોને લીધે અમુક સમય આ કોષો તેમની કાર્યપદ્ધતિમાં ધીમા પડે છે. જે થકી નુકશાન પામેલ DNA શરીરમાં જમા થઈને અનેક જાતના રોગો કરે છે. સમતોલ આહાર, યોગ્ય પ્રમાણમાં કસરત, યોગ, ધ્યાન, પ્રાર્થના, પોઝિટિવ વિચારસરણી શરૂઆતથી જ કરવામાં આવે તો આવી વ્યક્તિઓ સ્વસ્થ અને લાબું જીવી શકે છે તેનું કારણ તેમના શરીરમાં કોષોને નુકશાન ઓછું થતું હોઈ તેના રંગસૂત્ર ઉપર આવેલું Telomere નુકશાન થયેલ કોષોને રીપેર કરવાની ક્ષમતા Lysosomes ની Autophagy પ્રક્રિયા બરાબર ચાલે છે. આ ઉપરાંત શરીરમાં પેદા થતું Oxidative Stress ના લીધે ઓક્સિજન ફ્રી રેટિકલ્સની માત્રા પણ ઘટતી હોય છે. સાથે સાથે મગજના નુકશાન થયેલ કોષો પણ નવા કોષોથી Replace થઈને માનસિક કાર્યક્ષમતા પણ જાળવી રાખે છે. આપણી આસપાસ એવા અનેક લોકો છે જે ૯૦ વર્ષની ઉંમરે પણ સ્વસ્થ રહી શકે છે. તેનું કારણ પણ ઉપર બતાવેલ પ્રક્રિયાને લીધે જ છે.
ટૂંકમાં મૃત્યુ એક અનિવાર્ય પ્રક્રિયા છે. પરંતુ જો જીવનને યોગ્ય રીતે જાળવવામાં આવે તો મૃત્યુ પણ એક પર્વ બની જાય છે.


