- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- તેનો જન્મ 22 જુલાઈ 1949ના રોજ સોવિયેટ સંઘમાં થયો હતો. જુના ડેવિટાશવિલીમાં બાળપણથી જ દૈવી ચિકિત્સાની શક્તિ પ્રગટ થઈ ગઈ હતી
- ' Illnes is not in the body, it is in the energy around the body - બીમારી શરીરમાં નથી હોતી, તે શરીરની ચારે તરફ મોજૂદ ઊર્જામાં હોય છે.
- ' I work not with flesh of body, but with the invisible : હું શરીરના માંસ પાસેથી નહીં, પણ અદ્રશ્ય શક્તિ પાસેથી કામ લઉં છું.
- 'when faith appears, the disease loses its power : જ્યારે શ્રદ્ધા ઉદ્દભવે છે, ત્યારે બીમારી તેની શક્તિ ગુમાવી દે છે.
- A calm soul heals faster than any medicine : એક શાંત આત્મા કોઈ પણ દવાથી વધારે ઈલાજ કહે છે.
- The human hand is a conductor of divine energy : માનવ હસ્ત દિવ્ય ઊર્જાનું માધ્યમ હોય છે.
- Dzhuna Davitashvilic (જુના ડેવિટાશવિલી)
યુજેનિયા યુવાશેવના ડેવિટાશવિલી (Eugenia yuvashevna Davitashvili) જે જુના (Djuna / dzhuna) ડેવિટાશવિલી તરીકે ઓળખાય છે તે ચૈતસિક મહિલા રશિયન દૈવી ચિકિત્સક, લેખક, ચિત્રકાર અને પ્રસિદ્ધ વ્યક્તિ હતી. તેનો જન્મ ૨૨ જુલાઈ ૧૯૪૯ના રોજ સોવિયેટ સંઘમાં થયો હતો. જુના ડેવિટાશવિલી (દાવિતાશિવલી)માં બાળપણથી જ દૈવી ચિકિત્સાની શક્તિ પ્રગટ થઈ ગઈ હતી. તે લોકોની પીડાનો અનુભવ કરી શકતી. તેમના દર્દ નિવારણ માટે તેમના શરીર પાસે હાથ ધરતી તેના હાથમાંથી અદ્રશ્ય ઊર્જા અને ઉષ્મા પ્રકટ થતી અને દર્દીના દર્દનું નિવારણ થઈ જતું. તેને સ્વપ્નો અને અંતર્જ્ઞાન (intuition) થી સંકેતો મળતા. તેની દિવ્ય અનુભૂતિ અને રોગ નિવારણ શક્તિને તે ઈશ્વરની કે કુદરતની ભેટ સમજતી હતી. તે કહેતી - મને તો રોગો કે બીમારીનું કશું જ્ઞાન નથી, એમને દૂર કરવાની કોઈ ચિકિત્સકીય આવડત પણ નથી. I do not heal people. i only help the body remember how to heal itself - હું બીમારીનો ઈલાજ નથી કરતી, હું શરીરને સ્વયં સ્વસ્થ થવા સહાય કરું છું. માનવ શરીરની આસપાસ તેને ઘેરીને એક ઊર્જા ક્ષેત્ર Aura / Bioplasma) રહેલું હોય છે. રોગ ઊર્જાના અસંતુલનથી થાય છે. તેના હાથમાંથી નીકળતી (જુના ડેવિટાશવિલીને) આભાર માનતા પત્રો લખ્યા હતા. તેની ચિકિત્સાથી ભૂતપૂર્વ રશિયન પ્રમુખ લિયોનિડ બ્રેઝનેવ તેમની છેલ્લી અને લાંબી બીમારીમાં ટકી રહ્યા હતા. બાયો-ફિલ્ડ કે સંપર્કહીન ઉપચાર માટે કુશળ જુનાને ૧૯૮૦ થી ૧૯૯૦ દરમિયાન ભારે ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. તેને મહિલા શસ્યુતિન પણ કહેવામાં આવતી હતી કેમકે તેણે અનેક રાજનીતિજ્ઞાો અને નેતાઓનો દૈવી ઉપચાર કર્યો હતો. બ્રેઝનેવે તેની અસાધારણ ચૈતસિક શક્તિઓના અભ્યાસ અર્થે એક પ્રયોગશાળા પણ બનાવી આપી હતી.
૧૯૮૩ અને ૧૯૮૪માં ભૌતિકવિજ્ઞાની અને પેરાસાઈકોલોજીના સંશોધક રસેલ ટાર્ગ (Russell Targ) તેમની પુત્રી એલિઝાબેથ ટાર્ગ અને કીથ હરારી સોવિયેત રશિયાની મુલાકાતે આવ્યા ત્યારે સોવિયેત એકેડેમી ઓફ સાયન્સિઝના પણ મહેમાન બન્યા હતા. મોસ્કોમાં તેમણે દૂરદર્શન (Remote Viewing) ના વિષયે રશિયન વિજ્ઞાનીઓ સાથે ચર્ચા કરી હતી. તે સાથે રશિયાના ચૈતસિકો અને જુના ડેવિટાશવિલી સાથે પણ ચર્ચા-વિચારણા કરી હતી. તેમણે જુના પર રિમોટ વ્યૂઇંગ ને લગતા પ્રયોગો પણ કર્યા હતા. તેણે મોસ્કોમાં બેસીને સાન ફ્રાન્સિસ્કોમાં વર્તમાન ક્ષણે શું બની રહ્યું છે તે તેની ચૈતસિક શક્તિથી જાણીને તેમને કહી દીધું હતું. જુના ડેવિટાશવિલ જ્યોતિષી અને ભવિષ્યવેત્તા પણ હતી. તેણે સોવિયેત સંઘના વિઘટનની ભવિષ્યવાણી પણ કરી હતી અને જણાવ્યું હતું કે તે અલગ અલગ દેશોમાં બદલાઈ જશે. ૧૯૮૬માં યુક્રેનમાં થયેલી ચેરનો બિલ પરમાણુ પ્લાન્ટ દુર્ઘટના અંગે પણ તેણે ભવિષ્યવાણી કરી હતી. જુના ડેવિટાશવિલીએ ૧૯૯૦માં ઈન્ટરનેશનલ એકેડેમી ઓફ ઓલ્ટરનેટિવ સાયન્સિઝ નામની સંસ્થા ખોલી હતી. ૨૨ જુલાઈ ૧૯૪૯ના રોજ જન્મેલી જુનાનું ૮ જુન ૨૦૧૫માં મોસ્કોમાં ૬૫ વર્ષની ઉંમરે બ્લડ સર્ક્યુલેશનની ગંભીર સમસ્યાથી મૂર્છિત થઈ કોમામાં સરી પડવાને કારણે મરણ થયું હતું. જુના ઈશ્વરીય શક્તિ સાથે જોડાયેલી ચૈતસિક મહિલા હતી. તે ધ્યાન અને યોગ પણ કરતી હતી અને આધ્યાત્મિક વૃત્તિ ધરાવતી હતી. તે કહેતી હતી- True power does not lie in the body but in the soul - સાચી શક્તિ શરીરમાં નથી હોતી પણ આત્મામાં હોય છે.


