- શોધ-સંશોધન-વસંત મિસ્ત્રી
દ ક્ષિણ-પશ્ચિમે આવેલા માલાબાર વિસ્તારમાં ખાસ પ્રકારના ફળોમાંથી કોફી બીન્સ મેળવીને તેને ચોમાસાના પવનો સામે લાંબો સમય રાખીને એક ખાસ પ્રકારની કોફી તૈયાર થાય છે જેને મોન્સુનાઈઝ્ડ મલાબાર કોફી કહેવામાં આવે છે.
આ કોફીના બીન્સ મલાબાર પ્રદેશમાં જ મળે છે. આ પ્રકારની કોફી તૈયાર કરવા માટે ઘણાં મજુરોની જરૂર પડે છે કારણકે કોઈ મશીન વપરાતા નથી. એક સંશોધન પ્રમાણે આ કોફીનો સ્વાદ પોચા પકવેલા ચીઝ જેવો અથવા સિંગલ માલ્ટ વ્હિસ્કી જેવો લાગે છે. એટલે જ આ કોફી યુરોપમાં વિશેષ લોકપ્રિય છે અને ટનબંધી લગેજ રૂપે તેનું શિપિંગ થાય છે વિશ્વમાં મલાબારની મોન્સુનાઈઝ્ડ રોબસ્ટા કોફી ઉત્તમ ગુણવત્તા માટે અન્ય કોફી કરતાં અગ્રક્રમે આવે છે.
ચોમાસામાં વરસાદનાં ભેજવાળા વાતાવરણમાં આ કોફીનું ઉત્પાદન થાય છે. અહીં મુખ્યત્વે એરેબિકા અને રોબસ્ટા બીન્સનો ઉપયોગ થાય છે. સૌ પ્રથમ ફળમાંથી મેળવેલા બીન્સનું અલગીકરણ અને ગ્રેડિંગ થાય છે. ત્યારબાદ વેરહાઉસમાં કોથળામાં અડધે સુધી ભરી તેને ૩-૪ મહિના સુધી ચોમાસાના ભેજવાળા પવનોની અસરમાં લાવવામાં આવે છે.
- ભેજથી બીન્સ ફૂલીને લગભગ બમણા કદના થઈ જાય છે. ભેજથી તેનો રંગ પીળો થઈ જાય છે. હવે તેમાં રહેલી એસિલિટી અને ફળની વાસ દૂર થાય છે. ચોમાસાના ચાર મહિના સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે.
છેવટે મુલાયમ બીન્સને કોથળામાં ભરી ફ્યુમીગેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે મીથાઇલ બ્રોમાઈડ વપરાય છે. જે કિટકો, ફૂગ વગેરેનો નાશ કરી કોફી બીન્સને શિપિંગ દરમ્યાન જંતુવિહીન રાખે છે.
ટનબંધી કોફી યુરોપમાં એકસપોર્ટ થાય છે. ભારતમાં લોકો યુરોપીયન, બ્રાઝીલીયન અને વિએટનામી કોફી પીવે છે. સસ્તી કોફી તો કોફી મશીનની હોય છે. બાકી કેપુચિનો, લાટે, મોકા, ફ્રાપે (FRAPPE) અમેરિકાનો વગેરે કોફી લકઝુરીઅસ ગણાય છે. અમેરિકાની સ્ટારબક્સ કોફી અપર મિડલ કલાસ માટે છે. જેની કિંમત ૨૫૦-૩૦૦ રૂપિયા હોય છે.
દિવસની ૨-૩ કપ કોફી મુડને વધારે છે. પરંતુ સાંજની વધારે પડતી માત્રા ડાયુરેટિક (મુત્રલ) હોવાથી ઊંઘ બગાડી ડિપ્રેસન અને તનાવ સર્જે છે.
ફણસના ગોટા વિટામિન મિનરલથી ભરપુર
ફણસના ૧,૫૦,૦૦૦ વૃક્ષો આ પૃથ્વી પર ઊગી રહ્યા છે. દક્ષિણ ભારતમાં ફણસના વૃક્ષને દેવપ્રિય. માનવામાં આવે છે. કદાચ એટલે જ કેરળના મંદિરોમાં ફણસના લાકડાનાં ફર્નિચર બનાવવામાં આવે છે. કેરળના થપ્પમ દેવ અનેક વૃક્ષોમાં રહે છે. એટલે થપ્પમ નૃત્ય કેરળમાં ૧૫૦૦ વર્ષથી પ્રચલિત છે. કેરળના મંદિરોમાં ફણસના વૃક્ષો ખાસ જોવા મળે છે.
ભારતની બહાર થાઈલેન્ડ, બાલી, ઈન્ડોનેસીઆમાં પણ ફણસનું ખાસ મહત્ત્વ છે. વિએટનામના ટે ફુઓન્ગ નામના પેગોડામાં બુધ્ધની ૭૨ મૂર્તિઓ ફણસના વૃક્ષમાંથી બનાવવામાં આવી છે. ફણસના ઝાડમાંથી સોનેરી ડાય એટલે કે રંગ મેળવવામાં આવે છે. બુધ્ધ સાધુઓના રોબ્સ કે ગાઉન કે વસ્ત્રોને આ રંગથી રંગવામાં આવે છે. ફણસ આટલું પવિત્ર વૃક્ષ છે.
થાઈલેન્ડમાં ફણસને તુલસીની માફક પવિત્ર માનવામાં આવે છે અને એટલે જ તેને ઘરની પાછળ ઊગાડવામાં આવે છે. ફણસ તમારૂ ભાગ્ય ખોલી દે છે.
ફણસને રોગ થતો નથી કે તેમાં ઊધઈ ઊગતી નથી એટલે કેરળ, થાઈલેન્ડ બાલીના મહેલોમાં ફર્નિચર બનાવવા તેનો ઉપયોગ થાય છે. પોલિસ કર્યા પછી ફણસના ફર્નિચરનો રંગ ગોલ્ડનમાંથી મરૂન થઈ જાય છે. જેનાથી પેલેસ ભવ્ય લાગે છે.
વિશ્વના સૌથી મોટા ફળ ફણસમાંથી ચાંપા કાઢી તેનો મિલ્ક શેક બનાવાય છે. તેના બીજ એટલે કે ગોટામાંથી સરસ શાક બને છે. ફણસનો સોનેરી રંગ અત્યંત શક્તિશાળી એન્ટિઓકસીડેન્ટ બીટા કેરોટિનને આભારી છે. બીટાકેરોટિન રો મટીરિઅલ છે જેમાંથી શરીર વિટામિન-એ બનાવે છે...!
ચાંપામાંથી નીકળતા મોટા બી અથવા ગોટા વિટામિન-બી૧, બી૨, એ, અને વિટામિન સી ઉપરાંત અનેક મિનરલ ધરાવે છે. દક્ષિણ કેરળના સમગ્ર દરિયાકાંઠે આ ગોટાને મીઠાના પાણીમાં બોળી, સુકવી સાસવવામાં આવે છે. ચોમાસામાં શાકભાજીના મળે ત્યારે સુગંધીત દાળ અને ભાજી તરીકે તે વપરાય છે. વાપીથી તાપી સુધી ચોમાસામાં ગોટાનું શોક અનેક ઘરોમાં થાય છે. સુકા, ભૂંજેલા ગોટા મુખવાસ તરીકે લોકપ્રિય છે.
ગણપતિદાદાના ૩૮ અવતારમાં એક અવતાર બાળ ગણપતિનો છે. તેમના ચાર હાથમાં કેળાં, કેરી, શેરડી અને ચાંપા જોવા મળે છે. આટલું પવિત્ર ફળ બાળક ખાય તો તે બુધ્ધિવન, ચતુર અને સાહસિક બને છે...!!


