Get The App

ભારતમાં મેનેજમેન્ટના ક્ષેત્રમાં સમાનતા લાવવાની જરૂર

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં મેનેજમેન્ટના ક્ષેત્રમાં સમાનતા લાવવાની જરૂર 1 - image

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- મેનેજમેન્ટમાં ચડતો-ઉતરતો ક્રમ મહત્ત્વનો હતો, પરંતુ હવે સમાનતાના વાતાવરણની જરૂર છે. મેનેજમેન્ટમાં સફળતાનો આધાર વ્યક્તિ પર નહીં, ટીમ પર છે

મા નવજાતે વર્ક મેનેજમેન્ટ શીખ્યું ત્યારે હાયરાર્કીની પદ્ધતિ અમલી બનાવી હતી. એ પદ્ધતિ એટલે લોકોનો ચડતો ઉતરતો ક્રમ. મેનેજમેન્ટની ભાષામાં જેને સીનિયર-જૂનિયરની પદ્ધતિ કહેવાય છે એ. કોઈ ઉપર અધિકારી હોય. એની નીચે સ્ટાફ હોય. એમાંય પાછો ચડતો ઉતરતો ક્રમ હોય. મેનેજર હોય તો એની નીચે એનો ડેપ્યુટી અધિકારી હોય. એની નીચે સેલ્સ એક્ઝિક્યૂટિવ હોય. એની નીચે વળી સેલ્સમેનની ટીમ હોય. સેલ્સની ટીમમાં વ્યવસ્થા હોય એ જ રીતે દરેક વિભાગમાં આ વ્યવસ્થા હોય. એકની ઉપર એક - એવી વ્યવસ્થાના કારણે વિસંગતતા વધે છે. મેનેજમેન્ટમાં કે કંપની સંચાલનમાં આ પદ્ધતિ સિવાય છૂટકો ન હતો. કોઈની જવાબદારી ફિક્સ ન થાય તો ભૂલ વખતે કોને ઠપકો આપવો? જવાબદારી ફિક્સ ન થાય તો કોને અપ્રિશિએશન આપવું? આ મોટો સવાલ હોવાથી શરૂઆતમાં આ પદ્ધતિ બધે અમલી હતી. પછીથી એમાં આમૂલ પરિવર્તન આવવા માંડયું. તેમ છતાં ભારત જેવા દેશોમાં એ હાયરાર્કીની પદ્ધતિ જ ચાલતી રહી.

ભારતમાં અને જગતમાં હવે હાયર્રાડ્રીકલ કલ્ચરને બારીની બહાર ફેંકીને ઇક્વોલીટેરીયન કલ્ચરને જીવનના દરેક ક્ષેત્રમાં ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમા લાવવી જરૂરી છે. લોકશાહીના યુગમા સામંતી યુગ (ફ્યુડલએજ)નું ઉચનીચનુ માળખુ ના ચાલો પરંતુ હજી દુનિયાની દરેક સંસ્થામા હાયર્રાકી જોવા મળે છે. હાયર્રાકી એટલે એવું જૂથ કે દરેક સમાજમાં કે કંપનીના ઉપરી નીચે કામ કરનારા અને તેમના હુક્મના તાબેદાર (સર્બોડીનેટસ) લોકો, એમની પણ નીચે કામ કરતા લોકો અને આ લોકોના હુક્મ મુજબ પણ કામ કરનારા લોકો એવી ઘણી લાંબી સાંકળ હોય છે. સરકારમાં અને ખાસ કરીને લશ્કરમાં આ માળખા હજારો વર્ષોથી ચાલતા આવે છે. કેટલાક હાયર્રાકીને નોકરશાહીની પદ્ધતિ કહે છે. તમારા ઉપર અમલદારના હુક્મોનું તમે પાલન ના કર્યું તો તે ઉપરી તમને ઠપકો આપે છે કે તમારી ટ્રાન્સફર અન્ય ખાતા કરી દે છે કે તમે ઉપરીનુ અપમાન કર્યું તો તમે નોકરી પણ ગુમાવી શકો છો. ટૂંકમાં માનવ સમાજની મોટી મોટી સંસ્થાઓમાં સત્તા કે હુક્મો ઉપરથી નીચે જાય છે અને કામગીરીની સફળતા કે નિષ્ફળતાનો રીપોર્ટ નીચેથી ઉપર જાય છે.

કુટુંબો પણ હાયરાર્કીકલ હોય છે. અત્યાર સુધી કુટુંબોમાં પતિ અને સાસુ પત્ની પર અમાપ સત્તા ભોગવતા હતા અને સાસુના અવસાન બાદ જ વહુને કુટુંબ સંબંધ અગત્યના નિર્ણયોમા ભાગીદારી મળતી. ભારતમાં તો એક મોભી હોય એની દોરવણી હેઠળ જ છેક હમણાં સુધી આખા કુટુંબનું તંત્ર ચાલતું હતું. હજુય ગ્રામ્ય વિસ્તારોમાં ઘણે એ પદ્ધતિ ચાલી જ રહી છે. કુટુંબો વિભક્ત થયા પછી એમાં પરિવર્તન આવ્યું છે. પશ્ચિમ જગતમાં આપણે આભાર માનવો જોઇએ કે તેણે પતી-પત્નીના સંબંધોમાં બને તેટલી સમાનતા લાવવા પ્રયત્નો કર્યા. પરંતુ એનુ પરીણામ એ આવ્યું છે કે પશ્ચિમ જગતમા છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે.

હિન્દુ સમાજે હાયર્રાકી (ઊંચ-નીચ)નો દાટ વાળ્યો છે. જ્ઞાતિ પ્રથામાં સૌથી મોટી હાયરાર્કી જોવા મળે છે. ભારતમા જ્ઞાતિઓ અને જાતીઓની જે હાયર્રોકી છે તે દુનિયાના કોઈ પણ દેશમાં નથી. ભારતીય સમાજનું એક મોટું કલંક એ છે કે તમામ કક્ષાની (તાલુકા, ડીસ્ટ્રીક્ટ, રાજ્ય કે કેન્દ્ર કક્ષાની) ચૂંટણીઓમાં જ્ઞાતીના સમીકરણો વત્તે ઓછે અંશે કામ કરતા હોય છે. 

વેસ્ટર્ન વર્લ્ડમાં ભારતની જેમ જ્ઞાતિ પ્રથા નથી તો રંગભેદ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં જે રેસીઅલ ઇનક્વોલિટી હજી એક યા બીજી સ્વરૂપે ચાલુ છ તે અમેરીકન સમાજનું નેગેટીવ પાસુ છે. અમેરીકામાં મેનેજમેન્ટમાં બહુ જ ઓછા બ્લેક અમેરિકન સીઈઓના પદ પર છે. અમેરીકા વર્લ્ડ ઓર્ડર હજી રંગભેદી છે પણ તે ઘણો છૂપો છે. 

ભારતના આધુનક સેક્ટર્સમા શેઠિયાશાહી કલ્ચર લુપ્ત થઇ રહ્યું છે. ભારતમા ઔદ્યોગીક યુગની શરૂઆત લગભગ ૧૩૦ વર્ષ પહેલા થઇ ત્યારે ભારતમા અનેક ટેક્ષ્ટાઇલ મીલોની સ્થાપના થઇ અને આ ટેક્ષ્ટાઈલ અને જ્યૂટની મીલોમાં મેનેજમેન્ટનું મોડેલ શેઠિયાશાહી હતું. હજી ભારતની સરકારી ઓફીસોમાં હાયર્રાકીકલ કલ્ચર ચાલુ રહ્યું હોવાથી તેની પબ્લીક એકાઉન્ટીબીલીટ શૂન્યની નજીક છે. કેન્દ્ર અને રાજ્યોની સરકારો આટઆટલા ગોટાળા ચલાવી લે, ચોમાસામા દરેક રાજ્યમા સેંકડો રસ્તાઓ તૂટી જાય, નદીના પૂલો તૂટી પડે, અને સરકારમા ભ્રષ્ટાચારની અવધી આવી ગઇ હોય તો પણ સરકારને ઊની આંચ ના આવે તે ભારતની સરકારના એડમીનીસ્ટ્રેશનનુ સૌથી નબળુ પાસુ છે. સરકારમાં ઉપરી અધિકારી અને તેની નીચેના અધિકારીઓ-સ્ટાફનું માળખું હોવાથી ભ્રષ્ટાચાર વખતે મોટા માથા આબાદ છટકી જાય છે. ભારતમા સરકારી માળખુ સેલ્ફ-કરેકટીંગને સેલ્ફ ઇવોલ્બીગ નથી તે ભારતનુ અત્યં નેગેટીવ પાસુ છે.

ભારતની સમાજવ્યવસ્થા જે હાયર્રાકીકલ સીસ્ટમ છે તેનુ રાજકારણ, સમાજકારણ અને ધર્મકારણમા સતત જોવા મળે છે. આધુનીક મેનેજમેન્ટમા ઊંચનીચના સ્થાને હવે ટીમવર્ક અને ટીમસ્પીરીટને વધુ મહત્ત્વનંપ ગણવામાં આવે છે. કોઈ વ્યક્તિ સફળ કે નિષ્ફળ થતી નથી પરંતુ ટીમ સફળ કે નિષ્ફળ થાય છે તે બાબત ભારતીય મેનેજમેન્ટ પણ સમજવું છે. ભારતના ખાનગી કે સરકારી મેનેજમેન્ટમા સ્ત્રીઓની ભરતી, બઢતી અને ઉત્તમોતમ કુશળતા ભારતીય મેનેજમેન્ટનુ અતિ ઉજ્જવળ પાસુ છે. ભારતમા હવે સંખ્યાબંધ સ્ત્રીઓ એમબીએ આપતી ઉચ્ચ યુનિવર્સિટીઓ કે સંસ્થાઓમા અભ્યાસ કરી રહી છે અને ઉચ્ચ મેનેજમેન્ટના પદો પર નીમણુક પામી રહી છે તે ભારતીય મેનેજમેન્ટનું ઊજળુ પાસુ છે. જેને આપણે નીચલી જ્ઞાતિ કે સમુદાય માનતા હતા તેમાથી પણ હવે પુરૂષોઓ સ્ત્રીઓ બન્ને ઘણી મોટી સંસ્થામા ભણી રહ્યા છે અને કેન્દ્રીય કે રાજ્યોની સરકારો તેમને ઉત્તેજન આપી રહી છે તે પણ ભારતીય શીક્ષણનું ઉજળુ પાસુ છે.

ભારતમા મેનેજમેન્ટની ડીગ્રી આપતી શૈક્ષણીક સંસ્થાઓની સંખ્યા અત્યંત ઝડપથી વધી રહી છે. આથી ભારતની કોમર્સ કોલેજીસમા પણ મેનેજમેન્ટનો અભ્યાસ વધારીને બીબીએ કે એમબીએની ડીગ્રીઝ અપાય તે જરૂરી છે. અમેરીકામા કોઈ બીકોમ ડીગ્રી જ નથી આથી ભારતની તમામ બીકોમ અને એમકોમ આપતી શૈક્ષણીક સંસ્થાઓને બીબીએ અને એમબીએ ડીગ્રીઝ મળે તે માટે ચળવળ શરૂ કરી શકાય. ભારત આમ પણ બ્રીટીશ વારસો છોડીને અમેરિકા તરફ વળ્યું છે તો કોમર્સના શિક્ષણને કેમ આધુનિક ઓપ આપી ના શકાય? ભારતમા બીકોમ એન એમકોમ ડીગ્રી આપતી કોલેજો બ્રીટીશ એજ્યુકેશન સીસ્ટમને પરીણામ છે તેમા હવે બદલાવ લાવે.