Get The App

સ્ટીવન સ્પિલબર્ગ 78 વર્ષે નોટઆઉટ

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
સ્ટીવન સ્પિલબર્ગ 78 વર્ષે નોટઆઉટ 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- 'મારા માટે આર્ટિસ્ટિક ફ્રીડમ કરતાં વધારે મૂલ્યવાન બીજું કશું જ નથી.'

ત્રી સ વર્ષ પહેલાં રામગોપાલ વર્માની 'રંગીલા' નામની મસ્તમજાની ફિલ્મ આવી હતી, યાદ છે? એમાં નવી નવાઈનો ફિલ્મ ડિરેક્ટર બનેલો ગુલશન ગ્રોવર છાતી ફુલાવીને કહે છે: 'મારી કોમ્પિટિશન અહીંના ડિરેક્ટરો સાથે થોડી છે? મારી કોમ્પિટિશન તો હોલિવુડના ડિરેક્ટરો સાથે છે.' ગુલશન ગ્રોવરના કિરદારનું નામ પાડવામાં આવ્યું હતું, સ્ટીવન કપૂર. એટલે કે શેખર કપૂર વત્તા સ્ટીવન સ્પિલબર્ગનાં નામોની ભેળપૂરી. ત્રીસ વર્ષ પહેલાં સ્ટીવન સ્પિલબર્ગ હોલિવુડમાં બાપ માણસ ગણાતા હતા. આજની તારીખે પણ સ્ટીવન સ્પિલબર્ગ હોલિવુડમાં બાપ માણસ છે. જે ફિલ્મથી દુનિયાને આવો બાહોશ ફિલ્મમેકર મળ્યો તે 'જોઝ' (૧૯૭૫)ને આ વર્ષે પચાસ વર્ષ પૂરાં થયાં. 'જોઝ'ની પહેલાં એમણે એક નાની ફિલ્મ બનાવી હતી - 'ધ સુગરલેન્ડ એક્સપ્રેસ', ૧૯૭૪માં. એટલે સમજોને કે, સ્ટીવન સ્પિલબર્ગની કરીઅરે આ વર્ષે વિધિવત્ વનપ્રવેશ કર્યો છે. પાંચ-પાંચ દાયકા સુધી પોતાના ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવા માટે, પોતાના ક્ષેત્રના શિખર પર હકથી બિરાજમાન થવા માટે માણસમાં કઈ કક્ષાની પ્રતિભા જોઈએ?

'જોઝ' જેવી સ્ટીવન સ્પિલબર્ગની પ્રારંભિક ફિલ્મ આજે પણ આ લેન્ડમાર્ક લેન્ડમાર્ક સિનેમા ગણાય છે. આજની તારીખે દુનિયાભરની ફિલ્મ ઈન્સ્ટીટયુટ્સમાં 'જોઝ' સેલેબસમાં ભણાવવામાં આવે છે. ખાસ કરીને એનું શાર્ક થીમ મ્યુઝિક. 'જોઝ' ફિલ્મ સાઇન કરી ત્યારે એની ઉંમર કેટલી હતી? ફક્ત ૨૬ વર્ષ. તેમની પહેલી ફીચર ફિલ્મ 'ધ સુગરલેન્ડ એક્સપ્રેસ'હજુ તો રિલીઝ પણ થઈ નહોતી .

જોઝ એટલે જડબાં. ખૂંખાર, લોહતરસી શાર્ક માછલીનાં જીવલેણ જડબાં. ફિલ્મનો હીરો કહો તો હીરો અને વિલન કહો તો વિલન આ એક જ છે - પચ્ચીસ ફીટ લાંબી અને ત્રણ ટન વજન ધરાવતી જાયન્ટ વ્હાઈટ શાર્ક. એક ખૂબસૂરત બીચ ધરાવતા ટાપુમાં એ કોણ જાણે કેવી રીતે ઘૂસી જાય છે અને એક પછી એક માણસોનો શિકાર કરવા લાગે છે. પછી પ્રોફેશનલ શાર્ક હન્ટર, અને મરીન બાયોલોજિસ્ટ અને એક પોલીસ ચીફ બોટમાં શાર્કની શોધમાં નીકળી પડે છે અને પછી શરૂ થાય છે શ્વાસ અધ્ધર ચડી જાય એવા કારનામા. ફિલ્મના પ્રોડયુસરોએ જોકે દરિયામાં ખેલાતા જીવસટોસટનાં પરાક્રમો સૌથી પહેલાં કાગળ પર જ વાંચ્યા હતા. પીટર બેન્ચલી નામના લેખકે 'જોઝ'નામની નવલકથા લખી હતી. એ પુસ્તક સ્વરૂપે બહાર પડે એ તે પહેલાં નિર્માતાઓના હાથમાં એની કાચી પ્રત આવી ગઈ. તેઓ એટલા પ્રભાવિત થયા કે તાત્કાલિક આ નોવેલના રાઈટ્સ ખરીદી લીધા અને તેના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કરી નાખ્યું. મૂળ તેઓ જોન સ્ટુર્જીસ નામના ડિરેક્ટરને લેવા માગતા હતા, કારણ કે ભૂતકાળમાં તેઓ દરિયાના બેકગ્રાઉન્ડવાળી 'ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી'નામની ઓસ્કર-વિનર ફિલ્મ બનાવી ચુક્યા હતા. (એક આડવાત. 'ઓલ્ડ મેન એન્ડ ધ સી' નોબલપ્રાઈઝ વિનર અર્નેસ્ટ હેમિંગ્વેની લઘુનવલ છે. આપણા ચંદ્રકાંત બક્ષી આ મર્દાના સર્જક અને સર્જનથી અત્યંત પ્રભાવિત હતા.) કોઈક કારણસર જોન સ્ટુર્જીસનો મેળ ન પડયો. દરમિયાન સ્ટીવન સ્પિલબર્ગ નામના નવાસવા જુવાનિયાએ નિર્માતાઓના ટેબલ પર 'જોઝ'ની ફાઈલ પડેલી જોઈ. સ્પિલબર્ગની પહેલી ફિલ્મ 'ધ સુગરલેન્ડ એક્સપ્રેસ' આ જ નિર્માતાઓએ બનાવી હતી. સ્પિલબર્ગે રાત જાગીને નવલકથા વાંચી ગયા. એની ઉત્સુકતા અને પેશન જોઈને પ્રોડયુસરોએ એમને સાઈન કરી લીધા.  

મૂળ બજેટ ૪ મિલિયન ડોલર હતું. એેમાંથી ત્રણ મિલિયન તો યાંત્રિક માછલીઓ જ ખાઈ ગઈ. બજેટ વધતું વધતું ૯ મિલિયન સુધી પહોંચી ગયું. મૂળ આયોજન પ્રમાણે શૂટિંગ પંચાવન દિવસમાં પૂરું કરી દેવાનું હતું, જે ૧૫૯ દિવસ સુધી ખેંચાયું. હોલિવૂડમાં ૧૦૦ કરતાં વધારે દિવસ શૂટિંગ ખેંચનાર ડિરેક્ટર અનપ્રોફેશનલ ગણાઈ જાય છે. સ્પિલબર્ગે માની લીધું કે પત્યું... આ 'જોઝ'મારી કરીઅરની છેલ્લી ફિલ્મ બની રહેવાની!

પણ સ્પિલબર્ગની કુંડળીમાં 'ધ સ્ટીવન સ્પિલબર્ગ' બનવાનું લખાયું હતું. 'સાઈકો' ફેમ મહાન ફિલ્મમેકર હિચકોક માનતા કે તમે સ્ક્રીન પર જેટલું ઓછું બતાવશો એટલી વધારે થ્રિલ પેદા કરી શકશો. ખટારા જેવી યાંત્રિક માછલીઓની કડાકૂટથી બચવા સ્પિલબર્ગે એમ જ કર્યું. એમણે નિર્ણય લીધો - આખી શાર્ક બતાવવાની જ નહીં, માત્ર એની પાંખ જેવા અંગનો ત્રિકોણાકાર ટુકડો પાણીની સપાટી પર સરકતો બતાવવાનો. આ જ ટેકનિક ફિલ્મનો હાઈ-પોઈન્ટ બની ગઈ! આખી શાર્કને બદલે માત્ર એની હાજરીના સંકેતથી થવાથી ટેન્શન જબરદસ્ત વધી જતું હતું. શાર્કના સરકતા ત્રિકોણીયા અંગ સાથે ખાસ પ્રકારનું ટેન્શન-સૂચક સંગીત સાંકળી લેવાયું. આ સંગીતને કારણે ફિલ્મને ચાર ચાંદ લાગી ગયા. 'શાર્ક થીમ મ્યુઝિક' ઓલ-ટાઈમ-ગ્રેટ બેકગ્રાઉન્ડ સ્કોરમાં હકથી સ્થાન પામે છે. જબરદસ્ત બોક્સઓફિસ સફળતા ઉંપરાંત આ ફિલ્મને પછી તો બેસ્ટ એડિટિંગ, બેસ્ટ ઓરિજિનલ ડ્રામેટિક સ્કોર, બેસ્ટ સાઉન્ડ  માટેના ઓસ્કર મળ્યા.

સ્ટીવન સ્પિલબર્ગને આમેય પ્રાણીઓ ખૂબ ફળ્યાં છે. જુઓને, 'જોઝ'ની શાર્ક,  'ઇટી'નું પરગ્રહનું પ્રાણી ને પછી ડાયનોસોર પણ એમને કેવું જબરદસ્ત ફળ્યું. ૧૯૯૩માં આપણે   જુરાસિક પાર્ક'માં જીવતાજાગતા, ઉધામા મચાવતા રાક્ષસી ડાયનોસોરને જોઈને ચકિત થઈ ગયા હતા. માઇકલ ક્રિચટન નામના જાણીતા સાયન્સ ફિક્શન રાઇટરે ૧૯૯૦માં 'જુરાસિક પાર્ક' નામની નવલકથા લખેલી. એમના સ્ક્રીનપ્લેના આધારે સ્ટીવન સ્પિલબર્ગે એવી કમાલની ફિલ્મ બનાવી કે તરખાટ મચી ગયો. ૬૩ મિલિયનના ખર્ચે બનેલી'જુરાસિક પાર્કે' અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે? ૧.૦૫૮ બિલિયન ડોલર એટલે કે અંદાજે ૯૩૧૬ કરોડ રૂપિયા, ફક્ત! આ એક જ ફિલ્મના જોરે સ્પિલબર્ગે પોતે ૨૫૦ મિલિયન ડોલર (લગભગ ૧૬ અબજ રૂપિયા) ઘરભેગા કર્યા હતા. સિનેમાના ઇતિહાસની તે સૌથી સફળતમ ફિલ્મ ગણાઈ.' જુરાસિક પાર્ક'નો બોક્સઓફિસ રેકોર્ડ ચાર વર્ષ પછી 'ટાઇટેનિકે' તોડયો.

સ્ટિવનબર્ગ પ્રોડયુસર ભલે બની ગયા, પણ કમાવાના ચક્કરમાં તેમણે પોતાની ભીતર રહેલા ડિરેક્ટરને ક્યારેય નિષ્ક્રિય થવા દીધો નથી. ૭૮ વર્ષના સ્પિલબર્ગ દૃુનિયાના સૌથી સફળ ફિલ્મમેકર્સના લિસ્ટમાં શિરમોર છે. એમની ફિલ્મોએ કરોડો નહીં, અબજો રુપિયાની કમાણી કરી છે. ગજબની છે એમની રેન્જ. એક તરફ તેઓ 'ઇટી', 'જોઝ' અને 'જુરાસિક પાર્ક' જેવી રોમાંચક બ્લોકબસ્ટર ફિલ્મો પેશ કરે છે તો બીજી, આપણા દિલના તાર ઝણઝણી ઉઠે એવી 'શિંડલર્સ લિસ્ટ' તેમજ 'સેવિંગ પ્રાઇવેટ રાયન' જેવી ઓસ્કરવિનિંગ વોર-ફિલ્મો બનાવે છે. તેઓ 'એડવન્ચર્સ ઓફ ટિનટિન' જેવી એનેમિટેડ ફિલ્મો પણ બનાવે તો બીજી બાજુ 'માઇનોરિટી રિપોર્ટ' જેવી ફ્યુચરિસ્ટિક સાયન્સ ફિક્શન પણ બનાવે. ૫૧ વર્ષની કરીઅરમાં આ માણસે ૩૪ ફિલ્મો ડિરકેટ કરી છે, એટલું જ નહીં અધધધ ૧૮૦ જેટલી ફિલ્મો અથવા ટીવી શોઝના કાં તો તેઓ પ્રોડયુસર બન્યા છે અથવા એક્ઝિક્યુટિવ પ્રોડયુસર બન્યા છે 

સ્પિલબર્ગ હાલ ડિરેક્ટર તરીકે બે ફિલ્મો પર કામ કરી રહ્યા છે. એક છે યુએફઓ (અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ) પર આધારિત સાયન્સ ફિક્શન, જે આવતા ઉનાળામાં રિલીઝ થશે. બીજી છે, 'ગૂનીઝ-ટુ' નામની બચ્ચાઓની એડવન્ચર કોમેડી. સાચ્ચે, સ્ટીવન સ્પિલર્બગ ન કરે એટલું ઓછું. 

શો સ્ટોપર 

'મારી પાસે આજે કઈ ફિલ્મો બનાવવી ને કઈ ન બનાવવી તે નક્કી પૂરેપૂરી કરવાની સ્વતંત્રતા છે. આ સ્થિતિને હું મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ ગણું છું. મારું લક્ષ્ય હંમેશાં એ જ રહ્યું હતું કે સફળતાના એવા સ્તર પર પહોંચી જવું કે જ્યાં હું મારી રીતે, કોઈની દખલદાજી વગર, મારે જે વાર્તાઓ પડદા પર પેશ કરવી છે તે કરી શકું. મારા માટે આટસ્ટિક ફ્રીડમ કરતાં વધારે મૂલ્યવાન બીજું કશું જ નથી.' 

- સ્ટીવન સ્પિલબર્ગ

77 કરોડો લોકો અભણ છતાં સ્માર્ટફોન યુઝર્સમાં વધારો

1960 આસપાસ વિશ્વની કુલ વસતિ આજની તુલનાએ અડધા કરતાં થોડી ઓછી એટલે કે આશરે 300 કરોડ હતી ત્યારે અસાક્ષર લોકોની સંખ્યા લગભગ 120 કરોડ હતી

70 વર્ષ પહેલાં વિશ્વની અડધી વસતિ અભણ હતી

૮મી સપ્ટેમ્બરે યુનેસ્કો વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી કરે છે. યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) ૧૯૬૫થી વિશ્વમાં સાક્ષરતાનું પ્રમાણ વધે તે માટે ખાસ પ્રયાસો કરે છે. પાંચ દશકા પહેલાં વિશ્વમાં લગભગ ૪૦ ટકા જેટલા લોકો સાક્ષર ન હતા. ૧૯૬૦ આસપાસ વિશ્વની કુલ વસ્તી આજની તુલનાએ અડધા કરતાં થોડી ઓછી એટલે કે આશરે ૩૦૦ કરોડ હતી ત્યારે અસાક્ષર લોકોની સંખ્યા લગભગ ૧૨૦ કરોડ હતી. આ પ્રમાણ ઘટે તે માટે યુનેસ્કોએ પહેલ કરી અને ગરીબ દેશોમાં પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટેનું આયોજન હાથ ધર્યું હતું તેમ છતાં આજે પાંચ દાયકા પછી પણ સ્થિતિ ચિંતાજનક હોવાનું ખુદ યુનેસ્કો કહે છે. વળી આટલા પ્રયાસો છતાં વિશ્વભરમાં ૨૦૧૦ની તુલનાએ નિરક્ષરતાનું પ્રમાણ ઘટયું નથી.

હજુય દુનિયામાં 77 કરોડ લોકો નિરક્ષર

આવતી કાલે સાક્ષરતા દિવસ હોવાથી એનો લેટેસ્ટ અહેવાલ રજૂ થશે, પરંતુ એમાં આકડાં તો એના એના જ જૂના હશે. દોઢ દશકા પહેલાંય યુએનના અહેવાલોમાં દાવો થતો હતો કે દુનિયામાં ૭૭ કરોડથી વધુ લોકો અભણ છે. ૨૦૧૨માં ૭૮ કરોડ લોકો અભણ હતા. હવે આ આંકડો થોડો ઘટયો છે તેમ છતાં ૭૭.૩ કરોડ લોકો આજેય નિરક્ષર છે. આ સંખ્યામાં મોટાભાગની તો મહિલાઓ છે. આફ્રિકા અને દક્ષિણ એશિયામાં સૌથી વધુ યુવતીઓ નિરક્ષર છે. યુએન સહિતની કેટલીય સંસ્થાઓના પ્રયાસો છતાં આંકડો જોઈએ એવો ઘટયો નથી. ભારત સહિતના દેશોમાં પ્રૌઢ શિક્ષણ માટેના પ્રયાસો પણ થઈ ચૂક્યા છે છતાં જોઈએ એવો ફરક પડયો નથી.

ભારતમાં 28 કરોડ લોકો અક્ષરજ્ઞાન ધરાવતા નથી

આઝાદી વખતે ભારતની શૈક્ષણિક સ્થિતિ અતિ ગંભીર હતી. ૧૯૪૭માં કુલ વસ્તીના માત્ર ૧૨ ટકા લોકો અક્ષરજ્ઞાન ધરાવતા હતા. આટલાં વર્ષોમાં આ આંકડો ૭૭ ટકાએ પહોંચ્યો છે. તેમ છતાં આજેય કરોડો લોકોને અક્ષરજ્ઞાન નથી. ચીન પછી ભારત બીજા નંબરની સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે. એના કારણે કેટલાય આંકડાઓમાં પણ પહેલા ક્રમે રહે છે. અક્ષરજ્ઞાન ન ધરાવતા દેશોમાં પણ ભારત કમનસીબે પહેલા ક્રમે છે. છેલ્લી વસતિ ગણતરી પ્રમાણે દેશમાં ૨૮.૭ કરોડ લોકો લખી-વાંચી શકતા નથી. ભારત જ નહીં, આખી દુનિયામાં નિરક્ષણતાનું મોટું પ્રમાણ છે. વિશ્વમાં ૨૨ કરોડ એવાં બાળકો છે જેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે અને આગળ અભ્યાસ કરવાનું છોડી દીધું છે. એમાંથી મોટાભાગના એક ભાષા પણ સરખી લખી શકતા નથી. એની ગણતરી કરીએ તો દુનિયામાં અક્ષરજ્ઞાન ન ધરાવતા લોકો કરોડ થઈ જાય. ૬૦ ટકા છોકરીઓને એટલા માટે ઉચ્ચ અભ્યાસ અધૂરો મૂકવો પડે છે કે તેના પરિવાર પાસે બધાં જ બાળકોને આગળનો અભ્યાસ કરાવી શકવા જેટલું ફંડ નથી હોતું.

દુનિયામાં 550 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ

દોઢ દશકામાં નિરક્ષરતાનું પ્રમાણ ઘટાડી શકાયું નથી, પરંતુ મોબાઈલ યુઝર્સનો આંકડો કૂદકે ને ભૂસકે વધે છે. આ વિરોધાભાસ ચોંકાવનારો છે. જેમને વાંચતા-લખતા આવડતું નથી એ લોકો પણ મોબાઈલનો ઉપયોગ કરે છે. દુનિયાની વસતિ ૮૦૦ કરોડથી વધારે છે. એમાંથી ૨૨૫ કરોડ બાળકોની વય ૦થી ૧૭ વર્ષ ગણીએ તો પણ ૫૭૫ કરોડની વસતિ વયસ્ક છે. એમાંથી ૫૫૦ કરોડ તો ઈન્ટરનેટ યુઝર્સ છે. એનો અર્થ એ કે જેમને લખતા-વાંચતા આવડતું નથી તેમનામાં કરોડોને ઈન્ટરનેટનો ઉપયોગ આવડે છે.