Get The App

કાનની દુકાન .

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
કાનની દુકાન                                            . 1 - image

- થોડામાં ઘણું-દિલીપ શાહ

- મહિલાઓએ અમારી પીડાની પરવા કર્યા વગર બુટ્ટી, કડી, ઇયરીંગનાં ઝૂમકાં લટકાવી અમારી કમર તોડી નાંખી છે. છેલછબીલાં યુવાનો પણ આ એલર્જીમાં લપટાયા છે

કા ન - આંખના પડોશી. કપાળ ઉપલા માળે એની નીચેના માળે બોચી નજીકના રહેવાશી. બન્ને કાન ભાઈઓ નાક કોલોનીને સમાંતર વરસોથી. ધંધો નાના મોટા અવાજ, ધ્વનિ, સૂર, સંગીત, શોર, ઘોંઘાટ, બૂમ-બરાડા, કટુવચનો અરે ! ગાળને બહારના કર્ણપટ પર ઝીલી એનું પૃથ્થકરણ કરી યથાયોગ્ય પ્રતિભાવ... પડઘો પાડી આપણે 'બહેરા' નથી એનો દસ્તાવેજ પૂરો પાડવો. ર્ં.ણ. ? કાનના ડૉક્ટર પોતે એકલા કમાય એમાં નથી માનતા એટલે એમણે નજીકનાં સગા નાક અને ગળાની ભાગીદારીમાં ઈશ્ ની બ્રાન્ડ બજારમાં મૂકી. ત્રિપુટીની ત્રિવેણીમાં ત્રુટીજન્ય દરદીઓ લોટો...લોટી અંજલિ આપતા રહે છે. કાનના પાર્કીંગ પ્લોટ ઉપર ચશ્માની દાંડીનું ફૈંઁ સ્ટેન્ડ રીઝર્વ છે. હમણાંથી ઇયર પોડના આધુનિક ઉપકરણોનો અડ્ડો પણ જોવા મળે છે. અત્તરનાં પૂમડાં સંતાકૂકડી રમતા રમતા અહિ ગપોલીમાં સંતાઈ જાય છે. મહિલાઓએ અમારી પીડાની પરવા કર્યા વગર બુટ્ટી, કડી, ઇયરીંગનાં ઝૂમકાં લટકાવી અમારી કમર તોડી નાંખી છે. છેલછબીલાં યુવાનો પણ આ એલર્જીમાં લપટાયા છે. પેલા મહાભારતવાળા કર્ણને ઘણીખમ્મા જેણે કુંડળ ધારણ કરી અમને ઇન્દ્ર સુધી ઇજ્જત અપાવી.

અમારી ઘૂસણખોરીની વાતો હવે અજાણી નથી.તમારા મ-કાનથી માંડી દુ-કાન સુધી અમારો પરિવાર વિસ્તર્યો છે. અરે ! દેશનું સુ-કાન પણ અમારા હાથમાં તમારી મુસ્...કાનમાં પણ અમે તમારી થ-કાનમાં પણ સાથ!

ગોપીઓનો કાન-જીમાં પણ અમારો સ્વીકાર. સુથારનાં ઓજારમાં કાન-સમાં પણ અમે ઘસારો ખમીએ. પેલો છપ્પરપગો યાદ આવ્યો ? કાન-ખજૂરો ! (બી ગાય ને ?) યુ.પી.માં ્મારો વટ કાન-પુરમાં !

કાચા કાનનો રાજા પંચતંત્રની વાતોમાં આવ્યો ત્યારે જ અમને અમારી નબળાઈની ગંધ આવી. કીટીપાર્ટીઓની વાતો સાંભળી ભલભલાના કાન સરવા નથી થઈ જતા ? મંથરાએ કાન ભંભેર્યા ને રામાયણનો પાયો નંખાયો. (બોલો બદનામ તો અમે થયાને ?)

ગંદી ગાળોએ કાનમાં અવાજનું પ્રદૂષણ ઠાલવ્યુ. નવરાત્રિનાં ગરબામાં અમારી કેપેસીટીનું સર્ટીફિકેટ રીન્યુ થતું રહે છે.

બસ...બસ...બસ એક વાત કાનમાં કહું... અટકો. શબ્દોનો ઑવરડૉઝ થશે તો ...? ઠાકુર, જરા સોચો.