Get The App

છેવાડેનો માણસ .

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
છેવાડેનો માણસ                                          . 1 - image


- હિતા મહેતા

- 'ઈશ્વરની આબેહૂબ મૂર્તિ બનાવવા વાળા કે જેનાથી ભક્તજનોને શ્રદ્ધા જાગે છે તેવા કારીગરને સલામ છે' એક એક સ્તંભોની કોતરણીને તે સ્પર્શીને આનંદ માણતો હતો.

- તેને ત્રીસ હજારની  બિલકુલ કિંમત નહોતી તો કદાચ ઈશ્વરે મને જરૂરિયાતમંદ આપવા માટે જ મંદિર સુધી પહોંચાડયો હોય અને મારા હાથમાં વોલેટ મૂક્યું હોય...'

- એ હતો જ થોડો માથા ફરેલ, અલગારી જીવ, દુનિયાના સામે રસ્તે, સામા પ્રવાહે ચાલવા વાળો. તેણે પોતે બનાવેલા નિયમો હતા. દુનિયાના નિયમો સાથે એને કંઈ લાગતું વળગતું નહોતું.

એ હતો જ થોડો માથા ફરેલ, અલગારી જીવ, દુનિયાના સામે રસ્તે, સામા પ્રવાહે ચાલવા વાળો. તેણે પોતે બનાવેલા નિયમો હતા. દુનિયાના નિયમો સાથે એને કંઈ લાગતું વળગતું નહોતું.

મુફલિસી સાથે એ રઇસ  જીવન જીવતો હતો.  એ કોઈ કવિ કે લેખક નહોતો છતાંય તે કાયમ જીન્સ અને ઉપર ઝભ્ભો પહેરી અને ફરતો હતો.  સાથે વધારેલા લાંબા વાળ તથા કાબરચીતરી દાઢી તો ખરી જ. તે તેનો કાયમી પહેરવેશ... બીજા કપડાની ઝંઝટ જ  નહીં. મલકતો ચહેરો અને આંખોમાં કોઈ ચુંબકીય તત્વ...

તે ઈશ્વરમાં વિશ્વાસ નહોતો કરતો પણ ઈશ્વરે બનાવેલી દુનિયામાં તે મસ્ત મૌલાની માફક ઘૂમતો રહેતો... મંદિરે પણ જતો અને  મયખાને પણ જતો. તે ભાંગ પણ પીતો અને મદિરા પણ પીતો. દુનિયા માટે એ છેવાડેનો માણસ હતો.. ઘણાને તેના માટે કુતુહલ પણ થતું હતું પણ તે કોઈ સાથે ખાસ સંબંધ રાખતો નહોતો.  કોઈની માટે વેરો વંચો પણ  નહીં તો  કોઈની માટે ખાસ દોસ્તી.પણ નહિ. 

હા નિવાસ્થાનના  નામે એક નાનકડું પણ સરસ મજાનું મકાન હતું પિતાની કૃપાથી...  જેમાં તે સચવાઈ જતો હતો. શરૂઆતમાં તે કામ પણ કરતો પરંતુ તેના અલગારી સ્વભાવને હિસાબે ક્યાંય ટકતો નહીં એટલે અંતે તેણે કામ કરવાનું છોડી દીધું હતું... કદાચ પિતા તેને જાણતા હતા એટલે જ અમુક રકમના વ્યાજમાંથી તેનો ગુજારો થાય તેવી વ્યવસ્થા કરતા ગયા હતા અને આમ એ મોજે મોજમાં હતો. અભ્યાસ કેટલો કરેલ છે એ પણ કોઈ જાણતું નહોતું. 

હા એક વાતે તે નસીબદાર હતો કે ન ઇચ્છવા છતાંયે  એને એક સરસ મિત્ર મળી ગયો હતો.  સામેથી જેને તેણે સ્વીકારી લીધો હતો અને હવે તેની સાથે તેને ફાવી ગયું હતું. આ અંતરંગ મિત્રએ પણ તેને પૂરેપૂરો સમજી લીધો હતો તોયે  થોડા થોડા વખતે તેના તરંગીપણાના પરચાઓ તેને મળતા રહેતા.

તેને કોઈ વ્યસન નહોતું પણ ફરવાનો ખૂબ જ શોખીન, 

'કેમ છો?' રસ્તે  ચાલતા કોઈ પૂછતું તો એક જ જવાબ. 

'મોજમાં.'

આમ જ એક દિવસ ઘૂમતા ઘૂમતા લટાર મારતા તેનું ધ્યાન એક મંદિર પર પડયું. મંદિર નવું જ હતું અને  થોડું ઘણું છેલ્લું છેલ્લું કામ પણ ચાલુ હતું. કારીગરો કામ કરતાં હતા અને ભક્તોની અવરજવર ચાલુ હતી. અંદરથી આવતો  ઘંટારવ પવિત્ર  ધ્વનિ પેદા કરતો હતો.  દૂરથી જ મંદિરની કોતરણી અને ડિઝાઇન તેને આકર્ષી ગયા અને અવશપણે તે મંદિર તરફ દોરાયો. સુંદર કલાકારીગીરી વાળા સ્તંભોને જોતા જોતા તે મંદિરના પગથિયાં ચડવા લાગ્યો.

'ભાઈ ચંપલ તો કાઢો...  મંદિરે જાવ છો..' એક ભક્તજન મંદિરના  પગથિયા ઉતરતા ઉતરતા કટાણું મો કરી બોલ્યો. 

તે લાપરવાહીથી હસ્યો.                       

'ભાઈ પગમાં ચાકડી તો ઈશ્વર પણ પહેરે છે અને માણસે ખુલ્લા પગે મંદિરમાં જવાનું? આ નિયમ કોણે બનાવ્યો છે? તમે બધા એ જ ને.?'

ભક્તજન તેની સામે તાકી રહ્યો. નીચે ઉતરતા બીજા બે જણ પણ ઊભા રહી ગયા. તે ભક્તજનોની આંખોમાં ગુસ્સાની લકીરો આવી ગઈ પણ કોઈ  કંઈ બોલે કે તેનો ગુસ્સો વ્યક્ત કરે તે પહેલા તો જવાબની રાહ જોયા વગર  તે આગળ વધી ગયો અ ને છેલ્લા પગથિયાને છેવાડે તેણે ચંપલ કાઢી નાખ્યા.

પેલા  તેની પીઠ પાછળ તાકી રહ્યો.  ગજબનો છે આ માણસ

'ઘોર કળિયુગ.' માથું ધુણાવી  તે ભક્તજન બોલ્યો 'આવા અંધશ્રદ્ધાળુ માણસો મંદિરમાં આવતા જ શું કામ હશે?' બબડતા તે  પગથિયાં  ઉતરી ગયો.

મંદિરની અંદર પ્રવેશતા તે ઈશ્વરની મૂર્તિને તાકી રહ્યો અને પૂજા કરતા ભક્તજનોના ચહેરાઓનું અવલોકન કરતો રહ્યો. સુંદર વસ્ત્રો અને અલંકારથી શોભતી મૂર્તિ આછું સ્મિત કરી રહી હતી. શિવ પાર્વતીની મૂર્તિ હતી. તેની ડાબે અને જમણે બીજા નાના મંદિર હતા. તેમાં ગણેશ અને લક્ષ્મીજી બિરાજમાન હતા. 

 યંત્રવત તેને હાથ જોડયા. ત્યારબાદ તેણે આજુબાજુ 

નજર કરી.

'વાહ શું સુંદર કારીગરી છે' તેના મોંમાંથી નીકળી ગયુ. 'ઈશ્વરની આબેહૂબ મૂર્તિ બનાવવા વાળા કે જેનાથી ભક્તજનોને શ્રદ્ધા જાગે છે તેવા કારીગરને સલામ છે' એક એક સ્તંભોની કોતરણીને તે સ્પર્શીને આનંદ માણતો હતો.

 તેણે ખિસ્સામાં હાથ નાખ્યો ... ના પૈસા કાઢવા નહીં પણ રૂમાલ કાઢવા.. ત્યાં જ તેના પગમાં કંઈક અથડાયું.  તેણે નીચે જોયું, કોઈનું વોલેટ હતું.

 તેણે વાંકા વળી વોલેટ લઈ લીધું અને આજુબાજુ નજર કરી. પાંખી હાજરીવાળા પરિસરમાં ખાસ વધારે કોઈ નહોતું ચાર પાંચ સ્ત્રીઓ અને બે ત્રણ પુરુષો હતા. આ વોલેટ  પુરુષનું જણાતું હતું. તેણે જોયું કે  પૂજારી તો ભગવાનની પૂજામાં વ્યસ્ત હતા.

ફરી તે માર્મિક હસ્યો.

'વાહ ભગવાન તારા ભક્તો તારા ચરણે નગદ નારાયણ મૂકે અને તું  મારા ચરણે?'

વાળને એક ઝાટકે પાછળ કરી રૂમાલ ફરી ખિસ્સામાં મૂકી તેણે વોલેટ ખોલ્યું અને તેની આંખો પહોળી થઈ ગઈ. પાંચસો પાંચસોની નોટોની થપ્પી હતી. તેણે વોલેટની અંદર વધુ ખાખાખોળા કરવા માટે હાથ નાખી ફંફોસ્યું,કદાચ કોઈ કાર્ડ જેવુ કઈ મળે તો...પણ બીજું કઈ ન નીકળ્યું.  કંઈક વિચારી હાથમાં વોલેટ  પકડીને થોડીવાર સાઈડમાં તે સ્તંભના ટેકે ઉભો રહ્યો,  વોલેટ દેખાય તેમ. કદાચ કોઈ વોલેટ શોધતું આવે...

ગ્રે કલરનું વોલેટ મખમલ જેવું પોચું  હતું અને ઉપર બ્રાન્ડની ગોલ્ડન તકતી લગાવી હતી તે વોલેટ સામે જોઈ રહ્યો.  લાગે છે તો મોંઘુ. 

પંદર  મિનિટ આમ જ તે ઉભો રહ્યો પછી તેણે ઝભ્ભાના ગજવામાં વોલેટને મૂકી અને ઈશ્વર તરફ નજર કરી.. કંઈક સાંકેતિક ભાષામાં વાત કરી તે પગથિયા ઉતરી ગયો.

'ખરો છે આ ભગવાન પણ.... ધંધે લગાડી દીધો મને.'

 તેને મનોમન રમુજ થતી હતી

*** 

ઘરે જતા રસ્તામાં તેણે મિત્રને ફોન કર્યો અને બધી વાત કરી અને ઘરે આવી જવા જણાવ્યું.. બંને જ્યારે ઘરે ભેગા થયા ત્યારે તેણે વોલેટને ખોલી અને પાંચસોની થપ્પી બહાર કાઢી.  બંનેએ ભેગા થઈ અને આ નોટ ગણી.  પુરા ત્રીસ હજાર  રૂપિયા હતા.

'હવે?' મિત્રએ પૂછયું

 તે કંઈક વિચારમાં પડયો.  

'એક કામ કર.' મિત્રએ સૂચન કર્યું. 'તારે રૂપિયા ન રાખી લેવા હોય તો મંદિરની દાનપેટી માં નાખી દે.'

તેણે જોરથી ડોકું ધુણાવ્યું.

જોકે મિત્ર જાણતો હતો કે આ માથાફરેલ દોસ્ત કોઈનું નહિ મને. પોતાનું ધાર્યું જ કરશે. એટલે તે મૌન થઈ ગયો.   

'મારું એક કામ કર દોસ્ત.' છેવટે તે બોલ્યો. 

 બંને વચ્ચે થોડી  મસલત થઈ

***

બીજે દિવસે મંદિરમાં બે જગ્યાએ પોસ્ટર મારેલા હતા

' મળેલ છે મોટી રકમ સાથે વોલેટ.  ખાતરી કરીને ઓફિસમાંથી આવતીકાલે દસથી બારની  વચ્ચે લઈ જવું.'

બીજે દિવસે સવારે દસ  વાગે મંદિરની ઓફિસમાં વાત કરીને તેના મિત્રએ એક ટેબલ અને બે ખુરશી મુકાવ્યા.  મિત્રને પણ જિજ્ઞાસા હતી કે આ એનો મિત્ર આગળ શું કરે છે. તેથી જ તે તેની સાથેને  સાથે જ  હતો.

તેણે ટેબલનું ખાનું ખોલ્યું અને ખિસ્સામાંથી પાંચસોની થપ્પી કાઢી એક બાજુ મૂકી. બીજા ખિસ્સામાંથી પચાસ સોની નોટોની થપ્પી કાઢી અને બીજી બાજુ ગોઠવી. વચ્ચે પેલું વોલેટ મૂક્યું.

મિત્ર વીસ  મિનિટથી તેની ગતિવિધિ જોઈ રહ્યો હતો.. હવે રાહ જોવા સિવાય કંઈ કામ હતું નહિ  કે કંઈ કરવાનું હતું નહીં.

અડધો કલાક પસાર થયો એમને એમ.  ત્યાં એક સદગૃહસ્થ  આવ્યા.

'તમને વોલેટ મળેલ છે?'

'હા, બોલો તમારું ખોવાયું છે' બોલતા બોલતા તેણે સદગૃહસ્થ ઉપર એક સરાસરી નજર કરી.  બ્રાન્ડેડ કપડા અને આંગળી ઉપર સાચા હીરાની વીંટી.

'હમ્મ પાર્ટી માલદાર છે.'

 તે મનોમન બબડયો. 

'હા ગઈકાલે કારખાને જતા પહેલા મંદિરે દર્શન કરવાની આદત પ્રમાણે આવ્યો હતો ત્યારે ખિસ્સામાંથી ક્યારે પડી ગયું ખબર ન રહી. એ તો ડ્રાઈવરને પેટ્રોલના પૈસા આપવા ખીસામાં હાથ નાખ્યો ત્યારે ખબર પડી કે વોલેટ નથી.'

'વોલેટ કેવું હતું?' ફરી તેણે પ્રશ્ન પૂછયો

 અદબ વાળી ચેર પર  પીઠ ટેકવી  તેણે સદગૃહસ્થ  સામે સરાસરી  નજર માંડતા  પ્રશ્ન પૂછયો

 'મરુન... સાહેબ બે હજારનું  તો એ વોલેટ હતું.' કંઈક ગર્વ સાથે તે સદગૃહસ્થ  બોલ્યા

'કેટલા રૂપિયા હતા?' વાત અધવચ્ચેથી કાપતા તે યુવાન બોલ્યો. 

'પાંચસો પાંચસોની નોટો હતી બધી એટલી મને ખબર છે.  નોટો ગણવાની ખાસ આદત નથી એટલે કેટલા હતા એવું ચોક્કસ તો ન કહી શકું પણ લગભગ પચ્ચીસ ત્રીસ હજાર  હશે.'

'અ... એટલે તમે...'

'ભાઈ તમે તો બહુ પીંજણ કરી પચીસ ત્રીસ હજાર  માટે...  શું સમય બગાડો છો જલ્દી... '.

'જો ભાઈ, તેણે ખાનું ખોલી પચાસ  સોની નોટની થપ્પી બતાવીને કહ્યું મને તો આ નોટો મળી છે.  કદાચ દસ પંદર હજાર  હશે.  આ તમારી છે?'

'ના આ તો મારી નથી.  મારે તો બધી પાંચસોની કકડતી  નોટ હતી.' તે સ્હેજ ગુચવાયા.  

'એ જ કહું છું.  મને મળેલ રકમ તમારી ન હોઈ શકે એવું મને લાગે છે અને એટલે જ હું થોડી ચિકાશથી ચોખવટ કરું છું.  સમજાયું?'

'ગજબનું કહેવાય.' બબડતા તેઆ  ઊભા થયા.  'એક જ દિવસમાં બે બે મોટી રકમ ખોવાય અને એ પણ આ જ મંદિરમાં એ તો મારું બેટુ બહુ કહેવાય.'

કહેતા કહેતા ઉભા થઈ તેણે જવા માટે રજા લીધી પણ તેના ગયા પછી મિત્ર તેની સામે જોઈ રહ્યો

'દોસ્ત તારું ગણિત કંઈ સમજાયું નહીં.'

હસી પડયો તે...

જો યાર રૂપિયા તો ઈશ્વરે આપી દીધા અને મારે ઈશ્વર સાથે વાત પણ થઈ ગઈ.  મારે એ જ જોવું હતું કે વોલેટના માલિકની આર્થિક પરિસ્થિતિ કેવી છે.  આ માણસને પચાસ હજાર  પણ ખોવાય તો તેની કદાચ એક હજાર  બરાબર જ કિંમત હતી તો તેને રકમ પરત કરું તે કરતા શું કામ કોઈ જરૂરિયાતમંદ, બીમાર કે વિદ્યાર્થીની  વચ્ચે વહેંચી ન દઉં? હવે સમજાયું બે થપ્પી  કેમ રાખી હતી?. તે ખરેખર સરેરાશ વ્યક્તિ હોત તો એને મેં રકમ પરત કરી દીધી હોત. દોસ્ત મારું ગણિત જુદું છે અને પાપ અને પુણ્યની વ્યાખ્યા પણ જુદી છે. તેને ત્રીસ હજારની  બિલકુલ કિંમત નહોતી તો કદાચ ઈશ્વરે એ મને જરૂરિયાતમંદ આપવા માટે જ મંદિર સુધી પહોંચાડયો હોય અને મારા હાથમાં વોલેટ મૂક્યું હોય...'

મિત્ર તેની સામે તાકી રહ્યો અને વિચારી રહ્યો ખરેખર મારો દોસ્ત અલગ મિજાજનો જ છે '

Tags :