- ડૉ.જયેશ શેઠ
- મુખ્યત્ત્વે પ્રાણાયામ તેમજ ન્યુરો ટોનિક દવાઓ અને યોગ્ય કસરત દ્વારા શરીરના કોષોમાં થતી ઝેરી અસર ઓછી કરી શકાય છે
આ પણાં શરીરનાં મુખ્ય અંગો જેવા કે હૃદય, ફેફસાં, મસ્તિષ્ક, લિવર વગેરેને શા માટે સુરક્ષિત રીતે હાડકાની પેશીઓથી સંરક્ષણ કરેલ છે ? તેનું કારણ કુદરત ને ખબર છે કે આ અવયવો શરીરના ખૂબ જ અગત્યના અને મહત્વનાં છે. જેથી કરીને તેઓને જલ્દીથી નુકસાન ન થાય તે રીતે સંરક્ષિત કરેલ છે. તેજ રીતે આપણા DNAને પણ ખૂબ જ જટિલતાથી સંરક્ષિત કરીને ૫૦ ગ્રામ જેટલું ઘશછ આપણા રંગસૂત્રોમાં સંરક્ષાયેલ છે. તેમાં પણ તેને ઉપરથી ટેલોમીયર (Telomere) નામના પ્રોટીનથી સંરક્ષાયેલ છે. જેથી કરીને શરીરના કોષો DNAને સાચવીને રાખી શકે. કુદરત આટલેથી નથી અટકતી પરંતુ તે અક્ષરોના કોડમાં આપણા ૨૧,૦૦૦ જનીન તત્વોમાં સંગ્રહાયેલ છે તે A,T,G,C ના કોડને પણ આગળ પ્રમોટર કોડથી સંરક્ષણ કરેલ છે. તેમાં પણ મસ્તિષ્કના જનીન તત્વો છે જે ખૂબ જ જટિલ રીતે લખાયેલ છે. તેમાં સામાન્ય રીતે જે ત્રણ અક્ષરનો કોડ હોય દા.ત. GCC તો ખૂબ જ અગત્યના કોડમાં આ અક્ષરોને ૨૦ થી ૫૦ વખત રિપીટ કરવામાં આવે. જેને ટ્રિપલ રીપીટ કહેવાય. જેથી કરીને અક્ષરોના કોડમાં જલ્દી ફેરફાર ન થાય. આપણા શરીરમાં સૌથી વધારે ૧૪૦૦ જેટલા જનીન તત્વો ખાલી મસ્તિષ્ક અને તેની કાર્યરચના માટે લખાયેલા છે. આમાં મુખ્યત્વે શરીરનાં સ્નાયુઓને નિયંત્રિત કરતા કોડમાં રિપીટ અક્ષરોથી સુરક્ષિત કરેલ છે. આવા કોડમાં મુખ્યત્વે હંટીન્ગટન (Huntingtin), સ્પાઈનોસેરીબેરલ એટેક્સિયા (SCA), ફેડરિક એટેક્સિયા (Frederick ataxia)), માયોટોનિક ડિસ્ટોફી (Myotonic dystrophy) અને ફેજાઈલ-X (Fragile-X) નો સમાવેશ થાય છે. દા.ત. Huntingron ડિસઓર્ડરમાં CAG અક્ષરો ૧૦ થી ૩૫ વખત લખાયેલ હોય છે. આપણા સ્નાયુઓની હલનચલન માટે હન્ટીગટીન નામનું પ્રોટીન બનાવીને મગજથી સ્નાયુઓનું સંચાલન કરે છે. પરંતુ જો અક્ષરો વધારે માત્રામાં લખાય તો તે કોષોમાં પોલીગ્લુટામાઈન નામનું રસાયણ કોષોને નુકસાન કરીને સ્નાયુઓના હલનચલનની ક્રિયાઓમાં કાબુ ગુમાવી તેનું વધારે પડતું હલનચલન થાય છે. જેથી કરીને ચાલવામાં તકલીફ પડે, બોલવામાં તકલીફ પડે તેમજ શરીરના ખભાના તેમજ મોઢાનાં સ્નાયુઓ કારણ વગર હલ્યા કરે જેથી ખૂબ જ, થાક લાગે વારંવાર પડી જાય. આવી જ રીતે એટેક્સિયા (Ataxia)માં CAGના અક્ષરો વારંવાર લખાઈને કોષોમાં એક જાતનું ઝેરી રસાયણ બનાવે જેથી કરીને શરીરનું સંતુલન ન રહે, ખાવામાં તકલીફ પડે અને અમુક સમય પછી કોષોમાં ઝેરી રસાયણનું પ્રમાણ એટલું બધું વધી જાય કે જેથી હાલવા, ચાલવા, બોલવાની સમજ પણ જતી રહે. જ્યારે માયોટોનિક ડિસ્ટ્રોફી માં CTG અક્ષરો વારંવાર લખાય જેનાથી જનીન તત્વમાં RNA નામનું રસાયણ વધીને કોષોને નુકસાન કરે. જેથી મોઢાનાં, પગના અને હાથના સ્નાયુઓ સંકોચાઈ જાય પરિણામે તેને ખાવામાં, બોલવામાં અને ચાલવામાં તકલીફ પડે.
આ બધા જ રોગો સામાન્ય રીતે મોટી ઉંમરમાં એટલે કે ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરમાં વધારે જોવા મળે છે. હજુ સુધી આ માટે કોઈ દવા ઉપલબ્ધ નથી. પંરતુ જો અગાઉથી આવા રોગોનું નિદાન થાય તો લાઈફસ્ટાઈલમાં સુધારો કરીને જેમાં મુખ્યત્વે પ્રાણાયામ તેમજ ન્યુરો ટોનિક દવાઓ અને યોગ્ય કસરત દ્વારા શરીરના કોષોમાં થતી ઝેરી અસર ઓછી કરી શકાય છે. આવનાર ભવિષ્યમાં Gene Editing તેમજ ઝેરી કોષોથી થતું પ્રોટીન તંદુરસ્ત બનાવીને આવા રોગોને સારવાર કરવામાં મદદ થશે. હાલમાં જ Freidrick Ataxia માટે USFDA દ્વારા દવા પ્રમાણિત કરવામાં આવી છે પરંતુ તે ભારતમાં આવતાં સમય લાગશે.


