Get The App

CIAના સબ-પ્રોજેક્ટ 94નું રહસ્ય

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
CIAના સબ-પ્રોજેક્ટ 94નું રહસ્ય 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

તા જેતરમાં રિલીઝ થયેલા, ડી-ક્લાસીફાઇડ ડોક્યુમેન્ટમાં 'સબપ્રોજેક્ટ ૯૪' રહસ્યમય વાતો હવે લોકો સામે આવી ગઈ છે. ભૂતકાળમાં અમેરિકાની જાસુસી સંસ્થા 'સીઆઇએ'ના કુખ્યાત 'એમકેઅલ્ટ્રા પ્રોગ્રામ' દ્વારા પ્રાણીઓ ઉપર વિચિત્ર પ્રકારના પ્રયોગો કરી રહી હતી. તેની વિગતો દાયકાઓ બાદ હવે, પબ્લિક સમક્ષ રજૂ થઈ રહી છે. ન્યૂક્લિયર સંકટ અને ગુપ્ત જાસૂસીના યુગમાં, 'સીઆઇએ'ના પ્રયોગોમાં એજન્સીએ પ્રાણીઓ બિલાડીઓ, ઉંદરો, કૂતરાં, વાંદરાં, યાક અને રીંછનો ઉપયોગ કરીને રિમોટ- કંટ્રોલ એટલે કે દૂરથી નિયંત્રિત થતા સાધન વડે, રાજકીય હત્યા કરવા માટે, નિયંત્રિત 'પ્રાણી હત્યારાઓ'નું દળ તૈયાર કરવાનું કામ કર્યું હતું. જેનો મુખ્ય મકસદ પ્રાણીઓ દ્વારા દુશ્મન પ્રદેશમાં ઘૂસણખોરી કરવી, પ્રાણીઓ દ્વારા જાસૂસી કરાવવી અને જરૂર પડે તો પોલિટિકલ ટાર્ગેટની કરવા સુધીની યોજના હતી. આવા સંજોગોમાં એક સવાલ જરૂર થાય કે 'વિશ્વની સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સી બિલાડીઓ અને ગધેડાંના મગજમાં ઇલેક્ટ્રોડ શા માટે ગોઠવી રહી હતી? આ વિચિત્ર વિચારનું બીજ, સીઆઇએના હેડકવાર્ટર લેંગલીથી શા માટે ઉગી નીકળ્યું હતું? 

ગોટલીબની રહસ્યમય પ્રયોગશાળા

 બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, સ્વીડિશ મનોવૈજ્ઞાનિક વાલ્ડેમાર ફેલેનિયસે સીલ નામે ઓળખાતી માછલીઓને નાઝી સબમરીન પર મેગ્નેટિક માઇન્સ, ચોંટાડવાની તાલીમ આપી હતી. જે પ્રાણી વૃત્તિને લશ્કરી ચોકસાઈ સાથે જોડતી એક અભૂતપૂર્વ સિદ્ધિ હતી. આ સ્ટોરી ત્યારબાદ 'એમકેઅલ્ટ્રા'ના રહસ્યમય આર્કિટેક્ટ સિડની ગોટલીબ સુધી પહોંચી. સિડની ગોટલીબ એક અમેરિકન રસાયણશાસ્ત્રી અને સીઆઈએના અધિકારી હતા. જેમણે ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં પ્રોજેક્ટ MKUltra નામના ગુપ્ત મન-નિયંત્રણ અને રાસાયણિક પૂછપરછ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. તેમના વિચિત્ર કાર્યને કારણે, તેમને 'પોઈઝનર ઈન ચીફ' તરીકે ઓળખવામાં આવે છે. તેઓ એક અસંભવિત માસ્ટરમાઇન્ડ હતા. દિવસે તેઓ સીઆઇએની પ્રયોગશાળામાં કાતિલ ઝેર બનાવતા હતા. રાત્રે વર્જિનિયાના ખેતરમાં ધ્યાન કરતા. અહીંના ખેતરોમાં તેમણે પ્રાણીઓને પાલતુ તરીકે નહીં, પરંતુ જાસૂસી ઓપરેટરો તરીકે જોયા હતાં.

ગોટલીબની દ્રષ્ટિ માત્ર ફક્ત વ્યૂહાત્મક ન હતી. એમાં વિજ્ઞાનની કેટલીક ખુબીઓ પણ છુપાયેલી હતી. તેમનું માનવું હતું કે મન પ્રાણીનું હોય કે કે મનુષ્યનું. તેને આસાનીથી કોમ્પ્યુટર પ્રોગ્રામની માફક પ્રોગ્રામ કરી શકાય એમ છે. જેમાંથી જન્મેલ 'સબપ્રોજેક્ટ ૯૪' એ અમેરિકન સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના MKUltra પ્રોગ્રામનો એક ભાગ હતો. આ પ્રોજેક્ટનો હેતુ મનુષ્યો અને પ્રાણીઓના વર્તનને નિયંત્રિત કરવા માટે, નવીન ન્યુરોસાયન્ટિફિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો હતો. જેમાં મગજમાં ઇલેક્ટ્રોડ દાખલ કરીને વિદ્યુત ઉત્તેજના દ્વારા નિયંત્રણ હાંસલ કરવાનો પ્રયાસ શામેલ હતો. આ પ્રયોગોમાંથી પ્રેરણા લઈને, 'ધ જુરાસિક પાર્ક' નામની નવલકથાથી ખ્યાતનામ બનેલ લેખક માઈકલ ક્રાઈટને 'ધ ટર્મિનલ મેન' નામની સાયન્સ ફિક્શન નવલકથા લખી હતી. લેખક માઈકલ ક્રાઈટન એક અમેરિકન લેખક, નિર્માતા, દિગ્દર્શક અને પટકથા લેખક હતા, જેમની નવલકથાઓ મુખ્યત્વે વિજ્ઞાન, ટેકનોલોજી અને રોમાંચ શૈલીમાં લખાયેલી છે. તેમની રચનાઓમાં વૈજ્ઞાનિક સંશોધન, નૈતિક મુદ્દાઓ અને ટેકનોલોજીના દુરુપયોગની માઠી અસર જોવા મળે છે. 

ફ્રેન્ક ઓલ્સનનું રહસ્ય

સબપ્રોજેક્ટ ૯૪ અને MKUltra ના પ્રયોગો નૈતિક રીતે ખૂબ વિવાદાસ્પદ હતા, કારણ કે તેમાં સંમતિ વિના (unconsented) મનુષ્યો અને પ્રાણીઓ પર પ્રયોગો કરવામાં આવ્યા હતાં. જેમાં વિયેતનામના કેદીઓ પરના પ્રયોગોને, આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોના ઉલ્લંઘન તરીકે જોવામાં આવે છે. ૧૯૫૩માં, 'ફોર્ટ ડેટ્રિક'ના બાયોકેમિસ્ટ ડૉ. ફ્રેન્ક ઓલ્સનને 'સીઆઇએ'ના રિટ્રીટમાં ગુપ્ત રીતે એલએસડી આપવામાં આવ્યું. થોડા દિવસો બાદ પેરાનોઇયાથી પીડાતા ડૉ. ફ્રેન્ક, મેનહટનની હોટેલની બારીમાંથી પડી ગયા-અથવા ધકેલી દેવાયા હતાં. તેમના મૃત્યુને આત્મહત્યા ગણાવવામાં આવી હતી. તેમના પુત્ર એરિક ઓલ્સને દાયકાઓ સુધી ન્યાયની શોધમાં વિતાવ્યા હતાં. તેમને ખાતરી હતી કે તેમના પિતાને 'એમકેઅલ્ટ્રા'ની નીતિઓ પર સવાલ ઉઠાવવા બદલ ચૂપ કરવામાં આવ્યા હતા. જેના કારણે ૧૯૭૬માં કોંગ્રેસની તપાસ થઈ અને તેમના પરિવારને ઇં૭૫૦,૦૦૦નું સેટલમેન્ટ આપવામાં આવ્યું હતું. 'સબપ્રોજેક્ટ ૬૮'ના પ્રયોગોમાંથી બચેલાઓએ ૧૯૮૦ના દાયકામાં સેટલમેન્ટ જીત્યા, પરંતુ તેમનાં માનસિક ડાઘ હાજી ટકી રહ્યા છે. ફ્રેન્ક ઓલ્સનના પરિવારે, દાયકાઓની કાનૂની લડાઈ પછી, રાષ્ટ્રપતિ જેરાલ્ડ ફોર્ડ તરફથી માફી પણ મેળવી છે. જોકે આ સ્ટોરી પણ હજી અધુરી ગણાય છે. 

૧૯૭૨માં CIAના ડિરેક્ટર રિચાર્ડ હેલ્મ્સે MKUltraના તમામ રેકોર્ડ નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. દાયકાઓના પુરાવા રાખ બની ગયા. પરંતુ નિયતિએ અહીં દખલ કરી. એક ક્લેરિકલ ભૂલે ૨૦,૦૦૦ દસ્તાવેજોને ખોટા લેબલવાળી ફાઈલ તરીકે આર્કાઇવમાં છોડી દીધી. જે એક ભયાનકતાની ટાઇમ કેપ્સ્યૂલ બનીને અમેરિકન નાગરિક સામે આવી ગઈ છે. ડિસેમ્બર ૧૯૭૪માં, 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'એ એક બોમ્બ ફોડયો, 'એમકેઅલ્ટ્રા'ના નિર્દોષ અમેરિકનો પરના પ્રયોગોનો ખુલાસો કર્યો. રાષ્ટ્ર ચોંકી ગયું. સેનેટર ફ્રેન્ક ચર્ચ અને વાઇસ પ્રેસિડેન્ટ નેલ્સન રોકફેલરની આગેવાની હેઠળ કોંગ્રેેસની સુનાવણીઓએ પડદો ઉંચો કર્યો. સાક્ષીઓએ નાગરિકોને એલએસડી આપવા, કેદીઓને ત્રાસ આપવા, અને જાસૂસી માટે પ્રાણીઓને વાયર કરવાનું વર્ણન કર્યું. 

CIAનું ભયાનક સત્ય

સબ-પ્રોજેક્ટ ૯૪માં વપરાયેલી ટેકનોલોજી ન્યુરોસાયન્સના તે સમયના પ્રારંભિક જ્ઞાન પર આધારિત હતી. મગજના ચોક્કસ ભાગો (જેમ કે હિપોકેમ્પસ, એમિગ્ડાલા, અને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ)ને ઉત્તેજના આપીને વર્તનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રયોગોમાં રેડિયો ફ્રીક્વન્સી અને ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશનનો ઉપયોગ થતો, જે મગજના ન્યુરોન્સને સક્રિય કરવા માટે વપરાતું. જોકે, આ ટેકનોલોજી તે સમયે અણધાર્યા પરિણામો (જેમ કે પ્રાણીઓનું ગાંડપણ અથવા મૃત્યુ) પણ આપતી હતી. ૧૯૬૦ના દાયકામાં, સબપ્રોજેક્ટ ૯૪ હેઠળ વિજ્ઞાનીઓએ પ્રાણીઓના મગજના ચોક્કસ ભાગોમાં નાના ઇલેક્ટ્રોડ દાખલ કર્યા હતાં. જેના દ્વારા રેડિયો ફ્રીક્વન્સી અથવા વિદ્યુત ઉત્તેજના આપીને તેમની હિલચાલ અને વર્તનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રયોગોનો હેતુ મગજના આનંદ અને સજા કેન્દ્રોને ઉત્તેજિત કરીને પ્રાણીઓની શારીરિક ક્રિયાઓને નિયંત્રિત કરવાનો હતો. 

કેટલાક પ્રયોગોમાં, પ્રાણીઓના મગજમાં વાયર અને સેન્સર દાખલ કરવામાં આવ્યા, જેનાથી તેઓ લગભગ 'સાયબોર્ગ' જેવા દેખાતા હતાં. તેમની હિલચાલને રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રિત કરી શકાતી હતી. હવે 'સીઆઇએ' દ્વારા મનુષ્યો પર પ્રયોગો કરવાનું નક્કી કરવામાં આવ્યું. ડિક્લાસિફાઇડ દસ્તાવેજો અનુસાર, જુલાઈ ૧૯૬૮માં વિયેતનામના ત્રણ વિયેતકોંગ કેદીઓ ઉપર આ પ્રકારના પ્રયોગો હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રયોગોમાં, સાઇગોન નજીક બિયેન હોઆ હોસ્પિટલમાં, ન્યુરોસર્જન અને ન્યુરોલોજિસ્ટની ટીમે ત્રણ કેદીઓના મગજમાં નાના ઇલેક્ટ્રોડ દાખલ કર્યા. આ કેદીઓને પછી છરીઓ આપવામાં આવી. તેમના મગજને વિદ્યુત ઉત્તેજના આપીને, તેમના વર્તનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.જોકે આ પ્રયોગો નિષ્ફળ ગયા હતાં. ડી-ક્લાસિફાઇડ દસ્તાવેજો અનુસાર, પ્રયોગોમાં નિષ્ફળતા મળવાથી, કેદીઓની હત્યા કરવામાં આવી હતી. તેમના શરીરોને બાળી નાખવામાં આવ્યા હતાં, જેથી ઇલેક્ટ્રોડના પુરાવા ન રહે. 

બળી ગયેલા રેકોર્ડ્સ 

ડિક્લાસિફાઇડ દસ્તાવેજો અનુસાર, સબપ્રોજેક્ટ ૯૪નો ખર્ચ $55,000Úથી વધુ થયો હતો. જેને ગેસ્ચિકટર ફંડ ફોર મેડિકલ રિસર્ચ હેઠળ છુપાવવામાં આવ્યો હતો. જેથી MKUltra પ્રોગ્રામની ગુપ્તતા જળવાઈ રહે. 'સબપ્રોજેક્ટ ૯૪'નું બજેટ, $55,000થી વધુ  'ગેસ્ચિક્ટર ફંડ ફોર મેડિકલ રિસર્ચ' દ્વારા આપવામાં આવતં્ હતું. જેના સંચાલક ડો. ચાર્લ્સ ગેસ્ચિક્ટર હતા. ચાર્લ્સ ગેસ્ચિક્ટરે ૧૯૩૯માં ગેસ્ચિક્ટર ફંડ ફોર મેડિકલ રિસર્ચની સ્થાપના કરી હતી, જે મૂળરૂપે કેન્સર જેવા ક્ષેત્રોમાં સંશોધન કરવા માટે આપવામાં આવતું હતું. જોકે, ચાર્લ્સ ગેસ્ચિક્ટરે ૧૯૭૭ની કેનેડી કમિટી સમક્ષ જુબાની આપી હતી કે તેમણે માનવ વિષયો પર સ્ટ્રેસ-ઉત્પાદક દવાઓનું પરીક્ષણ કર્યુંં નથી. જોકે ૧૯૭૭માં અમેરિકન કોંગ્રેેસની તપાસમાં ખુલાસો થયો કે 'આ ફંડનો ઉપયોગ સીઆઈએ દ્વારા MKUltraના પ્રયોગો માટે, ભંડોળને છુપાવવા માટે થતો હતો.' ૧૯૫૫માં સીઆઈએને જ્યોર્જટાઉન યુનિવર્સિટી હોસ્પિટલમાં નવા સંશોધન બિલ્ડિંગના નિર્માણ માટે $375,000 ગુપ્ત ભંડોળ આપવા માટે, ગેસ્ચિક્ટરને મનાવ્યા હતા. જેનો એક ભાગ $55,000 પ્રયોગો માટે વપરાયો હતો. આ બિલ્ડિંગમાં સીઆઈએને એક મેડિકલ સેફહાઉસ (Gorman Annex) અને પ્રયોગો માટે દર્ર્દીઓ અને વિદ્યાર્થીઓની રાખવા માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી.

સબપ્રોજેક્ટ ૯૪'ની વાર્તા કેટલાંક ડિક્લાસિફાઇડ CIA દસ્તાવેજો અને જોન લિસલેના પુસ્તક ‘Project Mind Control'થી શરુ થાય છે. હવે સવાલ એ થાય કે 'પ્રાણી જાસૂસોએ ક્યારેય ક્રેમલિનમાં પગ મૂક્યો હતો? કે તે માત્ર નિરાશાજનક યુગનું સ્વપ્ન હતું? પ્રકાશિત થયેલ દસ્તાવેજો અને રેકોર્ડ્સ આ મામલે ચૂપ થઈ ગયા છે. અથવા સંપાદિત થઈ ગયા છે, અથવા બળી ગયા છે. જેના કારણે સબ-પ્રોજેક્ટ ૯૪ની સંપૂર્ણ વિગતો જાણવી મુશ્કેલ બની ગઈ છે. શું આપણે ટેકનોલોજીનો ઉપયોગ સારા માટે કરીશું? કે ભય અને શક્તિ આપણને ભૂતકાળનું પુનરાવર્તન કરવા દબાણ કરશે? જેનો જવાબ લેબ્સ કે CIAના લેંગલીમાં નથી! પરંતુ આપણી પાસે છે. જેનો જવાબ ફક્ત આપણે આપી શકીએ તેમ છીએ.

Tags :