- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- યુરોપીયન સ્પેસ એજન્સીનું માનવું છે કે અંતરીક્ષમાં વધતો જતો કચરોએ ખૂબ મોટી સમસ્યા છે પરંતુ સ્પેસ પોલ્યૂશન અટકાવવા માટે કોઇ દેશ એકલો કશું કરી શકે તેમ નથી
પૃ થ્વી પર તો વસતિ અને વાહનો વધે તેમ ટ્રાફિક જામની સમસ્યા પણ ઝડપથી વધતી જાય છે, પરંતુ ઊંચે આકાશમાં પણ વૈકુંઠ નાનું અને ભગતડાં ઝાઝાં જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. દિવસે દિવસે વધુ વણસતી જતી આ સ્થિતિથી અવકાશ વિજ્ઞાનીઓ પણ વિમાસણમાં મૂકાઇ ગયા છે.
એ વી એક ગણત્રી છે કે કોઈ નિર્ણાયક પગલા નહી ભરવામાં આવે તો ત્રણ દાયકા પછી કોઈ ઉપગ્રહ પૃથ્વી પરથી છોડવાનું શક્ય બનશે નહીં. પૃથ્વીની નજીકની કક્ષાઓ જેને અંગ્રેજીમાં 'નીયર અર્થ ઓર્બીટ' કહે છે. તેમાં જેમનો જીવનકાળ પૂરો થયો હોય તેવા અનેક ઉપગ્રહો, ઉપગ્રહો છોડવા ઉપયોગમાં લેવાયેલા રોકેટોના ખાલી ખોંખાં, ઉપગ્રહોના અસંખ્ય ભાગો અને પૂર્જાઓ અને ઉપગ્રહોની પરસ્પર અથડામણથી સર્જાયેલા કાટમાળ એટલી બધી સંખ્યામાં જમા થતા જાય છે કે હવે નવો ઉપગ્રહ અવકાશમાં પૃથ્વી નજીકની કક્ષામાં મૂકવામાં ન આવે તો પણ ઈ.સ. ૨૦૫૫ સુધીમાં આ ભંગાર એટલો ગીચોગીચ થઈ જશે કે નવો ઉપગ્રહ છોડવામાં આવશે તો આ ભંગારના તીવ્ર ઝડપે ગતિ કરતાં ટુકડા સાથે જબરજસ્ત અથડામણ પામી વેરણ છેરણ થઇ જશે.
હજુ આધુનિક સ્પેસયુગને માંડ ૬૦ વર્ષ થયા છે ત્યારે જો આ સ્થિતિ હોય તો સ્વભાવિક છે કે ૨૫૦ કે ૩૦૦ વર્ષ પછી અંતરીક્ષમાં કચરો આજ કરતા અનેક ગણો વધી ગયો હશે.
રશિયાએપોતાનો પહેલો સેટેલાઇટ સ્પુતનિક- ૧૯૫૭માં લોન્ચ કર્યો ત્યારથી શરૂથયેલી અવકાશી રેસમા ંદુનિયાના જુદાજુદા દેશોએઅત્યાર સુધીમાં હજારો સેટેલાઇટ અવકાશમાં મોકલ્યાછે.
અંતરિક્ષમાં પૃથ્વી ફરતેપ્રદિક્ષિણા કરતા આ સેટેલાઇટ અમુક લિોગ્રામથી લઇને પાંચથી છટન વજનના હોઇ શક ેછે.તો કદમાં સાપસીડી રમવાના પાસાથી લઇને મોટી બસના આકારના હોઇશકેછે. છેલ્લા ૬૦ વર્ષમાં જેમ જેમ જુદાં જુદા ંદેશોની અંતરિક્ષ સંબંધ ીપ્રવૃત્તિઆ ેવધી છે તેમ તેમ અંતરિક્ષમાં માનવસર્જિત કચરો પણ વધતો જઇ રહ્યો છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અંતરિક્ષમાં કચરો વધવાનું કારણછે નાના સેટેલાઇટ્સ અને ક્યૂબસેટ્સ. ક્યૂબસેટ્સ ખાસ પ્રકારનામિનિએચર સેટેલાઇટ હોય છે જેનું વજન એક-બે કિલોન આસપાસ હોયછે. આવા સેટેલાઇટ્સ મોટેભાગે કોમશયલહોયછે. નવીટેકનોલોજીના કારણે સ્પેસ મિશનની કીંમતમાં ખાસો ઘટાડો થયો છે. એ સંજોગોમાં પ્રાઇવેટ કંપનીઓઅનેકોમશયલ પ્રોજેક્ટ માટેસ્પેસ સેટેલાઇટ મિશનો થવા લાગ્યાંછે. આવા જઆશરે ૧૩૦૦ સેટેલાઈટસ ત્રણ વર્ષમાં લોન્ચ થયાં છે.
અવકાશમાં એક સેન્ટિમીટરથી મોટા વ્યાસ વાળા સાત લાખ પિંડો પૃથ્વી ફરતે પરિભ્રમણ કરી રહ્યા હોવાનો એક અંદાજ છે. મોટા ટુકડાની તો પગેરું રાખી શકાય છે. પરંતુ નાના ટુકડાઓની ભાળ રાખી શકાતી નથી. અમેરિકાનો સ્પેસકમાંડ ૧૭૦૦૦થી વધુ જેટલા કક્ષામાં ઘૂમતા પિંડોની ભાળ રાખે છે. ૧૦ સેન્ટિમીટરથી મોટા આ પિંડો છે. તે પૈકી ૯૦૦ તો કાર્યરત ઉપગ્રહો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની માર્ગ રેખા છે તે મુજબ પૃથ્વી નજીકની કક્ષા અથવા તો પૃથ્વીની સપાટીથી ૧૬૦૦ કિલોમીટર ઉંચાઇ સુધીના અવકાશમાં જેમનું કાર્ય પૂરૃં થયું હોય તેવા અવકાશયાનો અને રોકેટોને લાંબા ગાળા સુધી ભ્રમણ કક્ષામાં ફરતાં રાખવા જોઈએ. આવા ભંગાર થઇ ગયેલા અવકાશયાનો, રોકેટો અને મોટા ટુકડાઓની ભાળ રાખવી, તેમની નોંધ અને નકશા તૈયાર કરવા જોઈએ. આવા ભંગારને દૂર કરવા જોઈએ. પરંતુ આ કામ ઘણું મુશ્કેલ છે. પરિણામે અવકાશમાં ભંગાર વધતો જાય છે. કુદરતી રીતે દૂર થતાં ભંગારના દર કરતાં નવા ભંગારનું સર્જન એટલું વધારે છે કે એક વખત તેની મર્યાદા આવી જશે અને નવા ઉપગ્રહો છોડી શકાશે નહીં. આવી પરિસ્થિતિ અટકાવવા અવકાશમાં સફાઈ કામદારો જેવું કામ સંભાળે તેવું એક રોબોટિક યંત્ર ઉભું કરવું પડશે.
તાજેતરમાં પ્રગટ થયેલાં અહેવાલ મુજબ છેલ્લાં છ વર્ષ દરમ્યાન અંતરિક્ષમાં પરિભ્રમણ કરતાં ઉપગ્રહો વચ્ચે અથડામણ ટાળવા માટે દર મહિને સરેરાશ ૩૪૦ સેટેલાઇટ્સની દિશા બદલવાની કામગીરી કરવી પડી હતી. ૨૦૧૯માં ૨૦૦૦ કિમીથી ઓછી ઉંચાઇએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહોની સંખ્યા ૧૩,૭૦૦ હતી જે ૨૦૨૫માં વધીને ૨૪,૧૮૫ થઇ ગઇ હતી જે ૭૬ ટકાનો વધારો દર્શાવે છે. દુનિયા ફરતે પ્રદક્ષિણા કરતાં માનવસર્જિત ઉપગ્રહોની સંખ્યા સતત વધી રહી છે. એક અંદાજ અનુસાર આ દાયકાના અંત સુધીમાં આવા ઉપગ્રહોની સંખ્યા વધીને ૭૦,૦૦૦નો આંક વટાવી જશે. પૃથ્વીથી ૪૦૦થી ૬૦૦ અને ૭૦૦થી ૮૦૦ કિમીની ઉંચાઇએ આવેલી પરિભ્રમણ કક્ષા જેને લો અર્થ ઓર્બિટ તરીકેઓળખાવવા આવે છે તેમાં નોંધપાત્ર રીતે ટ્રાફિક વધ્યો છે જેને કારણે મહિનામાં કમ સે કમ દસવાર સટેલાઇટ એકમેકને અથડાઇ ન પડે તેની કામગીરી હાથ ધરવી પડે છે.
આ અભ્યાસમાં ઉપગ્રહ છોડવા માટે સંકલન સાધવા પર ભાર મુકવામાં આવ્યો છે. ઉપગ્રહ ઓપરેટર દ્વારા પણ સંકલન વધારવામાં આવે તેવી સલાહ પણ આ અભ્યાસમાં આપવામાં આવી છે. હવે એવો સવાલ થવા માંડયો છે કે આ રીતે સતત ઉપગ્રહો છોડયા કરવાનું કેટલું સલામત રહ્યું છે. જો કે અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ સ્પેસ એક્સ કંપનીની પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં ૩૦,૦૦૦ સેટેલાઇટ્સ તરતા મૂકવાની યોજના સામે લાલ આંખ કરી છે.
૧૧ જાન્યુઆરી, ૨૦૦૭ના રોજ ચીનના પીપલ્સ લિબરેશન આર્મીએ એક માંદા પડેલા ચીનના હવામાન ઉપગ્રહને બેલિસ્ટિક મિસાઇલથી ઉડાવી દીધો તેના ફુરચે ફુરચા ઉડી ગયા અને અવકાશમાં તેના ભંગારના હજારો ટુકડાઓ પૃથ્વી નજીકની અને મધ્યઅંતરે આવેલી કક્ષામાં આ ટુકડાઓ ઘૂમવા લાગ્યા તે કક્ષાઓમાં પરિભ્રમણ કરતાં વધતા જતાં ઉપગ્રહોને માટે આવો કાટમાળ ભયજનક રીતે જોખમ ઉભું કરે છે. ચીને પોતાના હવામાન ઉપગ્રહને તોડી પાડવાની શું જરૂરત હતી ? તે પોતાના ઉપગ્રહને સલામત રીતે પ્રશાંત મહાસાગરના વિશાળ પટ પર ઉતારી શક્યું હોત અથવા અવકાશમાં ઉંડે એક કબ્રસ્તાની કક્ષામાં તેને પાર્ક કરી શક્યું હોત. ચીને આ બાબત પોતાના હોઠ સીવી લીધા છે. દુનિયાને દહેશત છે કે આ સ્પેસ વૉર (અવકાશી યુદ્ધ)નો પ્રયોગ હતો. ગમે તે હોય પણ તેનાથી હજારો નાના મોટા ટુકડાઓનું બનેલું ભંગારનું વાદળું સર્જાયું હતું જે કાર્યરત ઉપગ્રહોને માટે જોખમ ઉભું કરી શકે છે. આજે જ્યારે મોટા પાયે અવકાશી પ્રવાસનનો યુગ આવી રહ્યો છે અને અવકાશમાં ગ્લોબલ પોઝીશનીંગ (જીપીએસ), સંચાર અને ભૂનિરીક્ષણમાં વધુને વધુ ઉપગ્રહો અવકાશમાં મોકલાય રહ્યા છે ત્યારે ઉપગ્રહના ભંગાર રોકેટના તબક્કાના ખાલી ખોખાં અને અન્ય તેના જેવા પદાર્થો પ્રવાસન માટે જતા અવકાશી યાત્રીઓ પર જીવનું જોખમ સર્જે છે અને કરોડોના ખર્ચે બનેલા અવકાશયાન સાથે જોખમ ઉભું કરે છે.
નજીકના ભૂતકાળમાં પણ આંતરરાષ્ટ્રીય અવકાશી મથક સાથે અવકાશી ભંગારનો ટુકડો અથડાવાનું જોખમ ઉભું થયું હતું. પરંતુ ત્યારે અવકાશી મથકને તેનાથી બચવા ખસેડવું પડયું હતું. જો કક્ષામાં પાર વગરના ટુકડાઓ ઘૂમતા હોય તો આવો અવકાશી મથકનો કે અવકાશયાનનો બચાવ કરવો શક્ય ન બને. અવકાશમાં કક્ષાથી ઓળખાતા માર્ગો ચોખ્ખા નથી ત્યાં પડેલો કાટમાળ ઉપાડવામાં આવતો નથી. અવકાશમાં સફાઇના કે ટ્રાફિકના કોઇ નિયમો લાગું પડતા નથી. આજે પૃથ્વીની કક્ષામાં ૯૦૦ કાર્યરત ઉપગ્રહો છે. ૧૦ સેન્ટિમીટરથી મોટા એવા ૧૦૦૦૦ ટુકડાઓ કલાકના ૨૨૦૦૦ કિલોમીટરની ઝડપે પરિભ્રમણ કરી રહ્યાં છે. ભંગારનો ટુકડો એક સેન્ટીમીટરના પાંચીકા જેવો હોય તો તે પણ ઉપગ્રહમાં કાણુ પાડી તેમાંની હવાનું દબાણ ખતમ કરી શકે છે. અને તે ઉપગ્રહને નકામો બનાવી શકે છે.
જોકે અવકાશી ભંગારના ટુકડાઓની આવી અથડામણો વારંવાર થતી રહે છે. સૌથી પહેલી અથડામણ ૧૯૯૬ના જુલાઇમાં નોંધાયેલ છે. ત્યારે એરાયન રોકેટના તબક્કાના એક નકામા ખોખા સાથે ફ્રાન્સના જાસુસી ઉપગ્રહ 'સીરાઇઝ'અથડાયો હતો. તેનાથી કક્ષામાં સ્થિર રાખતી ઉપગ્રહના તંત્રને નુકશાન થયું હતું અને ઉપગ્રહ ગડથોલિયા ખાવા લાગ્યો હતો. આવા જોખમો માત્ર ઉપગ્રહો સામે જ છે. તેવું નથી.જેટવિમાનો સામે પણ છે. ૨૦૦૭ના માર્ચમાં એક એરબસ ૩૪૦ જેટલાઇનર જેમાં ૨૭૦ ઉતારૂઓ મુસાફરી કરી રહ્યાં હતા. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડની પશ્ચિમે ઉડી રહ્યું હતું ત્યારે સુપરસોનીક ઝડપે ગતિ કરતાં ઉપગ્રહના ભંગારના સળગતા ટુકડ તેની બહુ નજીકથી પસાર થઇ ગયા હતા. અહી ઉપગ્રહનાં ભંગાર પતન પામી રહેલ છે તેની જાણકારી હતી અને તે જેટલાઇનરની સંચાલક એરલાઇનને તાકીદ પણ કરવામાં આવી હતી. પરંતુ ઉપગ્રહ પતન પામી અડધો દિવસ વહેલો આવી ચડયો અને એરબસ માંડમાંડ બચી. ૨૭૦ ઉતારૂઓના જાન બચ્યા. ઉપગ્રહ છોડનારા દેશોએ ઘણા બધા સુધારા સાથે આધુનિક અવકાશી ટ્રાફીક કન્ટ્રોલની જરૂર છે. કલ્પિત અવકાશી ટ્રાફીક કન્ટ્રોલની આરંભિક રચના માટે હાલમાં ૧૦૦ જેટલા જુદાજુદા ઉપગ્રહોની અમેરિકામાં કોલોરાડો સ્પ્રિંગ્ઝ ખાતે કસોટી થઇ રહી છે. તેમાં દરેક અવકાશયાનના સ્થાન અને પથ અંગે વૈશ્વિક ડેટાબેઇઝ ઉભો કરવાનો હેતું છે. ૨૦૦૩માં થયેલ કોલંબિયા સ્પેસ શટલની હોનારત કે જેમાં કલ્પના ચાવલા સહિત સાત યાત્રીઓ મોતને ભેટયા હતા તેનો ભંગાર કેવી રીતે વ્હેંચાઇને વેરાયો હતો. તેનો ઉપયોગ તુટી પડતા ઉપગ્રહ નીચે કોઇ હવાઇ જહાજ માટે કેવું જોખમ ઉભું કરશે તે જાણવા કોમ્પ્યુટરમાં તેનું અનુકરણ ઉપસાવવામાં આવ્યું હતું.
આ માહિતીને જે તે સમયના હવામાનની આગાહી સાથે જોડવાથી માલૂમ પડે કે ભંગારના જુદાજુદા ટુકડાઓને પવન કેટલે દૂર ખેંચી શકે. તેના પરથી જેટવિમાનના પાયલોટને કેટલી ઝડપથી, કયા પ્રકારની ચેતવણી આપી શકાય. અલબત્ત, આ રીતે અવકાશી પદાર્થોની ભાળ રાખવી તે સમસ્યાનો સચોટ ઉકેલ નથી.
તેથી અમેરિકામાં ટેકસાસ ખાતે આવેલા નાસાના જ્હોન્સન સ્પેસ સેન્ટરના તજ્જ્ઞાોના મતે પૃથ્વીની કક્ષામાંથી કુદરતી રીતે અવકાશી ભંગાર ટુકડા દૂર થતા રહેતા હોય છે. તેમાં વાતાવરણના ઘર્ષણથી સળગી જવાની અને સૌરવિકિરણ દબાણનો સમાવેશ થાય છે. તેમ છતાં જે દરે ભંગાર વધી રહ્યો છે. તે કુદરતી રીતે ભંગાર દૂર થવાના દર કરતા ઘણો ઓછો છે. તેથી અવકાશમાં ભંગાર વધતો જાય છે. તેથી ઉપરોક્ત તજ્જ્ઞાોના સૂચન પ્રમાણે પૃથ્વીના વાતાવરણ નજીક ઘર્ષણ વધારવાથી આવા ટુકડાઓ ઝડપથી પીગળી જશે અથવા રોબોટિક સફાઇ કામદારોને આ કામ માટે રોકવા પડશે. ઇ.સ.૨૦૨૬થી દર વર્ષે માત્ર પાંચ અવકાશી પિંડો દૂર કરવામાં આવે તો આવતા ૨૦૦ વર્ષ જે ભંગાર એકઠો થયો હોત તેનું પ્રમાણ ઘટાડી શકાયું હોત. પરંતુ રોબોટ કામદારો તો ખૂબ ખર્ચાળ થશે. સાથે સાથે એ પણ ન ભૂલવું જોઇએ કે ભંગારના ટુકડાઓની અંદર અંદર અથડાવાથી વધુ અને વધુ ટુકડાઓ કાટમાળમાં ઉમેરો કરતાં જાય છે. યુરોપીયન સ્પેસ એજન્સીનું માનવું છે કે અંતરીક્ષમાં વધતો જતો કચરોએ ખૂબ મોટી સમસ્યા છે પરંતુ સ્પેસ પોલ્યૂશન અટકાવવા માટે કોઇ દેશ એકલો કશું કરી શકે તેમ નથી.ગત વર્ષે જાપાનના એરોસ્પેસ એકસપ્લોરેશન એજન્સીના વૈજ્ઞાનિકોએ માછલી પકડવાની જાળ જેવી ઇલેક્ટ્રોનિક ડાયનેમિક જાળની મદદથી અવકાશમાં ફરતા કચરાની ગતિ ધીમી પાડીને પૃથ્વીના વાતાવરણની નીચે લાવીને બાળી નાખવાનો પ્લાન કર્યો હતો.આ માટે અંતરિક્ષમાં મોકલવામાં આવેલા યાનનો તેનો સંપર્ક તૂટી ગયો હતો.આથી સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના પાતળા તાર વડે તૈયાર કરવામાં આવેલી ૭૦૦ મીટર નેટ પોતે જ અવકાશી કચરો બની ગઇ હતી.
આમ અવકાશી પ્રદૂષણનો પ્રશ્ન ભાવી પેઢી માટે સમસ્યા રુપ બનશે તેનો કારગત ઉપાય શોધવા માટે વિજ્ઞાનીઓ સતત પ્રયત્નશીલ છે.


