Get The App

તમારા DNAને જાણો .

Updated: Jan 25th, 2025

GS TEAM

Google News
Google News
તમારા DNAને જાણો                                        . 1 - image


- ડૉ. જયેશ શેઠ

- ૩ મિલિયન અક્ષરોથી કુદરતે આ જનીનતત્વોને લખ્યા છે અને તેમાં અક્ષરોનો ફેરફાર થાય ત્યારે સામાન્યથી માંડીને કેન્સર જેવા જટિલ રોગો થાય છે

આ પણે જાણીએ છીએ કે આપણું શરીર પંચતત્વનું બનેલું છે અને તેમાં હાડ, માંસ, હૃદય, ફેફસા, લીવર અને મસ્તિષ્ક જેવા બધા અંગો શરીરને ચળકતું રાખે છે. પરંતુ આ શરીરની રચના, તેનો આકાર, વિચાર, યોગ્ય ઘડતર કોણ કરે છે ? સંચાલન કોણ કરે છે? તે વિશે આપણને પુરી ખબર નથી. આપણા શરીરમાંDNA આવેલું છે જે જનીનતત્વોનો એક ભાગ છે, તે જનીનતત્વો એટલે શું ? DNA તેની ઉપર શું અસર કરે છે તે પ્રથમ તો DNA અને Genes  એટલે કે જનીનતત્વો શું છે તે સંક્ષેપમાં જાણીએ. માણસના જનીન તત્વની શોધ સાલ ૨૦૦૩માં થઇ જે દ્વારા આપણે જાણી શક્યા કે આપણા શરીરમાં ૨૧૦૦૦ જનીનતત્વો છે. જે DNA થી બનેલા છે. DNA એ ચાર અક્ષરોથી બનેલું જટિલ દ્રવ્ય છે જે A (Adenine), T (Thyamin), G (Guanine) અને C (Cytocil)  નામના રસાયણથી બનેલું છે અને શર્કરા અને ફોસ્ફેટ દ્વારા એક બીજા સાથે જોડાઈને પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા કરીએ એટલું ત્રણ ગણું લાંબુ આપણા શરીરના ૩ ટ્રિલિયન કોષોમાં સમાયેલું છે. આ દ્રવ્યો પણ આપણા શરીરના ૨૩ રંગસૂત્રોમાં ખૂબ જ જટિલતાથી ભરાયેલું છે. દરેક રંગસૂત્રમાં ૭૦૦થી ૧૦૦૦ જનીનતત્વો આવેલા છે જે આપણા શરીરમાં જન્મથી તે મરણ સુધીની બધી ક્રિયાઓને, શરીરના બધા અંગોને નિયંત્રિત કરે છે. આવા ૩ મિલિયન અક્ષરોથી કુદરતે આ જનીનતત્વોને લખ્યા છે અને તેમાં અક્ષરોનો ફેરફાર થાય ત્યારે સામાન્યથી માંડીને કેન્સર જેવા જટિલ રોગો થાય છે. આવા અક્ષરોને વાંચીને તેમાંથી ક્યાં ખરાબી થઈ છે તે આજે આપણે જાણીને તેનું નિદાન અને સારવાર કરી શકીએ છીએ. તેમજ આપણો આહાર, વિહાર, વાતાવરણ, પ્રાર્થના, ધ્યાન, યોગ, વાંચન, જનીનતત્વો પર અસર કરીને તેને ખૂબ જ તંદુરસ્ત રાખે છે. જે સરવાળે આપણી શારીરિક, માનસિક, ક્ષમતાને નિયંત્રિત કરે છે. આ પ્રક્રિયાને Epigenetic કહેવાય છે.

આપણે આ જનીનતત્વો આપણા પૂર્વજો, માતાપિતા તરફથી મેળવીએ છીએ. તેથી જ તો બાળકો એ માતા પિતાનું પ્રતિબિંબ છે. પરંતુ તેના પર થતા ફેરફારો આપણી રહેણીકરણી પર રહેલા છે. તેથી જ તો આપણા DNA ને સ્વસ્થ આપણે જ રાખી શકીએ. 

Tags :