Get The App

સંત ફ્રાન્સિસ ઝેવિયરના દૈવી ચમત્કારો

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
સંત ફ્રાન્સિસ ઝેવિયરના દૈવી ચમત્કારો 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- મૃત્યુ પછી પણ માનવ શરીર અપઘટિત, વિઘટિત ન થવું એટલે કે એમાં સડો ન થવો એ એક ચમત્કાર જ છે. કેથોલિક ચર્ચમાં તેને અવિનાશી અવસ્થા કહેવાય છે

‘We must never forget that God is with us in all things. 

આપણે ક્યારેય ભૂલવું નહીં કે ભગવાન દરેક પરિસ્થિતિમાં આપણી સાથે છે.'

In the midst of all dangers, I trust in God and remain at peace. 

બધા જોખમ વચ્ચે પણ, હું ઇશ્વર પર વિશ્વાર રાખું છું અને શાંતિમાં રહું છું.

-Saint Francis Xarier 

(સંત ફ્રાંસિસ ઝેવિયર)

 ‘Miracles are not just wonders, they are signs of faith brought alive through saint Xavier. 

ચમત્કારો કેવળ આશ્ચર્યો નથી હોતા, તે સેન્ટ ઝેવિયરના માધ્યમથી જીવંત થયેલી શ્રદ્ધાના સંકેત છે.'

‘Where hope seemed lost, saint Xavier¥s miracle created new beginnings. 

જ્યાં આશા ખોવાઈ ગયેલી લાગતી હતી, ત્યાં સેન્ટ ઝેવિયરના ચમત્કારોએ નવી શરૂઆત કરી.

 ‘The Miracles of Saint Xavier are proofs of God’s presence among us. 

સેન્ટ ઝેવિયરના ચમત્કારો આપણી અંદર રહેલા ઇશ્વરની ઉપસ્થિતિના પ્રમાણ છે.'

સંત ફ્રાંસિસ ઝેવિયર જેસુઈટ સંપ્રદાયના સહ-સંસ્થાપક અને મહાનતમ કેથોલિક મિશનરિયોમાંના એક સંત હતા. તે કેવળ ઇસાઈ ધર્મના પ્રસાર અર્થે એમના અપાર સમર્પણ માટે જ નહીં, પણ એમના દિવ્ય જીવન સાથે જોડાયેલા અગણિત ચમત્કારો અને રહસ્યો માટે પણ પ્રસિદ્ધ છે. આખા એશિયામાં કરાયેલી એમની નોંધપાત્ર યાત્રાઓથી લઈને એમની સાથે બનેલી અલૌકિક ઘટનાઓ સુધી સંત ફ્રાંસિસ ઝેવિયરનું જીવન લોકોને માટે વિસ્મય અને પ્રેરણાનો સ્રોત બનેલું છે. સંત ફ્રાંસિસ ઝેવિયર સાથે જોડાયેલા અદ્ભુત રહસ્યોમાંનું એક છે ટેલિપોર્ટેશન અને બાઈલોકેશન. (Teleportation and Bilocation) ને લગતું. તે એક જ સમયે અનેક સ્થાનો પર પ્રકટ થઈ જતા. અનેક લોકોએ એવું જોયું અને અનુભવ્યું હતું કે તે એક જ સમયે અત્યંત દૂરના સ્થળોએ ઉપદેશ આપતા હતા અને બીમાર લોકોને સાજા કરી રહ્યા હતા.

સંત ફ્રાંસિસ ઝેવિયરના ચમત્કારોમાં બીમારને શ્રદ્ધા અને પ્રાર્થનાની દૈવી શક્તિથી રોગરહિત કરી દેવાના તો અનેક પ્રસંગો નોંધાયેલા છે, એ સાથે મૃત વ્યક્તિઓને પુનર્જીવિત કરવાના પ્રસંગો પણ છે. આવો એક ચમત્કાર તે સમયે થયો હતો જ્યારે તે દક્ષિણ ભારતમાં એક મિશન પર હતા. કોઇમ્બતૂરના પર્લ ફિશરી કોસ્ટ  (Pearl Fishery Coast) પર આવેલા એક નાના ચર્ચમાં તે પ્રાર્થના શરૂ કરવા જતા હતા ત્યારે કેટલાક લોકોનું ટોળું એક છોકરાના મૃતદેહ સાથે અંદર આવ્યું. તે છોકરો કૂવામાં પડી જવાને કારણે પાણીમાં ડૂબીને મરી ગયો હતો. તે છોકરાની માતા સંત ફ્રાંસિસના ચરણમાં પડી રડવા લાગી અને તેના તે છોકરાના મરેલા શરીરને પણ મૂકી દીધું. જેને સંત ફ્રાંસિસે બેપ્ટાઈઝ (ખ્રિસ્તી ધર્મમાં વિધિ દ્વારા દીક્ષિત) કર્યો હતો. સંત ફ્રાંસિસ ઝેવિયરે એક નાની પ્રાર્થના કરી. પછી તે મૃત છોકરાનો હાથ પકડયો અને તેને ઊભા થવાનું કહ્યું. તે સાથે જ તે ઊભો થઈ ગયો અને ઊભો થઈને તેની માતા પાસે દોડી ગયો.

સંત ફ્રાંસિસ ઝેવિયરના ધર્મ પ્રચાર કાર્યની વિસ્મયજનક બાબત એ હતી કે તે અનેક જુદી જુદી ભાષાઓ બોલતા લોકો સાથે તેમની ભાષામાં સંવાદ કરતા હતા. જો કે તે ભાષાઓ તેમના માટે સાવ અપરિચિત હોવા છતાં તેને તે અસ્ખલિત રીતે બોલી શકતા હતા. સંત ફ્રાંસિસ ઝેવિયરે ત્રાવણકોર (અર્વાચીન તામિલનાડુ)ના કોટ્ટાર અને આજુબાજુના પ્રદેશોમાં ધર્મપ્રચાર કરતાં કરતાં અનેક ચમત્કારો કર્યા હતા. ઇ.સ. ૧૫૪૪માં ત્રાવણકોર પર ઉન્ની કેરલ વર્માનું શાસન હતું. તે વખતે વિજયનગરના કેપ્ટન વિઠ્ઠલરાવના નેતૃત્વમાં કર વસૂલનારાની એક સેના ત્રાવણકોર પર કબજો મેળવવા આગળ વધવા લાગી હતી. ઉન્ની કેરલ વર્મા હુમલાના પ્રયાસને રોકવા નિષ્ફળ થયા એટલે ફ્રાંસિસ ઝેવિયરની સહાય માંગી. સંત ઝેવિયર યુદ્ધના મેદાનમાં પ્રવેશ્યા. હાથમાં ક્રોસ લઈને તે જેવા આગળ વધ્યા તે સાથે જ ચમત્કાર સર્જાયો. તે સેના પાછી ફરી ગઈ. તેમણે હિંસા અને સેંકડો સૈનિકોને મૃત્યુથી બચાવ્યા. સ્થાનીય શાસકોએ સંત ઝેવિયરની રહસ્યમય દૈવી શક્તિથી પ્રભાવિત થઈ કૃતજ્ઞાતા દાખવવા તેમને જમીન આપી જેથી ત્યાં રહેનારા ઇસાઈઓને માટે એક ચર્ચનું નિર્માણ કરી શકે. તે સ્થાનનો નિર્દેશ કરવા ત્યાં એક ક્રોસ પ્રસ્થાપિત કરવામાં આવ્યો. એવું માનવામાં આવે છે કે આ ક્રોસ પણ ચમત્કારિક શક્તિઓ ધરાવે છે.

૭ એપ્રિલ ૧૫૦૬ ના રોજ જન્મેલા સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું મરણ ૩ ડિસેમ્બર ૧૫૫૨ ના રોજ થયું હતું. તેમની સાથે જોડાયેલા સૌથી મોટા રહસ્યોમાંનું એક રહસ્ય એમના મૃત શરીરને લગતું છે. તેમના મૃત્યુના ૪૭૪ વર્ષ પછી પણ તે વિઘટિત (decompose) નથી થયું. ૧૫૫૨માં એમના મરણ બાદ એમના શરીરને અસ્થાયીરૂપે ચીનના શાંગયુઆના દ્વીપમાં દફનાવવામાં આવ્યું હતું. દફનાવ્યા પછી એમના શરીરને ઓછામાં ઓછું બે વાર કબરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. દરેક વખતે આશ્ચર્યજનક રીતે તે વિઘટિત નથી થયું. મરણ વખતે જેવું હતું તેવું ને તેવું જ રહ્યું છે એવું જોવામાં આવ્યું હતું. જોકે તેને ચૂના પથ્થર (limestone)  સાથે દફનાવવામાં આવ્યું હતું જે માંસને વિઘટિત (ડિકમ્પોઝ) કરી દે છે. મૃત્યુ પછી પણ માનવ શરીર અપઘટિત, વિઘટિત ન થવું એટલે કે એમાં સડો ન થવો એ એક ચમત્કાર જ છે. કેથોલિક ચર્ચમાં તેને અવિનાશી અવસ્થા (incorruptible state) કહેવાય છે. સંત ફ્રાંસિસ ઝેવિયરનું શરીર આજે પણ આંશિક રૂપે અક્ષુણ્ણ  (intact) છે. પહેલી વાર જેસુઈટોના એક સમૂહો એમના શરીરને કબરમાંથી બહાર કાઢ્યું ત્યારે તે અક્ષુણ્ણ હતું અને તેમાંથી એક મીઠી સુગંધ આવતી હતી તે માનવ માંસના સડવાની દુર્ગંધ જેવી નહીં પણ બગીચાની સુગંધ જેવી અનુભવાઈ હતી. ભારતના ગોવામાં આવેલા બોમ જીસસ બેસિલિકામાં તેમનું શરીર સુરક્ષિત રખાયું છે અને બધાને માટે પ્રદર્શિત કરાય છે. તે અત્યારે પણ દુનિયાભરના તીર્થયાત્રીઓને અને મુસાફરોને આકર્ષિત કરે છે.