Get The App

સ્ટ્રીટ ડોગનો પ્રશ્ન ઉકેલવામાં તમે જ સુપ્રીમ છો... !!

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
સ્ટ્રીટ ડોગનો પ્રશ્ન ઉકેલવામાં તમે જ સુપ્રીમ છો... !! 1 - image


- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

- ભારતમાં દરરોજ 10,000થી વધુ લોકોને કુતરા કરડે છે અને વર્ષે દહાડે 18,000 થી 20,000 લોકો તેનાથી મૃત્યુ પામે છે. 

ર સ્તે રખડતાં કુતરા માટે સારો શબ્દ સ્ટ્રીટ ડોગ છે. રાત્રે તે બેફામ બની જાય છે અને માનવ સલામતી જોખમાય છે. સુપ્રીમ કોર્ટના આદેશથી દિલ્હીના સ્ટ્રીટ ડોગને શેલ્ટર અથવા આશ્રયસ્થાન આપવામાં આવશે એટલે કે છત અને ભોજન બન્ને મળશે. શેરીના કુતરાઓને કારણે ગુનાખોરી ઘટે પણ છે.

આ બાબતે બે પક્ષો પડી ગયા છે. એક કુતરાના વિરોધમાં અને બીજો પક્ષ કે જે પશુપ્રેમી છે તે કુતરાના પક્ષમાં. દિલ્હીના ૧૦ લાખ સ્ટ્રીટ ડોગને ઝોન પાડીને પણ કેવી રીતે શેલ્ટર આપી શકાય ?

એમને માટે ખોરાક, વેટરનરી સર્જન, મોટી-ઉલ્ટી માટે રોજના સેંકડો સફાઈ કામદાર પણ જોઈએ. શું આ શક્ય છે ? ગૌશાળાની માંદલી ગાય જોઈને થાય છે શું કુતરાની પણ આવી જ હાલત થશે ?

ભારતમાં દરરોજ ૧૦,૦૦૦થી વધુ લોકોને કુતરા કરડે છે. હડકવાથી થતા મૃત્યુની સંખ્યા ૨૦૨૨માં ૨૧ હતી પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા  (ઉર્લ્લં) ના મતે ૩૦૫ મૃત્યુ થયા હતા. આજ સંસ્થાએ મૃત્યુનો આંકડો ૧૮,૦૦૦ થી ૨૦,૦૦૦ ગણાવ્યો હતો... !

કુતરાથી માણસ અને માણસથી કુતરા મરે છે. આનો ઉપાય શોધવાની ચરમસીમા આવી ગઈ છે. ૧૯૬૦ના પ્રિવેન્શન ઓફ કુઅલ્ટી ટુ એનિમિલ એક્ટ પ્રમાણે તેમને ખોટી પીડા ના થવી જોઈએ કે તેને ભૂખે મારવા ના જોઈએ. આ બાબતે સંસ્થાઓ સક્રીય રહે છે.

સ્ટ્રીટ ડોગની સંખ્યા કાબુમાં રાખવા માટે અને સલામતી વધારવા માટે હાલમાં તેમની નસબંધી અને પછી તેમને તેમના વિસ્તારમાં મૂકી દેવાનો નિયમ છે. આપણી કોર્પોરેશન પાસે આ લાખો સ્ટ્રીટ ડોગની નશબંધી માટે ડોક્ટરો નથી અને ટેબલો પણ નથી. એટલે સરકાર એનજીઓની મદદ લે છે. 

કોઈપણ કૂતરું કરડે એટલે ઘાને સાબુથી સાફ કરી ખૂબ પાણીથી ધોવું, તરત ડોક્ટરને મળી પાંચ ઈંજેકશનનો કોર્ષ કરી લેવો. હડકવાનો ચેપ લાગી જાય તો ૨૨,૦૦૦નું ઈંજેકશન લેવું પડે. હડકવું જીવલેણ છે એટલે સારવાર ઝડપથી શરૂ કરવી.

રેબિસની વેક્સિન અમુક ડોક્ટરો પાસે જ અને સરકારી હોસ્પિટલમાં જ મળે છે. તેની નોંધ લેજો.

સ્ટ્રીટ ડોગને દૂર કરવા માટે કોરિયાના રેસ્ટોરોમાં કુતરાના માંસની સ્વાદિષ્ટ વાનગીઓ મેન્યુમાં રાખવામાં આવી હતી અને લોકોએ એવી માણી કે રસ્તાઓ કુતરા વિનાના થઈ ગયા.

કુતરાઓ પણ આપણી સાથે પૃથ્વી પર જીવવા માટે આવ્યા છે. તેમનો હક તેમને આપો. વિદેશની મોંઘી બ્રીડને બદલે દેશી ડોગ અપનાવો. તેઓ વધુ તંદુરસ્ત, સસ્તા અને વફાદાર હોય છે. ક્યારેક માણસ કરતાં પણ સારા લાગે છે !

Tags :