Get The App

પંચયજ્ઞાપ્રિયા દેવી : રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ થકી ઈશ્વરીય કૃપા!

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
પંચયજ્ઞાપ્રિયા દેવી : રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ થકી ઈશ્વરીય કૃપા! 1 - image

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- 'યજ્ઞ' શબ્દનો અર્થ અત્યંત રોચક છે, જે સર્વપ્રથમ વખત ઓમ સ્વામી લિખિત અંગ્રેજી પુસ્તક 'એન્શિયન્ટ સાયન્સ ઑફ મંત્ર'માં વાંચવાનો અવસર પ્રાપ્ત થયો હતો

ઋ ષિ-મુનિઓએ સનાતન ધર્મસ્વરૂપે માનવજાતને એક અદ્ભુત વરદાનરૂપ વિજ્ઞાન આપ્યું, જે પ્રકૃતિ માટે થતાં પ્રત્યેક કાર્યોને યજ્ઞાની ઉપમા આપે છે. ઘર અથવા મંદિરોમાં થતાં હવન અને અગ્નિહોત્રને જ માત્ર યજ્ઞા નથી ગણવામાં આવતાં એ સિવાય પણ કેટલાંક ભગીરથ કાર્યો એવા છે, જેને યજ્ઞાની સંજ્ઞા આપવામાં આવી છે. શાસ્ત્રોમાં મૂળ પાંચ પ્રકારના યજ્ઞા અંગે વર્ણન આપવામાં આવ્યું છે : (૧) ભૂતયજ્ઞા (૨) મનુષ્યયજ્ઞા (૩) પિતૃયજ્ઞા (૪) દેવયજ્ઞા (૫) બ્રહ્મયજ્ઞા.

'યજ્ઞા' શબ્દનો અર્થ અત્યંત રોચક છે, જે સર્વપ્રથમ વખત ઓમ સ્વામી લિખિત અંગ્રેજી પુસ્તક 'એન્શિયન્ટ સાયન્સ ઑફ મંત્ર'માં વાંચવાનો અવસર પ્રાપ્ત થયો હતો. 'ય' અર્થાત્ વર્તમાન સમયનું સત્ય અને 'જ્ઞા' અર્થાત્ જ્ઞાન. 'યજ્ઞા' શબ્દનો મૂળ ભાવાર્થ જોવા જઈએ તો, એક એવું કાર્ય, જે સાધકને વર્તમાન ક્ષણનાં સત્યનો સાક્ષાત્કાર કરાવે તથા પરમજ્ઞાનનો પરિચય કરાવે!

શાસ્ત્રએ હંમેશા દરેક વિધિ-વિધાનો થકી મનુષ્યજગતને એક જ સલાહ આપી :  વર્તમાનમાં જીવવાની! માણસ જો પોતાનો વર્તમાનકાળ સંભાળી લે, તો પછી ભૂતકાળ આપોઆપ સોનેરી હોય છે અને ભવિષ્ય ઊજળું! એક એક ક્ષણનો સરવાળો કરવાથી જ ભૂતકાળ નિર્માણ પામે છે અને એ ક્ષણોમાં લેવાતાં નિર્ણયોની અસર આવનારા ભવિષ્ય પર પણ પડતી હોવાથી તે ભવિષ્યકાળનું પણ નિર્માણ કરે છે! વર્તમાન પળો અને વર્તમાનમાં જીવાતું જીવન જ માણસની સમગ્ર યાત્રામાં નિર્ણાયક સાબિત થતું હોય છે. આથી, શાસ્ત્રોએ કહ્યું કે સનાતન ધર્મ થકી માણસજાતને એવા વિધિ-વિધાનો આપીએ, જે તેને વર્તમાન ક્ષણનાં સત્યનો પરિચય કરાવે... તેની આંખ આડેથી ભ્રમણા દૂર કરે, મોહ તથા માયાનાં આડંબર દૂર કરી વાસ્તવિક સત્ય તરફ દોરીને લઈ જાય.

પરિણામસ્વરૂપ, પાંચ યજ્ઞા અંગે વાત કરવામાં આવી. શ્રીલલિતાસહસ્ત્રનામમાં દેવી મા લલિતાને 'પંચયજ્ઞાપ્રિયા' તરીકે સંબોધવામાં આવ્યાં છેત જેનો અર્થ છે કે દેવીને ઉપરોક્ત પાંચ યજ્ઞાને પોતાના જીવનમાં ધારણ કરી ચૂકેલો સાધક અત્યંત પ્રિય હોય છે. જે ભક્ત અથવા બાળક રોજિંદા જીવનમાં આ પાંચ યજ્ઞાો થકી નિરંતર સમાજોપયોગી કાર્યો કરતો રહે, તેની ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ સુનિશ્ચિત હોય છે. કયા છે આ પાંચ કાર્યો, જેને યજ્ઞાની ઉપમા આપવામાં આવી? આવો, વારાફરતી વિસ્તારપૂર્વક સમજીએ.

(૧) ભૂતયજ્ઞા : પ્રકૃતિનાં તમામ તત્ત્વો - જળ, વાયુ, આકાશ, અગ્નિ અને પૃથ્વી -નો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને મનુષ્ય અત્યંત સમજી વિચારીને પોતાના અંગત સ્વાર્થ માટે તેનો પ્રયોગ કરે એ પ્રકારના કાર્યને ભૂતયજ્ઞાની ઉપમા આપવામાં આવી છે. જળસ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ, જમીનમાંથી મળતાં ખનીજ તત્ત્વોનો મર્યાદિત ઉપયોગ, ખેતીવાડી અથવા બાંધકામ માટેની ધરતીનો વ્યવસ્થિત ઉપયોગ વગેરે કાર્ર્યોનો સમાવેશ આ પ્રકારના યજ્ઞામાં થાય છે. વાહનો થકી વધારે પડતું વાયુપ્રદૂષણ ઉત્પન્ન ન થવા દેવું એ પણ સમાજોપયોગી ઘટના જ છે. આસપાસના વાતાવરણમાં વસવાટ ધરાવતાં પશુ-પ્રાણી-પંખીને નુકશાન ન પહોંચે એ રીતે જીવન જીવવું એ પણ ભૂતયજ્ઞા જ છે. સંસ્કૃત ભાષામાં 'ભૂત' શબ્દનાં ઘણાં અર્થો છે. હ્રસ્વ 'ઉ' અને દીર્ઘ 'ઊ'નાં પરિવર્તન થકી પણ અર્થ બદલાઈ જાય છે. એક અર્થ છે, મનુષ્યનો પાસ્ટ અર્થાત્ ભૂતકાળ. બીજો અર્થ છે, 'જીવ'. ત્રીજો અર્થ છે, 'પંચતત્ત્વો', જેને સામાન્ય રીતે 'પંચમહાભૂત' તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક જીવમાત્ર પંચમહાભૂતનો બનેલો હોવાથી 'ભૂત'નો અર્થ 'જીવ' થાય છે. ચોથો અર્થ છે, નિમ્નકોટિની ઊર્જા અથવા જીવ. સામાન્ય રીતે જેને 'ઘોસ્ટ' અથવા 'પ્રેત-પિશાચ'ની શ્રેણીમાં મૂકવામાં આવે, એવા જીવો. અહીં 'ભૂતયજ્ઞા'માં જેની વાત કરવામાં આવી છે, એનો સંદર્ભ 'પંચમહાભૂત'થી બનેલાં જીવ અને પ્રકૃતિનાં ચરાચર તત્ત્વો સાથે સંકળાયેલો છે. ટૂંકમાં કહેવું હોય, તો પ્રકૃતિ માટે દયા દાખવવી અને હૃદયમાં સજીવ-નિર્જીવ એમ બંને પ્રકારની પ્રકૃતિ માટે કરૂણાભાવ હોવાની ગુણવત્તા એક માણસને ઉચ્ચકોટિનો સાધક બનાવે છે. તેનો આ પ્રકારનો ગુણ આપોઆપ જ 'યજ્ઞા'માં પરિવતત થઈ જાય છે અને તે જાણે-અજાણે પોતાની રોજિંદી જિંદગીમાં 'ભૂતયજ્ઞા' થકી ઈશ્વરથી એક ડગલું વધુ સમીપ આવવા માંડે છે.

અન્ય ચાર યજ્ઞાો અંગે આવનારા સમયમાં વિગતવાર ચર્ચા કરીશું.