Get The App

મેટાના સ્માર્ટ ગ્લાસ અને એઆઈની અદ્ભુત સિદ્ધિ

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
મેટાના સ્માર્ટ ગ્લાસ અને એઆઈની અદ્ભુત સિદ્ધિ 1 - image

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

- 2021માં ઝુકરબર્ગની ફેસબુકનું બ્રાન્ડ બદલાયું અને તે બની ગઈ મેટા. મેટાના રેબાનના સહયોગમાં બનેલા આ ચશ્મા અનોખી સિદ્ધિ છે

વ ર્ષો પહેલાં લોકો સાદાસીધા વજનદાર કાચવાળા ચશ્મા પહેરતા. પછી ગ્લાસ હલકો થતો ગયો. ફ્રેમના આકાર બદલાતા ગયા. ફેશનને કારણે ક્યારેક ગોળ તો ક્યારેક લંબગોળ લેન્સ આવ્યા. વિમાનના પાયલોટ અને આર્મી ઓફિસરોના માનીતા રેબાન ગ્લાસ આવ્યા. હવે માર્ક ઝુકરબર્ગની મેટા કંપની રેબાન કંપનીના સહયોગમાં આવી.

મેટાના રેબાન ડિસ્પ્લે સ્માર્ટ ગ્લાસમાં એક ગજબની સગવડ આપી છે. બધો જાદુ હાથના કાંડા પર પહેરવામાં આવતા પટ્ટામાં રહેલો છે. આ અતિ અદ્યતન ગ્લાસમાં બિલ્ટ-ઈન ડિસ્પ્લે છે. તમે આ ગ્લાસમાં સ્વચ્છ દ્રશ્યો જોઈ શકો છો.

અહીં મુંઝાવા જેવું નથી. ચશ્માના ગ્લાસમાંથી તમે સામે તો જોઈ શકો છો પણ એ ગ્લાસની અંદર જે છબી આવે તેને પણ તમે જોઈ શકો છો. આ બીજું દ્રશ્ય આવે છે હાથમાં પહેરેલા પટ્ટામાંથી...!

આ પટ્ટાને 'ન્યુરલ બેન્ડ' તરીકે ઓળખવામાં આવે છે. ન્યુરલ એટલે ચેતાઓ. આ બેન્ડ કે પટ્ટા તમારી ચેતાના સંદેશાઓ ચશ્માના ગ્લાસમાં પહોંચાડે છે. તમે જે રીતે કાંડુ હલાવતા જશો એ રીતે દ્રશ્યો રેબાન ડિસ્પ્લે ગ્લાસમાં દેખાશે.

આ ગ્લાસમાં ૧૨ મેગાપીક્સેલના કેમેરાની જોડ પણ હોય છે. એટલે તમે તમારી આંગળી આ ફ્રેમમાં ગોઠવાયેલા નાના કેમેરા પર રાખી ક્લીક કરશો તો તમારો ફોટો, તમારી જાણ બહાર, એ વ્યક્તિના ફોનમાં જોઈ શકાશે...! આ બધું એકબીજા સાથે જોડાયેલું હોય છે પણ આપણને જાદુઈ પરી જેવું લાગે છે..!!

મેટાના આ અદ્યતન ચશ્મામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પણ સમાયેલું છે. આ મોડેલ તમને જીવંત અનુવાદ, તેમજ સામે દેખાતી વસ્તુઓની માહિતી પણ આપે છે.

હાથમાંનું ન્યુરલ બેન્ડ તમારા કાંડાની ગતિને ઓળખે છે એટલે તમે જે રીતે કાંડુ ફેરવો એ રીતે દ્રશ્ય બદલાય છે. એનાથી વોલ્યુમ પર કાબુ મેળવી શકાય છે. અને મેનું પણ ક્લીક કરી શકાય છે. હવે સરળ લાગતી આ વાત સમય નક્કી કરશે. શું બધાના હાથ આ બેન્ડ દ્વારા ગ્લાસમાં દ્રશ્યો બદલી શકશે ? શું બધાને આવા મોંઘાદાટ ચશ્મા ખરીદવા ગમશે ? કે આ ચશ્મા સુપર એલિટ વર્ગ પુરતા જ હાથવગા રહેશે?

૨૦૨૧માં ઝુકરબર્ગની ફેસબુકનું બ્રાન્ડ બદલાયું અને તે બની ગઈ મેટા. મેટાના રેબાનના સહયોગમાં બનેલા આ ચશ્મા અનોખી સિદ્ધિ છે. તમે યુ-ટયુબ પર જોશો તો ચિત્ર વધુ સ્પષ્ટ થશે. થોડી મર્યાદા જાણી લ્યો.

આ ચશ્મા વજનમાં ભારે છે. એઆઈની ક્ષમતા ઓછી છે. બેટરી લાઈફ નિરાશાજનક છે. રેબાનથી મોંઘા છે. થોડા અગવડભર્યા પણ ખરા. ઓપ્ટીશીયન પરંપરાગત પદ્ધતિથી ફ્રેમને ગરમ કરી ફિટ કરી શકતા નથી...! ગમે તો કિંમત પણ પૂછશો.