- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- હું એમને કોઈ વિચાર, સંદેશ કે માનસિક આદેશ આપવા જણાવતો. તે મને જે વિચાર કે સંદેશા મોકલતા કે માનસિક આદેશ આપતા તે મારા મનને ખબર પડી જતા...
અ મેરિકાની યુનિવર્સિટી ઓફ સરેના આર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રોફેસર, કેમિકલ એન્જિનિયરીંગના પ્રમુખ, સંશોધક વિજ્ઞાની એડ્રિયન ડોબ્સ (Adrian Dobbs) થકી સાઇટ્રોન (Psitron) પર પણ સંશોધન કરવામાં આવ્યું છે. સાઇ (Psi) મન, વિચારને લગતી ચૈતસિક ઊર્જા (Psychic Energy) નું સૂચન કરે છે. ટ્રોન (tron) શબ્દ Particle) નું સૂચન કરે છે. સાઇટ્રોન એક એવો કણ હોવાનું મનાય છે જે વિચાર, મન કે ચેતનાની ઊર્જાનું વહન કરે છે. તે મનમાં સૂચના લઈ જાય છે, એક મનથી બીજા મનનો સંવાદ (ટેલિપથી) કરાવે છે તેને ચેતના (consciousness) નો કવૉન્ટમ સ્તરનો કણ કહેવાય છે. તેનાથી અતીન્દ્રિય શકિતઓ સંપન્ન થાય છે. તેનાથી અંત:પ્રજ્ઞા, અંતર્જ્ઞાન (intuition) થાય છે અને છઠ્ઠી ઇન્દ્રિય (sixth sense) ની શકિત પ્રાપ્ત થાય છે. આ કણ સમયને પ્રભાવિત કરે છે અને સમયની દિશા બદલવાની ઊર્જા ધરાવે છે. એને ભવિષ્યની જાણકારીનો વાહક કહેવાય છે. સાઇટ્રોન (Psitron) ને ટાકિયોન, ગ્રેવિટોન, લેવિટોન જેવો ચૈતસિક ઊર્જાનો કણ માનવામાં આવે છે.
કવૉન્ટમ એન્ટેન્ગલમેન્ટ (Quantum Entanglement) માટે તેની ભૂમિકા હોવાની સંભાવના છે. તે કવૉન્ટમ સ્તરે સૂચનાનું તત્ક્ષણ, તત્કાલ વહન કરે છે. ૪ ઓકટોબર ૨૦૨૨ ના રોજ નોબલ પ્રાઇઝ કમિટિએ કવૉન્ટમ ફિઝિક્સ ક્ષેત્રે એલન આસ્પેક્ટ, જ્હોન એફ. કલોસર અને એન્ટન ઝેલિન્ગર નામના ભૌતિક વિજ્ઞાનીઓને એક્ષ્પેરિમેન્ટસ વિથ એન્ટેન્ગલ્ડ ફોટોન્સ, એસ્ટાબ્લિસિંગ ધ વાયોલેશન ઓફ બેલ ઇનઇકવાલિટિઝ એન્ડ પાયોનિયરિંગ કવૉન્ટમ ઇન્ફર્મેશન સાયન્સ માટે સંશોધન કરવા સંયુક્ત રીતે નોબલ પ્રાઈઝ આપ્યું હતું. આના આધારે આ ભૌતિક વિજ્ઞાનીઓએ સિદ્ધ કર્યું કે પ્રકાશ કરતાં પણ વધારે ઝડપથી, તત્ક્ષણ માહિતીનું આદાન-પ્રદાન ગમે તેટલા દુર-સુદૂર રહેલા ટ્વિન પાર્ટિકલ્સમાં થઈ જાય છે. ભવિષ્યમાં આ કવૉન્ટમ ટેકનોલોજીથી ટેલિપોર્ટેશન થઇ શકશે.
એડ્રિયન ડોલ્સ મન અને ચેતના વિશે કરેલા સંશોધનોના આધારે કહે છે કે ભવિષ્યમાં બનનારી વર્તમાનમાં એક પ્રકારના સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન કરે છે. જેને 'સાઇકોટ્રોનિક વેવ ફ્રન્ટ' કહેવાય છે. વિશ્રાંતિયુક્ત શાંત મન તે તરંગોને ગ્રહણ કરી લે છે. તેનાથી તે વ્યકિતને સ્વપ્નમાં, દિવા સ્વપ્નમાં કે વિશ્રાંતિની ગ્રહણશીલ દશામાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની ઘટનાઓનું દર્શન થઈ જાય છે. આ તરંગો પણ 'સાઇટ્રોન' (Psitron) કણો થકી જ ઉદ્ભવે છે. એટલે એમને (biological rhythms) કહેવાય છે.
જૈવિક લય (ર્મૈર્નયૈબચન રિઆરસજ) ના પ્રમુખ શોધકર્તા, નોર્થવેસ્ટને યૂનિવર્સિટીમાં બાયોલોજિકલ સાયન્સિઝના પ્રોફેસર, વુડસ હૉલ, મેસેચુસેટ્સ, યુ.એસ.એ.માં મરીન બાયોલોજિકલ લેબોરેટરીના ટ્રસ્ટી ફ્રેન્ક બ્રાઉને અનેક પ્રયોગના આધારે એ સિધ્ધ કર્યું છે કે તમામ પ્રાણીઓ એમના સંગ્રાહક રિસિવર થકી બ્રહ્માંડના સ્પંદન અને સંવેદન ગ્રહણ કરતા રહે છે. સંગ્રાહકનું કામ કરનારા અત્યંત સૂક્ષ્મ પરમાણુઓ છે જેમનામાં ઘનતા, ભાર, વિસ્ફુટન, ચુંબકત્વ જેવા કોઈ ભૌતિક લક્ષણો હોતા નથી. આ ચેતન પરમાણુઓ અબજોની સંખ્યામાં પ્રકાશની ગતિથી પણ વધારે ઝડપથી વહેતા રહે છે. તે અણુને પણ વીંધીને તની આરપાર નીકળી જાય છે. ક્યારેક એમનામાં વધારે ક્રિયાશીલતા આવે છે ત્યારે જ એમને જોઈ શકવાનું સંભવ બને છે.
દૂરદર્શન અને દૂરબોધ એક અદ્ભુત ચૈતસિક શકિત છે. આ શક્તિ ધરાવનાર વ્યક્તિ મહાભારતના સંજયની જેમ દૂરની વસ્તુઓ કે ઘટનાઓને જોઈ શકે છે અને દૂરની બાબતોની જાણકારી મેળવી શકે છે. સોવિયેટ રશિયામાં આને લગતા અનેક પ્રયોગો થયા હતા. ૨૯ એપ્રિલ ૧૯૭૬ના રોજ કાર્લ નિકોલાયેલ નામના એક વિજ્ઞાનીને દૂરાનુભૂતિના પ્રાયોગિક પરીક્ષણ માટે મોસ્કોથી સાઇબીરિયા મોકલવામાં આવ્યો. કાર્લ સાઇબીરિયાની ગોલ્ડન વેલી હોટલમાં કેટલાક વિજ્ઞાનીઓ સાથે બેઠો હતો. તેને જણાવવામાં આવ્યું નહોતું કે તેને કયો સંદેશો મોકલવાનો હતો. બરાબર એ જ સમયે સેંકડો માઇલ દૂર મોસ્કોમાં આવેલી એક પ્રયોગશાળાના ઇન્સ્યુલેટેડ રૂમમાં વિજ્ઞાની યૂરી કાસેન્સ્કી એના સહકાર્યકર્તાઓ સાથે બેઠો હતો. યૂરીને પણ જણાવવામાં આવ્યું નહોતું તેણે શેને લગતો કે કઈ વસ્તુનો વિચાર કરીને સંદેશો મોકલવાનો હતો. બરાબર આઠ વાગે એક વિજ્ઞાનીએ કામેન્સ્કીના હાથમાં એક સીલબંધ પેકેટ આપ્યું. તેણે તે ખોલીને જોયું તો તેમાં એક સ્પ્રિન્ગ હતી જેમાં ૭ કોઇલ (ર્ભૈન) હતી. યૂરીએ કાર્લ નિકોલાયેવનું ધ્યાન ધરી, પૂર્ણ એકાગ્રતાપૂર્વક તે સાતકોઇલવાળી સ્પ્રિંગનું ચિત્ર મનમાં વિચારવા માંડયું. બરાબર તે જ સમયે કાર્લને તે સ્પ્રિંગ પોતાના માનસ પટ પર દેખાવા લાગી. તેણે કહી દીધું કે યૂરી અત્યારે એક સ્પ્રિન્ગ જોઈને એનું ચિત્ર એના મનથી મારા મનમાં મોકલી રહ્યો છે. એ રીતે બીજી ઘણી વસ્તુઓનું ધ્યાન કરી તનો વિચાર કાર્લને મોકલ્યો જે તેણે ગ્રહણ કરી તેના નામ અને તેનું યથાર્થ વર્ણન કરી બતાવ્યું હતું. આમ, તેણે તે વસ્તુઓ સેંકડો માઇલ દૂરથી તત્કાળ જોઈ પણ લીધી અને તેની અન્ય માહિતી પણ પ્રાપ્ત કરી લીધી હતી. દૂર-દર્શન, દૂર-બોધની જેમ યૂરી અને કાર્લ વચ્ચે ઇન્દ્રિયતાતી વિચાર-સંક્રમણ, ટેલિપથીને લગતા સંદેશાઓની આપ-લે પણ સફળતાપૂર્વક થઈ હતી.
કાર્લ નિકોલાયેવે ટેલિપથીની શક્તિને લગતા અનેક પ્રયોગો કર્યા હતા. વિજ્ઞાનીઓ તેની ચૈતસિક શક્તિથી અત્યંત વિસ્મય પામ્યા હતા. એકવાર એક પ્રેસ કોન્ફરન્સમાં તેણે પોતાના પ્રયોગો વિશે કહ્યું હતું - 'ટેલિપથીના ક્ષેત્રમાં મેં જે સફળતા પ્રાપ્ત કરી છે તે કોઇપણ વ્યકિત પ્રાપ્ત કરી શકે તેમ છે. દરેક વ્યક્તિની અંદર આ શક્તિ છૂપાયેલી હોય છે. આ અંત:ચેતનાનો ચમત્કાર છે. વિજ્ઞાનની કસોટીમાં મારી શક્તિ સાચી પુરવાર થઈ છે તે જ બતાવે છે કે ખરેખર આવી શક્તિ સંભવ છે. જો એ મારામાં છે તો એ તમારામાં પણ આવી શકે છે.' તે વખતે કોઇએ તેને પ્રશ્ન પૂછ્યો હતો - 'આ શક્તિ તમારામાં કેવી રીતે વિકસિત થઈ ?' તેનો જવાબ આપતાં તેણે કહ્યું હતું - 'બાળપણમાં મને એક ભારતીય યોગીએ લખેલું યોગને લગતું પુસ્તક પ્રાપ્ત થયું હતું. એમાંથી પ્રેરણાલઇને હું મારા મિત્રો સાથે આવા પ્રયોગો કરતો. હું એમને કોઈ વિચાર, સંદેશ કે માનસિક આદેશ આપવા જણાવતો. તે મને જે વિચાર કે સંદેશા મોકલતા કે માનસિક આદેશ આપતા તે મારા મનને ખબર પડી જતા. મને આમાં સફળતા મળી એટલે મેં યોગદર્શન, રાજયોગ, હઠયોગ, પ્રાણાયામ વગેરે સાધનાઓનો અગિયાર વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. એ સાધનાઓને કારણે અત્યારે આ સિધ્ધિઓ પ્રાપ્ત કરી શક્યો છું. યોગ સાધનાથી અનેક પ્રકારની ચૈતસિક શક્તિઓ અને યોગ સિધ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે.'


