Get The App

એરોસિટી : એરપોર્ટની આસપાસ રચાનારા અદ્યતન શહેરો

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
એરોસિટી : એરપોર્ટની આસપાસ રચાનારા અદ્યતન શહેરો 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- નવી મુંબઈ એરોસિટીની  યોજના પ્રમાણમાં નવી છે, પરંતુ જ્યારે પૂર્ણપણે તૈયાર થઈ જશે ત્યારે ભારતના સૌથી શ્રેષ્ઠ એરોટ્રોપોલીસમાં તેની ગણના થશે

મું બઇના બોરીવલી પરાંમાં રહેતા જિતુભાઇ અને તેમના પત્ની જયનાબહેન ન્યૂયોર્કથી આવતી તેમની દીકરી રિયાને લેવા નવી મુંબઇ એરપોર્ટ ખાતે ગયા. આ નવું બંધાયેલું વિમાનમથક તેમના ઘરેથી ૫૫ કિ.મી. કરતાં પણ વધુ દૂર હોવાથી તેઓ ફ્લાઇટના ઍરાઇવલ સમય કરતાં પાંચ કલાક વહેલાં પહોંચી ગયા. પરંતુ એરપોર્ટ પહોંચ્યા પછી ખબર પડી કે ફ્લાઇટ હજુ સાત કલાક મોડી આવશે. હવે શું કરવું? તેમની પાસે પૂરાં ૧૨ કલાક હતા. પરંતુ એનો અર્થ એવો નહોતો કે છેક બોરીવલી તેમનાં ઘેર પાછાં જાય. હવે તેમની પાસે એક જ વિકલ્પ હતો કે એરપોર્ટ પરના જ કોફી શોપમાં કે કોઇ રેસ્ટોરાંમાં જઇ સમય પસાર કરે. બુકસ્ટોલ પર જઇને એકાદ મેગેઝિન કે અખબાર ખરીદીને વાંચે અને કંઇ નહીં તો સેલફોન પર 'ટાઇમ પાસ' કરે.

આ   સિનારિયો    હવે ઝડપથી  બદલાઈ રહ્યો છે. એટલા માટે કે ભારતના કેટલાક શહેરોમાં એરોટ્રોપોલિસીસ ઊભા થવાના છે. એટલે કે એરપોર્ટનજીક નવા નક્કોર શહેરો બંધાશે, જેમાં માલ્સ, હોટલો, ગોલ્ફ કોર્સ, એમ્યુઝમેન્ટ પાર્કસ, આઈટી પાર્કસ અને બીજું ઘણું બધું હશે એટલે એરપોર્ટ પર કોઈને કલાકોસુધી બોર થવાનો વારો નહિ આવે. એરપોર્ટોની આસપાસ બંધાનારા એરોટ્રોપોલિસીસમાં જઈ લોકો બિઝનેસ કરી શકશે, શોપિંગ કરી શકશે અને રિલેક્સ પણ થઈ શકશે. ટુંકમાં એરપોર્ટની આસપાસ એક નવી દુનિયા ઊભી થશે. 

એરોટ્રોપોલિસીસની પરિકલ્પના  અઢી  દાયકા અગાઉ અમેરિકાથી શરૂ થઈ હતી અને આજે વિશ્વના ઘણાં વિકસિત કે વિકસતા દેશોમાં એરોટ્રોપોલિસીસ  બંધાઈ ચૂક્યા છે અથવા બંધાઈ રહ્યા છે.

ભારતમાં હાલ નવ એરોસિટી છે જેમાં દિલ્હી, હૈદ્રાબાદ, બેંગ્લોર (દવેન હલ્લી), મોહાલી, દુર્ગાપુર, જેવાર (નોયડા) અને અયોધ્યાનો સમાવેશ થાય છે. 

એરોસિટી કે એરપોર્ટ સાથે સંલગ્ન શહેરના દાખલા આપવા હોય તો દિલ્હી એરોસિટી, જીએમઆર હૈદ્રાબાદ એરોટ્રોપોલિસ, દુબઈ ફેસ્ટિવલ સિટી, હોંગકોંગનું સ્કાય સિટી અને ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન સીડની એરોટ્રોપોલીસના  નામ આપી શકાય. સિંગાપુરના ચાંગી એરપોર્ટ, દોહાના હમાદ પાસે તથા જાપાનના ટોકિયો શહેરના નારિતા એરપોર્ટ પાસે પણ આવા અદ્યતન શહેર વિકસ્યા છે.

અરે, લખનૌ ઊપરાંત અયોધ્યાના નવા બંધાયેલા વાલ્મિકી એરપોર્ટ પાસે પણ ૧૫૦ એકરના વિસ્તારમાં એરોસીટીની યોજના ઘડાઇ છે.

વિમાની ઉડ્ડયન સિવાયની પ્રવૃત્તિઓમાંથી થતી આવક વધારવા આતુર બેંગલોર અને હૈદરાબાદના નવા એરપોર્ટોના પ્રમોટરો અને કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (સીઆઇએએલ) એરોટ્રોપોલિસની પોતાની યોજનામાં ઝડપથી આગળ  વધી  રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પણ આવો જ પ્રોજેક્ટ  શરૂ  કરવા વિચારી રહ્યું  છે.  મહારાષ્ટ્રમાં  રાજ્ય સરકાર  નવી મુંબઈ એરપોર્ટની આસપાસ  એરોટ્રોપોલિસીસ જેવા પ્રોજેક્ટ  પર ઝડપથી  અમલ કરવા જઈ રહી છે.

રિયલ એસ્ટેટના જાણકારો કહે છે કે નવી મુંબઈની આસપાસ એરોસિટી ઊભી કરવાનો એક ફાયદો એ છે કે આ વિસ્તાર મુંબઈ અને પૂણે જેવા બે મહત્ત્વના શહેરોની વચ્ચે છે. જેથી નવા વિકસી રહેલા આ એરોસિટીમાં મૂડી રોકાણ કરવાનો લાભ બેઉ શહેરના વેપારીઓ-ઉંદ્યોગપતિઓને થઈ શકે.

નવી મુંબઈ એરોસિટીની  યોજના પ્રમાણમાં નવી છે, પરંતુ જ્યારે પૂર્ણપણે તૈયાર થઈ જશે ત્યારે ભારત સૌથી શ્રેષ્ઠ એરોટ્રોપોલીસમાં તેની ગણના થશે.

નવી મુંબઈ પનવેલમાં નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરતે ૫૦ ચોરસ કિલોમીટરના એરિયામાં હોટેલો, શોપિંગ મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક અને આધુનિક પદ્ધતિએ બાંધેલા આવાસો સાથેની અફલાતૂન ટાઉનશીપ ઉભી કરવાનો સિડકોનો પ્લાન છે. ન્યૂયોર્ક અને વોશિંગ્ટનના એરપોર્ટની જેમ નવી મુંબઈમાં એટ્રોપોલીસ (એરપોર્ટ સિટી) વિકસાવવા માટે સિડકો સત્તાવાળા  કટિબદ્ધ થયા છે.

સિડકોના ઓફિસરોની એક ટીમે થોડા સમય પહેલાં જ અમેરિકા જઈને ન્યૂયોર્ક અને વોશિંગ્ટન એરપોર્ટની કામગારીનું નિરિક્ષણ કર્યું હતું અને આ વિમાનમથકોની આસપાસના વિસ્તારમાં કઈ રીતે વિકાસ થયો છે તેનો પણ અભ્યાસ કર્યો હતો.

અગાઉ એરપોર્ટની નજીકમાં રહેવાનું લોકો પસંદ નહોતા કરતા. વિમાનના સતત અવાજથી થતા ત્રાસને કારણે લોકો દૂર રહેવાનું  પસંદ કરતા હતા. પરંતુ હવે એરપોર્ટની આસપાસના એરિયાની ડિમાન્ડ વધવા માંડી છે.  શહેરી વિકાસ ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ટાઉનશીપમાં ઘોંઘાટનું પ્રદૂષણ ઓછામાં ઓછુ નડે એ માટે સિડકોએ વધુ વૃક્ષો ઉગાડવા પડશે તેમ જ સાઉન્ડ બેરિયર્સ ઊભા કરવા પડશે.

 નવી મુબંઈને વિકસાવવા રાજ્ય સરકારે સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવેલોપમેન્ટ કોર્પોરેશન (સિડકો)ને ન્યૂ ટાઉન ડેવેલોપમેન્ટ ઓથોરિટી (એનટીડીએ) તરીકે નિમી હતી.  ૩૦૦ હેક્ટર જમીન પર ફેલાયેલા સુચિત એરોસિટીમાં ફાયનાન્સિયલ સર્વિસિસ + ઉદ્યોગગૃહોની ઓફિસો, મનોરંજનના કેન્દ્રો, હોટેલો, હોસ્પિટલો, શાળાઓ, બેન્કો, વેરહાઉસિસ વગેરે તૈયાર કરવામાં આવશે. ૪૦૦ લાખ ચોરસ ફીટ એરિયા ધરાવતા સુચિત પ્રોજેક્ટમાં રોડ, મેટ્રોલાઇન, ઓટોમેટેડ વેસ્ટ ક્લેક્સન સિસ્ટમ વગેરેની યોજના ઘડવામાં આવી છે.

સુચિત નવી મુંબઈ એરોસિટીમાં કેન્દ્રીય 'કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ ઊભી કરાશે જેમાં તમામ વીજળી, પાણી, ગેસ વગેરે યુટિલિટીનો સમાવેશ કરવામાં આવશે. 

હાલમાં એરપોર્ટને કેન્દ્રમાં રાખીને વિકસાવવામાં આવેલા બિઝનેસ ડિસ્ટ્રિક્ટને દેશમાં નવ સ્થળે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાંથી દિલ્હી, હૈદ્રાબાદ, મોહાલી અને દુર્ગાપુરમાં એરોસિટી તૈયાર થઈ ગયા છે. દિલ્હી એરોસિટી વર્ષ ૨૦૧૦થી શરૂ થઈ ગયું છે. અયોધ્યા, બેંગ્લૂરના દેવન હલ્લી એરપોર્ટ પાસે અને નોયેડાના (એનઓઆઇડીએ) જેવર એરપોર્ટ પાસે એરોસિટીનું નિર્માણ થઈ રહ્યું છે. લખનઉ એરપોર્ટ પાસે પણ આ પ્રકારનું બિઝનેસ ડિસ્ટ્રિક્ટ તૈયાર થઈ રહ્યું છે.

આ પ્રકારના એરોસિટીઓમાં હોટેલો, મોલ, ઓફિસો, રિટેલ સ્ટોર્સ ઉપરાંત લોજિસ્ટિક પાર્ક્સ, બિઝનેસ પાર્ક્સ, વેરહાઉસિસ વગેરે એરપોર્ટ ઓપરેટરો (એરપોર્ટ સંચાલકો) દ્વારા બનાવવામાં આવે છે.

બેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે (બીઆઇએએલ) એરપોર્ટના મેઇન એપ્રોચ રોડની સમાંતર માઁલ્સ, આફીસો, પાર્કસ, રિટેલ  શોપ્સ, એન્ટરટેઈનમેન્ટસટરો અને  વૈભવી હોટલો બાંધવા   લગભગ ૨૧૫   એકર જમીન ફાળવીછે. 'અમે  આ નવા  એરપોર્ટ  સિટીને સમૃદ્ધિથી  છલકાતું  સ્થળ  બનાવવા માગીએ છીએ. અહીં લોકો  માત્ર  ફ્લાઈટ પકડવા જ નહિ પણ બિઝનેસ  કરવા, શોપિંગ કરવા અને આનંદ-પ્રમોદ  કરવા  પણ આવશે. નવા શહેરમાં નોકરીની ઘણી નવી તકો ઊભી થશે અને અર્થતંત્રને પણ વેગ મળશે.' એવો આશાવાદ બીઆઈએએલના  એક  ઓફિસર  વ્યક્ત કરેછે. 

હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (આરજીઆઈએ)ની આસપાસ એક એરોટ્રોપોલિસ બાંધવા  માટેનો પ્રોજેક્ટ પણ અમલમાં મુકાઇ રહ્યો છે.  આરજીઆઈએના એક્ઝિક્યુટીવના  જણાવવા મુજબ આ એરપોર્ટસિટીમાં  કમશયલ કોમ્પ્લેક્સીસ, આઈટી પાર્કસ,  વેરહાઉસીસ,  મેન્યુફેક્ચરિંગ યુનિટો, હોટલો, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ અને બીજુ ઘણું બધું હશે. બીજી તરફ, મમતા દીદીનાં પશ્ચિમ બંગાળમાં આસનસોલ-દુર્ગાપુર વિસ્તારમાં એક એરપોર્ટ સિટી વિકસાવવા બેંગાલ એરોટ્રોપોલીસ પ્રોજેક્ટ્સ લિમિટેડ (બીએપીએલ) સિંગાપોરના ચાંગી એરપોર્ટ્સ ઈન્ટરનેશનલ સાથે એક કરાર કર્યો છે. જ્યારે કોચીમાં સીઆઈએએલ એરપોર્ટ આસપાસની ૪૫૦ એકર જમીન પર એરોટ્રોપોલિસને આકાર આપવાની છે. એમાં આઈટી  પાર્ક ઉપરાંત વિમાનો  માટે  મેઈનટેનન્સ ફેસિલીટી, એક એવિયેશન એકેડેમી  હોટલો, ગોલ્ફ કોર્સ, એમ્યુજમેન્ટ પાર્ક તથા  સાંસ્કૃતિક ગામડાં પણ હશે. કંપનીએ આ પ્રોજેક્ટને  સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ)નો દરજ્જો આપવા તૈયારી કરી છે. 

એરપોર્ટોની આસપાસ  ઊભી  થનારી આ નગરીઓમાં નોકરીની વિશાળ તકો  ઊભી  થશે. પ્રમોટરોના અંદાજ મુજબ એકલું   બેંગલોરનું એરપોર્ટ સિટી ૬૦,૦૦૦થી વધુ  જોબ્સ (નોકરીઓ)  ઊભી કરશે જ્યારે  હૈદરાબાદના એરોટ્રોપોલિસમાં  ૧૮,૦૦૦થી  ૨૦,૦૦૦લોકો કામ કરતા હશે. ઉડ્ડયન ક્ષેત્ર જો વિકાસની આવી ગતિ જાળવી રાખશે તો નોકરીની ઘણી બધી તકો ઊભી કરનારું  સેક્ટર બની રહેશે.

હાલ હૈદરાબાદ એરપોર્ટ પર લગભગ  ૬,૦૦૦  માણસો  કામ કરે  છે. લગભગ  એટલા જ  લોકો  બેંગલોર એરપોર્ટમાં   ફરજ  બજાવે છે. આ  બંને એરપોર્ટપોતાની પ્રવૃત્તિઓ  વિસ્તારી રહ્યા છે અને મુસાફરોની સંખ્યા વધશે એમ એરપોર્ટના  સ્ટાફની સંખ્યા પણ વધશે. એક અંદાજ  મુજબ દર દસ 

લાખ મુસાફરો સામે ૧,૦૦૦ જોબ  ઊભી થાય છે. એરોટ્રોપોલિસની  પરિકલ્પનાને  દેશના ઘણાં ટુ-ટાયર અનેશ્રી-ટાયર શહેરોમાં પણ  સારો  આવકાર  મળ્યો છે. મુલકી ઉડ્ડયન મંત્રીએ    જાહેર કર્યું છે કે નાના (નોન-મેટ્રો) શહેરોમાં  સિટીસાઈડ   ડેવલપમેન્ટને સમાન મહત્ત્વ અપાશે. આવા નાના  શહેરોના  એરપોર્ટોની  આસપાસ જંગી  મૂડીરોકાણ આકર્ષવા સરકાર પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) પધ્ધતિ અપનાવવાનું વિચારી રહીછે. એરોટ્રોપોલિસીસ અર્થાત્    એરપોટ ર્ સિટીજ વિકસાવવાને પ્રોત્સાહન આપવા પાછળન ું એક  કારણ  એવું પણ છે કે એની મદદથી એરપોર્ટ ઓપરેટરો  ઉડ્ડયન સિવાયની પ્રવૃત્તિઓમાંથી વધારાની  આવક  ઊભી કરી શકશે. એને પગલે પ્રમોટરો  એરલાઈનો  અને મુસાફરો પરનો બોજ ઓછો  કરવા પ્રેરાશે.

આજ મુદ્દો ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે એક મહત્વાકાંક્ષી યોજના ઘડી છે. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની આજુબાજુની ૫૬૨ હેક્ટર જમીનમાંનું ત્રીસ ભાગમાં વિભાજન કરવામાં આવશે અને આ વિસ્તારનો નવી મુંબઈ એરપોર્ટ ઇન્ફ્લુયન્સ નોટિફાઇડ એરિયા (નૈના) તરીકે વિકાસ કરવામાં આવશે. આ ખાસ વિસ્તારમા ૩૦ સ્માર્ટ સિટી ઊભા કરવામાં આવશે અને દરેક સ્માર્ટ સિટી એક ચોક્કસ ઇકોનોમિકલ એક્ટિવિટીને પ્રોત્સાહન આપશે. જે તે વિસ્તારમાં જે જે સંસાધનો ઉપલબ્ધ હશે એનો પૂરો કસ કાઢવાના આધારે આ સ્માર્ટસિટી ઊભા કરવામાં આવશે.

નૈનામાં ઔદ્યોગિક, મેડિકલ, ટૂરિઝમ, એજ્યુકેશન, આઇટી, સર્વિસ સેક્ટર સહિતનો વિવિધ ઇકોનોમિક એક્ટિવિટીઓને પ્રોત્સાહન આપવામા ંઆવશે.

આ અલાયદો વિસ્તાર તૈયાર કરવાની અને યોજનાને અંતિમ રૂપરેખા આપવાની જવાબદારી રાજ્ય સરકારની આગેવાની હેઠળની થિંક ટેંક 'મુંબઈ ટ્રાન્સફોર્મેશન સપોર્ટ યુનિટ' (એમટીએસયુ)ને આપવામાં આવી છે. 

એકવાર એરપોર્ટો પોતાની આસપાસ બંધાનારા  એરપોર્ટસિટીના  બિઝનેસમાંથી  આવક મેળવવાનું શરૂ કરશે એટલે તેઓ  મુસાફરો પાસેથી  ઉઘરાવાતી  યુજર ડેવલપમેન્ટ  ફી અને એરલાઈનો પાસેથી  લેવાતી  જુદા જુદા પ્રકારની ફી ઓછી કરશે. 

અઢારમી સદીમાં દરિયાઈ બંદરોની આસપાસ શહેરી વિકાસ થતો. ઓગણીસમી   સદીમાં  રેલવે સ્ટેશનોની   આજુબાજૂ વિકાસ કેન્દ્રિત રહેતો અને વીસમી  સદીમાં હાઈવેની ફરતે શહેરી વિકાસ થયો. તો એકવીસમી  સદીમાં  શહેરોના  એરપોર્ટો વિકાસના કેન્દ્ર-બિન્દુ બની રહેશે એવું અર્થશાસ્ત્રીઓનું   માનવું છે. બેંગલોરમાં આ ટ્રેન્ડ અત્યારે જ  જોવાઈ  રહ્યો છે. બેંગલોરની આથક ગતિવિધિઓનું ફોકસ શહેરના ઉત્તરી ભાગમાં  શિફ્ટ થઈ રહ્યું છે, જ્યાં નવું એરપોર્ટ આવેલું  છે. ફેડરેશન ઓફ કર્ણાટક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ  ઈન્ડસ્ટ્રીના પ્રમુખ  ખુદ કબુલે છે કે પહેલા  આથક પ્રવૃત્તિઓનું કેન્દ્ર દક્ષિણ બેંગલોર હતું,  જ્યાં મોટાભાગની આઈટી અને બીટી કંપનીઓ  આવેલી છે. પરંતુ હવે આવાગમનની સુગમતા  અને વિકાસની તકોથી પ્રેરાઈને નવા ઉદ્યોગો  ઉત્તર તરફ શિફ્ટ થઈ રહ્યા છે. 

અલબત્ત, શહેરી  વિકાસના  આયોજકો એવો ચેતવણીનો  સૂર પણ  કાઢે છે  કે શહેરમાં એક જ એરપોર્ટ  હોય અને એની આસપાસ વિશાળ એરોટ્રોપોલિસ  બંધાય તો  એને કારણે  ગીચતાની સમસ્યામાં ઉમેરો થશે. એટલે જો  કોઈ મેગા સિટીમાં  એરોટ્રોપોલિસીસ  ઊભા કરવા  હોય તો બેથી ત્રણ એરપોર્ટ હોવા જરૂરી છે.

એ તો ઠીક પરંતુ આ નવાં એરોસિટીમાં  ઉપલબ્ધ થનારી સેવા,સુવિધા, ખાણી-પીણી વગેરે   પણ ખૂબ મોંઘા હશે એમ માનીને ચાલવું રહ્યું.