Get The App

ગુજરાતી નાસિક ધ્વનિઓ .

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતી નાસિક ધ્વનિઓ                                          . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- નાકની સહાયથી ઉચ્ચારાતા ધ્વનિઓને નાસિક ધ્વનિઓ કહે છે. નાસિક ધ્વનિઓ ત્રણ પ્રકારના છે. ગુજરાતીમાં તેનો ઉચ્ચાર એકસરખો નથી થતો, એમાં વૈવિધ્ય છે

ગુ જરાતીમાં નાસિક ધ્વનિનો ઉચ્ચાર એકસરખો નથી થતો, એમાં વૈવિધ્ય છે. (૧) નાસિક વ્યંજન ધ્વનિ (૨) અનુસ્વાર ધ્વનિ (૩) સાનુ નાસિક ધ્વનિ (૧) નાસિક વ્યંજન ધ્વનિ - અન્ય વ્યંજનોની જેમ મુખમાં અવરોધ પામી નાકમાંથી પ્રવાહિત થતા વાયુમાંથી નિષ્પન્ન થતા ધ્વનિઓ નાસિક્ય છે. (ઙ્, ઞ્, ણ્, ન્, મ્) લેખનમાં ન્, મ્, ણ્ નો સ્વતંત્ર વર્ણ તરીકે પણ ઉપયોગ થાય છે - નંબર(મ) મંડળ(ણ) સંત (ન) અને (નમન, મણ, ગણ, માન, નામ) પરંતુ (ઙ્) અને (ઞ્) પૂર્વસ્વર ઉપર અનુસ્વાર બિન્દીના ઉપયોગથી જ વધારે લખાય છે. એટલે ગઙ્ગા ને (ગંગા) અને પઞ્જા (પંજા) તરીકે લખાય છે. જ્યારે પમ્પે, સન્ત, મણ્ડલ લખી શકાય છે. (૨) અનુસ્વાર ધ્વનિ - હૃસ્વ સ્વર અ, ઇ, ઉ અને ક્યારેક 'આ' સ્વર પછી ઉચ્ચ સૂર પર સ્વરથી સ્વતંત્ર રીતે ઉચ્ચારાતો તીવ્ર નાસિક ધ્વનિને અનુસ્વાર ધ્વનિ કહે છે. તે શબ્દમાં પૂર્વ સ્વર યા અક્ષર ઉપર અનુસ્વાર (બિન્દી (.) દ્વારા દર્શાવવામાં આવે છે. આ અનુસ્વાર ધ્વનિ ત્રણ પ્રકારના છે. (ક) સમવર્ગીય (ખ) સંસ્કૃત (ક) અંત્ય અનુસ્વાર ર(ક) સમવર્ગીય અનુસ્વાર - નાસિક વ્યંજન જ્યારે હૃસ્યસ્વર અને 'આ' સ્વર પછી તથા તેમના વર્ગના સ્પર્શ વ્યંજન પૂર્વે આવે છે ત્યારે એનો ઉચ્ચાર તે મુજબનો થાય છે. * ક્, ખ્, ગ્, ઘ્ પછી ઙ્ આવે એટલે (ગ્ઙ્ગા, સ્ઙઘ, પ્ઙ્ખ) જેવા શબ્દોમાં ઙ્ નાસિક વ્યંજન છે જેને અનુસ્વારથી (.) પણ દર્શાવાય છે. * ચ્, છ્, જ્, ઝ્ પછી મ્ નાસિક ધ્વનિ છે એટલે (ચ્મ્ચલ, ઝ્ઞ્ઝા જેવા શબ્દોમાં 'ઞ્' ને ચંચળ, ઝંઝા પણ લખાય છે) * ટ્, ઠ્, ડ્, ઢ્ પછી ણ નાસિક ધ્વનિ છે એટલે ઠ્ણ્ડી/ ઠણ્ડી - ઠંડી, મણ્ડળ/મંડળ લખાય છે. * ત્, થ્, દ્, ધ્ પછી ન્ નાસિક ધ્વનિ છે એટલે (સ્ન્ત/સંત/સન્ત, બન્ધ/બંધ લખાય છે અને * પ્, ફ્, બ્, ભ્ પછી મ્ નાસિક ધ્વનિ છે એટલે (સમ્પ/સંપ, અમ્બર/અંબર લખાય છે. 'આ' સ્વર પછી પણ (પાંડવ, માંડવો, કાંત જેવા શબ્દોમાં (પાણ્ડવ પ્રાણ્ડવો, કાન્ત - નાસિક ધ્વનિ આવે છે.

ર (ખ) સંસ્કૃત અનુસ્વાર - અંત્યસ્થ (ય્, ર્, લ્, વ્) અને સંઘર્ષી (સ્ સ્ હ્) પહેલાં અને હૃસ્વ અ, ઇ, ઉ, પછી આવતો નાસિક ધ્વનિ 'મ્' લુપ્ત થઈને તે નાસિક ધ્વનિ સાનુનાસિકમાં પરિવર્તિત થઈ પૂર્વ સ્વરને સાનુનાસિક બનાવે છે. આ વખતે તેમાંથી એમાં અવશિષ્ટ્ વ્ છૂટો પડી (ઓમ + વ્) એક સાથે તીવ્ર ધ્વનિરૂપે ઉચ્ચારય છે. પાણિનીના મતે આ ધ્વનિ અનુસ્વાર માન્યો છે અને તેને બિંદી (.)થી દર્શાવવાનો નિર્દેશ કર્યો છે. સંયમ (સઁવ્ય્મ), સંવાદ (સઁવ્વાદ) સંરચના (સઁ વ્ રચના) અંશ (અઁવશ્), સંસાર (સ્ઍવ્ સાર) સંહાર (સ્ઍવહાર) આ અનુસ્વાર ય્ પહેલાં 'યં/ઇં' તથા શ્, સ્, લ્, ર્, પૂર્વે 'ન્' રૂપે ઉચ્ચારવા લાગ્યો છે. વ્, હ્ પહેલાં મ્ રૂપે ઉચ્ચારાય છે. ર (ગ) અંત્ય અનુસ્વાર - કોઈક તત્સમ્ શબ્દો પણ ગુજરાતીમાં વપરાય છે જેમાં અંત્ય 'મ્' અનુસ્વાર રૂપે આવે ત્યારે પૂર્વસ્વર ઉપર બિન્દી (.)થી દર્શાવાય છે. એવમ્ (એવં), સ્વયમ્ (સ્વયં) અક્ષરાંત મ્ સામાસિક શબ્દોમાં શબ્દમધ્ય પણ સંભળાય છે સ્વયંસિધ્ધિ, સ્વયં સંચાલિત, સ્વયંવર... (એવ્ કે અસ્તુ પ્રત્યય લાગે ત્યારે મ્ ઉચ્ચાર થાય છે) એવમસ્તુ - સ્વયંમેવ વળી ગુજરાતીમાં નપુ. લિંગ-સંજ્ઞા, સર્વનામ, કૃદંત, ક્રિયાપદોમાં અંત્ય 'ઉ' હોય ત્યાં પણ અંત્ય અનુસ્વાર આવે છે. (હું, તું છું, દોડતું, કેળું વગેરે) આજે વાણીમાં અનુસ્વાર ધ્વનિ લુપ્ત થઈને સાનુનાસિક ધ્વનિમાં પરિવર્તન પામ્યો છે. હૃસ્વ ઉ દીર્ઘ ઊં માં બદલાઈ ગયો છે.

૩ સાનુનાસિક ધ્વનિ - મુખમાં મુખ્યત્વે દીર્ઘસ્વર સાથે સાથે નિમ્ન સૂર પર નાકમાં ઉચ્ચરિત નાસિક ધ્વનિને સાનુનાસિક ધ્વનિ કહે છે. આવા નાસિક ધ્વનિનું કોઈ સ્વતંત્ર ઉચ્ચારણ નથી કેવળ તે હૃસ્વસ્વરને સાનુનાસિક બનાવે છે. (છું, હું, આવતું સાનુનાસિક ધ્વનિ હિન્દીમાં ચંદ્ર બિંદુ (ઓમ)થી દર્શાવાય છે. (યહાઁ, વહાઁ, માઁ). સાનુનાસિક ધ્વનિના ચારેક પ્રકાર માન્ય છે.

૩. (૧) મૂળ અને સ્વત: સ્ફૂર્ત સાનુનાસિકતા -

જ્યારે શબ્દ મધ્ય સંયુક્ત વ્યંજન, જેમાંથી એક નાસિક વ્યંજન હોય ત્યારે પૂર્વ વ્યંજન/નાસિક વ્યંજન લુપ્ત થઈને આગળના સ્વરને દીર્ઘ બનાવી સાનુનાસિકતા આપે છે. (દન્ત (દ્અન્ત્) દાઁત, ગૂઁજ, પાઁખ, અક્ષિ (અઙિખ) આઁખ, દીર્ઘસ્વર ઉપર ચંદ્ર બિંદી આવે છે. ગુજરાતીમાં ચંદ્ર બિંદીના બદલે કેવળ બિંદી સાનુનાસિકતા દર્શાવે છે. ઇંટ, ઈંધણ, દહીં, ખીંટી, ભીંત, નહીં, ભઁસ, ઊંચું, ગૂંચવું, કૂંચી વગેરે... (આ સ્વર ઉપર ચંદ્ર બિંદી હોવી જોઈએ)

૩ (૨) અંત્ય સાનુનાસિક  - શબ્દાન્ત આવતા દીર્ઘસ્વર ઈ, ઊં, આ ને દર્શાવવા નાસિક ધ્વનિ સાનુનાસિક હોય છે. ઉર્દૂમાં શબ્દનો અંતિમ 'ન્' લુપ્ત થઈ આગળના સ્વરને સાનુનાસિક બનાવે છે. મહેરબાન - મહેરબાઁ/મહેરબાં જમીન/જર્મીં/જમીં. ગુજરાતીમાં નપુ.લિંગ, બહુવચન સંજ્ઞા, કૃદંત અને ક્રિયા પણ સાનુનાસિક બને છે - છોકરાં દોડતાં હતાં. કેળાંમાં આ ધ્વનિ અનુસ્વારથી દર્શાવાય છે.

૩ (૩) શબ્દ મધ્ય 'મ્'ની સાનુનાસિકતા - શબ્દ મધ્યે મ્ આવે ત્યારે 'મ્' સંસ્કૃત અનુસ્વારની માફક (ઓમ + વ્) તૂટી જઈ ઓમ ધ્વનિ પૂર્વ સ્વરને સાનુનાસિક બનાવે છે અને 'વ્' આગળના સ્વર સાથે અક્ષર બનાવે છે. કુમાર । કુઁવાર । કુઁવર કુઁવારો, કુઁવરી, કુઁવારી અહીં પણ ચંદ્ર બિંદી ઓમ ને અનુસ્વાર બિંદીથી દર્શાવાય છે. કુંવર, કુંવરી.

૩ (૪) પરિવેશી સાનુનાસિકતા - જ્યારે સ્વર પહેલાં કે પછી નાસિક વ્યંજન આવે તે તેનું અસ્તિત્વ જાળવી રાખીને પણ આગળ કે પાછળના સ્વરને સાનુનાસિક બનાવે છે. એં/મેં સાથે અનુસ્વાર ધ્વનિ ઍ (પૅસવું) સાથે સાનુનાસિક ધ્વનિ આવે છે. મ્ + એ = મેં, માઁ । માં । મ્આઁ । મોં