- ડૉ.જયેશ શેઠ
- જનીન શાસ્ત્ર એ આજના જમાનામાં એક ખુબ જ ઉપયોગી વિજ્ઞાન છે જેના થકી આપણે ઘણા બધા રોગનું નિદાન, સારવાર તેમજ આવનાર ભવિષ્યમાં આ રોગ બીજા કુટુંબીજનોમાં થશે કે નહિ તે જાણી શકાય છે
સા માન્ય રીતે જન્માક્ષર એ હિન્દુ ધર્મમાં નક્ષત્ર, જન્મ સમયની ગ્રહોની સ્થિતિ ઉપર આધાર રાખે છે. તેવી જ રીતે આપણા DNAમાં કુદરત દ્વારા લખાયેલા જનીન તત્વો જે છ, ્, ય્, ભના ચાર અક્ષરોના સમૂહથી ત્રણ અબજ અક્ષરોમાં ગોઠવાયેલા જન્માક્ષર છે. જે આપણને માતા-પિતામાંથી વારસાગત મળતા હોય છે. તેથી જ આપણા ભાઈ બહેનો, ભત્રીજા વિગેરે નજીકના સગામાં આપણા આ જનીન તત્વોના અક્ષર ઘણીબધી રીતે સરખા જોવા મળે છે. ઘણી વખતે એક જ સમાજમાં આ જનીન તત્વોની ગોઠવણ સરખી હોય છે દા.ત. થેલેસેમિયા, સિકલસેલ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી વિગેરેના જનીન તત્વોમાં થતો ફેરફાર બાળકોમાં ૨૫થી ૩૦ ટકા આવતો હોય છે. તેથી જ આજકાલ દરેક સ્ત્રી-પુરુષ પ્રેગ્નન્સી દરમિયાન આ રોગોનું સ્ક્રીનિંગ કરાવતા હોય છે. જેનાથી તેમના આવનાર બાળકમાં આવા રોગો આવશે કે નહિ તે સચોટ પણે કહી શકાય છે. જનીન શાસ્ત્ર એ આજના જમાનામાં એક ખુબ જ ઉપયોગી વિજ્ઞાન છે જેના થકી આપણે ઘણા બધા રોગનું નિદાન, સારવાર તેમજ આવનાર ભવિષ્યમાં આ રોગ બીજા કુટુંબીજનોમાં થશે કે નહિ તે જાણી શકાય છે. પરંતુ આ શોધખોળ આવનાર ભવિષ્યમાં એક એટમ-બોમ્બ જેવી પણ સાબિત થઇ શકે છે. તેનું મુખ્ય કારણ છે ડેટા પ્રાઈવસી એટલે DNAમાં લખાયેલા અમુક અક્ષરોથી અમુક કેન્સર, હૃદયની બીમારી તેમજ માનસિક રોગોને લગતી માહિતી વીમા કંપની, વિવાહ સંબંધિત સંસ્થાઓ તેમજ ધિરાણ આપતી સંસ્થાઓને મળી શકે. જેનાથી આવનારા ભવિષ્યમાં જ્યારે આવા જનીનના ડેટા પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ થશે અથવા તો વેપારી સંસ્થાઓ પૈસા લઈને આ માહિતી વેચી શકે છે. જે પછી અનેક વિવાહ ઉત્સુક યુવકયુવતીઓમાં લગ્ન તૂટવા, લગ્ન ન થવા, વધારે પડતું હેલ્થ ઇન્સ્યોરન્સ, નોકરીમાં રાખતા ઓર્ગેનાઇઝેશન દ્વારા નોકરી ન આપવી વિગેરે અનેક ન કલ્પેલી સમસ્યાઓ થઇ શકે છે. જેના માટે ઘોડો છૂટી ગયા પછી તબેલામાં બાંધવા જેવો ઘાટ થઈ શકે છે. તેથી વ્યાપારિક સંસ્થાઓ જે ઓનલાઇન માર્કેટિંગ કરીને યુવા યુવતીઓને તેમનું DNA બંધારણ જાણવા માટે પ્રેરિત કરે છે. તે માટે ભારત સરકાર દ્વારા યોગ્ય કાયદા લાવવાની જરૂર છે. પરદેશોમાં ઘણી જગ્યાએ આ માટેના યોગ્ય કાયદા છે. જેમ કે ૨૩ એન્ડ મી નામની કંપની જે આવું કામ કરતી હતી તેની ઉપર અબજો ડોલરનો કેસ થયો અને કંપની ફડચામાં ગઈ. જેથી આજના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓએ કુટુંબમાં અથવા વારસાગત થતા રોગો તેમજ અન્ય કોઈ રોગો જેવા કે થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી, અમુક માનસિક રોગો, ઓવેરિયન, બ્રેસ્ટ કેન્સર, આંતરડાના કેન્સર જેવા રોગોમાં તેઓ વાહક છે કે નહીં તે જાણવા પરંતુ તે સિવાય બીજા રોગો થશે કે નહીં તે માટેની તપાસ બહુ જ તકેદારીપૂર્વક કરવી નહીં તો આ જનીન વિજ્ઞાન જે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે થયું છે તે એક વિનાશકારી પણ સાબિત થઈ શકે છે. આ માટે યોગ્ય નિષ્ણાત હોય, અનુભવી હોય તેવા વૈજ્ઞાનિક/ડૉક્ટર પાસે તપાસ કરાવતા પહેલા અને પછી સલાહ અભિપ્રાય ખાસ લેવો. જેથી કરીને અકારણ માનસિક તણાવ કૌટુંબિક ક્લેશ વિગેરેને અટકાવી શકાશે.


