Get The App

સ્તન કેન્સર અને DNA .

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
સ્તન કેન્સર અને DNA                            . 1 - image

- ડૉ.જયેશ શેઠ

- DNAને  Repair કરતા જનીનતત્વોમાં ફેરફાર થાય અથવા તો તેમાં નુકસાન થાય અને તેને રીપેર ન થાય ત્યારે સ્તન કેન્સરની સંભાવના સૌથી વધારે રહે છે.

ભા રતમાં સ્ત્રીઓમાં થતા કેન્સરમાં સ્તન કેન્સર એક સૌથી વધારે જોવા મળતું કેન્સર છે. લગભગ ૨૭ થી ૩૨ ટકા સ્ત્રીઓના કેન્સરમાં સ્તન કેન્સર થતું જોવા મળે છે. આનું પ્રમાણ દર વર્ષે લગભગ ૧૬૨૪૬૮ સ્ત્રીઓમાં જોવા મળે છે. એટલે કે દર ૪ મિનિટે ૧ સ્ત્રીમાં સ્તન કેન્સર થાય છે. આપણને થાય કે અમારા કુટુંબમાં તો કોઈને આ હતું નહીં તો મને કેમ થયું. અથવા તો ઘણી વખત કુટુંબમાં ઘણા બધા સ્ત્રી અને પુરુષને આ કેન્સર થાય છે. પરંતુ ખબર નથી પડતી કે આ કેવી રીતે થાય છે. જનીનશાસ્ત્રના વિકાસ સાથે આપણે આ રોગને આપણા DNAમાં થતા ફેરફારથી અગાઉથી જાણી શકીએ છીએ અને તેને ઘણી બધી રીતે અટકાવી પણ શકીએ છીએ. ખાસ કરીને જ્યારે યુવાન વયે સ્ત્રીઓમાં આ કેન્સર થાય ત્યારે તેમની લાઇફ સ્ટાઇલ મેદસ્વીપણું તેમજ અલ્ટ્રા પ્રોસેસ ફાસ્ટફૂડ એક જવાબદાર જણાયું છે. મોટેભાગે BRCA1 & BRCA2 નામના જનીનતત્વોમાં થતો ફેરફાર મોટાભાગના સ્તન કેન્સરમાં જોવા મળે છે. આ પ્રમાણ એટલું બધું મોટું છે કે દર ૨૮ સ્ત્રીમાંથી એક સ્ત્રીને સ્તન કેન્સર થવાના ચાન્સ રહે છે. લાઇફસ્ટાઇલને લીધે મુખ્યત્વે ગામડા કરતા શહેરની સ્ત્રીમાં આની માત્રા વધારે છે. લગભગ દર ૮ મિનિટે એક સ્ત્રીનું મૃત્યુ સ્તન કેન્સરથી થાય છે.

આના નિદાન માટે મેમોગ્રાફી તેમજ હવે તો જનીનતત્વોનો ટેસ્ટ કરવાથી અગાઉથી ખબર પડી જાય છે કે જે તે સ્ત્રીમાં આ કેન્સર થવાની શક્યતા છે કે નહીં તેમાં પણ જ્યારે કુટુંબમાં કોઈ એકને પણ આ રોગ થયો હોય તો તેના ઘશછ ની તપાસ કરીને બીજામાં તે થશે કે નહીં તે અગાઉથી ખબર પડી જાય છે. ઘણી વખત વારંવાર રેડિએશન exposure થવાથી, તેમજ મોડા લગ્ન, મોટી ઉંમરે બાળક થવું, મોટી ઉંમરે મેનોપોઝ આ બધા કારણો પણ સ્તન કેન્સર માટે જવાબદાર જોવા માંડયા છે. સામાન્યત: ખુબ જ વહેલા ચિહ્નોમાં બગલમાં ગાંઠ થવી, કે સ્તનમાં ગાંઠ હોવી કે ચામડીના કલરમાં ફેરફાર થવો, સ્તનમાંથી ડિસ્ચાર્જ થવો જેવા ચિન્હો સ્તન કેન્સરની સંભાવનામાં વધારો કરે છે. આ સમયે ડોક્ટરને સમયસર બતાવીને તેનું નિદાન કરવું ખુબ જ આવશ્યક છે.

આગળ જણાવ્યા પ્રમાણે આપણા DNA ને Repair કરતા જનીનતત્વોમાં ફેરફાર થાય અથવા તો તેમાં નુકસાન થાય અને તેને રીપેર ન થાય ત્યારે સ્તન કેન્સરની સંભાવના સૌથી વધારે રહે છે. આ જનીનોમાં મુખ્યત્વે અગાઉનાં બે જનીનો ઉપરાંત  Tp53, PALB2, PTEN, ATM, CHEK2, CDH1, STK11ના અક્ષરોમાં ફેરફાર થાય ત્યારે પણ સ્તન કેન્સરની સંભાવના સૌથી વધારે થાય છે. જો કે આપણે નુકસાન થયેલ DNA ને બદલી તો નથી શકતા પરંતુ તેને વધારે નુકશાન થતું અટકાવી શકે છે. જેમાં યુવાન સ્ત્રીઓમાં આલ્કોહોલ લેતા હોય તો તે બંધ કરવું, વજનને બરાબર રાખવું, ધુમ્રપાન ન કરવું તેમજ નાનંજ બાળક હોય તો તેને સ્તનપાન કરાવવું. સાથે સાથે વધારે પ્રમાણમાં દાડમ તેમજ અન્ય શાકભાજી, ફળો વધારે લેવા જે સ્તન કેન્સરને અટકાવી શકે છે.

એટલું જરૂરથી ધ્યાન રાખવું કે લગભગ ૧૦થી ૧૫ ટકા સ્તન કેન્સર તેમજ ઓવેરિયન કેન્સર (Ovarian Cancer)  વારસાગત હોય છે. તેથી કુટુંબમાં વ્યકિતને આ રોગ જોવા મળે તો તેનું જનીનીક નિદાન કરી તેના ઘશછ ના ફેરફાર ને બીજા અન્ય લોકોમાં છે કે નહિ તે જોઈને ચોક્કસ પણે કહી શકીએ છીએ કે તેને કેન્સર થશે કે નહીં અને તેને અટકાવવાના ઉપાય પણ કરી શકાય. ટૂંકમાં સ્તન કેન્સરને આપણે આપણી લાઇફ સ્ટાઇલમાં સુધારો કરીને તેનાથી આપણા DNA માં થતું નુકશાન અટકાવીને આપણે જરૂરથી તેનો પ્રભાવ ઓછો કરી શકીએ.