Get The App

વર્લ્ડ ઓર્ડર મેનેજમેન્ટમાં અમેરિકાને ફટકો

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
વર્લ્ડ ઓર્ડર મેનેજમેન્ટમાં અમેરિકાને ફટકો 1 - image

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- અત્યારે ચીન, રશિયા, ભારત જેવા દેશો વર્લ્ડ ઓર્ડર્સ બદલવાની હિમાયત કરી રહ્યા છે, કારણ કે અમેરિકાની પૉલિસી સદંતર આત્મકેન્દ્રી બનવા માંડી છે

અ હીં કંપની મેનેજમેન્ટ કે કોર્પોરેટ મેનેજમેન્ટની ચર્ચા નથી પરંતુ બૃહદ જગતના મેનેજમેન્ટમા અમેરિકન વર્લ્ડ ઓર્ડરનું મેનેજમેન્ટ કેટલુ નબળું છે તેની ચર્ચા છે. ૧૯૪૫ પછી જગત બે ધૂ્રવી હતું. અમેરિકા અને રશિયા બે પ્રચંડ મહાસત્તાઓ વચ્ચે શીતયુદ્ધ (કોલ્ડવોર) ચાલ્યું. ૧૯૯૧મા સોવિયેટ યુનિયનનું પતન થતા જગત બે ધૂ્રવીમાંથી એક ધૂ્રવી (અમેરીકા ધૂ્રવી) બની ગયું. રશિયા એટલું નબળું પડી ગયું કે રશિયાની જીડીપી અત્યારે ભારતની જીડીપી કરતા પણ લગભગ અડધી છે પરંતુ અમેરીકાને તો બકરી કાઢતા ઊંટ પેસી ગયું. સોવિયેત રશિયાનું વિઘટન થતા તે નબળું પડી ગયું તો જગતમા જીડીપીની દ્રષ્ટિએ બીજા નંબરે ચીન આવી ગયું. રશિયા અને ચીન (તથા ઉત્તર કોરિયા) કટ્ટર સામ્યવાદી દેશોમા ૧૯૯૧ સુધી અમેરીકાનું દુશ્મન નંબર એક સોવિયેટ રશિયા હતું તો હવે ચીન અમેરીકાનું દુશ્મન નંબર ૧ બની ગયું છે. ચીન જગતનું વર્કશોપ બની ગયું છે અને ચીન નિકાસની બાબતમાં જગતમા નંબર એકનો દેશ બની ગયો છે. ક્યાં અમેરીકાની સરાસરી માથાદીઠ આવક ૮૯,૦૦૦ ડોલર્સ અને રશિયાની સરાસરી માથાદીઠ આવક ૧૪,૨૬૦ ડોલર્સ અને અત્યારે જગતમા અમેરીકા પછી દાદાગીરી કરતા બીજા નંબર ચીનની સરાસરી માથાદીઠ આવક ૧૩,૬૯૦ ડોલર્સ અને ભારતની માત્ર ૨૮૦૦ ડોલર્સ. આમ છતા અમેરીકન વર્લ્ડ ઓર્ડરને રશિયા અને ચીન પડકારી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે ચીન અને રશિયા પાસે પણ ન્યુક્લીયર બોમ્બઝ છે. ભારત પણ એક ન્યુક્લીયર પાવર છે એટલે ભારતે ચીન અને રશિયા સાથે ભેગા મળીને અને બ્રાઝીલ તથા સાઉથ આફ્રીકાને સાથે રાખીને બ્રીક્સની રચના કરી અને તેમા પણ હવે નવા છ સભ્યો ઉમેરાયા તેથી અમેરીકાના ડોનાલ્ડ ટ્રમ્પ ગભરાયા છે અને ગુસ્સે થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જગતના અન્ય દેશોને પોતાના ખંડિયા રાજા માનીને ચાલે તે કોઈ પણ દેશો ના ચલાવી લે.

ટ્રમ્પનું ક્ષતિપૂર્ણ મેનેજમેન્ટ  

ટ્રમ્પને અમેરીકાની સરકાર કેમ ચલાવવી તેનુ મેનેજમેન્ટ આવડયું નથી આ પહેલા જમણેરી હતા (અમેરીકા જગતનો મજબૂત પાવર) પરંતુ હવે અમેરિકાને જગતનો સૌથી મજબૂત નહી પરંતુ સૌથી શ્રેષ્ઠ પાવર માને છે અને અમેરીકા ફોર અમેરીકન્સ ઓનલીના નામે અતિ જમણેરી બની ગયા છે. જ્યારે કોઈપણ દેશ પોતાની જાતી, કલ્ચર, ધર્મ, રેસ, ભાષા, કે ચામડીના રંગ માટે પોતાને જગતનો શ્રેષ્ઠ દેશ ગણે તેને રાજકારણમાં જમણેરી દ્રષ્ટિબીંદુ કહેવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પને અત્યારે જમણેરી ગણી શકાય પરંતુ જો તેઓ ફાર રાઇટ એટલે કે વધુ જમણેરી બની જાય કે એકસ્ટ્રીમ રાઇટ બની જાય તો તેઓ અમેરીકાનો વિનાશ નોતરી શકે છે. પરંતુ એ ભૂલવાનું નથી કે અમેરીકાની સાચી તાકાત માત્ર તેની મીલીટરી નથી પરંતુ તેની સર્વોપરી તાકાત તેની યુનિવર્સીટીઓ અને અમેરીકાના રીસર્ચ ઇન્સ્ટીટયુટસ છે. જગતની સર્વશ્રેષ્ઠ યુનિવર્સીટીઓમા એમઆઈટી, હાર્વડ, પ્રીન્સરન, કાલટેક,યેલ, સ્ટેનફર્ડ શીકાગો અને ર્કોનેલનો સમાવેશ થાય છે.

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એ બાબત પર મુસ્તાક છે કે ૩૨ દેશોનું બનેલું નાટો તેમને નેતા ગણે છે અને નાટોની એક શરત એવી છે કે નાટોના કોઈપણ દેશ પર અન્ય દેશ મીલીટરી આક્રમણ કરે તો નાટોના બત્રીસે બત્રીસ દેશો તેના પર તૂટી પડે. જગતમા કયો દેશ ૩૨ દેશોની સંયુક્ત સેના સામે ટકી શકે? યાદ રહે કે નાટોના કરારમા તેના કોઈ પણ સભ્ય દેશની સાથે મતભેદો નથી. પરંતુ એ ભૂલવાનું નથી કે પ્રચંડ મીલીટરી તાકાત છતા અમેરીકાએ અફઘાનીસ્તાન અને વીયેતનામમાંથી પીછેહઠ કરવી પડી છે. આમ છતા અમેરીકા માત્ર જગતનો સૌથી મોટો શક્તાશાળી (જીડીપીની દ્રષ્ટિએ અને મીલીટરી તાકાતની દ્રષ્ટિએ) દેશ જ નથી પરંતુ તે જગતના વર્લ્ડ ઓર્ડરનો પણ નેતા છે. પરંતુ તે કારણસર અમેરીકાને જગતનો નૈતિક અધીષ્ઠાતા (મોરલ લીડર) માનવાની જરૂર નથી. કોઈપણ પોલીટીકલ ઓર્ડર લાંબા ગાળામા નૈતિક ઓર્ડર વિના ટકી શક્તો નથી. અમેરીકાનું એક પોઝીટીવ પાસુ એ છે કે બ્રીટન, ફ્રાંસ, જર્મની, સ્પેન, પોર્ટુગલ કે હોલેન્ડની જેમ અમેરીકાએ કોઈ ઠેકાણે પોતાની કોલોનીઝ ઊભી કરી નથી. ઊલટાનું અમેરીકા પોતે જ બ્રીટનની કોલોની હતુ એટલે એના પર શાહીવાદી (ઇમ્પીરીઅલ) દેશ તરીકેનો સીક્કો લાગી શકે તેમ નથી. માત્ર અમેરીકાનું સૌથી મોટુ કલંક ગુલામી પ્રથાનુ હતુ અને તેને દૂર કરવા માટે અમેરીકામા સીવીલ વોર થઇ હતી તે પછી અમેરીકા સતત ડેમોક્રેટીક દેશ રહ્યો છે તે પણ અમેરીકા માટે ગૌરવરૂપ બાબત છે. અમેરીકા કોઈ દેશમા પોતાની વસાહત (કોલોની) સ્થાપવામા માનતુ નથી પરંતુ સમગ્ર જગતમા ફેલાયેલા તેના મીલીટરી બેઝ દ્વારા તે શક્ય હોય ત્યાં પોતાની કઠપૂતળી સરકાર સ્થાપવામા માને છે. જગતમા કોઈપણ દેશમા અમેરીકા તે દેશની નજીકના મીલીટરી બેઝ પરથી વધુમા વધુ (ત્રણ ચાર કલાકમા બોમ્બ વર્ષા કરી શકે છે). આટલી તાકાત જગતના કોઈ દેશ પાસે નથી. અમેરીકાના જગતભરમા ફેલાયેલા (મીલીટરીબેઝ પાસે જબરજસ્ત શસ્ત્રો છે) ભલે ઔદ્યોગીક ક્રાંતિ બ્રિટને કરી પરંતુ માહિતી ક્રાંતિ અમેરિકાએ કરી અને ઇન્ટરનેટ યુગ પણ તેણે શરૂ કર્યો અને હવે તેણે એકલે હાથે એઆઈ સંચાલિત રોબોટીક્સ રીવોલ્યુશન શરૂ કર્યું છે. અમેરીકા ભલે સ્વકેન્દ્રી બની ગયુ છે અને તે માટે ડોનાલ્ડ ટ્રમ્પનુ સ્વરાષ્ટ્ર કેન્દ્રી અને આત્મકેન્દ્રી દ્રષ્ટિબીંદુ જવાબદાર છે. પરંતુ તેણે ૧૯૪૫ પછી નવી નવી શોધોમા નાયગ્રાધોધ વહેતો કર્યો છે, પરંતુ તે કરારો તે જગત પર દાદાગીરી કરી તે ચલાવી લેવાય નહીં. અમેરીકા અન્ય દેશો પર મનફાવે તેવા ટેરીફ રેટ્સ નાખીને અને અન્ય દેશોના લોકો તથા ભારતીયોને દેશની બહાર કાઢી મુકીને દાદાગીરી કરે તે પણ ચલાવી લેવાય તેમ નથી. ટ્રમ્પને હજી ખબર નથી કે 'અતિસર્વત્ર વર્જયેત' અતિરાષ્ટ્રવાદ માટે પણ તે સાચુ છે.

કોઈપણ દેશનું મેનેજમેન્ટ અત્યંત ઉચ્ચ કક્ષાની કુશળતા માગી લે છે. ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા ટેકાની જેમ અમેરિકાએ ભારતને દબડાવવાનો પ્રયત્ન કર્યો તેના જવાબરૂપે નહી પણ તેથી પણ પહેલા ભારતે પહેલવૃત્તી દેખાડી, બ્રીક્સની રચના કરી. દેશના નેતામા પોલીટીકલ સૂઝ હોય તે પૂરતુ નથી તેની પાસે ડીપ્લોમેટીક (ચર્ચા કે વાટાઘાટ દ્વારા મુશ્કેલીઓનો ઉકેલ લાવવાની) પણ કુશળતા હોવી જોઇએ. ડોનાલ્ડ ટ્રમ્પમા તે નથી જ્યારે ચીન પાસે અઢળક ડીપ્લોમેટીક નુસખા છે, ભારત પાસે પણ છે.

જગતમા આ પહેલાં ભલભલા એમ્પાયર્સ (રોમન, મુઘલ, બ્રિટીશ, ઓટોમન, ગુપ્ત, ઇજીપ્શીઅન, વગેરે) નાશ પામ્યા છે. હવે અમેરીકન એમ્પાયરનો વારો હોય એવી પરિસ્થિતિ આવી ગઈ છે.