- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સ ચીનમાં છે. તે યુરોપમાં છેલ્લા કેટલાક સમયથી યુઝર્સની સંપત્તિઓની માહિતી અને ડેટા ચીનને પહોંચાડતા હોવાનો વિવાદ વકર્યો હતો
વિ શ્વમાં ચોતરફ યુદ્ધનો માહોલ પ્રવર્તે છે. ઠેર ઠેર અરાજકતા, અંધાધૂંધી અને કોલાહલ મચી ગયો છે. આ બધા શોરબકોર વચ્ચે એક અલગ પ્રકારની 'બૉયકોટ' બબાલ ચાલી રહી છે. બૉયકોટ થઈ રહ્યો છે ટિકટૉક નામની સોશિયલ મિડિયા એપનો. ભારતે તો આ એપ પર ક્યારનો પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ અમેરિકામાં સુધ્ધાં ટિકટૉક પર બેન (પ્રતિબંધ) ચાલુ છે.
અગાઉ યુએસમાં આરાકાન્સાસ અને ઇન્ડિયાના બાદ ઉટાહે ટિકટોક સામે બાળકોને સોશ્યલ મિડિયાની બિનઆરોગ્યપ્રદ ટેવો પાડવા અને તેમને વ્યસની બનાવવા લલચાવવા બદલ દાવો માંડયો હતો. આ દાવો નોંધાવવા સાથે ઉટાહ ટિકટોક સામે દાવો નોંધાવનારું ત્રીજું રાજ્ય બન્યું હતું. બીજી તરફ સુપ્રીમ કોર્ટ બંધારણનો ભંગ કરનારાં સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ફેસબુક, એક્સ અને ટિકટોકને સરકારે નિયંત્રિત કરવા કે કેમ તે અંગે નિર્ણય લેવા તેૈયારી કરી રહી છે.
ઉટાહની એક ખાનગી કંપનીએ તેના દાવામાં જણાવ્યું હતું કે ટિકટોક બાળકોને કલાકો સુધી સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરવા માટે લલચાવે છે અને એપની સુરક્ષા અને છેતરપિંડી બાબતે ગેરમાર્ગે દોરે છે. રિપબ્લિકન ગવર્નર સ્પેન્સર કોક્ષે જણાવ્યું હતું કે આ કંપનીઓ આપણાં બાળકોનું રક્ષણ કરવા માટે પૂરતાં અર્થપૂર્ણ પગલાં ભરવામાં નિષ્ફળ જશે તો અમે ચૂપચાપ જોઇ રહીંશું નહીં.સંશોધન દર્શાવે છે કે જે બાળકો રોજ ત્રણ કલાક કરતાં વધારે સમય સોશ્યલ મિડિયા પર ગાળે છે તેમનું માનસિક આરોગ્ય જોખમમાં મુકાય છે અને તેઓ ચિંતા અને હતાશાનો ભોગ બને છે. દાવામાં જણાવાયું છે કે ટિકટોક દ્વારા એવું અલગોરિધમ ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે બાળકોને અવિરત સામગ્રી સતત નાની માત્રામાં પીરસ્યા જ કરે છે જેને કારણે બાળકો તેને છોડી શકતાં નથી.
ટિકટોકએ યુવતીઓમાં બોડી ઈમેજને લઈને નકારાત્મક વિચારો ફેલાવવામાં ઈન્સ્ટાગ્રામન ે પણ પાછળ છોડી રહ્યું છે. ટિકટોકનું કહેવું છે કે આ પ્રકારના વીડિયો સાથે અમે ચેતવણી મૂકીશું. જોકે, નિષ્ણાતો કહે છે ક ે તેનાથી કોઈ ફાયદો નહીં થાય કારણ કે યુઝર્સ એટલા સમજદાર છે કે સેન્સર કરતા શબ્દોને કાઢવા હેશટેગમાં ખોટો સ્પેલિંગ લખે છે. હાલમાં જ 'ડાયવિયસ લિકદ (સ્કૂલોમાં તોડફોડ) ચેલેન્જ વાઈરલ કરવા માટે આ જ પદ્ધતિ અપનાવાઈ હતી. તેનાથી સ્કૂલોમાં થતું નુકસાન રોકી શકાયું ન હતું.
દુનિયામાં સોશિયલ મીડિયા એપને લઈને બાળકો માટે ચિંતા એટલે વધી છે કે, તેઓ ટિકટોક, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ ૫૨ વધુ સમય ગાળે છે. સિક્યોરિટી સોફ્ટવેર કંપની કસ્ટોડિયોના રિપોર્ટ પ્રમાણે, ૪થી ૧૫ વર્ષનાં અમેરિકન બાળકોઅ ે ૨૦૨૦માં ફેસબુક ૫૨ દૈનિક સરેરાશ ૧૭ મિનિટ વિતાવી હતી, જે ૨૦૧૯માં ૧૯ મિનિટ હતી. હાલ ઈન્સ્ટાગ્રામ પર સરેરાશ સક્રીન ટાઈમ ૪૦ મિનિટ છે. સ્નેપચેટની દૈનિક સરેરાશ પણ ૩૭ મિનિટથી વધીને ૪૭ મિનિટ થઈ ગઈ છે, પરંતુ ટિકટોક ૫૨ યુવાનો રોજ સરેરાશ ૮૭ મિનિટ વિતાવે છે, જે સમય અગાઉ ૪૪ મિનિટ હતો. ટિકટોકની બીજી એક મુશ્કેલી એ પણ છે કે ૧૩ વર્ષનાં બાળકો પણ ખોટી માહિતી આપીને ટિકટોકમાં એકાઉન્ટ ઓપન કરી શકે છે અને નુકસાનકારક કન્ટેન્ટ પણ જોઈ શકે છે.
ભારતની પરિસ્થિતિ જોઈએ તો થોડા સમય પહેલા હીના દરવેશ નામની ત્રણ બાળકોની માતાએ મોબાઇલ એપ્લિકેશન ટિકટોક વિરૂધ્ધ બોમ્બે હાઇકોર્ટમાં જનહિતની એક યાચિકા દાખલ કરી હતી. પોતાની આ અરજીમાં તેણે કહ્યું હતું કે બાળકો સતત ટિકટોક પર રહેતા હોવાથી તેમના સંસ્કાર
બગડે છે. ટિકટોકના માધ્યમથી રજૂ કરવામાં આવતાં ઘણાં વિડિયો અશ્લીલ હોય છે અને તેના પરના વ્યંગાત્મક વિડિયોને કારણે યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધે છે.ટિકટોકના માધ્યમથી જાતિવાદી મુદ્દાઓ પર પણ વિડિયો તૈયાર કરવામાં આવતાં હોવાથી ત ેઆંતરિક સુરક્ષા માટે પણ જોખમી છે. તેણે એવી શંકા પણ વ્યક્ત કરી હતી કે ચીને બનાવેલી આ એપ્લિકેશન પાછળ ભારત વિરોધી ઉદ્દેશ્ય પણ હોઇ શકે. આ એપ્લિકેશનના માધ્યમથી બનાવેલા વિડિયો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબિ ખરડે છે. તેને કારણે ઘણાં અકસ્માતો પણ નોંધાયા છે. તેમજ દેશનું યુવાધન નષ્ટ થઇ રહ્યું છે.
આ અરજીકર્તાની વાતમાં તથ્ય પણ છે.ભારતમાં છેલ્લા ઘણાં સમયથી સોશ્યલ મીડિયા પર વિવિધ પ્રકારના ટિકટોક વિડિયોએ ધૂમ મચાવી હતી. કોલેજના વિદ્યાર્થીઓથી લઇને ગૃહિણીઓ સુધી, બધા લોકો ટિકટોક વિડિયો પર પોતાના મનની વાતો મૂકતા. મહત્વની વાત એ છે કે તેમાં માહિતીસભર વિડિયો ઉપરાંત કોમી એખલાસ માટે જોખમ પેદા કરનારા, ગુનાઇત પ્રવૃત્તિઓને ઉત્તેજન આપનારા, સેકસને ેલગતા વિડિયો પણ મૂકવામાં આવતા હતા. જ્યારે બાળકો આવા વિડિયો જૂએ છે ત્યારે તેમના મનમગજ પર તેની વિપરિત અસર પડે છે. મદ્રાસ હાઇકોર્ટમાં પણ અગાઉ આ એપ વિરૂધ્ધ જનહિતની અરજી થઇ હતી.મદુરાઇ બેન્ચે સરકરાને આ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાનો એક્સ પાર્ટે આદેશ આપ્યો હતો. બેન્ચે નોંધ્યું હતું કે ભાષા અને અશ્લીલતા સહિતના અયોગ્ય સાહિત્યને કારણે બાળકો માટે આ એપ જોખમી છે. ઉલ્લેખનીય છે કે આ કેસ પછી ભારત સરકારે અચોક્કસ સમય સુધી ટિકટૉક પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
હવે ટિકટૉકની ઊત્પત્તિ વિશે જાણીએ : ચાઇનીઝ કંપની બાઇટડાન્સ દ્વારા ૨૦૧૬માં ટિકટોક નામની એપ્લિકેશન લોંચ થઇ હતી. તે વખતે ચીનની જ એક બીજી કંપનીની 'મ્યુઝિકલી' નામની એપ્લિકેશન ખૂબ પોપ્યુલર હતી. ટિકટોકની ઓળખ ચીનમાં ડૉયુઇન તરીકે અપાય છે. ટિકટોક અને ડૉયુઇન મ્યુઝિકલી એપ્લિકેશનની જ નકલ કરીને શોર્ટ વિડિયો ફોર્મેટને ગીત- સંગીત સાથે પીરસવા લાગ્યા. બાઇટડાન્સ કંપનીએ ૨૦૧૭માં મ્યુઝિકલી એપ્લિકેશનને ટિકટોક સાથે ભેળવી દીધી. ત્યારબાદ આ ચાઇનીઝ એપ્લિકેશનને આખા વિશ્વમાં સ્વીકૃતિ મળી. તેનું એક કારણ હતું આ એપ્લિકેશને અપનાવેલું અલગોરિધમ જેના દ્વારા ટિકટોક એપ વાપરનારા કયા ટોપિક પર વધુ સમય વ્યતીત કરે છે તેના આધારે તેમને કઇ બાબતમાં વધુ રસ છે તે ખબર પડે.
ચીની મામલાની સ્થાયી સમિતિના અધ્યક્ષ જ્હોન મૂલનાર અને વરિષ્ઠ સદસ્ય કૃષ્ણમૂર્તિએ એપલના સીઈઓ ટિમ કૂક, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને ટિકટોકના સીઈઓ શો જી ચ્યુને પત્ર લખ્યો હતો. આ પત્રમાં સાંસદોએ ૧૯ જાન્યુઆરી સુધીમાં ટિકટોકને પ્લેસ્ટોરથી હટાવવા માટે કહ્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા જૂન મહિનામાં ટિકટોકને યુએસમાં વધુ ૯૦ દિવસ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અમેરિકાની કંપનીની માલિકી હેઠળ લાવવા માટેની ડીલ માટે વધુ સમયની છૂટ આપવામાં આવી હતી.
આ એપ અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે. તેમને ચિંતા છે કે, અમેરિકનોના ડેટા અને તેમની પ્રાઈવસી જોખમમાં મૂકાઈ રહી છે.
આ ત્રીજી વખત છે જ્યારે, ટ્રમ્પે ટિકટોકના પ્રતિબંધની અંતિમ તારીખ વધારી છે. આ પહેલા ૨૦ જાન્યુઆરીના રોજ બીજા કાર્યકાળના પહેલા દિવસે પ્રતિબંધને પાછળ ઠેલવામાં આવ્યો હતો. ત્યારે, અમેરિકી કોંગ્રેસ અને યુએસ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ લાગુ થયા બાદ ટિકટોક થોડા સમય માટે બંધ થઈ ગયું હતું. બીજી વાર એપ્રિલમાં સમયમર્યાદા વધારાઈ હતી. થોડાં મહિના પૂર્વે યુરોપીયન યુનિયનના પ્રાઇવસી નિયમનકારે ટિકટોકને ૬૦ કરોડ ડોલર (રુ. ૫,૩૦૦ કરોડ)નો દંડ ફટકાર્યો હતો. નિયમનકારે ટિકટોક સામે ચાર વર્ષની તપાસ પછી આ દંડ ફટકાર્યો હતો. તેનું તારણ છે કે આ વિડીયો શેરિંગ એપ તમામ ડેટા ચીનને ટ્રાન્સફર કરે છે. આ રીતે ઇયુના ડેટા પ્રાઇવસીના ચુસ્ત નિયમોનો ભંગ કરે છે.
આયરલેન્ડ ડેટા પ્રોટેકશન કમિશને આયરલેન્ડમાં ટિકટોક સામેની તપાસની આગેવાની સંભાળી હતી. ૨૭ દેશોના ઇયુ બ્લોકમાં આયરલેન્ડમાં આઇરિશ નેશનલ વોચડોગ યુરોપીયન નિયમનકારના નેજા હેઠળ કામગીરી કરે છે. ટિકટોકનું યુરોપીયન હેડક્વાર્ટર આયરલેન્ડના ડબ્લિનમાં છે.
ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સ ચીનમાં છે. તે યુરોપમાં છેલ્લા કેટલાક સમયથી યુઝર્સની સંપત્તિઓની માહિતી અને ડેટા ચીનને પહોંચાડતા હોવાનો વિવાદ વકર્યો હતો.
આઇરિશ નિયમનકારે જણાવ્યું હતું કે ટિકટોક ચીનના સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવતા સંભવિત એક્સેસને લઈને જવાબ આપવામાં નિષ્ફળ ગયું છે. આમ કંપની યુરોપીયન યુઝર્સનો ડેટા ચીનના સત્તાવાળાઓને પહોંચાડતી હતી.
આપણે માટે ચિંતાનો વિષય એ છે કે ભારતમાં પ્રતિબંધ હોવા છતાં ચીન ટિકટૉકના કામણ ફરી પાથરવા ઘૂસણખોરીની તૈયારી કરી રહ્યું છે.
ગયા મહિને બાઈટડાન્સે લિંક્ડઈન પર ગુરુગ્રામ (દિલ્હી) ઓફિસ માટે યોગ્ય ઉમેદવારોના બાયોડેટા મંગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જૂન ૨૦૨૦માં
ટિકટોક સહિત ડઝનબંધ ચાઈનીઝ એપ્સ પર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ પહેલા ૨૦ કરોડ યુઝર્સ સાથે ચીન બાદ ભારત ટિકટોકનું બીજું સૌથી મોટું માર્કેટ હતું.
ભારત સરકારે પ્રતિબંધ લગાવતા પહેલા કહ્યું હતું કે, ચીની સવર્સ પરનો ડેટા જોખમ પેદા કરી શકે છે. બાઈટડાન્સે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, ભારતીય યુઝર્સનો ડેટા ચીનની બહાર સ્ટોર કરવામાં આવ્યો છે. ટિકટોક પર બેન બાદ ઈન્સ્ટાગ્રામે રીલ્સ ફિચર ઉમેર્યું હતું અને ભારતમાં લોકપ્રિય બની ગયું હતું.
આજે ભારતમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટયુબ શોર્ટ્સ લોકપ્રિય છે. પરંતુ, તેઓ ટિકટોકના વાયરલિટી સ્કેલ સુધી પહોંચી શક્યા નથી. ટિકટોક પર ભલે પ્રતિબંધ હતો બાઈટડાન્સની અન્ય એપ, રેસો ૨૦૨૪ સુધી ભારતમાં સક્રિય હતી. હવે, નવી ભરતીની જાહેરાત બદલાતા સમીકરણો તરફ ઈશારો કરે છે કે શું તે જોવાનું રહેશે.
ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સની લિંક્ડઈન પોસ્ટ પરથી સામે આવ્યું છે કે, તેમણે ભારતમાં ભરતી શરૂ કરી છે. ત્યારબાદથી સોશિયલ મીડિયામાં ટિકટોકની રિએન્ટ્રી ચર્ચાનો વિષય બની છે.


