Get The App

લપછપ .

Updated: May 18th, 2024

GS TEAM

Google News
Google News
લપછપ                                                . 1 - image


Super Motherની એકની એક છોકરી બાંસુરી સ્વરાજ હાલ કોની સાથે જીવન વિતાવી રહી છે ?

સ્વ.સુષ્મા સ્વરાજ uper Mother તરીકે પણ જાણીતાં હતાં...! તમે જાણો છો, આ 'સ્વરાજ' એ સુષ્માજીની અટક નથી ! સ્વરાજ, વાસ્તવમાં એમના પતિનું નામ છે. પતિનું પૂરું નામ સ્વરાજ મદનલાલ કૌશલ. સ્વરાજ કૌશલનો જન્મ બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલો. સુષ્માજીએ પતિના નામને પોતાની અટક બનાવી દીધી એમ તમે કહી શકો ! જો, કે સ્વરાજ કૌશલનો જન્મ થયો ત્યારે તેમજ સુષ્માજીનો પણ જન્મ થયો ત્યારે દેશ આઝાદ થઇ ચૂક્યો હતો.

સુષ્મા સ્વરાજ હયાત નથી પણ, એમને તમે ભૂતકાળમાં સંસદમાં ભાષણ કરતાં જોયાં હોય તો જાણે કે કોઈ 'મા' પોતાનાં સંતાનો માટે લડી રહી હોય તેવું જ તમને લાગે ! તમને વિશ્વાસ નહિ બેસી રહ્યો હોય તો, તમે ક્યાંકથી સુષ્મા સ્વરાજના જૂના વિડીઓ નિહાળી શકો છો...મોટાં ચાંદલાવાળું કપાળ-કૈંક જાડું શરીર અને મોટું માથું ! સરસ મઝાનો અંબોડો તેઓ વાળતાં...લડતી વેળા પણ એમના મુખ ઉપર માતૃત્વ તમને છલક-છાલક થઇ રહેલું વર્તાયા વગર રહે નહિ !

સુષ્મા સ્વરાજ અને તેમના પતિ સ્વરાજ કૌશલને એકની એક દીકરી જેનું નામ તેઓએ 'બાંસુરી' રાખેલું. હાલ બાંસુરી સ્વરાજ નામે સુષ્મા સ્વરાજની જે એકની એક છોકરી મશહૂર છે તેની ઉંમર ૪૦ વર્ષ થઇ રહી છે ! સુષ્મા સ્વરાજ શ્રી કૃષ્ણનાં પરમ ભક્તાણી હતાં અને, તેથીસ્તો એમણે દીકરીનું નામ કૃષ્ણ ભગવાનની પ્રિય એવી ચીજ 'વાંસળી' પરથી બાંસુરી રાખેલું ! 

ખૂબીની વાત એ કે, આ બાંસુરીને બાળપણથી વાંસળી વગાડવાનો શોખ પણ જાગ્યો અને આજે પણ તે વાંસળી એવી વગાડી જાણે કે તમે ઘડીભર તો એના વાંસળીના સંગીતમાં ડૂબી જ જાઓ ! બાંસુરીને Paintingનો પણ ગજબનો શોખ છે ! બાંસુરીનાં અવનવાં paintings તમારે ક્યાંકથી મેળવીને પણ નિહાળવાં જોઈએ ! વ્યવસાયે પોતે વકીલ છે અને, સક્રિય રાજકારણમાં તેણે ક્યારનું ઝંપલાવી દીધેલું છે ! 

બાંસુરીની ઉંમર ૪૦ વર્ષ થઇ ગઈ છે પણ, તેઓ હજુ અપરિણીત છે. તેઓ કોની સાથે જીવન વિતાવી રહ્યાં છે ? પોતાના વયોવૃદ્ધ પિતા સાથે ! પોતાના પરિવારમાં બાંસુરી માટે પિતા સિવાય બીજું કોઈ નથી !

લપછપ                                                . 2 - image

- In Shirt !

શું છે, આ સદાબહાર ફેશન અને તેનો મહિમા? 

શહેરી લોકો in shirt કરે ત્યારે શર્ટને તેઓ પોતાના પેન્ટ અને અન્ડર-ગારમેન્ટની વચમાં ફસાવે છે જ્યારે, ગામડાંના લોકો in shirt વખતે પોતાના શર્ટને પોતાના શરીર તેમજ અન્ડર-ગારમેન્ટની વચમાં ફસાવે છે !

- કૌશિક કુમાર દીક્ષિત

in shirt  એક પ્રકારની ફેશન જ છે અને, આ ફેશન માત્ર પુરુષોમાં જ જોવા મળે છે એવું નથી બલ્કી સ્ત્રીઓમાં પણ in shirtની ફેશન જોવા મળે છે ! 

જેમ Shirtsની શોધ ઈજીપ્તમાં થઇ તેમ, બેશક in shirtleની પણ શરૂઆત ઈજીપ્તમાં જ થઇ હોવાનું માની શકાય. in shirt કરવાની શરૂઆત (ઓછામાં ઓછું) ૩૦૦૦ વર્ષ પહેલાં થઇ હોવાનું સમજમાં આવે છે. વરસોનાં વરસો વીતી ગયાં, માણસજાત in shirt કરવાનું ભૂલી નથી ગઈ...વિશ્વભરમાં આ ફેશન એકસમાન રીતે આધુનિક યુગમાં પણ જાળવી રાખવામાં આવી છે ! ઓફિસ કલ્ચરમાં તમે  in shirt નહિ કર્યું હોય તો લોકો તમારી સામે જોયા કરશે અને તે સમયની તમારી આંતરિક -માનસિક હાલત વિષે શંકાઓ કરવા લગી જશે. મોટી પાર્ટીઓ-મોટા પ્રસંગોમાં તમે પેન્ટ-શર્ટ પહેરીને જાઓ અને in shirt નહિ કર્યું હોય તો તે તમને પોતાને પણ તે ખૂંચવા લાગશે ! 

પેન્ટ-શર્ટ શોધાયા પછી, તે પહેરતાં -પહેરતાં અમુક વાર શર્ટની આગળના (સૌથી નીચેના બટન નીચેના) બે છેડા Belt (કમર પટ્ટો) અને પેન્ટ વચ્ચે ખોંસી દેવાની style સહુ પ્રથમ શરુ થઇ હોવી જોઈએ ! એવા પર્યાપ્ત પુરાવાઓ મળી રહ્યા છે કે,  in shirtle શરૂઆત તો Belt આવ્યા-શોધાયા પછી જ થઇ છે ! આપણે નજીકનો ભૂતકાળ તપાસીએ તો, ઓગણીસમી  સદીની શરૂઆતમાંin shirt કરવાનું પ્રચલન દુનિયામાં વધી ગયું હોય તેવું માલમ પડે છે. ઓગણીશમી, વીસમી અને આ એકવીસમી સદી ચાલી રહી છે !in shirt એવી એક માત્ર ફેશન છે- Style  છે ...જે પ્રત્યે વિશ્વના લોકો હજુ પણ એટલા જ સતર્ક છે-સક્રિય છે. T-shirt આવ્યાં તો તે પણ In કરવાની પ્રથા અપનાવવામાં આવી ! અમેરિકામાં એવી એક વ્યાપક માન્યતા છે કે, Tshirt પહેર્યું હોય અને તેin shirt કર્યું હોય તેવી વ્યક્તિ મોટે ભાગે સજાતીય હોય છે ! 

in shirt માં પણ French in shirt પણ એક નિરાળી ફેશન-સ્ટાઈલ છે ! ફ્રેંચ ઇન-શર્ટમાં વ્યક્તિ શર્ટનો ફક્ત આગળનો હિસ્સો જ in કરે છે અને, પાછળનો બાકી હિસ્સો બહાર ખુલ્લો રહે છે ! ફ્રેંચ ઇન- શર્ટ માટે વ્યક્તિનો શર્ટ Round Cut હોવો જોઈએ. 

Front 'in shirt'  એવી ફેશન છે જેમાં વ્યક્તિનો શર્ટ Round cut નથી હોતો અને તેમ છતાં તે પોતાના શર્ટનો ફક્ત આગલો હિસ્સો ‘in'  રાખે છે અને બાકી પાછળનો હિસ્સો પેન્ટની બહાર રહે છે. 

Half in Shirt પણ એક ગજબની સ્ટાઈલ છે ! આમાં વ્યક્તિ પોતાના શર્ટનો આગળનો ક્યાં તો ફક્ત ડાબો અથવા ફક્ત જમણો હિસ્સો ‘In' કરે છે અને, બાકી આખું શર્ટ પેન્ટ બહાર ખુલ્લું રહી જાય છે. 

જે વ્યક્તિin shirt કરીને પોતાની જાતને રજૂ કરે છે તેને એક શિષ્ટાચારી વ્યક્તિ સમજવામાં આવે છે. આવી વ્યક્તિને પોતાની જાતની કિંમત ખબર હોય છે !in shirt તરફ બેદરકાર લોકો પોતાની અસલી કિંમત સમજવામાં-સમજાવવામાં સફળ નીવડી શકતા નથી એવો પણ એક મત છે !

એવું પણ જોવા મળે છે કે...શહેરી લોકો in shirt કરે ત્યારે શર્ટને તેઓ પોતાના પેન્ટ અને અન્ડર-ગારમેન્ટની વચમાં ફસાવે છે જયારે, ગામડાંના લોકોin shirt વખતે પોતાના શર્ટને પોતાના શરીર તેમજ અન્ડર-ગારમેન્ટની વચમાં ફસાવે છે ! 

in shirt વિષે એટલું ચોક્કસ જ કહી શકાય કે... જો, કોઈ વ્યક્તિનું શરીર ઘાટીલું છે (નહિ ખૂબ પાતળું કે નહિ ખૂબ જાડું) તો, તેને in shirt કરવું ખૂબ જ આકર્ષક લાગશે અને તેની કાયા લોકોને હોય તેના કરતાં વધુ મોહક લાગશે ! 


- મોડો હતો...!

(હઝલ)

- ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ 'નાજુક'

માથામાં ખોડો હતો એથી જ, હું બોડો હતો,

શું કરું જ્યાં, રેસના ઘોડાનો પગ ખોડો હતો !

આપણે મસ્તક ઝુકાવી દીધું અદલથી

એમના હાથોમાં જબલપુરી જોડો હતો !

એમણે રાજીનામું આપી દીધું કહેવાય છે,

પણ, હકીકતમાં કોઈએ લગાવેલો તોડો હતો.

એ રાજકારણ ખેલી હવે, ગર્દભ થયો...

જે પાંચ વર્ષ પહેલાં પંચકલ્યાણી ઘોડો હતો !

ખુરસીનો મોહ કોઇથી છૂટતો નથી 'નાજુક' !

જો, કે મને મળી ના! થોડી મિનીટ મોડો હતો.

લપછપ                                                . 3 - image

- ગરમીના દિવસોમાં ઝાડ-છોડને ખાતર-પાણી આપવાની રીત

ઉનાળાની સખત ગરમીમાં ઝાડ-છોડને ખાતર-પાણી આપવાની રીત અલગ જ છે તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ. ઝાડ-છોડને ખાતર-પાણી માત્ર ખેડૂતો જ નથી આપતા પણ, દરેક ઘરમાં નાનાં -મોટાં ઝાડ-છોડ હોય છે ...લોકો પોતાના વાડામાં-બહાર લોબીમાં-ઝરૂખામાં-અગાસી પર તેમજ ઘર-આંગણે નાનાં -મોટાં કૂંડાંઓમાં અથવા ખુલ્લી જમીનમાં ઝાડ-છોડ ઉછેરતા હોય છે. મોટાં વૈભવી મકાનોમાં In door ઝાડ-છોડ પણ ઉછેરવામાં આવતાં જોવા મળે છે. 

ઝાડ-છોડને ઉનાળાની ગરમીમાં પાણી-ખાતર કેવી રીતે આપવું જોઈએ ? ઉનાળામાં ગરમીને લીધે માટી સખત થઇ ગઈ હોય છે અને, કોઈ પણ પ્રકારનું ખાતર આપતાં પહેલાં ઝાડ-છોડની ફરતે રહેલી માટીને સૌ પ્રથમ થોડુંક પાણી પીવડાવી સખત માટીને નરમ કરી લેવી જોઈએ. તે માટી થોડી નરમ થયા પછી બહારની થોડી માટીમાં ખાતર બરાબર મેળવી લઇ તે ખાતર-મિશ્રિત માટી ઝાડ-છોડમાં પૂર્વી જોઈએ. અને, આ રીતે ખાતર આપી દીધા બાદ થોડુંક પાણી ઝાડ-છોડને પીવડાવી દેવું જોઈએ. 

ઉનાળાની ગરમીમાં કોઈ પણ ઝાડ-છોડને સીધેસીધું ખાતર આપી નહિ દેવું જોઈએ ! એ રીતે આપેલું ખાતર ઝાડ-છોડને ખાસ કામ નથી આવતું...માટે, ખેતર હોય કે, ઘરબાર અથવા વાડી-વજીફા...ઝાડ-છોડને ઉનાળામાં ખાતર આપવાની ખરી રીત સૌ પ્રથમ ધ્યાનમાં રાખી તે મુજબ જ ખાતર આપવાથી તે ઝાડ-છોડને ગુણ કરે છે-ફળે છે !

જ્યારે ઉનાળાની ગરમીમાં પણ ઝાડ-છોડ પર સારાં વધુ ને વધુ ફળ-ફૂલ આવે તેવી તમારી ઈચ્છા હોય ત્યારે, તમારે તે માટે ખાતર આપવાની આ સાચી રીતને અનુસરવું જ જોઈએ. ઉનાળાની ગરમીમાં ખાતર direct ઝાડ-છોડમાં ભરી દેવાથી ઝાડ-છોડ માટે તે ખાતર શોષવાનું અને હજમ કરવાનું ખૂબ અઘરું બની રહે છે !

Tags :