Get The App

સ્પર્મ વ્હેલના પેટમાં બનતું એમ્બર પરફ્યુમ...

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
સ્પર્મ વ્હેલના પેટમાં બનતું એમ્બર પરફ્યુમ... 1 - image

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

- ફ્રાન્સનાં પરફ્યુમ વખણાય છે તેઓ પ્રોસેસ દ્વારા એમ્બર તૈયાર કરે છે. પરંતુ ૯૭ ટકા એમ્બર તો વ્હેલની હત્યા કરીને જ મેળવાય છે

પ રફ્યુમની દુનિયામાં જો કોઈ ખૂબ જ, હુફાળું, રિચ અને સેન્સ્યુઅલ સેન્ટ હોય તો તે ''એમ્બર'' છે. ઘણીવાર તેને વેનિલા અને મસાલા સાથે ભેળવવામાં આવે છે જેથી તે વધુ ખુશ્બુદાર ફ્રેગરન્સ બની જાય છે. તે હુફાળુ અને સ્વીટ હોવાથી એક પોપ્યુલર બેઝનોટ બની જાય છે. એટલે ડેટિંગની રાત્રિએ અને ઠંડી ઋતુમાં તેનો ઉપયોગ ખાસ થાય છે તેની ભારે બેઝનોટ ત્વચા પર ચોંટી જઈ લાંબા સમયની સુગંધ આપતી રહે છે. આ ''એમ્બર'' અથવા ''એમ્બરગ્રીસ'' સ્પર્મ વ્હેલના પેટમાં બને છે. આ વ્હેલ જાતજાતના ભારે ખોરાક ખાય જાય છે. જેને પચાવવા માટે એમ્બર ઊત્પન્ન થાય છે. વ્હેલે ઓકી નાખેલો આ પદાર્થ પરફ્યુમની બનાવટમાં વપરાય છે. એના ઉમેરવાથી પરફ્યુમની સુગંધ લાંબા સમય રહે છે. વળી ફ્રેગરન્સ પણ મસ્કી લાગે છે. કેટલાંક લોકો એવું માને છે કે સ્પર્મ વ્હેલની ઊલ્ટીમાં તે મળી આવે છે પરંતુ ભાગ્યે જ એક ટકા જેટલું એમ્બર મોં વાટે બહાર આવે છે. તે સિવાયનો જથ્થો મળમાર્ગથી નીકળે છે અને તેની ખૂબ ડિમાન્ડ રહે છે. સમુદ્રમાંથી તાજું મળેલું અંબરગ્રીસ ખૂબ દુર્ગંધ મારે છે પરંતુ જેમ જેમ તે સુકાતું જાય પછી તેમાંથી મનમોહક 'મસ્કી' સુવાસ આવે છે.

એમ્બરની સુવાસ કસ્તુરી મૃગ જેવી મસ્કી હોય છે એટલે પરફ્યૂમના ચાહકો એમ્બરવાળા લોન્ગ લાસ્ટિંગ પરફ્યુમ પસંદ કરે છે પરંતુ તે અત્યંત મોંઘા હોય છે. એમ્બર મેળવવા માટે સ્મગલરો વ્હેલનો શિકાર કરે છે. હવે આ વ્હેલને મારવા પર પ્રતિબંધ છે. આ એક લુપ્ત થઈ રહેલી જાતિ છે. આ પ્રતિબંધ ૧૯૭૭ થી ચાલુ છે છતાં નોર્વે અને જાપાનમાં મોટા પાયે તેની હત્યા થાય છે. અંબરગ્રીસ સુકાયા પછી શ્વેત અથવા કાળોભૂખરો રંગ ધારણ કરે છે. પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં મુખ્યત્વે વ્હાઈટ અંબરગ્રીસ વપરાય છે કારણ કે તેની સુવાસ ક્વોલીટી ઉચ્ચ કક્ષાની હોય છે.

ફ્રાન્સનાં પરફ્યુમ વખણાય છે તેઓ પ્રોસેસ દ્વારા એમ્બર તૈયાર કરે છે. પરંતુ ૯૭ ટકા એમ્બર તો વ્હેલની હત્યા કરીને જ મેળવાય છે. ''ઓલ્ડ સ્પાઈસ'' પરફ્યુમ સૌને ગમે છે કારણ કે તેમાં એમ્બર છે. પ્રાડા લ્યુના, રોઝા બોક, રોયલ એમ્બર, રેબેકા મિન્કઓફ વગેરે પરફ્યુમ ભારતમાં જાણીતા છે. જુદી જુદી વ્યક્તિને જુદા જુદા પરફયુમ ગમે છે. કોઈને ગુચ્ચી, તો કોઈને વરસાચે ગમે છે. ૬થી ૮ કલાક ટકી રહે એવું પરફયુમ પસંદ કરવું. એમ્બરની સુવાસવાળું પરફયુમ માંગશો તો એમાં શોપકીપર તમને ૮/૧૦ પ્રકારના પરફયુમ બતાવશે દરેકની પસંદ જુદી જુદી હોય છે. કોઈને ફળોની કોઈને મસાલાની તો કોઈને વુડી સ્મેલ ગમે છે.