Magazines

પાલતુ પ્રાણીઓ કોરોનાનો ચેપ તમને લગાડી શકે ?

By GS Team
18 Jul 20202 mins read
This article was originally published on 18 Jul 2020
પાલતુ પ્રાણીઓ કોરોનાનો ચેપ તમને લગાડી શકે ?

- જેમને ચેપ લાગ્યો હોય તેમણે પોતાના સાથીઓ અને બીજા પ્રાણીઓથી અંતર રાખવું જેમને સંક્રમણનું જોખમ હોય તેમણે પણ પ્રાણીઓના સંપર્કથી દૂર રહેવું ..


વિ શ્વ આરોગ્ય સંસ્થા નવા કોવિડ-૧૯ વાઇરસનું સતત ધ્યાન રાખી તેને કાબૂમાં કઈ રીતે લેવાય તે વિચારી રહી છે. આ રોગની કોઈ વેક્સિન કે દવા બજારમાં નથી પરંતુ મેલેરિયા, એઇડ્સ અને અન્ય પ્રતિવિષાણુ ઔષધોનો સામુહિક ઉપાય કરી સારવાર અપાઈ રહી છે.

ભારતે અને અન્ય દેશોએ વેક્સિન બનાવી છે જે ક્લિનિકલ ટ્રાયલમાં છે. કોવિડ-૧૯ને કાબુમાં આવવાને બદલે ગુજરાતમાં વકરી રહ્યો છે. તમામ જ્યોતિષ શાસ્ત્રીઓના ભવિષ્ય કથનને આ વિષાણુ ગળી ગયું છે...! તેઓ સાચા પડયા હોત તો માલામાલ થઈ જાત પણ હવે ગોચરનો ગુરૂ અને સૂર્ય તેમની કુંડળીમાં ચોક્કસ સ્થાને ગોઠવાશે ત્યારે તે સમય ફળદાયી નીવડશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અભ્યાસ પ્રમાણે કેટલાક ડોગ અને બિલાડીઓમાં આ વિષાણું જણાયો છે પરંતુ તે માનવમાં ફેલાય એવી કોઈ સાબિત નથી એટલે પ્રાણીઓ સાથે સામાન્ય પ્રેમ કરતા રહેવું અતિરેક સમય પૂરતો ટાળવો.

પ્રાણીઓ સાથે બેઝિક હાઇજીન સાચવવું. તેમને સ્પર્શ કરી હાથ ધોવા, કિસ ના કરવી, ચાટવું નહિ (વિદેશમાં આવું કરે છે), પ્રાણીઓ સાથે જમવાનું ટાળવું, પ્રાણીઓ કોવિડ ૧૯ ફેલાવી શકે કે નહિ તેનો અભ્યાસ ચાલુ છે. આ રોગ ત્યારે જ ફેલાય છે જ્યારે સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને તેના ડ્રોપલેટ એટલે કે બુંદો બહાર ફંેકાય છે. ચેપી વ્યક્તિ બોલતો હોય ત્યારેે પણ તેના મોમાંથી બુંદો બહાર નીકળી ચેપ ફેલાવે છે.

જેમને ચેપ લાગ્યો હોય તેમણે પોતાના સાથીઓ અને બીજા પ્રાણીઓથી અંતર રાખવું જેમને સંક્રમણનું જોખમ હોય તેમણે પણ પ્રાણીઓના સંપર્કથી દૂર રહેવું (વિ.આ.સં.) ટૂંકમાં પ્રાણીઓની સ્વચ્છતા ધ્યાનમાં રાખી તેમના આહારનો ખ્યાલ રાખવો ગ્લોવ્ઝ પહેરી તેમની માંદગીની સારવાર કરવી. સ્ટ્રીટ ડોગના આહાર, પાણીનું પણ ધ્યાન રાખવું આ બાબતે કોઈ ગેરસમજ રાખવી નહિ. જરૂર પડયે તમારા વેટરનરી ડોક્ટરની સલાહ લેવી.