- શોધ-સંશોધન-વસંત મિસ્ત્રી
- સાઈબર ક્રાઇમના ત્રણ કારણો છે - લાલચ, આળસ અને ડર. જો તમે આ ત્રણ બાબત પર ધ્યાન રાખશો તો કોઈપણ ક્રિમિનલ્સને હરાવી શકશો. લાલચમાં આવી માહિતી ના આપશો
આ જકાલ સાઇબર ક્રાઇમ સળગતો પ્રશ્ન છે. વિચાર કરો જ્યારે જીંદગીભરની મૂડી એક લિન્ક દબાવતા ગુમ થઈ જાય તો શી હાલત થાય ? સાઇબર ગઠિયાઓ મહિલાઓ અને પેન્શનરોને ટાર્ગેટ બનાવે છે.
તેમની મૂડીની અને અન્ય રોકાણોની માહિતી મેળવીને તેમના લાખો રૂપિયાને ખાતામાંથી ઉપાડી લે છે. સાયબર ગઠિયા મહિલાઓને હાઉસ એરેસ્ટ કરીને અથવા એપ્લિકેશન ફાઇલ મોકલીને તેમના ખાતામાંથી પૈસા સરકાવી લે છે.
ક્યારેક બેંકમાં થોડા પૈસા જમા થાય છે પછી સામેવાળા ઓટીપી માંગે છે લાલચને કારણે તમે ઓટીપી આપો છો તરત જ તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય છે.
આખી રમત 'લોજીક' પર ચાલે છે તમે ઉતાવળમાં ફોનમાં શું કરી રહ્યા છો એની ગંભીરતા સમજતા નથી અને ખબર પડે કે ખાતુ ખાલી થયું ત્યારે ગભરાવ છો પરંતુ ૧૯૩૦ નંબર યાદ રાખો. તરત તેમને ફોન કરી માહિતી આપો. સમય જવા દેશો તો ઉપડેલા પૈસાનો વ્યવહાર બીજે થઈ જશે. ગુજરાત સીઆઈડી (ક્રાઇમ) અને ગુજરાત પોલીસ આ બાબતે જાગૃતિ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. રોજના તેમના પર ૪૮૦-૫૦૦ ફરિયાદ આવે છે.
સાઈબર ક્રાઇમના ત્રણ કારણો છે (૧) લાલચ (૨) આળસ અને (૩) ડર. જો તમે આ ત્રણ બાબત પર ધ્યાન રાખશો તો કોઈપણ ગઠિયાને હરાવી શકશો. લાલચમાં આવી માહિતી ના આપશો. ઈન્વેસ્ટ ના કરશો. આળસમાં લિન્ક દબાવી ના દેશો. ફોનના સ્ક્રીન પર દેખાતી માહિતી માટે જાગૃત રહો. જો કોઈ ફોન પર કોઈ ડરાવે કે બ્લેક મેઇલ કરવા પ્રયત્ન કરે તો તેમ થવા ના દેશો.
ડિજીટલ એરેસ્ટ ફ્રોડ, ફેક એપ્લીકેશન ફ્રોડ, શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કસ્ટમર કેર ફ્રોડ, ફિશિંગ લિન્ક એટલે કે બનાવટી લિન્ક, ફેક કોલ કે જેમાં ગઠિયાઓ બનાવટી કર્મચારી બની વિગતો મેળવે છે, ઈલેક્ટ્રિસિટી બિલ ફ્રોડ આ બધા નુસ્ખાઓ તમે ધ્યાનમાં રાખો. જે લોકો વધુ સમય ફોન પર રહે છે તેમને ઝડપાવાની શક્યતા વધુ રહે છે.
પોલીસ મેન્યુઅલમાં ડિજીટલ એરેસ્ટ જેવી કોઈ વ્યવસ્થા નથી એટલે એ રીતના ફ્રોડથી બચો.
સોશ્યલ મિડિઆ પર ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ખોટી ઓળખના ફ્રોડ મુખ્ય છે ૨૦૨૫ના પ્રથમ નવ મહિનામાં ઈન્વેસ્ટમેન્ટની લાલચમાં લોકોએ ૩૯૭ કરોડ ગુમાવ્યા. ખોટી ઓળખમાં ફસાઈ લોકોએ ૧૩૭ કરોડ ગુમાવ્યા. તમારી સતર્કતા એટલે સાઇબર ગઠિયાની નિષ્ફળતા. સાઇબર ક્રાઇમથી બચવા આટલું કરો.
(૧) ફ્રિ મળતી વસ્તુઓની લિન્ક ક્લિક ના કરો. (૨) ક્યુઆર કોડ, ઓટીપી પીન નંબર કે સીવીવી અજાણી વ્યક્તિને ના આપશો.
(૩) ફોન કે મેસેજ પર સીમકાર્ડ વેલિડિટી, કેવાયસી રિન્યુઅલ, વગેરેની માહિતી ના આપશો.
(૪) પાસવર્ડ સુરક્ષીત રાખી બદલતા રહો.
(૫) સોશ્યલ મિડિઆ પરની મિત્રતા ટાળો
(૬) વિડીઓ કોલ આવે તો સજાગ બનો.
(૭) મોબાઈલ ગુમ થાય તો તરત દરેક એકાઉન્ટના પાસવર્ડ બદલો
(૮) વિશ્વનીય સ્ત્રોત પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરો.


