Get The App

વૈજ્ઞાનિકો આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સને અવકાશમાં લઈ જશે...!!

Updated: Sep 16th, 2023

GS TEAM


Google News
Google News
વૈજ્ઞાનિકો આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સને અવકાશમાં લઈ જશે...!! 1 - image


- શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

આ ર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સને વૈજ્ઞાનિકોએ સોલર ફિઝિક્સમાં પહોંચાડી દીધું છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ હવે ચૂંબકીય ક્ષેત્રને ઊત્તેજીત કરશે. આ માટે તેને સૂર્યના ઉપરના વાતાવરણમાં મોકલવામાં આવશે. એ માટે એની ઝડપ પણ પુષ્કળ હશે.

સોલર મેગ્નેટિક ફિલ્ડ અવકાશના હવામાનને સાચવનાર મુખ્ય પરિબળ છે. તે ઊડ્ડયન, વિદ્યુત તેમજ અવકાશ આધારિત ટેકનોલોજીને અસ્તવ્યસ્ત કરી શકે છે.

''નેચર એસ્ટ્રોનોમી'' નામના સામયિકમાં પ્રસિદ્ધ થયેલ સંશોધન પ્રમાણે હવે સુર્યનું વર્તન તેમજ અવકાશના વાતાવરણ પર તેની અસર સમજવામાં મદદરૂપ થશે.

અવકાશના વાતાવરણમાં જ્યાં વિશિષ્ટ ફેરફાર થાય છે તે જગ્યા સનસ્પોટની આજુબાજુ હોય છે. અહીં ખૂબ જ તીવ્ર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. હાલમાં વૈજ્ઞાાનીકો આ મેગ્નેટિક ફિલ્ડની તીવ્રતા શોધી રહ્યા છે. સોલર વાતાવરણમાં જેને સૂર્યનો કોરોના કહેવાય છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું તીવ્ર છે તે જાણવું જરૂરી છે. આને માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ થશે.

શરૂઆતમાં આ મેગ્નેટિક ફિલ્ડનો ડેટા એઆઈને આપવો પડે છે. સ્કોકોવો ઈન્સ્ટિટયૂટ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, રશિયા તેમજ યુનિવર્સિટી ઑફ ગ્રેકના વૈજ્ઞાાનીકોની ટીમ આ ડેટાને સફળતાથી મેળવી તેના પર સંશોધન કરી રહી છે.

ડેટા ટ્રાન્સફરની આ ઝડપ અત્યંત પ્રભાવશાળી ગણાય છે. પાંચ દિવસમાં જે ડેટા મેળવવામાં આવે તેને ફક્ત ૧૨ કલાકમાં કોમ્પ્યુટ કરી દેવામાં આવે છે. એઆઈ ટેકનીક કે જે ન્યુમરિકલ સિમ્યુલેશન માટે વપરાય છે તે ઓબ્ઝરર્વેશન ડેટાને ઝડપથી ઈન્કોર્પોરેટ કરી શકે છે. આનાથી ભવિષ્યમાં આપણી સિમ્યુલેશન મર્યાદા વધશે એવું લાગી રહ્યું છે.

સૂર્યના મેગ્નેટિક ફિલ્ડને માપવુંં સરળ નથી. નાસાના વૈજ્ઞાાનિકો આ કપરૂ કામ કરી રહ્યા છે. સૂર્યની સપાટી નાચતી રહે છે પરંતુ વિઝિબલ લાઈટમાં આ દેખાતું નથી. સૂર્ય પર પણ અનેક તોફાનો થાય છે નાસાના વૈજ્ઞાાનીક હોલી ગિબર્ટ સૂર્યના મેગ્નેટિક ફિલ્ડને મોડેલ વડે સમજાવે છે.

સૂર્યના મેગ્નેટિક ફિલ્ડ પર કોનું વર્ચસ્વ છે કોણ તેને ડ્રાઈવ કરે છે એ જાણવું મુશ્કેલ છે પરંતુ આ ફિલ્ડ સોલર ધડાકા ભડાકા માટે જવાબદાર છે અને આની અસર આપણી પૃથ્વીના વાતાવરણ પર પડે છે. આ તોફાની મેગ્નેટિક ફિલ્ડ અને રેડિએશનમાંથી જ આપણું અવકાશયાન પસાર થાય છે અને સૂર્યની આસપાસ ફરે છે.

આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આ ડેટાને આધારે ઘણી રસપ્રદ માહિતી ઊભી કરશે અને અવકાશી વાતાવરણ જ અનેક રહસ્યમય પ્રશ્નોનું નિરાકરણ કરશે.


Tags :