mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રમત સંતાકૂકડીની : મોટા, હવે તો કહી દે તું ક્યાં સંતાયો છે?

Updated: Sep 17th, 2023

રમત સંતાકૂકડીની : મોટા, હવે તો કહી દે તું ક્યાં સંતાયો છે? 1 - image


- એક નજર આ તરફ - હર્ષલ પુષ્કર્ણા

- ખગોળવિદ્દોઅે સૂર્યમાળામાં પૃથ્વી જેવો ગ્રહ સૈદ્ધાંતિક રીતે શોધી કાઢ્યો છે. હવે અંતરિક્ષના અંધકારમાં તેનો થપ્પો થાય તો નવમા ગ્રહ સાથેની સંતાકૂકડીનો કદાચ અંત આવશે.

આ સૂચિત ગ્રહ સૂર્યથી મિનિમમ ૩,૭પ૦ કરોડ કિ.મી. છેટે હોવાનું જોતાં તે પૃથ્વી જેવો પાણીદાર શી રીતે હોઈ શકે? બર્ફસ્તાન કેમ નહિ? કોમન સેન્સને ચેલેન્જ કરતો સવાલ છે, પણ વિજ્ઞાન પાસે તાર્કિક જવાબ છે.

ખગોળશાસ્ત્રએવું વિજ્ઞાનછેજેમાંકશુંલાંબોસમય status quo/ સ્ટેટસકો/ જૈસેથેઅથવાયથાસ્થિતિરહેતુંનથી. ગઈકાલસુધીજેઅવકાશીપદાર્થકે પિંડદૃષ્ટિગોચરનથયોતેઆજેઆધુનિકટેક્નોલોજિનાપ્રતાપેઓચિંતોજમળીઆવેત્યારેઅંતરિક્ષ વિશેનાઆપણાખ્યાલોરાતોરાતબદલવાપડે. મોડર્નખગોળશાસ્ત્રનીકમસેકમ૨,૦૦૦વર્ષલાંબીતવારીખમાંઆવુંઅનેકવારબનીચૂક્યુંછે. જેમકે, હજીથોડા દિવસપહેલાંજતેનુંવન્સમોરથયું. જાપાનનાબેસંશોધકોએસૂર્યમાળામાંપૃથ્વીજેવો (પરંતુપૃથ્વીકરતાંક્યાંય વિરાટઅનેદળદાર) ગ્રહશોધીકાઢ્યાનોદાવોકર્યોછે. 

કથિતગ્રહનોચહેરોહજીદેખાયોનથી. સંશોધકોએમાત્રકમ્પ્યૂટર સિમ્યૂલેશનકહેવાતામેથેમેટિકલમોડલવડેએગ્રહનુંઅસ્તિત્વભાખ્યુંછે. જોકે, ખગોળશાસ્ત્રમાંઆવાપુરાવાઅસ્તિત્વનાસર્ટિફિકેટમાટેપર્યાપ્તગણાયછે. (ઉદાહરણતરીકે, બ્રહ્માંડમાંબ્લેકહોલહોવાઅંગેનોસૌપ્રથમપુરાવોગાણિતિક અનેભૌતિકથિઅરીઓવડેઆપવામાંઆવ્યોહતો.) અંતરિક્ષનાઅંધકારનો પછેડોઓઢીનેસૂર્યફરતેચક્કરકાપતોભૂતિયોગ્રહજોદર્શનદેતોસંભવિતનવમાગ્રહ વિશેઆપણાઅજ્ઞાનનો પછેડોઆપોઆપહટીજશે. ખગોળશાસ્ત્રનાંપુસ્તકોબદલવાંપડશેકે, અત્યારસુધીસૂર્યમાળાઆઠગ્રહોનીબનેલીહોવાનુંમનાતું, પરંતુહવેપરિવારમાંનવાસભ્યનોઉમેરોથયોછે.

આજેઆપણીસૂર્યમાળાનીભાગોળનોખૂંટોગણાતાઆઠમાગ્રહ Neptune/ વરુણનીપેલેપારએકાદજાયન્ટગ્રહહોવાની Planet X કહેવાતી થિઅરીઆજકાલથીનહિ, પણવર્ષોથયેચર્ચામાંછે. થિઅરીનું વિચારબીજજેમણેપહેલીવારરોપ્યુંતેખગોળવિદ્દનુંનામપર્સિવાલલોવેલહતું. ઓગણીસમીસદીનાઉત્તરાર્ધમાંતેમણેજણાવ્યુંકેવરુણથીઆગળએકાદ વિરાટગ્રહહોવોજોઈએ, જેનાગુરુત્વાકર્ષણનોપ્રભાવવરુણનેતેનીભ્રમણકક્ષામાંરવાલચાલેવધવાદેતોનહતો. વખતોવખતતેનેડગમગાવતોહતો. આફક્ત થિઅરીહતી. પર્સિવાલનેસૂચિતગ્રહનાદીદારથયાનહતા, આથી વિઘ્નકારીભૂતિયાગ્રહનેકામચલાઉનામઅપાયું Planet X! જેનુંઅસ્તિત્વનજરનેપકડાયનહિતેવસ્તુકેપદાર્થમાટે ‘X’ મૂળાક્ષરવાપરવાનોધારોછે. જેમકે, X-Rays/ ક્ષ-કિરણો.

વર્ષોવીત્યાં. વરુણથીઆગળનાઅંતરિક્ષમાં Planet Xનોપત્તોકેમેયકરીલાગતોનહોતો. નવાજૂનીછેક૧૯૩૦માંબનીકેજ્યારેઅમેરિકાનાકેન્સાસરાજ્યનાખેડૂતપુત્રક્લાઇડટોમબાઘેવરુણથીઅનેક કિલોમીટરછેટેએકઅવકાશી પિંડશોધીકાઢ્યો. ઇન્ટરનેશનલએસ્ટ્રોનોમિકલયુનિયનનીફઈબાઓએતે ‘ભઈલુ’નુંપ્લૂટોનામપાડ્યુંઅનેસૌરપરિવારમાંતેનેમાનભેરસ્થાનઆપ્યું, એટલેસૂર્યમાળાનાસભ્યોનીસંખ્યા૯નાઆંકડેપહોંચી.

શુંનવોદિતગ્રહપ્લૂટો (યમ) એજ Planet X હતોજેના વિશેપર્સિવાલલોવેલેઓગણીસમીસદીમાં થિઅરીઆપીહતી? શરૂઆતમાંખગોળ નિષ્ણાતોનેએવુંલાગ્યું, પણપ્લૂટોનોસઘનઅભ્યાસકરાતોગયોતેમતેમણેપોતાનોખ્યાલબદલવોપડ્યો. આઠમાગ્રહવરુણનોવ્યાસઆશરેપ૦,૦૦૦ કિલોમીટર, જ્યારેપ્લૂટોમાંડ૨,૩૭૨ કિલોમીટરવ્યાસનોહતો. બન્નેવચ્ચેશક્કરટેટીઅનેચણીબોરજેટલોતફાવતહતો. નાનાઅમસ્તાગોળાનુંગુરુત્વાકર્ષણકેટલુંકહોય? અનેકગણાજાયન્ટવરુણનેએકીબેકીરમાડીશકેએટલુંબળૂકુંતોનજહોય. આનોસૂચિતાર્થએકેપ્લૂટોનીઉસછોરહજીએકાદમહાકાયગ્રહહોવોજોઈએ, જેનુંશક્તિશાળીગુરુત્વાકર્ષણવરુણનીચાલમાંખલેલપહોંચાડતુંહતું. અંતરિક્ષમાંછુપાતાનેભાગતાફરતાએભૂતનીચોટલીપકડવામાટેનવેસરથીઅભિયાનશરૂથયું. અલબત્ત, Planet X નામનુંભૂતતોનમળ્યું, પણ૨૦૦પમાંયોગાનુયોગેપ્લૂટોથીદૂરઘૂમતાએકઅવકાશી પિંડનીચોટલીમાઇકબ્રાઉનનામનાઅમેરિકનખગોળશાસ્ત્રીના ‘હાથમાં’ આવી. 

પ્લૂટોથીઆગળનાઅંતરિક્ષમાંમાઇકેએવોછૂપોરુસ્તમગોળોશોધીકાઢ્યોકેજેનોવ્યાસ૨,૩૯૯કિલોમીટરહતો. પ્લૂટોકરતાંસહેજમોટીસાઇઝનાતેઅવકાશી પિંડેખગોળજગતસમક્ષમૂંઝવણઊભીકરીદીધીકેનવોદિતગોળાનેગ્રહનોદરજ્જોઆપવોકેનહિ? રખેતેનેસૂર્યનાનવરત્નદરબારમાંબેસાડીદેવાય, તોપછીકદમાંતેનાથીમોટા (પૃથ્વીનાઉપગ્રહચંદ્ર, ગુરુનાઉપગ્રહગેનિમિડઅનેશનિનાટાઇટનજેવા) બીજાતોઘણાગોળાસૂર્યમાળામાંઆવેલાછે. ગ્રહનીપદવીતેમનેયદેવીનજોઈએ?

સવાલપેચીદોહતો. આથીજવાબરૂપીસમાધાનમાટે૨૦૦૬માંઇન્ટરનેશનલએસ્ટ્રોનોમિકલયુનિયનનાસભ્યોયુરોપીદેશચેક રિપબ્લિકનાપ્રાગશહેરમાંએકઠાથયા. મીટિંગનોઅજેન્ડાગ્રહનીનવીવ્યાખ્યાનક્કીકરવાનોહતો. પરંપરાગતવ્યાખ્યામુજબસૂર્યનેચક્કરકાપતોહોયઅનેસૂર્યતેજથીપ્રકાશતોહોયતેવોગોળાકાર પિંડગ્રહકહેવાતો. પરંતુએતોસૂર્યમાળાનાઘણાબધાગોળાનેલાગુપડેતેમહતી.

લાંબીચર્ચા-વિચારણાપછીઇન્ટરનેશનલએસ્ટ્રોનોમિકલયુનિયનનાસભ્યોએચારેકમુદ્દાનીજેવ્યાખ્યાતયકરીતેમાંનોએકમુદ્દોઆમહતોઃજેઅવકાશીગોળોપોતાનાગુરુત્વાકર્ષણવડેભ્રમણકક્ષાનાનજદીકીઅવકાશને ‘ચોખ્ખું’ કરીનાખેતેગ્રહપદનેલાયકઠરેછે. ઉલ્કાજેવાઆચરકૂચરઢેફાં, કાંકરાઅનેરજકણોસહિતતમામકચરોતેણેગુરુત્વાકર્ષણનાજોરેખેંચીલીધોહોવોજોઈએ. 

આતકાદામાંપ્લૂટોપારનઊતર્યો, માટેતેનુંગ્રહપદ છિનવીલેવામાંઆવ્યું. માઇનરપ્લેનેટઅર્થાત્વામનગ્રહનામનીઅલાયદીજમાતમાંતેનેબેસાડીદેવાયો. આથીસૂર્યમાળાનાગ્રહોનીસંખ્યા૯માંથી૮નાઆંકડેઆવીગઈ. પર્સિવાલલોવેલેસૂચવેલાસંભવિત Planet Xનુંનામબદલીને Planet Nine કરીદેવામાંઆવ્યું. વર્ષોથીતેગ્રહનુંતલાશીઅભિયાનચાલેછે, પણસફળતામળતીનથી. દરમ્યાનઆઠમાગ્રહવરુણપછીનીજુદીજુદીભ્રમણકક્ષાઓમાંપ્લૂટોજેવાસંખ્યાબંધઅવકાશી પિંડમળીઆવ્યાછે, જેઓસૂર્યમાળાથીકરોડો કિલોમીટરદૂરઆવેલા Kuiper belt/ કાઇપરબેલ્ટકહેવાતાપટ્ટાનાસભ્યોછે. તાજેતરમાંજાપાનના સંશોધકોએપૃથ્વીજેવોજેસંભવિતગ્રહસૈદ્ધાંતિકરીતેશોધીકાઢ્યોતેપણકાઇપરબેલ્ટનોસદસ્યછે.

આજથીલગભગ૪.૬અબજવર્ષપહેલાંસૂર્યનામનાવિરાટકદનાતારાનુંતાપણુંસળગ્યુંએપહેલાંતેનીઆજુબાજુનુંઅંતરિક્ષનાના-મોટાઅનેકભંગારથીખરડાયેલુંહતું. ભંગારમુખ્યત્વેતોમાટીનાઢેફાતથાધાતુમિશ્રિતખડકોનોહતો. ચારેયઆંતરિકગ્રહો (બુધ, શુક્ર, પૃથ્વીઅનેમંગળ) તોક્યારનારચાઈચૂક્યાહતા. દરેકગ્રહપરવાયુઅોનુંઘટ્ટઆવરણપણહતું. બીજીતરફબાહ્યગ્રહો (ગુરુ, શનિ, પ્રજાપતિતથાવરુણ) હજીઆકારલઈરહ્યાહતા. પ્રચંડવિસ્ફોટસાથેસૂર્યનુંસર્જનથયુંત્યારેવિસ્ફોટનાજોરદારવાવાઝોડાએચારેયઆંતરિકગ્રહોનાવાયુઅોનેદૂરધકેલીદીધાએટલુંજનહિ, પણઅંતરિક્ષમાંરઝળતાખડકોનાભંગારનેપણજોરદારહડદોલોમાર્યો. પરિણામેબાહ્યગ્રહોનેએકતરફપોતાનોપિંડમોટોકરવામાટેએક્સ્ટ્રાભંગારમળ્યો, તોબીજીતરફચારેયઆંતરિકગ્રહોએગુમાવેલાવાયુઅોપણબક્ષિસમાંમળ્યા. ગુરુ, શનિ, પ્રજાપતિતથાવરુણછેવટેવાયુનાવિરાટગોળાબન્યાઅનેબુધ, શુક્ર, પૃથ્વીઅનેમંગળનક્કરઠળિયાજેવારહીજવાપામ્યા.

સૂર્યથીલાખોકિલોમીટરનાવેગેદૂરફેંકાઈનેઆગળવધતાઅમુકનાના-મોટાખડકોનાભંગારનેચારેયબાહ્યગ્રહોએપોતાનામાંસમાવ્યા. પરંતુજેભંગારનેતેઓનસમાવીશક્યાઅગરતોતેમનાગુરુત્વાકર્ષણનાસકંજામાંનઆવ્યોતેભંગારકરોડોકિલોમીટરદૂરપહોંચ્યો. એકચોક્કસસ્થળેજમ્બોકદનામેદુવડાજેવી રિંગરૂપીપટ્ટાતરીકેસ્થાયીથયો. લગભગસાડાચારઅબજ કિલોમીટરપહોળાએપટ્ટા વિશેનોવૈજ્ઞાનિકખ્યાલવીસમીસદીનાખગોળશાસ્ત્રીજેરાડકાઇપરેરજૂકર્યો, એટલેતેકાઇપરબેલ્ટતરીકેઓળખાયો. સમયનાવીતવાસાથેત્યાંનાઅમુકછૂટપૂટખડકોઅનેમાટીનાઢેફાપરસ્પરભેગામળ્યા, ગંઠાયાઅનેપ્લૂટોજેવાઅવકાશીપિંડનુંસ્વરૂપધારણકર્યું. સૂર્યનાગુરુત્વાકર્ષણેઅદૃશ્યલગામથકીતેમનેપકડીરાખ્યા, માટેબહુલાંબીભ્રમણકક્ષારચીનેતેઓસૂર્યફરતેપ્રદક્ષિણાકરવાલાગ્યા.

સંભવછેકેજાપાનનાખગોળવિદ્દોએહમણાંજેનાઅસ્તિત્વની થિઅરીઆપીતેપૃથ્વીજેવોગ્રહપણબહુદૂરનાભૂતકાળમાંકાઇપરબેલ્ટમાંબન્યોહોયઅનેપછીસૂર્યએતેનેગરબેઘૂમતોકરીદીધોહોય. આસૂચિતગ્રહનું વિરાટકદઅનેજબરજસ્તદળજોતાંસંભવએપણખરુંકેપોતાનાગુરુત્વાકર્ષણબળવડેતેવરુણનેએકીબેકીરમાડતોહોય. મતલબકેઅવકાશમાંવરુણનીચાલનેખલેલપહોંચાડતોહોય. વાસ્તવમાંએવુંહોયતો૧૯મીસદીમાંપર્સિવાલલોવેલેજેના વિશેધારણાકરેલીતે Planet X યાનેકે Planet Nine નોપત્તોઆખરેલાગ્યોતેમકહીશકાય?

હાલતુરતતોઆનોછાતીઠોકીનેજવાબ ‘હા’માંઆપીશકાયતેમનથી. કારણકેજાપાનીસંશોધકોએવરુણનીપેલેપાર વિરાટગોળોહોવાનીહજીમાત્ર થિઅરીઆપીછે. એકાદપાવરફુલટેલિસ્કોપનીઆંખેતેનીમુંહ દિખાઈકરવાનીબાકીછે. આથીઅંધકારનો (અનેઅજ્ઞાનનો) ઘૂંઘટઊઠેત્યાંસુધીરાહજોયા વિનાછૂટકોનથી.

ચર્ચાનુંસમાપનકરતાપહેલાંનવામળીઆવેલાગ્રહ વિશેછેલ્લીએકવાત—

જાપાનનાસંશોધકોએજણાવ્યામુજબસંભવિતગ્રહનુંબંધારણપૃથ્વીનેવધુ-ઓછાઅંશેમળતુંઆવેછે. કહેવાનુંતાત્પર્યએકેતેનીસપાટીપરપ્રવાહીપાણીઅનેહવામાંઘટ્ટવાતાવરણછે. આવાતપ્રથમદર્શીતોકોમનસેન્સનેપડકારેતેવીલાગે. કારણકેઅવકાશીગોળાપરપ્રવાહીજળત્યારેજસંભવેકેજ્યારેતે પિતૃતારાની (વાંચો, સૂર્યની) ઇર્દગિર્દચક્કરકાપતોહોય. તારાનીગરમીનોલાભત્યારેઅનેતોજમળીશકે. અવકાશીગોળોજો (બુધનીજેમ) તારાનીવધુપડતોનજીકહોયતોજળનુંબાષ્પીભવનથાયઅને (પ્લૂટોનીજેમ) વધુપડતોદૂરહોયતોજળબરફમાંફેરવાઈજાય.

જાપાનનાસંશોધકોએજેનુંસૈદ્ધાંતિકપગેરુંકાઢ્યુંએગોળોતોપ્લૂટોથીપણક્યાંયછેટે બિરાજ્યોછે. સૂર્યથીતેનું મિનિમમઅંતર૩,૭પ૦કરોડ કિલોમીટરજેટલુંહોવાનુંજોતાંતેપૃથ્વીજેવોપાણીદારશીરીતેહોઈશકે? કોમનસેન્સનેચેલેન્જકરતીવાતલાગે. પરંતુવિજ્ઞાનપાસેઆનોતાર્કિકજવાબછે. સૂર્યમાળાનીબહારએવાઘણાગ્રહોમળીઆવ્યાછેજેમણેપૃથ્વીનીમાફકતેમનાંઆંતરિકરેડિઅોએક્ટિવતત્ત્વો (દા.ત. યુરેનિયમ, થોરિયમઅનેપોટેશિયમ) વડેગરમીજાળવીરાખીછે, એટલેસપાટીનુંપાણીત્યાંપ્રવાહીસ્વરૂપેછે. ગુરુત્વાકર્ષણથકીવાતાવરણનેપણજકડીરાખ્યુંછે. સૂર્યપ્રકાશનાઅભાવેત્યાંવનસ્પતિભલેનહોય, પણસાયનોબેક્ટીરિઆજેવાકનિષ્ઠસજીવોનાઉદ્ભવનીશક્યતાનેનકારીશકાયનહિ. 

જાપાનનાસંશોધકોએજેનોબંધઆંખે ‘થપ્પો’ કર્યોછેતેપૃથ્વીનાસંભવિતબડેભૈયાઅનેસૂર્યમાળાનાસંભવિત Planet Nine પરઆવુંકશુંકબન્યુંહશે? કોણજાણેકેપછીઆવનારોસમયજજાણે! પરંતુખરેખરબન્યુંહોયતોઅનેકપ્રકાશવર્ષછેટેબાહ્યાવકાશમાંકોઈગ્રહપરજીવનનીશોધખોળચલાવીરહેલીમાનવજાતમાટેપેલીકહેવત ફિટબેસવાનીછેઃबगलमेंछोरा, गाँवमेंढिंढोरा!


Gujarat