Get The App

માઈક્રોસોફ્ટને ટક્કર આપતી ZOHO કંપની ગામડામાંથી ચલાવતા શ્રીધર વેમ્બુ

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
માઈક્રોસોફ્ટને ટક્કર આપતી ZOHO કંપની ગામડામાંથી ચલાવતા શ્રીધર વેમ્બુ 1 - image

- ટેકનોલોજી ક્ષેત્રમાં ઘણા ઉદ્યોગપતિઓએ પોતાની અલગ ઓળખ બનાવી છે, પરંતુ શ્રીધર વેમ્બુ એ એક એવું નામ છે, જેમણે માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ZOHO જેવી કંપની ઉભી કરી નથી પણ તેને ભારતમાં ગામડાંના વિકાસ સાથે જોડીને નવી ક્રાંતિ કરી છે

- ZOHOમાં શ્રીધર વેમ્બુના બહેન રાધિકા વેમ્બુનો હિસ્સો 47.8% છે જ્યારે તેના ભાઈ શેખર વેમ્બુનો હિસ્સો 35.2% છે અને શ્રીધર વેમ્બુનો પોતાનો હિસ્સો ફક્ત ૫%

- ZOHO પાસે 15 કરતા વધારે દેશોમાં ઓફિસ છે, 10 કરોડથી વધુ યુઝર્સ છે અને 13000થી વધુ કર્મચારીઓ છે

- પરેશ ભટ્ટ

હ મણાં જ એક એવી કંપની કે જે કોઈ જ જાતના દેકારા પડકારા વચ્ચે માઈક્રોસોફ્ટ જેવી જાયન્ટ્સ કંપનીને પડકાર ફેંકી ગઈ. જે માઈક્રોસોફ્ટ કંપનીનું વેલ્યુએશન ૪ ટ્રીલીયનUSD છે. જ્યારે ઇન્ડીયન GDP ૪.૧૯ ટ્રીલીયનUSD. જ્યારે આ કંપનીનું વેલ્યુએશન ૧૨ બિલીયનUSD એટલે કે રૃા. ૧૦૩૭૬૦ કરોડનું છે. જો IPO  લઈને આવે તો તેના શેર ગરમા ગરમ ભજીયાની જેમ ખુબ જ મોટા પ્રીમીયમથી વેચાઈ જાય.

આ કંપની એટલે કે ZOHO અને તેના માલિક શ્રીધર વેમ્બુ.

ભારતના ટેકનોલોજી ક્ષેત્રમાં ઘણા ઉદ્યોગપતિઓએ પોતાની અલગ ઓળખ બનાવી છે, પરંતુ શ્રીધર વેમ્બુ એ એક એવું નામ છે, જેમણે માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ધર્ઢંર્લ્લંધ જેવી કંપની ઉભી કરી નથી પણ તેને ભારતમાં ગામડાંના વિકાસ સાથે જોડીને ટેક્નોલોજી અને શ્રમીણ જીવન વચ્ચે અંતર ઘટાડવાનું કાર્ય કર્યું છે. ZOHO એ માત્ર એક સોફ્ટવેર કંપની નથી, પરંતુ એ એક દ્રષ્ટિ છે. - જે બતાવે છે કે વિશ્વ સ્તરની કંપનીનો વિકાસ મેટ્રોપોલિટન શહેરો સિવાય પણ શક્ય છે. શ્રીધર વેમ્બુની જીવનકથા એ તેનું પ્રેરણાદાયક ઉદાહરણ છે કે કેવી રીતે ઉત્કૃષ્ટ શિક્ષણ, સ્પષ્ટ દ્રષ્ટિ અને દેશપ્રેમ દ્વારા વિશ્વસ્તરનું સિદ્ધિ મેળવી શકાય છે.

સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવનારા શ્રીધર વેમ્બુનો જન્મ તામિલનાડુના એક ગામમાં થયો હતો. તેમને બાળપણથી જ વિજ્ઞાન અને ગણિતમાં રસ હતો. તેમના પિતા એક સરકારી ટેલિફોન વિભાગમાં નોકરી કરતા અને માતા હાઉસવાઈફ. તેમનું શિક્ષણ ૈંૈં્ મદ્રાસમાંથી ઇલેકટ્રિકલ એન્જિનિયરીંગમાં થયું અને ત્યારબાદ તેઓ કેલિફોર્નિયાની પ્રખ્યાત પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. કરવા માટે યુ.એસ. ગયા. ઘણા યુવાઓની જેમ તેમણે પણ એક સમયે અમેરિકામાં સ્થાયી થવાની દ્રષ્ટિ રાખી હતી, પરંતુ સમય સાથે તેમને સમજાયું કે તેમની વાસ્તવિક દિશા ભારત તરફ જોઈ રહી છે.

૧૯૯૬માં તેમણે ZOHO (ત્યારે એ એડવેન્સ્ડ સ્પેક્ટ્રમ્ટેક તરીકે ઓળખાતી હતી) ની શરૂઆત કરી. શરૂઆતમાં કંપનીએ નેટવર્ક મોનિટરિંગ માટે સોફ્ટવેર ડેવલપમેન્ટ શરૂ કર્યું. જોકે, આગામી દાયકાઓમાં તેમણે પોતાનું ધ્યેય સરળ બનાવી લીધું - વર્લ્ડ ક્લાસ બિઝનેસ એપ્લિકેશન્સ બનાવવાની તેમણે બાથ ભીડી. તેમણે માર્કેટિંગ કે વેન્ચર કેપિટલથી દૂર રહીને ઓર્ગેનિક ગ્રોથની નીતિ અપનાવી. ZOHO એ હવે બિઝનેસના દરેક પાસાને ટેકનોલોજીથી કવર કરતા ઘણા સોફ્ટવેર બનાવી લીધા છે - જેમ કે CRM, HR, Bookkeeping, Mail, Writer, Meeting, Project Management વગેરે.

શ્રીધર વેમ્બુના વિકાસના મોડલની ખાસિયત એ છે કે તેમણે શહેરોમાંથી નહીં પરંતુ ગામોમાંથી ટેલેન્ટ ઉછેરવાનો પ્રયાસ કર્યો. તેમણે  "ZOHO Schools of Learning"  નામની એક ખાસ પ્રકારની શાળા શરૂ કરી, જ્યાં ૧૨ પાસ વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપી કંપનીમાં જોડવામાં આવે છે. ઘણી વખત IIT કે એન્જિનિયરીંગ ડિગ્રી વગર પણ વિદ્યાર્થીઓની પ્રતિભાને તેઓ ઓળખે છે અને તેને પાંખો આપે છે. તેમની ટેલેન્ટ ઓળખવાની દ્રષ્ટિ એવી છે કે વિદ્યાર્થી પાસે જો ટેલેન્ટ હોય, બુદ્ધિનો ચમકારો હોય તો ડિગ્રીની કોઈ જરૂર નથી.

COVID-19 પછી જ્યારે મોટાભાગની કંપનીઓ રીમોટ વર્ક તરફ વળી, ત્યારે શ્રીધર વેમ્બુએ એક બીજું જ વિઝન રજૂ કર્યું -  

"Village Office Concept." તેઓ તામિલનાડુના TENKASI   જિલ્લાના એક મથાલામપરાઈ નામના નાના ગામથી પોતાનું ઓપરેશનલ કાર્ય ચલાવે છે. તેઓ એવા ઘણા યુવાનોને રોજગારી આપે છે કે જે શહેર છોડીને પોતાના ગામ પાછા ફરવા ઇચ્છે છે. તેમના મતે ગામડાંમાંથી પણ વર્લ્ડ ક્લાસ સોફ્ટવેર બનાવી શકાય છે - જોઈએ તો બસ યોગ્ય ઇન્ટરનેટ અને દ્રઢ મનોબળ અને યોગ્ય તાલીમ.

ર્ઢંર્લ્લંનું મુખ્ય મથક અમેરિકાની સિલિકોન વેલીમાં નહિ પરંતુ ભારતના તામિલનાડુમાં છે. આજે ZOHO પાસે ૧૫ કરતા વધારે દેશોમાં ઓફિસ છે, ૧૦ કરોડથી વધુ યુઝર્સ છે અને ૧૩૦૦૦થી વધુ કર્મચારીઓ છે, ૨૦૨૩માં ZOHO એ ૮૦૦૦ + કરોડની રેવન્યુ જાહેર કરી અને છેક સુધી સંપૂર્ણ રીતે ભારતીય મૂડીથી ચલાવવામાં આવે છે - કોઈ પણ વિદેશી રોકાણકાર વગર. તેઓ જાણતા હતા એટલે વેન્ચર કેપિટલમાંથી દૂર રહેવા ઇચ્છે છે કારણ કે તેનાથી આઝાદી જોખમાઈ જાય છે. તેમનું એક સૂત્ર "We are free because we are private." તેમનું આ સુત્ર વર્ષોથી ટેક જગતમાં ગુંજતું રહ્યું છે.

શ્રીધર વેમ્બુને પદ્મશ્રી (૨૦૨૧) થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે માત્ર બિઝનેસમાં નહિ, પરંતુ દેશના વિકાસ માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેમના મતે ભારતની ખરેખર વૃદ્ધિ ત્યારે જ થશે જ્યારે ટેકનોલોજી ગામડે પહોંચશે અને વળી લોકો પોતાના મૂળ સાથે જોડાઈ રહેશે.

તેમનું જીવન મેસેજ આપે છે કે સફળતા માટે ન્યુયોર્ક કે બેંગલોર જવાની જરૂર નથી. આપણે જ્યાં છીએ ત્યાંથી પણ વૈશ્વિક સ્તરે યોગદાન આપી શકીએ છીએ - જો દ્રષ્ટિ, પ્રામાણિકતા અને સમર્પણ હોય. તેમણે ભારતીય ઇકોસિસ્ટમ માટે એક નવો વિકલ્પ ઉભો કર્યો છે - જ્યાં ન ફેશનેબલ ઓફિસ છે, ન મોટા કોઈ વેન્ચર ફંડ છે, ન કોઈ માર્કેટિંગ કૌશલ છે - પરંતુ છે તો માત્ર કુશળ માનવશક્તિ અને વિકાસનો દ્રષ્ટિકોણ.

શ્રીધર વેમ્બુ અને ZOHO ભારત માટે તેવો જ ગર્વ છે જેમકે ISROઅથવા DRD. તેઓ ભારતીય યુવાનો માટે પ્રેરણા છે કે ગામડાંમાં રહીને પણ ઇનોવેશન થઈ શકે છે. ZOHO એ માત્ર કંપની નથી - એ એક ક્રાંતિ છે, જે બતાવે છે કે આત્મનિર્ભર ભારત કેવી રીતે બનાવાય.

ZOHO એટલે પણ વિશેષ છે કે એમણે ફક્ત ફોરેનનું આઉટસોર્સ વર્ક જ નથી કર્યું પરંતુ પોતાની આગવી પ્રોડક્ટ ઉભી કરી છે અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓને હંફાવી છે. તેના કસ્ટમરમાં જો નામ ગણાવવામાં આવે તો HP, હ્યુન્ડાઈ,  HDFC,  ફીલીપ્સ, એલિયાન્ઝ, સુઝુકી મેરીઓટ વગેરે વગેરે.

યુ.એસ.માં ગુલામ થઈને સેકન્ડ સીટીઝન થઇને રહેતા ટેકનોક્રેટ્સ જો શ્રીધર જેવી દેશ ભાવના અને પોતાનાં આત્મસન્માનને પ્રેમ કરતા હોય તો તેમણે અમેરિકા છોડીને ભારત પરત આવી જવું જોઈએ.

તેની સામે આપણી સિસ્ટમે પણ તેમને આવકારવા લાલ જાજમ બિછાવવી જોઈએ. જે રીતે અમેરિકા બૌદ્ધિક ધનને સરળતા કરી આપે છે, તેવી સરળતા ભારતે પણ કરી આપવી જોઈએ. સાથે સાથે આપણા સરકારી બાબુઓમાં પણ દેશને બદલવાની રાહ જોવી જોઈએ તો જ આ વાત શક્ય બની શકે છે.