- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
- હવે 'છોકરો કે છોકરી? હોવાની શક્યતા 50-50% નથી !'
શું તમે ક્યારેય આ બાબત પર ધ્યાન આપ્યું છે? કેટલાક કુટુંબોમાં ફક્ત છોકરાઓ જ જન્મ લેતાં હોય છે. જ્યારે કેટલાક કુટુંબોમાં માત્ર છોકરીઓ જ જન્મેલી જોવા મળે છે. હજારો વર્ષોથી મનુષ્યએ એવું માન્યું છે કે 'બાળકનું લિંગ નક્કી થવું એ એક સરળ સિક્કાની ટોસ ઉછાળવા જેવી પ્રક્રિયા છે. જેમાં ૫૦% શક્યતા છોકરાની અને ૫૦% શક્યતા છોકરીની રહેલી છે.' પરંતુ 'હાર્વર્ડ યુનિવર્સિટી'ના તાજેતરના સંશોધને આ પરંપરાગત માન્યતાને પડકાર આપ્યો છે.
૧૮ જુલાઈએ 'સાયન્સ એડવાન્સિસ' જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, બાળકના લિંગની સંભાવના એક 'વેઇટેડ કોઈન ટોસ' જેવી છે. એટલે કે દરેક કુટુંબ માટે અલગ-અલગ વજન ધરાવતો સિક્કો લઈને ટાસ ઉછાળીએ તેવી છે. જેમાં આવનારું બાળક છોકરો હશે કે છોકરી, તેની શક્યતા ૫૦% નહીં, પરંતુ તેના કરતાં વધારે કે ઓછી હોય છે. આ અભ્યાસમાં યુનાઇટેડ સ્ટેટ્સની ૫૮,૦૦૦થી વધુ માતાઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ શોધી કાઢયું કે 'કેટલાક કુટુંબો જૈવિક રીતે એક જ લિંગના બાળકો જન્મ આપવા તરફ વલણ ધરાવે છે. આમાં માતાની ઉંમર અને ચોક્કસ જિનેટિક વેરિઅન્ટ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.' ચાલો, આ નવા વૈજ્ઞાનિક સંશોધનને વિસ્તારથી સમજીએ. પરંતુ આ વિષયની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
શું છે? માનવજાતે બાળકના લિંગ વિશે કેવી રીતે વિચાર્યું છે?
છોકરો કે છોકરી : નસીબની રમત?
માનવ સંસ્કૃતિના પ્રારંભથી જ બાળકનું લિંગ નક્કી કરવાની પ્રક્રિયા એક રહસ્ય રહી છે. પ્રાચીન ભારતીય ઋષિઓએ આયુર્વેદિક ગ્રંથોમાં લખ્યું કે શુક્રાણુ અને અંડાશયના મિલનથી બાળકનું લિંગ નક્કી થાય છે. આ વાત આશ્ચર્યજનક રીતે આધુનિક વિજ્ઞાન સાથે મેળ ખાય છે. મધ્યયુગમાં યુરોપમાં એવું માનવામાં આવતું હતું કે 'માતાના શરીરની ગરમી કે ઠંડક બાળકના લિંગને અસર કરે છે.' ૧૯મી સદીમાં, વિજ્ઞાનીઓ એ સેલ અને ક્રોમોસોમ્સ (રંગસૂત્ર કે ગુણસૂત્ર)ની શોધ કરી હતી. સૌપ્રથમ હરમન હેન્કિંગ નામના જર્મન જીવવિજ્ઞાનીએ ૧૮૯૧માં જંતુઓમાં X ક્રોમોસોમની શોધ કરી હતી. તેમણે આ વિશિષ્ટ રચનાને 'X એલિમેન્ટ' તરીકે ઓળખાવી,કારણ કે તેની પ્રકૃતિ અજ્ઞાત હતી. ત્યારબાદ ૧૯૦૫માં નેટી સ્ટીવન્સ (Nettie Stevens) અને એડમન્ડ બીચર વિલ્સન (Edmund Beecher Wilson)એ સ્વતંત્ર રીતે રૂ ક્રોમોસોમની શોધ કરી. તેમણે જાતિ નિર્ધારણમાં તેની ભૂમિકા પણ સમજાવી. માનવ શરીરમાં જાતિ નિર્ધારણનું રહસ્ય X અને રૂ ક્રોમોસોમ્સમાં છુપાયેલું છે. આ બે સેક્સ ક્રોમોસોમ્સ એકબીજાથી અનેક રીતે અલગ છે.
એક્સ (X) ક્રોમોસોમ કદમાં મોટું છે. તે લગભગ ૧૫૫ મિલિયન બેઝ પેર ધરાવે છે. જ્યારે વાય (Y) ક્રોમોસોમ ઘણું નાનું છે. તે માત્ર ૫૯ મિલિયન બેઝ પેર ધરાવે છે. સ્ત્રીઓમાં બે X ક્રોમોસોમ્સ (XX) હોય છે. જ્યારે પુરુષોમાં એક X અને એક રૂ ક્રોમોસોમ (XY) જોવા મળે છે. Y ક્રોમોસોમ પર SRY નામનું વિશેષ જનીન હોય છે. જે ભૂ્રણમાં પુરુષ લક્ષણોનો વિકાસ શરૂ કરે છે. બાળકને વારસામાં માતા પાસેથી હંમેશા X ક્રોમોસોમ મળે છે. પરંતુ માત્ર પિતા, સંતાનને વારસામાં X અથવા રૂ ક્રોમોસોમ આપી શકે છે. આમ બાળકની જાતિ નક્કી કરવાનું કામ, પિતા તરફથી મળતાં X અથવા Y ક્રોમોસોમ કરે છે. જો અંડાશય સાથે Y ક્રોમોસોમ ધરાવતા શુક્રાણુનું મિલન થાય, તો છોકરો જન્મે. જો X ક્રોમોસોમ ધરાવતા શુક્રાણુનું મિલન થાય તો છોકરી જન્મે છે. હવે સવાલએ થાય કે 'હાર્વર્ડ'ના આ નવા સંશોધનમાં નવું શું જાણવા મળ્યું છે? સંશોધન કોણે કર્યું છે?
માતા પણ નક્કી કરે છે બાળકની જાતિ
'હાર્વર્ડ'ના સંશોધકોએ ૫૮,૦૦૭ અમેરિકન સ્ત્રીઓના ડેટાનો અભ્યાસ કર્યો હતો. જેમણે ઓછામાં ઓછા બે બાળકોને જન્મ આપ્યો હતો. આમાંથી ૬૧% સ્ત્રીઓને બે બાળકો હતા. ૩૦%ને ત્રણ હતા. ૮%ને ચાર બાળકો હતા. બાકીની માતાઓને પાંચ કે વધુ બાળકો હતા. સંશોધકોએ એક જ બાળક ધરાવતા પરિવારો, ગર્ભપાત, મૃત જન્મ કે જોડકા બાળકો ધરાવતા પરિવારોને અભ્યાસમાંથી બાદ રાખ્યા હતાં. સૌથી મહત્વનો ટેકનિકલ મુદ્દો એ હતો કે માતા-પિતા જ્યારે પોતાની પસંદ મુજબ લિંગ પ્રાપ્ત કરે છે, કે પછી બાળકો રોકી દે, ત્યારે ડેટા તરફી બની જાય છે. આ સમસ્યાને તેમણે અલગ રીતે દૂર કરી નાખી હતી. સંશોધકોએ દરેક સ્ત્રીના છેલ્લા જન્મને પ્રાથમિક વિશ્લેષણમાંથી કાઢી નાખ્યો હતો. આ અભિગમ જૈવિક વલણ અને વર્તનમૂલક પસંદગી વચ્ચેનો ફરક ઓળખવામાં મદદ કરે છે. સરળ ભાષામાં એમ કહી શકાય કે છેલ્લા બાળકનો ડેટા પક્ષપાતી હોઈ શકે.
અભ્યાસ દરમિયાન સંશોધકોએ, આઠ માતૃત્વ લક્ષણોની તુલના કરી હતી. ઊંચાઈ, બોડી માસ ઇન્ડેક્સ, જાતિ, વાળનો રંગ, રક્ત પ્રકાર, ક્રોનોટાઇપ, પ્રથમ માસિક સ્ત્રાવની ઉંમર અને પ્રથમ બાળક થયાની ઉંમર. સંશોધનમાં આશ્ચર્યજનક પરિણામો મળ્યા હતા. જો કુટુંબમાં પહેલા બે છોકરીઓ હોય, તો ત્રીજું બાળક પણ છોકરી હોવાની શક્યતા વધુ રહે છે. આ પેટર્ન પછીના બાળકો સાથે ચાલુ રહી હતી. આ વાત છોકરાઓ માટે પણ એક સમાન લાગુ પડે છે. ત્રણ છોકરાવાળા કુટુંબોમાં ચોથું બાળક, છોકરો હોવાની શક્યતા ૬૧% જેટલી રહેલી છે. જ્યારે ત્રણ છોકરીઓવાળા કુટુંબોમાં, ચોથું બાળક છોકરી હોવાની શક્યતા ૫૮% જેટલી છે. વિજ્ઞાન કહે છે કે 'માતાની વૃદ્ધ ઉંમરે માસિક સ્ત્રાવનાં તબક્કાને ટૂંકો કરે છે. જે રૂ- ક્રોમોસોમ શુક્રાણુના અસ્તિત્વને અનુકૂળ બનાવે છે.' આ પરિસ્થિતિ છોકરાના જન્મ તરફ દોરી જાય છે. બીજી તરફ ઉંમર સાથે યોનિમાર્ગના pHમાં થતો ઘટાડો, માર્ગને એસિડિક વાતાવરણ બનાવે છે. જે X-ક્રોમોસોમ ધરાવતા શુક્રાણુને વધુ માફક ગણાય. પરિણામે છોકરીનો ગર્ભ વિકાસ સંભાવના વધી જાય છે. હવે મૂળ સવાલ એ છે કે 'આ સંશોધનનું સમાજ માટે કેટલું મહત્વપૂર્ણ છે? તેનું ભવિષ્ય શું છે?
ત્રણ જાદુઈ ચાવીઓ
આ ગ્રાઉન્ડબ્રેકિંગ સંશોધનનું નેતૃત્વ 'હાર્વર્ડ યુનિવર્સિટી'ની સાયવેન વાંગ (Jorge Chavarro) એ કર્યું. વાંગ એક યુવા વૈજ્ઞાનિક છે. તેમણે માનવ પ્રજનન અને જનીન વિજ્ઞાનમાં વિશેષતા મેળવી છે. આ સંશોધનમાં વાંગની સાથે 'હાર્વર્ડ ટી.એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ'ના પ્રોફેસર જોર્જ ચાવરો (ર્વયિી ભરચપચિર્િ) હતા. ચાવરો એક અગ્રણી એપિડેમિયોલોજિસ્ટ છે. તેમણે ન્યુટ્રિશન અને પ્રજનન સ્વાસ્થ્ય પર વ્યાપક સંશોધન કર્યું છે. તેમની કુશળતાએ આ જટિલ ડેટા વિશ્લેષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ચાવરોએ જણાવ્યું કે 'આ સંશોધન જૈવિક સમજૂતીનો પ્રથમ ડ્રાફ્ટ છે.' તેઓ વધુ સંશોધન માટે ઉત્સાહિત છે. સંશોધન ટીમે 'નર્સિસ હેલ્થ સ્ટડી' ડેટાનો ઉપયોગ કર્યો છે. આ એક પિડેમિયોલોજિકલ અભ્યાસ છે. જેમાં ૧૯૫૬થી ૨૦૧૫ સુધી અમેરિકામાં ૧,૪૬,૦૦૦થી વધુ ગર્ભધારણ અને બાળક જન્મને ટ્રેક કરે છે. યાદ રહે કે આવા લાંબા ગાળાના અભ્યાસો દુર્લભ છે. આ ટીમના સંશોધનને 'યુનિવર્સિટી ઓફ મિશિગન'ના જિયાન્ઝી ઝાંગ (Jianzi Zhang)જેવા અન્ય જનીન વિજ્ઞાનીઓએ પણ સ્વીકાર્યું છે. તેમણે ૨૦૨૪માં સમાન વિષય પર સંશોધન પ્રકાશિત કર્યું હતું. 'યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડ'ના બ્રેન્ડન ઝિટ્સ્ચ (Brendan Zietsch)એ તેમના ૨૦૨૦ના ૪૭ લાખ સ્વીડિશ જન્મોના અભ્યાસના આધારે આ તારણો પર પ્રશ્ન ઉઠાવ્યા છે. પરંતુ 'હાર્વર્ડ'ના સંશોધકોએ અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને વધુ વિગતવાર વિશ્લેષણ પ્રદાન કર્યું છે. આ સંશોધન વિજ્ઞાનીઓના વ્યક્તિગત અનુભવોમાંથી ઉવ્યું છે. 'હાર્વર્ડ'માં આ સંશોધનનું નેતૃત્વ કરનાર સાયવેન વાંગે જણાવ્યું : 'કેટલાંક કુટુંબમાં ફક્ત છોકરીઓ કે ફક્ત છોકરાઓ જ હોય છે. શું આ કેવળ સંયોગ છે?' આ માન્યતા ૨૦૨૦માં સ્વીડિશ વસ્તીના ૪૭ લાખ જન્મોના અભ્યાસથી શરૂ થઈ. ૨૦૨૪માં 'યુકે બાયોબેન્ક'ના ડેટામાંથી પણ સમર્થન મળ્યું. આ પહેલાના સંશોધનોએ સૂચવ્યું હતું કે 'ક્રોમોસોમ ૧૦ પરનું એક જિન મ્યુટેશન છોકરીના જન્મની સંભાવના ૧૦ ટકા સુધી વધારી શકે છે.' આટલું વાંચ્યા પછી તમને જરૂર થશે કે 'આ સંશોધન કેવી રીતે કરવામાં આવ્યું અને તેમાં નવું
શું જાણવાં મળ્યું છે?
'પ્રકૃતિ સંતુલન શોધે છે!'
મોટાભાગે નમૂનો સફેદ અમેરિકન નર્સોનો ડેટા (૯૫% સફેદ) ધરાવતો હતો, તેથી વૈશ્વિક વસ્તી માટેના અભ્યાસ અને પરિણામો અલગ અલગ હોઈ શકે. 'યુસી બર્કલે' ના રાલ્ફ કેટલાનએ (Ralph Catalano)નોંધ્યું કે '૫૦%થી ઓછા ગર્ભ, જન્મ સુધી પહોંચે છે. ૫૦%થી વધુ સ્વયં સ્ફુરિત ગર્ભપાત થાય છે. જે રેન્ડમ (યદિચ્છ) નથી. પ્રારંભિક ગર્ભાવસ્થામાં, બાળકની જાતિ સ્ત્રી નક્કી થતા, સ્ત્રી ગર્ભનો વધુ ગર્ભપાત થાય છે. જ્યાં પુરુષ ગર્ભ રહેવાની પાછળની પ્રક્રિયા વધુ નાજુક હોય છે. જેથી દરેક માતા તેની ઈચ્છા પ્રમાણેના લિંગ-જતી ધરાવતા બાળકો પેદા કરી શક્તિ નથી. જિનેટિક વિશ્લેષણમાં, ૭,૫૩૦ સ્ત્રીઓના નમૂનામાં બે ચોક્કસ જિન વેરિઅન્ટ્સ શોધાયા છે. પ્રથમ SNP, NSUN6 નામનું જનીન ફક્ત સ્ત્રી સંતાન સાથે સંકળાયેલું છે. જ્યારે SNP, TSHZ1 જનીન ફક્ત પુરુષ સંતાન સાથે જોડાયેલું છે.
રસપ્રદ વાત એ છે કે આ બંને જિન્સ (જનીનો), સ્ત્રી-પુરુષની પ્રજનન પ્રક્રિયામાં કોઈ જાણીતી ભૂમિકા ભજવતા નથી. આ જનીનનું બીજું જૈવિક કાર્ય જોઈએ તો, NSUN6 પ્રોટીન રચનામાં સંકળાયેલું છે, જ્યારે TSHZ1 ગંધની ઇન્દ્રિય સાથે સંબંધિત માનવામાં આવે છે. વૈજ્ઞાનિક ૃદ્રષ્ટિકોણથી આ સંશોધન અનેક નવા પ્રશ્નો ઊભા કરે છે. અભ્યાસમાં પિતાના ડેટાનો સમાવેશ પણ જરૂરી અને નિર્ણાયક છે, કારણ કે પિતાનાં જિનેટિક લક્ષણો અને ઉંમર પણ, સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતાની માફક, બાળકની જાણતી નક્કી કરવામાં ભૂમિકા ભજવી શકે છે. વિકાસવાદી દ્રષ્ટિકોણથી પ્રશ્ન ઊભો થાય છે : શા માટે માનવજાતે આવી મનુષ્ય બાળકની લિંગ નક્કી કરવા માટે જૈવિક વિવિધતાઓ વિકસાવી? 'હાર્વર્ડ'ના ઇવોલ્યુશનરી બાયોલોજિસ્ટ ડેવિડ એ. હેગ જણાવે છે કે 'વિવિધ કુટુંબો ટોસ કરવાં વિવિધ સિક્કાઓ ઉછાળી રહ્યા છે. જેમાં પક્ષપાત વૈવિધ્ય રહેલું છે. સંશોધન ભલે કંઈક અત્યંત સાહજિક અને વ્યક્તિગત વાત કરે, પરંતુ તેની પાછળનું જીવવિજ્ઞાન ખૂબ જ જટિલ છે.' પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનમાં કહેવાયું છે કે 'પ્રકૃતિ સંતુલન શોધે છે.' શક્ય છે કે આ જૈવિક પદ્ધતિ, વસ્તી વાંદરા અને લિંગ સંતુલન માટે વિકાસ પામી હોય.


