Get The App

ઢોંગી બાબાઓની જમાતનો દબંગ

Updated: Feb 15th, 2020

GS TEAM

Google News
Google News
ઢોંગી બાબાઓની જમાતનો દબંગ 1 - image

હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

પ્રોફેસર પ્યારેલાલે કહ્યું. 'શાપ કા ડર મુઝે ના બતાવ. ઐસા સાધુલોગ કો હમ ખૂબ પિછાનતે હૈ.'

પે થાભાઈ પરિવારમાં વિશાલનો લગ્નોત્સવ નજીક આવતો હોવાથી દિવસો ગુલતાનમાં જતા હતા. ફેન્ટાનો હરખ મનમાં સમાતો નહોતો. નવીવહુ ઘરમાં આવશે, પોતાનું 'સ્ટેટસ' મોભો વધશે. એની કલ્પનામાં એ રાચતી હતી. પટલાણી પણ ઉમંગમાં હતાં. પેથાભાઈને પણ લગ્ન અંગેની ચર્ચા કરવાની ગમતી હતી. પણ...

એક દિવસ આકસ્મિક ઘટના બની. પેથાભાઈ અને બીજા બધાં ઘરમાં જ હતાં. જમવાના સમયને વાર હતી. બપોર થવા આવી હતી. એવામાં ઘર આંગણે ત્રણ ચાર સાધુ ચીપડો ખખડાવતા જે સિયારામ...કરતા આવ્યા અડિંગો જમાવ્યો.

'માઈ, હિમાલય-ઉત્તરકાશીસે આયા હૈ. યહાં રામજી કા મંદિર બનાના હૈ.'

પેથાભાઈએ નરમાશથી કહ્યું : 'બાપજી, આગળ જાવ.' અને એ પગે લાગ્યા પટલાણી બહાર આવ્યા એટલે 'માઈજી, માઈજી' કરતાં એ જે સિયારામ સાધુ તુમારે આંગણે આયા હૈ. કુછ દાન દક્ષિણા દેદો. છોટા સા મંદિર ઉત્તરકાશીમેં બનાતે હૈ.

પટલાણી મૂંઝાઈ ગયા. અંદરના રૂમમાંથી વિશાલ આવ્યો. એને સાધુબાવાઓ સાથે કશી નિસબત નહિ. પણ એને ગામે ગામ રખડતા, પરાણે ભીક્ષા ઉઘરાવતા, દાન દક્ષિણા માટે અડિંગો જમાવતા હાથમાંનો ચિપિયો ખખડાવતા સાધુઓ માટે માન નહિ. એના યુવા માનસને આ બધાં ધતિંગ લાગતાં હતાં.

એણે બહાર આવતા જ કહ્યું : 'બાપજી ! આપ આગે જાઈએ એમ કહી તેણે આગળ જવા હાથથી ઇશારા કર્યા. એટલે સાધુ કોપી ઉઠયા. એક સાધુએ જોરથી ચીપિયો ખખડાવ્યો : 'સાધુ લોગ કો નિકાલના આતા હૈ,'' પટલાણીએ ગભરાઈને વિશાલને કહ્યું 'સાધુબાવાને મંદિર માટે થોડુંક આપીએ એમના આશીર્વાદ મળે.'

વિશાલ કહે : 'આ શેના આશીર્વાદ. દેશમાં સાધુબાવાઓના મંડલો ગામે ગામ ફરતા રહી અડિંગો જમાવે છે. લોકો પર હક કરીને મોટી રકમના દાન પડાવે છે.'

પટલાણી વિશાલની આકરી વાણીથી ગભરાઈ ગયા.

પેથાભાઈએ વખત સમજી લઇને સાધુઓને સો રૂપિયા આપવા માંડયા. 'બાપજીથોડીસી ભેટ કર શક્તે હૈ. જે રામજી કી...'

એક જુવાન સાધુએ ઘાંટો પાડતાં કહ્યું : 'સો રૂપયા સે કુછ કામ હો સક્તા હૈ ? સો રૂપિયા તો દો રોટી ભી નહી મીલતી.'

વિશાલે કહ્યું : 'તમારે આટલા રૂપિયા લેવા હોય તો લઇ લો. અને આગે જાવ. ઔર કુછ નહિ દે સક્તા.'

વિશાલની રોકડી વાત સાંભળી એક સાધુએ ચિડાઈને એનો ચિપિયો વિશાલના ખભા પર ફટકાર્યો વિશાલને ચક્કર આવી ગયાં.

એવામાં પ્રોફેસર પ્યારેલાલ નસીબજોગે ત્યાં આવી ગયા એમણે વિશાલ પર ચીપિયો પપછાડયાની વાત જાણી.એમનો શાંત સ્વભાવ પણ ઉકળી ઉઠયો.

'બાપજી. આપ આગે જાઈએ. યહાં દબંગ ચલાતે હો'

'તું કોન બીચમેં બોલને વાલા...? હમ શાપ દેંગે તો ભસમ હો જાયેગા.'

પ્રોફેસર પ્યારેલાલે કહ્યું. 'શાપ કા ડર મુઝે ના બતાવ. ઐસા સાધુલોગ કો હમ ખૂબ પિછાનતે હૈ.'

સાધુઓ ધમાલ કરી પ્રોફેસર પ્યારેલાલને હિંદીમાં ગાલિયાં દેવા માંડયા.

પ્રોફેસર પ્યારેલાલે તરત મોબાઈલ ખીસામાંથી કાઢીને કહ્યું : 'પુલીસ કો  બુલાતા હૂં. લોગોં કો ધમકી દેકર પરેશાન કરતે હો દબંગ ચલાતે હો ?'

એમણે ફોન પર : 'પોલીસ ચોકી...? પોલિસ ઇન્સ્પેકટર...? મેં પ્રોફેસર પ્યારેલાલ બોલતા હું યહાં...'

પણ પોલીસ ઇન્સ્પેકટરનું નામ સાંભળતાં જ બાવાઓ છટકવા માંડયા. 'તેરા સર્વનાશ હો જાયેગા.'

પેથાભાઈએ આજીજી કરી, 'બાપજી, ----- સો રૂપિયા લે લો.'

તેરા રૂપિયા ગટરમેં ડાલ. સાધુસંતોકા અપમાન કરતે હો. તેરા સર્વનાશ હો જાયેગા.

પ્રોફેસર પ્યારેલાલ સામે ચીપિયો પછાડી ને કહે : 'તું બીચમેં આને વાલા કોન ? તેરા પરિવારકા સર્વનાશ હો જાયેગા.'

એમ બોલીને ઝડપથી જવા માંડયા. એક સાધુએ પેથાભાઈના હાથમાંથી સો રૂપિયા દાનરૂપે સેરવી લીધા.

સાધુઓ પેથાભાઈ પરિવારમાં ધ્રાસ્કો પાડી ગયા.

પટલાણીને થયું : 'સાધુઓનો શાપ લાગશે તો ? ફેન્ટા ય ગભરાઈ ગઈ. વિશાલના ખભા પર ચીપિયાના ઘાથી સોજો આવી ગયો હતો. એનો તો જીવ ઊડી ગયો.'

વિશાલે 'મમ્મી ! સહેજમાં જ વાગ્યું છે. કશુ વધારે નથી.' એમ કહી ખભો ઢાંક્યો.

પટલાણીનો ગભરાટ હજી શમતો નહોતો. એ કહે : 'અંકલ ! સાધુઓનો શાપ લાગશે તો'

પ્રોફેસર પ્યારેલાલે સધિયારો આપતાં કહ્યું : 'બહેન સતી સાધુ શાપ દે નહિ. ઢોંગીના શાપ લાગે નહિ. માટે કશી ચિંતા કરશો નહિ. પોલીસનું નામ લેતાં ચાર કેવા ભાગી ગયા સો રૂપિયા લઇ ગયા ને ?'

વિશાલના ખભા પર સોજો આવી ગયો હતો. ફેન્ટા એની સારવાર માટે દોડાદોડ કરી રહી. એણે સોજો ઉતારવાનો મલમ શોધી કાઢ્યો. પ્રોફેસર પ્યારેલાલે કહ્યું. સોજો ઉતારવાની ગોળી ડોક્ટરને પૂછીને આપી બે દિવસમાં ફેર પડી જશે. ન જાણે કેમ વિશાલના ખભા પર ઇજા થઈ હોવાના સમાચાર વડોદરામાં રશ્મિને પહોંચી ગયા એનો ફોન આવી ગયો 'હું આવું છું' (આવતા અંકે પુરું)

Tags :