Get The App

આકર્ષક નૃત્ય કરતું સારસ પક્ષી...

Updated: Apr 15th, 2023

GS TEAM

Google News
Google News
આકર્ષક નૃત્ય કરતું સારસ પક્ષી... 1 - image


 - શોધ સંશોધન- વસંત મિસ્ત્રી

એ ક સારસની દોસ્તી યુ.પી.માં રહેતાં એક ભાઈ સાથે થઈ. તે પક્ષી પગે લંગડાયુ હતુ અને તેને સારૂ કર્યુ એક ભાઈએ! પછી સારસ તેનું મહેમાન બની ગયું. વન વિભાગના પણ નિયમ પ્રમાણે સારસને પાળી ના શકાય પણ અહીં તો સારસ પોતે જ મહેમાન બનીને રહે છે. એટલે વન્ય પ્રાણીઓના નિયમો અહીં ચર્ચામાં રહ્યા...!

અંગ્રેજીમાં ક્રેન અને સંસ્કૃતમાં સારંગ નામે ઓળખાતું આ પક્ષી વિશ્વનું સૌથી ઊંચુ ઊડી શકે એવું પક્ષી છે. ૧૫૨-૧૫૬ સેન્ટીમીટર ઊંચાઈ અને ૨૪૦ સે.મી.નો પંખવિસ્તાર ધરાવતું આ પક્ષી માણસના ખભા સુધી આવી જાય છે. સારસનું શરીર રાખોડી, ડોક, માથુ, પગ લાલ રંગના હોય છે. ચાંચ ગુલાબી રંગની હોય છે. હજારોની સંખ્યામાં તે અંગ્રેજી "V"  (વી) આકારમાં ઊડે છે. નાયક આગળ ઊડે છે અને દોરવણી તેમજ સૂચન આપે છે. તેમનું જોડીમાં રહેવું અજબનું લાગે છે. કેટલીકવાર તેઓ ત્રણના ગુ્રપમાં પણ રહે છે. તેમનું યુગલ નૃત્ય જોવા જેવું હોય છે. સારસ ક્રેન ભારતભરમાં અને થાઈલેન્ડમાં જોવા મળે છે. સારસનું વજન ૬.૮ થી ૭.૮ કિલો હોય છે.

તમે સારસની ફોટોગ્રાફી કરો ત્યારે સામાન્ય રીતે તેને ઊડતાં, હેઈક ઑફ લેતાં કે એક પગે ઊભેલા સારસને પસંદ કરો છો પરંતુ મેલ સારસ કે ફિમેલ સારસને કેવી રીતે ઓળખશો? હવે તેની ચાંચ અને લાલ પટ્ટા પર ધ્યાન આપો. મેલ સારસનો લાલ પટ્ટો ત્રાંસો ઊતરતો હોય છે જ્યારે ફિમેલમાં લાલ પટ્ટીની નીચેની બોર્ડર સબસ્ટ્રેટમને સમાંતર હોય છે. થોડાં ક્લોઝઅપ જોશો એટલે ખ્યાલ આવશે.

સૌથી વધુ ઊંચાઈએ ઊડતા પક્ષીઓમાં રૂપ્પેલ્સ ગ્રિફોન વલ્ચર આવે છે જે ૩૭,૦૦૦ ફિટ (કમર્શીયલ વિમાનની ઊંચાઈ)ની ઊંચાઈએ ઊડે છે. બીજું છે બાર હેડેડ ગુઝ જે હિમાલયની ૨૮,૦૦૦ ફિટ ઊંચાઈએ ઊડે છે. ઊંચે ઊડતા પક્ષીઓમાં સારસ સૌથી વધુ ઊંચાઈ  ધરાવે છે !

સારસના ખોરાકમાં મુખ્ય તો માછલી છે પરંતુ તે દેડકાં, ગરોળીઓ અને કિટકો પણ ખાય છે. ક્યારેક તે જલજ વનસ્પતિઓ જેવાં કે ડાંગર, ઘઉં પણ ખાય છે. તેને મગફળીની શીંગો પણ ભાવે છે.અમદાવાદ પાસે આવેલા નળ સરોવર અને થોલ સરોવર જેવા સ્થળોએ તેમનું રક્ષણ કરવું જરૂરી છે. વિશ્વભરમાં ભારતના સારસની સંખ્યા ફક્ત ૮૦૦૦ થી ૧૦૦૦૦ જેટલી જ છે. સારસને એન્ડેજર્ડ સ્પીસીસમાં દાખલ કરવામાં આવે છે. 

આપણે ત્યાં કલગીવાળા સારસ (ફ્લેમિંગો) ખાસ જોવા મળતાં નથી પરંતુ આફ્રિકાની નાઈલની ખીણમાં ૩૮ ઈંચ ઊંચા અને માથે કલગીવાળા સારસ જોવા મળે છે. આવા ''ક્રાઉન્ડ ક્રેન''નું નૃત્ય નયનરમ્ય હોય છે. કોઈ કહે કુંજ અને કોઈ કહે કુલંગ પણ આ બધા એક જ કુળના પક્ષીઓ છે. સલીમઅલી ''ડેમોઈસેલન''ને કુંજ કહે છે તો કેટલાક પક્ષીવિદો ''ધ ઈસ્ટર્ન કોમન ક્રેનને '' કુંજ કહે છે...!

વલસાડના દરિયા કિનારે તેમજ બિલ્લીમોરા નવસારી વચ્ચેના છીછરાં પાણીવાળા ખેતરોમાં સારસ જોવા મળે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈના ભદેલી ગામમાંથી પસાર થતી ઔરંગા નદીમાં પણ સારસ, ટોળામાં જોવા  મળે છે ! અમદાવાદ, ખેડા, સાણંદ, વિરમગામ, દસ્ક્રોઈ તાલુકા અને ધોળકામાં સારસની વસ્તી સારી છે. ''ડેમોઈસેલ ક્રેન'' છેક મધ્ય યુરેશિયાથી ભારતમાં પ્રજનન માટે શિયાળામાં સ્થળાંતર કરે છે. 

Tags :