- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- 'સરોગેસી' પદ્ધતિ મોંઘી છે અને કાનૂની જટીલતા પણ છે. ૨૦૨૧ના સરોગેસી એક્ટ પ્રમાણે 'સરોગેટ' નજીકના સંબંધી હોવા જોઇએ
મ હિલા માટે માતૃત્ત્વપદ એ આનંદનો પ્રસંગ છે. જો કે કેટલાંક કારણોસર મહિલા માતા બની ના શકે તો આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેવી ટેકનીકથી બાળક મેળવવું પડે છે. બીજી ટેકનીક 'સરોગેસી'ની છે 'સરોગેસી' એટલે અન્ય મહિલાની 'કૂખ ભાડે લેવી. આમાં અન્ય મહિલા (સરોગેટ મધર) બીજા દંપતી માટે ગર્ભધારણ કરે છે. તે બાળકને જન્મ આપે છે અને જન્મબાદ બાળક કાનુની રીતે ઇચ્છુક માતાપિતાનું બને છે. આ ટેકનીકનો ઉપયોગ તબીબી કારણોસર ગર્ભધારણ કરવામાં અસમર્થ એવી સ્ત્રીઓ અપનાવે છે.
આઈવીએફમાં ઇન-વિટ્રો જેવો લેટિન શબ્દ સમાયેલો છે જેના અર્થ 'ગ્લાસમાં' એવો થાય છે એટલે કે ફર્ટિલાઇઝેશન ગ્લાસ ડિશમાં થાય છે. આ પધ્ધતિમાં પાંચ મુખ્ય તબક્કાઓ હોય છે.
આ ટેકનીકમાં સ્થળ, વિસ્તાર, ભૂગોળના પ્રમાણે ગુજરાતમા અલગ અલગ ચાર્જ થાય છે જે દોઢથી ત્રણ લાખ સુધીનો હોય છે. એમાં સફળતાની ૧૦૦ ટકા ગેરન્ટી નથી એટલે બીજા પ્રયાસની તૈયારી પણ રાખવી જરૂરી છે.
'સરોગેસી' પધ્ધતિ મોંઘી છે અને કાનુની જટીલતા પણ છે. ૨૦૨૧ના સરોગેસી એક્ટ પ્રમાણે તમારા 'સરોગેટ' નજીકના સગા હોવા જોઇએ. તેમને ફક્ત તબીબ ખર્ચ અને વિમાના પૈસા જ આપી શકો.
ગુજરાતમાં 'સેરોગેસી'નો સરેરાશ ચાર્જ ૧૨થી ૧૮ લાખ છે. સુરતમાં તે ૧૮થી ૨૩ લાખ થઇ જાય છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આગળ જાવ તો વલસાડ કે પારડીમાં મધ્યમ વર્ગને પોષાય એવી ફી થી માતૃત્ત્વપદ પ્રાપ્ત કરી શકાય છે. 'સરોગેસી'ની વાત આવે એટલે એમા મોડેલ એક્ટર સની લિઓનની યાદ પણ આવે. 'સરોગેસી'ને શરણે અનેક સેલિબ્રીટી ગઇ છે પ્રિયંકા ચોપરા, કિમ કરદાસિઆન, કરણ જોહર વગેરે આની ચર્ચા ખુલ્લેઆમ કરે છે.
'આઈવીએફ' અને 'સેરોગેસી' બન્ને પધ્ધતિ મોંઘી છે. મધ્યમ વર્ગે બાળક વિના જ ચલાવી લેવુ પડે પરંતુ પોતાના 'ડીએનએ'વાળા બાળકથી વંશ આગળ ચલાવવો હોય તો 'સેરોગેસી'ની તક ઝડપવી જોઇએ.
ભારતમાં 'સેરોગેસી'થી બાળક મેળવવા અનેક કાનુની રસ્તામાંથી પસાર થવું પડે છે. ચીનમાં સરમુખત્યારશાહી હોવાથી કોઈ સામે પડતું નથી. આથી સરકારે ત્યાં 'કૃત્રિમ ગર્ભાશય' બનાવ્યા છે. હોસ્પિટલમાં ૪૦-૫૦ કૃત્રિમ ગર્ભાશયમાં શ્વેત-તંદુરસ્ત બાળકો જોવા મળે છે.
'સરોગેસી' દ્વારા માતૃત્વ પામવા માટે હિંદી ફિલ્મોએ પણ પ્રયત્ન કર્યો છે. ૨૦૨૧માં કૃતિ સૈનન અભિનીત ફિલ્મ 'મિમી' ખૂબ ચર્ચામાં છે અને નેટફ્લિક્સ પર જોવા મળે છે. એમાં એક નૃત્યાંગના પૈસા માટે સરોગેટ મા બનવાની તૈયારી બતાવે છે.
'ચોરી ચોરી ચૂપકે ચૂપકે' તેમજ 'ગુડ ન્યુઝ' (આઈવીએફ/સેરોગેસી) અને જુની ફિલ્મ 'દુસરી દુલ્હન' પણ ઉલ્લેખનીય છે.


