- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ફિલાડેલ્ફિયાના લિયોનાર્ડ સ્ટોટ નામના માધ્યમ પ્રેતાત્માઓ સાથે સંપર્ક સાધી તેમના ઉપયોગથી એપોર્ટના પ્રયોગો કરતો હતો
A pports Suggest that matter might be transported by forces not yet recognised by science : એપોર્ટ એવું સૂચવે છે કે પદાર્થને એવી શક્તિઓ દ્વારા સ્થાનાંતરિત કરી શકાય છે જેને વિજ્ઞાન હજુ સુધી ઓળખી શક્યું નથી.
- ચાર્લ્સ રિચેટ ( Charles Richet) નોબલ પ્રાઈઝ વિજેતા પરામનોવિજ્ઞાની
- Apports are among the most curious phsycial phenomena reported in psychic research : એપોર્ટ તે સર્વાધિક રોચક ભૌતિક ઘટનાઓમાંની એક છે જે ચૈતસિક શોધ-સંશોધનમાં રિપોર્ટ કરાયેલી છે.
- ક્રેડરિક માયર્સ ( Frederic Myers), પરામનોવિજ્ઞાનના અગ્રગણ્ય સંશોધક
- ‘Apports represent the alleged transfer of objects without the intervention of known physical forces : એપોર્ટ તે કથિત પ્રક્રિયા છે જેમાં વસ્તુઓ જ્ઞાતા ભૌતિક શક્તિઓની દરમિયાનગીરી વિના સ્થાનાંતરિત થઈ જાય છે.'
- નાન્દોર ફોદોર (Nandor Fodor), મનોવિશ્લેષક, પરામનોવૈજ્ઞાનિક લેખક ‘The sudden appearance of objects in seances suggest processes : પ્રેતાત્મા આહવાન બેઠકમાં વસ્તુઓનું અચાનક પ્રગટ થઈ જવું સામાન્ય ભૌતિક પ્રક્રિયાઓથી પર એવી સંભાવનાઓ તરફ સંકેત કરે છે.'
- ઓલિવર લોજ ( Oliver lodge) ભૌતિક વિજ્ઞાની, ગૂઢ વિજ્ઞાનના સંશોધક)
એપોર્ટ (Apport) પેરાનોર્મલ ઘટનાઓમાં વર્ણન કરાયેલી એક એવી પ્રક્રિયા છે જેમાં કોઈ વસ્તુ કોઈ ભૌતિક માધ્યમ વિના, અદ્રશ્ય રીતે અચાનક કોઈ સ્થાન પર પ્રગટ થઈ દાય છે અથવા એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી જાય છે. યુસેપિયા પેલાડિનો (Eusapia palladino) ઇટલીની એક પ્રસિધ્ધ માધ્યમ (Medium)હતી.
જે પ્રેતાત્માઓ સાથે સંપર્ક કરી શકતી હતી. તેની પ્રેતાત્મા આહ્વાન બેઠક (Seance)માં અનેક લોકોએ એપોર્ટની ઘટનાઓ જોઈ હતી. આ વખતે ઓરડામાં ફૂલ, સિક્કા અને જુદી જુદી વસ્તુઓ અચાનક પ્રકટ થઈ જતી હતી. તે ઓરડાની વસ્તુ ત્યાંથી ગાયબ થઈ બીજે પહોંચી જતી હતી. બંધ ઓરડામાં વસ્તુઓ ક્યાંકથી આવીને નીચે પટકાતી.
ડો. શેરવુડ એડી (Sherwood eddy) નામના તબીબ ડો. હાર્લોના ગાઢ મિત્ર હતા. તે એપોર્ટની વિદ્યા જાણતા હતા. તેમણે ડો.હાર્લોને ડો.ઇ.એ.મેકબેથ નામના ન્યૂયોર્કવાસી સંબંધીનો પણ પરિચય કરાવ્યો. ડો.મેકબેથ ફાધર ટોબેના સ્પિરિટ કન્ટ્રોલ હતા. જે સ્વયં એક માધ્યમ તરીકે કામ કરતા હતા. એકવાર ફાધર ટોબે ડો.મેકબેથના સાથીદારો સમક્ષ એપોર્ટથી નાની-મોટી અનેક વસ્તુઓ મેનહટ્ટન અને ન્યૂયોર્ક ખાતે પ્રગટ કરી બતાવી હતી, જેમાં પોર્સલેઇન અને એશ ટ્રે નો સમાવેશ થાય છે.
એક રાત્રે જ્યારે ડો.શેરવુડ એડી અને એમના મિત્રો રહાઈનબેક-ઓન-હડસન ખાતે આવેલા ડો. મેકબેથના ઘરે એકત્રિત થયા હતા. તેમનું ઘર શેરવુડના લોન્ગ આઈલેન્ડ ખાતે આવેલા જેક્સન હાઈટ્સના એપાર્ટમેન્ટથી ૧૦૦ માઈલ દૂર હતું. ડો.મેકબેથે પહેલાં તો શેરવુડના ઘરનું, એના ઓરડાઓનું અને એમાં રાખેલી વસ્તુઓનું વર્ણન કર્યું હતું. જે એકદમ સાચું હતું. પછી તેમણે કહ્યું હતું કે એક ઓરડાના ટેબલ પર ચાંદીનો ઢોળ ચડાવેલી બે સરસ એશ ટ્રે પડેલી છે. તેમાંથી એકને હું એપોર્ટથી અહીં તમારા બધાની સામે પ્રગટ કરું છું. થોડી પળોમાં જ અચાનક હવામાંથી પ્રગટ થઈ હોય તેમ એક ચાંદીનો ઢોળ ચડાવેલી એશ ટ્રે શેરવુડની ખાલી હથેળી પર આવને ગોઠવાઈ ગઈ. શેરવુડે તેના પર ખાસ નિશાની કરી જેથી પાછળથી તે ઓળખી શકાય. શેરવુડ જ્યારે પાછા ઘેર ગયા ત્યારે જોયું કે ટેબલ પર રાખેલી બે એશટ્રેમાંથી માત્ર એક જ એશટ્રે ત્યાં પડેલી હતી. બીજી એશટ્રે ત્યાંથી ગાયબ થઈ ગયેલી હતી. બંધ ઓરડામાંથી અને તાળું વાસેલા પોતાના ૧૦૦ માઈલ દૂર રહેલા ઘરમાંથી તે થોડી પળોમાં જ ડો.મેકબેથે કેવી રીતે લાવી દીધી. તે તેમના સૌના માટે વિસ્મયકારી બાબત હતી. આ જ રીતે. ડો.મેકબેથે બીજી એક વ્યક્તિના કહેવાથી તેણે જે વસ્તુઓનો નિર્દેશ કર્યો તે બધી વસ્તુઓ આંખનો પલકારો વાગે એટલા સમયમાં શિકોગોથી ન્યૂયોર્ક લાવી બતાવી હતી.
ફિલાડેલ્ફિયાના લિયોનાર્ડ સ્ટોટ નામના માધ્યમ પ્રેતાત્માઓ સાથે સંપર્ક સાધી તેમના ઉપયોગથી એપોર્ટના પ્રયોગો કરતો હતો. સ્કેનેક્ટેડી (Schencectady) માં 'જનરલ ઇલેક્ટ્રિક' માટે રિસર્ચ કેમિસ્ટ તરીકે કામ કરતા ગિલ્બર્ટ ઇ.રાઈટ (Gilbert E. Wright) ના કડક નિયંત્રણ હેઠળ લિયોનાર્ડ સ્ટોટે પ્રેતાત્માના માધ્મયથી એપોર્ટના પ્રયોગો કર્યા હતા. તેણે આ પ્રયોગો વખતે લગભગ ૨૦૦૦ વર્ષ જૂનો ભારતનો પ્રાચીન સિક્કો પ્રગટ કર્યો હતો. એ રીતે અંગ્રેજી ચલણનો સિક્કો (English Farthings) પ્રગટ કર્યો હતો. એ પછી એવા તાજા છોડ પ્રગટ કર્યા હતા જે એ સમયે એ સ્થળે ઉગતા જ નહોતા. એ જ રીતે તેણે ઇજીપ્તની એક અદ્ભુત કલાકૃતિ પણ ત્યાં પ્રગટ કરી બતાવી હતી. એ સાથે દસેક આર્ટિફિશિયલ રત્નો, દરિયાઈ છીપલું, બાળકોના રમકડાંની ઘંટડી એવી અનેક વસ્તુઓ પ્રગટ કરી દીધી હતી. બાર્બરા હચિન્સન નામની મરણ પામેલી એક છોકરીના પ્રેતાત્માનું માધ્યમ બનીને લિયોનાર્ડ સ્ટોટે એપોર્ટથી થોડી વસ્તુઓ ઓરડામાં પ્રકટ કરી હતી. તે પછી ટેબલ પર કોઈ નાની હળવી વસ્તુ પડવાનો અવાજ આવ્યો અને મીઠીને માદક સુગંધ હવામાં પ્રસરી રહી. ધ્યાનથી જોયું તો ટેબલ પર ડાળી પરથી હમણાં જ તોડયું હોય એવું ઝાકળવાળું તાજું ગુલાબનું ફૂલ પડયું હતું. થન્ડર કલાઉડ તરીકે ઓળખાતા અમેરિકન ઇન્ડિયનના પ્રેતાત્માએ પણ એપોર્ટથી ગિલ્બર્ટ રાઈટની હથેળી પર કઠણ માટીનું ઢેફું પ્રગટ કર્યું હતું. એ ઢેફાનો અડધો ભાગ માટીનો હતો અને અડધો ભાગ રેતીનો હતો. એના એક ખૂણામાં તાજા શતાવરીના છોડની કૂપળો તો બીજા ખૂણામાં સ્પ્રિંગ ઓફ ક્રોવર તરીકે ઓળખાતા છોડની તાજી કૂંપળો ઉગેલી હતી. આમ, પરામનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એપોર્ટ વિદ્યાર્થી વસ્તુઓનું અદ્રશ્ય રીતે તત્કાળ સ્થાનાંતરણ થાય છે.


