1.......... 9 .
- થોડામાં ઘણું-દિલીપ શાહ
૧ એ આંકડા એક્સપ્રેસનું એજિંન અને ૯ એનો ગાર્ડનો ડબ્બો. બન્ને વચ્ચે બે ધુ્રવો જેટલું અંતર. બન્નેનું ગઠબંધન થાય ત્યારે ઓગણીસ (૧૯)ની બ્રાન્ડ બને. ૧ અને ૯ નો સરવાળો પછીના અનુજ ૧૦નો જન્મ આપે.
જન્મકુંડળીમાં ૧૯ની ઓળખ અવિભાજ્ય સંખ્યાની. નજરનાં રડારમાં જ્યારે જ્યારે ૧૯ ઝીલાય ત્યારની એની હસ્તરેખાનું વાંચન
* છંદમાં ૧૭ અક્ષરોવાળા પૃથ્વી, મંદાક્રાન્તા અને શિખરિણીની મોનોપોલી તોડવા ૧૯ અક્ષરી શાર્દૂલ-વીક્રીડિતની શાનદાર એન્ટ્રી યાદ આવે 'ગ્રામ્યમાતા'નાં ઉઘાડમાં... ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં' (બહુ ચીકણાવેડા ના કરો, ગણી જૂઓ... છે ને ૧૯ અક્ષર ?)
* ઘરેલુ નિર્દોષ રમત કેરમ યાદ આવી ? પેલી ૯ સફેદ, ૯ કાળી, ને લાલ કીંગ... ૧ (વળી ટોટલ ૧૯) અને આ ૧૯ ઉપર સુંવાળી કાયા લઈ એટેક કરતો ધોળો... રૂપાળો સ્ટ્રાઈકર ! જોઈ ૧૯ની જાહોજહાલી !
* ભારત તથા વિશ્વના જૂના ઈતિહાસમાં આ '૧૯'ની વીર ગાથાઓ તો એસ.એસ.સી. બોર્ડના સામાજિક વિજ્ઞાાનમાં પૂરા બે માર્ક રોકડા આપે... શું કેલીડો સ્કોપ રંગોળી છે '૧૯'ની ! ૧૯૦૫ તો બંગભંગ ૧૯૧૯ તો જલિયાવાલા બાગ હત્યાકાંડ, ૧૯૨૮ બારડોલી સત્યાગ્રહ, ૧૯૩૦ યસ દાંડીકૂચ, ૧૯૪૨ હિંદ છોડો. ભૂલી જવા જેવી ૧૯૧૪ને ૧૯૩૯ બબ્બે વિશ્વયુદ્ધની સંગતે આ ૧૯ લોહિયાળ થઈ !
* છતાંય ૪૫ સાથે ૧૯ શાંતિદૂત બની ૧૯૪૫માં યુનો લાવી, ૪૭નું ફેવીકોલી જોડાણ ૧૯૪૭ આઝાદીની વસંત લાવી... ૧૯૫૦ પ્રજાસત્તાક ભારતનું બ્યુગલ ફૂંકાયું !
* લોકશાહીને ગૂંગળામણ થઈ ૧૯૭૫માં કટોકટીમાં (પાછું શોલેનું આગમન પણ !)
માંડ માંડ કળવળી આ ૧૯ ને ત્યાં તો... ભૂલી ગયા ? એ આતંકવાદી કોવિદ... ૧૯ ને ?
છતાંય ૨૦૨૫માં ૧૯ ઓગષ્ટે અજા એકાદશી છે, અને... ૧૯ નવે સંકટ ચતુર્થી... એન્ડ ૧૯ ઓક્ટોબર કુંડાળા બ્રાન્ડ કાળી ચૌદશ વડાવાળી !