Get The App

શ્રીવિષ્ણુસહસ્રનામ : વિહંગાવલોકનની ક્ષણે...

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
શ્રીવિષ્ણુસહસ્રનામ : વિહંગાવલોકનની ક્ષણે... 1 - image

- સનાતન તંત્ર - બ્રહ્મચારી પરખ ઓમ

- એક વખત મહર્ષિ ભૃગુને ત્રિદેવની સહનશીલતા અને ભક્તવત્સલપણાની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. એમણે વૈકુંઠમાં પ્રવેશ કર્યો

શ્રીવિષ્ણુસહસ્રનામ સ્તોત્ર માળામંત્ર ખરેખર તો માત્ર ઉપાસનાનો નહીં, પરંતુ સાથોસાથ અભ્યાસનો વિષય પણ છે. ઘણાં ગૂઢ આધ્યાત્મિક રહસ્યો એની અંદર સમાવિષ્ટ છે. 'વિર'નું મૂળ છે, પ્રવિષ્ટ થવું અથવા સમાવિષ્ટ થવું. સમસ્ત બ્રહ્માંડના કણ-કણમાં જેઓ પ્રવિષ્ટ થઈ ચૂક્યા છે, સચરાચર જગતમાં જેઓ સમાવિષ્ટ છે, એ છે શ્રીવિષ્ણુ. વર્ષ ૨૦૧૨માં બદ્રીનાથ ધામ ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવતકથામાં ભગવાન વિષ્ણુ જેમના આરાધ્ય છે, એવા સિદ્ધપુરુષ ઓમ સ્વામીએ એક અદ્ભુત વાત કહી હતી કે, 'જેવી રીતે કાષ્ઠ સમાન વસ્તુને કાષ્ઠવત્, જડ થઈ ચૂકેલી વ્યક્તિનેજડવત્ તરીકેની સંજ્ઞા આપવામાં આવે છે એવી જ રીતે ભગવાન થઈ ચૂકેલાં આત્માને ભગવત્ કહેવામાં આવે છે. જેમનામાં શ્રી અર્થાત્ દેવી સ્વયં સમાવિષ્ટ થઈ ચૂક્યા છે, તેમને શ્રીમત્ અથવા શ્રીમદ્ તરીકેની ઉપમા આપવામાં આવે છે.'

વિષ્ણુસહસ્રનામની પૂર્વે પણ 'શ્રી'નો પ્રયોગ થાય છે, જે ભગવાનની દેવી મા સાથેની એકાત્મકતા દર્શાવે છે. શ્રી તરીકે રાધા, લક્ષ્મી કે જગદંબા વિદ્યમાન છે. 'શ્રી' જેમનામાં પ્રવિષ્ટ થઈ ચૂક્યા છે, એ છે શ્રીવિષ્ણુ અને એમના એક હજાર નામોનું વર્ણન કરતું સ્તોત્ર અથવા સ્તુતિગાન એટલે 'શ્રીવિષ્ણુસહસ્રનામ'.

શ્રીવિષ્ણુસહસ્રનામમાં ભગવાનના ઘણાં બધાં નામ એવા છે, જેનો આરંભ જ 'શ્રી' સાથે થાય છે

જ્ઞફશ્નેશ્નિંઢ્ઢ્થ જ્ઞફશ્ન્થિં જ્ઞફહ્લેં।થ જ્ઞફઊં।્છશ્નઝ ળળ

જ્ઞફથ જ્ઞફૈ્થ જ્ઞફેંઝ્રશ્ન્થિં જ્ઞફેંઝ્રેંષ્થ જ્ઞફેંશ્નગ્શ્નઝ્રથ ળ

જ્ઞફષ્ઝથ જ્ઞફદ્વઝથ જ્ઞયપ્થ જ્ઞફઊં્છમ્લ્યદ્વહ્વ્પ્જ્ઞપ્થ ળળ 

(શ્રીવિષ્ણુસહસ્રનામ, શ્લોેક ક્રમાંક ૬૪.૫ અને ૬૫)

એક વખત મહર્ષિ ભૃગુને ત્રિદેવની સહનશીલતા અને ભક્તવત્સલપણાની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. એમણે વૈકુંઠમાં પ્રવેશ કર્યો. બે દ્વારપાળ - જય અને વિજય - દ્વારા એમને રોકવામાં આવ્યા, કારણ કે ભગવાન વિષ્ણુ એ સમયે શયન કરી રહ્યા હતા અને અંદર પ્રવેશવાની મંજૂરી કોઈ પાસે નહોતી. આમ છતાં, મહર્ષિ ભૃગુ તો પોતાની પરીક્ષા લેવા માટે તત્પર હતા. દ્વારપાળોની અવગણના કરીને તેઓ અંદર પહોંચ્યા. ભગવાન વિષ્ણુ શેષનાગ પર યોગનિદ્રા કરી રહ્યા હતા અને મા લક્ષ્મી એમના ચરણોની સેવા કરી રહ્યાં હતાં.

આનાથી વધુ શ્રેષ્ઠ અવસર મહર્ષિ ભૃગુને મળી શકે એમ જ નહોતો. એમણે ભગવાન વિષ્ણુને સાદ પાડીને ઉઠાડવાની કોશિશ કરી, પરંતુ શ્રીવિષ્ણુએ આંખો ન ખોલી. અંતે, એમની પરીક્ષા લેવાના ઉદ્દેશ્ય સાથે મહર્ષિ ભૃગુએ ભગવાનની છાતી પર બળપૂર્વક લાત મારી, જેના કારણે શ્રીવિષ્ણુ ઝાટકાભેર જાગી ગયા. આ જોઈને મા લક્ષ્મી ક્રોધિત થઈ ગયા અને ભૃગુ ઋષિને શાપ આપી દીધો કે એમના કુળમાં લક્ષ્મી અર્ર્થાત્ ધન-ધાન્ય અને સમૃદ્ધિ કદી નહીં ટકે. 

ભગવાન વિષ્ણુએ મહર્ષિ ભૃગુ પર દ્રષ્ટિપાત કર્યો. છાતી પર જે પ્રહાર થયો હતો, એના કારણે ત્યાં એક ચિહ્ન ઉપસી આવ્યું હતું. આમ છતાં, ભગવાન વિષ્ણુએ પોતાની પીડાની અવગણના કરીને મહર્ષિ ભૃગુને પૃચ્છા કરી કે એમને ક્યાંય વાગ્યું તો નથી ને? એમના ચરણોમાં ક્યાંક ઈજા તો નથી થઈ ને? કોઈ પ્રકારના કષ્ટનો અનુભવ તો નથી થયો ને?

ભગવાનની દયાભાવના, કરૂણા, સહનશીલતા અને ધૈર્ય જોઈને મહર્ષિ ભૃગુને ખાતરી થઈ ગઈ કે શ્રીવિષ્ણુ જ વાસ્તવમાં ભક્તવત્સલ છે અને કરૂણાનિધાન છે, દયાનિધિ અને કૃપાસિંધુ છે. એ ક્ષણથી ભગવાનની છાતી અર્થાત્ વક્ષઃસ્થળ પર એક ચિહ્ન બની ગયું હોવાની માન્યતા છે, જેને 'શ્રીવત્સ' ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. આથી, ભગવાનનું એક નામ છે - શ્રીવત્સવક્ષા.

અહીં પણ નોંધનીય વાત એ છે કે 'વત્સવક્ષા' શબ્દની પહેલાં 'શ્રી'નો પ્રયોગ થયો છે. ભક્તવત્સલ હોવાની સાથોસાથ વિષ્ણુએ 'શ્રી'ને ધારણ કર્યા છે. કહેવાય છે કે દેવી મા લક્ષ્મીએ આપેલાં શાપને ખાળવા માટે જ મહર્ષિ ભૃગુએ 'ભૃગુસંહિતા'ની રચના કરી હતી, જેમાંથી માનવજાતિને જ્યોતિષશાસ્ત્ર પ્રાપ્ત થયું. મહષ ભૃગુ સુનિશ્ચિત કરવા માગતા હતા કે જ્યોતિષશાસ્ત્રના પ્રયોગ થકી એકપણ બ્રાહ્મણ કદી ભૂખ્યો ન મરે. જ્યોતિષવિદ્યા વડે ગુજરાન ચલાવવાની સાથોસાથ તેને બે ટંકનું ભોજન મળી રહે. (એ વાત અલગ છે કે દુર્ભાગ્યવશ જ્યોતિષવિદ્યાને આજકાલના લેભાગુ જ્યોતિષીઓએ લાખો રૂપિયાના વ્યવસાયમાં પરિવર્તિત કરી નાખી છે).

ભગવાનના નામોને વધુ જાણવાની યાત્રા આગળ વધારીશું આવતાં અઠવાડિયે.