- થોડામાં ઘણું-દિલીપ શાહ
શબ્દો જ્યારે મોટા સ્ક્રીન પર હવાફેર કરવા જાય ત્યારે ઘણી વાર શિલાલેખનાં બોધવચનો બની જાય છે. ચાલો, આજે એ ગીતકારોના લક્ષ્યવેધી બોધની રંગોળી!
શ બ્દો જ્યારે મોટા સ્ક્રીન પર હવાફેર કરવા જાય ત્યારે ઘણી વાર શિલાલેખનાં બોધવચનો બની જાય છે. ચાલો, આજે એ ગીતકારોના લક્ષ્યવેધી બોધની રંગોળી !
શૈલેન્દ્રજી 'રીમઝીમ' નિવાસી આ કવિ જનતા જર્નાદનની જુબાન. મન કી બાત નો પડઘો. 'કુછ લોગ જો જ્યાદા જાનતે હૈ, ઈન્સાનકો કમ પહેચાનતે હૈ... અસલી નકલી ચહેરે દેખે... કીસી કે વાસ્તે હો તેરે દીલ મેં પ્યાર જીના ઈસીકા નામ હૈ... આજેય પણ અંતાક્ષરીમાં આવી યાદગાર પંક્તિઓ ફિલ્સૂફીની છડી પોકારતી રહે છે. (કોઈ શક ?)
સાહિરજી યે મત સોચો કલ ક્યા હોગા, જો ભી હોગા અચ્છા હોગા, એક ચહેરે પે કઈ ચહેરે લગા લેતે હૈ લોગ... હમ મેહનતવાલોને મીલકર જબ ભી કદમ ઉઠાયા સાગરને રસ્તા છોડા પરબત ને શીશ ઝૂકાયા યસ, તેજાબી કલમ, અને જવલનશીલ વિચારો એટલે સાહિરજી !
શકીલ બદાયુનીજી : ગીર ગીરકે મુશીબતોમેં સંભલતે હી રહેંગે... સપને સુહાને લડકપન કે... દેવદાસોની નવી પેઢી માટેનું એમનું એલાન પ્યાર કીયા તો ડરના ક્યા ?
આનંદ બક્ષી બાબુ :- લોક બોલીના ગીતો. હળવા સંવાદ જેવા. ચિનગારી જો ભડકે તો સાવન ઉસે બુઝાયે, સાવન જો આગ લગાયે... આદમી મુસાફીર હૈ, કુછ તો લોગ કહેગેં... બક્ષી અટક જ કાફી છે !
ઈન્દીવરજી :- જબ અપની નજર સે ગીરને લગો, જબ દરપન તુમ્હે ડરાને લગે... આત્મ પરીક્ષણ નો એક્સ-રે આનાથી બીજો શું હોય? જબ કોઈ બાત બીગડ જાય (પિયર નહિ પણ નવું સરનામું આપના આ કવિ ઊર્મિના શાયર !)
ભરત વ્યાસજી :- કહે દો કોઈના કરે યહાં પ્યાર, ઈસમેં ખુશિર્યાં હૈ કમ બેસુમાર હૈ ગમ (જોયું લવનું મેથેમેટીક્સ ?) બીજી બાજુ જ્યોતસે જ્યોત જલાતે ચલો, પ્યાર કી ગંગા બહાતે ચલો
કવિ પ્રદીપજી :- ઈસ દેશકો રખના મેરે બચ્ચો સંભાલકે (ગઠબંધન સાથીઓ, જાગો !) ચલ અકેલા, ચલ અકેલા... કભી ધૂપ, કભી છાંવ !
રાજીન્દર કીશન :- ચલ ઉડજા રે પંછી અબ યે દેશ હુઆ બેગાના... અરે ! ઓ બાબુજી, કિસ્મતકી હવા કભી ગરમ કભી નરમ, ઈસ ભરી દુનિયા મેં કોઈ ભી હમારા ન હુઆ (છેક હવે સમજ્યા ?)
મઝરૂહજી :- કહી તો મીલેગી, કભી તો મીલેગી બહારોંકી મંઝિલ (આશાવાદ) ઝૂમ ઝૂમકે નાચો આજ ગાઓ ખુશી કે ગીત (વર્તમાનમાં જીવો) પાપા કહતે હૈ બડા નામ કરેગા (નવી પેઢીને સંદેશ)


