Get The App

વર્લ્ડ ઓર્ડરનું મેનેજમેન્ટ અમેરિકાના હાથમાં હોવાથી જગતનું ભાવિ અનિશ્ચિત

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
વર્લ્ડ ઓર્ડરનું મેનેજમેન્ટ અમેરિકાના હાથમાં હોવાથી જગતનું ભાવિ અનિશ્ચિત 1 - image

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- મહાસત્તાઓએ જગતને રાજકીય અખાડો બનાવી દીધું છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ શક્તિશાળી દેશોના નેતાઓની કઠપૂતળી બનીને રહી ગઈ છે

કં પનીના મેનેજમેન્ટ કરતા દેશનું મેનેજમેન્ટ બહુ કઠિન છે. આજનુ જગત ૧૯૨ રાષ્ટ્રોમા વહેંચાઈ ગયું છે તેથી તેમનું મેનેજમેન્ટ અતિકઠિન છે. તેમની વચ્ચે ઘોર આર્થિક અને રાજકીય સંઘર્ષો ચાલુ છે અને વધતા જાય છે. અમેરીકાએ રશિયા અને ચીન તેમજ અન્ય કટ્ટર મુક્તીવાદી દેશો સામે લડવા નાટોની રચના કરી છે. ભારત હજી નાટોનું સભ્ય નથી. અત્યારના જગતનું મેનેજમેન્ટ અમેરીકાના હાથમા અને ખરૂ જોતા સ્વૈરવિહારી ડોનાલ્ડ ટ્રમ્પના હાથમા છે. ખરેખર તો જગતના અર્થકારણ અને રાજકારણનું મેનેજમેન્ટ યુએનઓ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ, વર્લ્ડ બેંક, વગેરે સંસ્થાઓના હાથમા હોવું જોઇએ પરંતુ જગતની મહાસત્તાઓ યુનો, યુનેસ્કો, યુએન સીક્યુરીટી કાઉન્સીલ, આઈમએફ, આઈબીઆરડી જેવી કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને ટોકીંગ ક્લબ્ઝ બનાવી દીધી છે. આ સંસ્થાઓમા મોટા મોટા પ્રવચનો સિવાય કાંઈ થતું નથી.

અમેરિકન વર્લ્ડ ઓર્ડર : જગત પર અત્યારે અમેરિકા અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ રાજ કરે છે. તેઓ બે મુખ્ય સામ્યવાદી દેશો રશિયા અને ચીનને કાબુમા રાખવા માગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જગત પર પ્રભુત્વ ભોગવવા માગે છે કારણ કે જગતમા અત્યારે અમેરીકા સૌથી વધુ જીડીપી ધરાવતુ રાષ્ટ્ર છે અને તેની પાસે તમામ મીલીટરી સેના છે. વળી અમેરીકા એક ઇન્વેન્ટીવ અને ઇનોવેટીવ દેશ તરીકે મશહૂર છે. ઔદ્યોગીક ક્રાંતિ આજથી લગભગ ૨૫૦ વર્ષ પહેલા બ્રિટને કરી પરંતુ જગતમા ડીજીટલ અને આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સથી સજ્જ ટેકનોલોજી દ્વારા ઇર્ન્ફમેશન રીવોલ્યુશન શરૂ કરવાનુ શ્રેય અમેરિકાને જાય છે અને હજી આ ક્રાંતિ ઇ.સ. ૧૯૮૦ પછી અમેરીકામા જ શરૂ થઇ છે. (મોટા રાક્ષસી કદના કોમ્પ્યુટરની શોધ અમેરિકામા ૧૯૪૬મા પેન્સીવીલીયાની યુનિવર્સિટીમા થઇ હતી પરંતુ આ કોમ્પ્યુટર્સ તે વખતે માત્ર ઝડપી ગણતરી અને ડેટા એનાલીસીસના યંત્રો હતો. ઇન્ટરનેટની શોધ બહુ પાછળથી થઈ) ૧૯૪૫મા બીજુ વિશ્વયુદ્ધ પૂરૂ થયુ ત્યારે જગતના રાજકારણમાં યુ.કે. (ગ્રેટ બ્રીટન)નો દબદબો હતો. બ્રીટીશ સામ્રાજ્ય પર બીજા વિશ્વયુદ્ધ પહેલા સૂરજ કદી આથમતો ન હતો તેમ કહેવાતુ. પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ (ઈ.સ. ૧૯૪૫ પછી) જગતમા બ્રીટીશરોનો સૂર્ય આથમ્યો અને હવે અમેરિકાનો સૂર્ય ઉગ્યો છે. અત્યારે જગતની મખ્ય ચિંતા એ છે કે જગતમા અમેરીકન વર્લ્ડ ઓર્ડર છવાઈ ગયો છે તેથી તે જગતના લોકોનું અમેરીકા શોષણ તો નહી કરે ને ? શું અમેરીકન વર્લ્ડ ઓર્ડર નક્કી કરનારાઓમા ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અહંકારી અને સ્વપ્રેમી પ્રેસીડેન્ટ હોય તો તે ચિંતાનો વિષય છે. ડોનાાલ્ડ ટ્રમ્પ આપણા પર ખોટી દાદાગીરી નહી કરે અને ખોટી ધમકીઓ નહી આપે તેની કોઈને ખાતરી નથી. આ ભય જગતના તમામ દેશોને સતાવે છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ 'અનપ્રેડીક્ટેબલ' છે.

અમેરિકામા ડોનાલ્ડ ટ્રમ્પ અતિરાષ્ટ્રવાદી માનસ ધરાવે છે. તેઓ અમેરીકાના હિતોને જગતના અન્ય દેશોના હિતોને ભોગે આગળ વધારવા માગે છે. પરંતુ તેમણે જે ટેરીફ વોર શરૂ કરી છે તેની પાછળ તેમનું આક્રમક માનસ કામ કરે છે. તેઓ વાટાઘાટોમા માનતા નથી. વીજળી ઝડપે એકપક્ષી નિર્ણયો કરે છે અને બીજા દેશો પર લાદી દે છે. પરંતુ તેમના પક્ષે એક સાચી વાત એ છે કે અમેરીકાની સરકાર અન્ય દેશોના લોકોને ના ગમે તેવા પગલા લે પરંતુ આખરે તો અમેરિકા એક લોકશાહી દેશ છે. જ્યારે તેમની સામેનાં મુખ્ય ત્રણ દુશ્મન દેશો ચીન, રશિયા, નોર્થ કોરિયા, ઉપરાંત અન્ય કટ્ટર ઇસ્લામીક દેશોમાં કોઈ ઠેકાણે લોકશાહી જોવા મળતી નથી. પાકિસ્તાન માને છે પરંતુ પાકિસ્તાનમા ખરેખરી સત્તા તેની મીલીટરી ભોગવે છે. અમેરિકામા ધાર્મિક સ્વાતંત્ર્ય પૂરેપૂરૂ છે અને જગતના લોકો અમેરીકન લાઇફ સ્ટાઇલથી અભીભૂત થઇ ગયા છે. ઇ.સ. ૧૯૪૫મા બીજી વિશ્વયુદ્ધ પૂરૂ થયું તે પહેલા જગતના લોકો બ્રીટીશ લાઇફ સ્ટાઇલ અને અમુક અંશે સમગ્ર યુરોપીયન લાઇફ સ્ટાઈલનું અનુકરણ કરતા હતા. પરંતુ હવે સમગ્ર જગત અમેરીકન લાઇફ સ્ટાઇલ તરફ વળવા માંડયું છે.

ઇલીગલ ઇમીગ્રન્ટસ : અમેરિકાની એક અન્ય બાબત તેની 'ફેવર'મા જાય છે અને તે છે તેની એન્ટીઇમીગ્રેશન પોલીસી. કોઈપણ દેશ આવુ જ કરે જો તેમા લાખો ગેરકાયદેસર લોકો ઘુસી ગયા હોય તો. ભારતીયોએ પણ તેમા હદ વટાવી દીધી છે.

એક અંદાજ પ્રમાણે અત્યારે અમેરિકામા એક કરોડ ઇલીગલ ઇમીગ્રન્ટસ ઘુસી ગયા છે. આ ઘૂસપેઠ અમેરિકન કાયદાનો ભંગ ગણાય. કદાચ લાખો ભારતીયો પણ અમેરિકામા ગેરકાયદે ઘૂસી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર વસાહતીઓને દેશમાંથી બહાર કાઢી મૂકે છે અને જે સંખ્યામા તેમને કાઢી મૂક્યા છે તે તો પાશેરામા પહેલી પૂણી છે. વળી ડોનાલ્ડ ટ્રમ્પે તેમને કાઢી મુક્યા છે પરંતુ કોઈ નાણાકીય દંડ કે કેદની સજા કરી નથી. વળી ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ગેરકાયદેસર રહેતા વસાહતીઓને જ દેશની બહાર કાઢી મૂકે છે તે બાબતમા તેમની ટીકા ગેરવ્યાજબી છે.

અમેરિકાની જીડીપી : અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જગતના દેશોને લગભગ તુચ્છતાથી જુએ છે એનુ એક પ્રમુખ કારણ એ છે કે અમેરિકા જગતનું સૌથી મોટું સમૃદ્ધ રાષ્ટ્ર છે. અમેરીકા જગત પર દાદાગીરી કરે છે પરંતુ માથાદીઠ આવકની બાબતમાં તે ચારેક દેશોથી પાછળ છે. અમેરીકાની સરાસરી વાર્ષિક માથાદીઠ આવક લગભગ ૯૦,૦૦૦ ડોલર્સ છે પરંતુ મોનાકો, મકાઉ, સ્વીત્ઝર્લેન્ડ, લક્ષ્મબર્ગ, આયર્લેન્ડ અને સીંગાપોર તેનાથી આગળ છે. ઉપરના દરેક દેશની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક એક લાખ ડોલર્સથી ઉપર છે પરંતુ તેમની વસતી અમેરિકાની ૩૪ કરોડની વસતીથી ઘણી ઓછી છે. દા.ત., સ્વીત્ઝર્લેન્ડની વસતી ૯૦ લાખ છે જે ગુજરાતની વસતીથી લગભગ સાતમા ભાગની છે, આયર્લેન્ડની વસતી ૫૪ લાખ છે. લક્ષ્મબર્ગની વસતી માત્ર ૭ લાખ છે, સીટી સ્ટેટ તરીકે ઓળખાતા સીંગાપોરની વસતી ૬૦ લાખ છે જેમાંથી ચાઈનીઝ લોકોની વસીત કુલ વસતીના ૭૬ ટકા છે. અમેરિકા જગતમા પહેલે રોફ જમાવે છે કે તેની ૩૪ કરોડની વસતી જગતની કુલ વસતી (૮૨૦ કરોડ)ના સાડા ચાર ટકાથી પણ ઓછી છે જ્યારે જગનતી કુલ આવકમા (વર્લ્ડ જીડીપી) પર તેની આવક લગભગ ૨૮ ટકા છે. ભારતની વસતી જગતના લગભગ ૧૮ ટકા છે જ્યારે ભારતની જીડીપી જગતની કુલ જીડીપીના ૪ ટકાથી કંઈક ઓછી છે.

જગતનું ડીફેન્સ ખર્ચ : જગતમા રાષ્ટ્રોનો ડીફેન્સ ખર્ચ ભારે છે. આ ખરેખર તેને ડીફેન્સનો ખર્ચ કહેવા કરતા યુદ્ધનો ખર્ચ કહેવો જોઇએ. ઇ.સ. ૨૦૨૪મા સમગ્ર જગતનુ ડીફેન્સ (એટલે કે યુદ્ધ કરવાનો) ખર્ચ ૨૭૧૮ બીલીયન ડોલર્સ હતું. અત્યારે જગતની કુલ વસતી લગભગ ૮૨૦ કરોડ છે. જગતના કુલ ડીફેન્સ ખર્ચનો તેની વસતી વડે ભાગાકાર કરીએ તો જગત ડીફેન્સ પાછળ વ્યક્તિદીઠ લગભગ ૩૩૦ ડોલર્સનો ખર્ચ કરે છે. જગતમા મીલીટરી પાછળ સૌથી વધુ ખર્ચ કરનાર દેશોના નામ તેમજ તેમના ડીફેન્સ બજેટની રકમ કૌંસમા આપી છે : (૧) અમેરીકા (૯૯૭ બીલીયન ડોલર્સ), (૨) ચીન (૩૧૪ બીલીયન ડોલર્સ), (૩) રશિયા (૧૪૯ બીલીયન ડોલર્સ), (૪) જર્મની (૮૮.૫ બીલીયન ડોલર્સ), (૫) ભારત (૮૬.૧ બીલીયન ડોલર્સ), (૬) યુ.કે. (૮૧.૮ બીલીયન ડોલર્સ), (૭) સાઉદી અરેબીયા (૮૦.૩ બીલીયન ડોલર્સ), (૮) યુક્રેન (૬૪.૭ બીલીયન ડોલર્સ), (૯) ફ્રાંસ (૬૪.૭ બીલયન ડોલર્સ), (૧૦) જાપાન (૫૫.૩ બીલીયન ડોલર્સ). આ બધામા જાપાન તેના ઓછા ડીફેન્સ ખર્ચને લીધે ફાવી ગયું છે. જાપાન કોઇની સાથે યુદ્ધમા ઉતરવા માગતુ નથી. અમેરિકાનો ડીફેન્સ પાછળ ૯૯૭ બીલીયન ડોલર્સ ખર્ચે છે. આ ખર્ચો એટલો ડોલર્સ છે જે તેના પછીના નવ દેશોના ડીફેન્સ બજેટ 

ધરાવતા સરવાળા કરતા પણ વધારે છે. રશિયા અને ચીન રોફ મારે છે પરંતુ બન્નેનું કમ્બાઇન્ડ ડીફેન્સ બજેટ અમેરિકાના ડીફેન્સ બજેટના અડધા કરતા પણ ઓછું છે. સમસ્ત જગત ડીફન્સ પાછળ જે ખર્ચો કરે છે તેના ૩૭ ટકાથી પણ વધારે ખર્ચો એકલુ અમેરીકા કરે છે અને તેમ છતાં અમેરિકાની જીડીપી એટલી પ્રચંડ છે કે તે તેની જીડીપીના માત્ર ૩.૪ ટકા ડીફન્સ પાછળ ખર્ચે છે જ્યારે ચીન તેની જીડીપીના માત્ર ૧.૭ ટકા અને ભારત તેની જીડીપીના ૨.૩ ટકા અને રશિયા તેની જીડીપીના ૭.૧ ટકા ડીફેન્સ પાછળ ખર્ચે છે જ્યારે શાણું જાપાન તેની જીડીપીના માત્ર ૧.૪ ટકા ડીફેન્સ પાછળ ખર્ચે છે. જગતમા ડીફેન્સસ પાછળ ખર્ચનારા ઉપરના દસ દેશો જગતના કુલ ડીફેન્સ ખર્ચના ૭૩ ટકા ખર્ચે છે જ્યારે બાકીના ૧૯૨ દેશો (જગતમા ૨૦૨ રાષ્ટ્રો છે) જગતના ડીફેન્સ ખર્ચના માત્ર ૨૭ ટકા પોતાના ડીફેન્સ માટે ખર્ચે છે.

હવે ખબર પડશે કે ટ્રમ્પ કેમ જગતમા દાદાગીરી કરે છે. અમેરીકન ડીફેન્સ ફોર્સ આગળ રશિયા અને ચીન તથા નોર્થ કોરિયા જેવા ભયંકર તાનાશાહી મહાસત્તા દેશો બકરી બેં થઇ ગયા છે. તેઓ અમેરિકાને ધમકી આપે તો પણ નાટોના દેશો એટલી મોટી સંખ્યામા છે અને જગતમા એટલા પથરાયેલા છે કે રશિયા ચીનને થોડા દિવસોમા પરાસ્ત કરી શકે છે પરંતુ તેમ થાય તો સમગ્ર દુનિયા ન્યુક્લીયર હોલોકોસ્ટ નાશ પામે તેમ છે. દુનિયાના કેટલાક દેશો પાસે એટલા ખતરનાક ન્યુક્લીયર બોમ્બઝ છે કે નાગાસાકી કે હોરીશીમા પર નાંખેલા બોમ્બઝ બાળકોને રમવાના રમકડા જેવા લાગે.