- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- જે યજ્ઞકાર્ય દરમિયાન વૈદિક મંત્રોના ઉચ્ચારણની સાથે અગ્નિમાં આહુતિ અર્પણ કરવામાં આવતી હોય, તેને શાસ્ત્રોએ 'બ્રહ્મયજ્ઞા'ની ઉપમા આપી.
શા સ્ત્રોમાં જે પાંચ પ્રકારના યજ્ઞાો અંગે વર્ણન આપવામાં આવ્યું છે, એમાંના ત્રણ - ભૂતયજ્ઞા, મનુષ્યયજ્ઞા અને પિતૃયજ્ઞા - વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કર્યા પછી હવે આજે બાકીના બે યજ્ઞા - દેવયજ્ઞા અને બ્રહ્મયજ્ઞા - વિશે જાણીશું.
દેવયજ્ઞા : જે યજ્ઞાકાર્યમાં જળ અને અગ્નિ એમ બે તત્ત્વોનો સમાવેશ થતો હોય, તેને 'દેવયજ્ઞા'ની સંજ્ઞા આપવામાં આવી છે. મોટાભાગના યજ્ઞાકાર્યોમાં જળનો પ્રયોગ અચૂકપણે થતો હોય છે. પવિત્રીકરણથી માંડીને આચમન તથા યજ્ઞાકાર્ય પશ્ચાત્ કરવામાં આવતા તર્પણ- માર્જન (સ્વયંનો અભિષેકમ્) જેવા કાર્યોમાં જળનો પ્રયોગ અચૂકપણે કરવામાં આવે છે. સાથો સાથ, ઘણાં યજ્ઞામાં અપાતી આહુતિઓમાં પણ જળનો એક ભાગ રાખવામાં આવે છે. આહુતિ તરીકે અપાતાં કેટલાંક દ્રવ્યોમાં જળ અવશ્ય સમાહિત હોય છે. દાખલા તરીકે, નૈવેદ્ય. દેવતા માટે બનાવવામાં આવતાં ભોગની સામગ્રીમાં જળનો પ્રયોગ કરવામાં આવે છે. આ દ્રવ્યની આહુતિ જ્યારે આપવામાં આવે, ત્યારે એ સમાવિષ્ટ જળ પણ આપોઆપ હોમાઈ જાય છે, જે આ યજ્ઞાને 'દેવયજ્ઞા' બનાવે છે.
બ્રહ્મયજ્ઞા : જે યજ્ઞાકાર્ય દરમિયાન વૈદિક મંત્રોના ઉચ્ચારણની સાથે અગ્નિમાં આહુતિ અર્પણ કરવામાં આવતી હોય, તેને શાસ્ત્રોએ 'બ્રહ્મયજ્ઞા'ની ઉપમા આપી. રોજિંદા જીવનમાં જે-તે ઘરોમાં અથવા મંદિરોમાં થતાં યજ્ઞાકાર્યમાં વૈદિક મંત્રોનું ઉચ્ચારણ અવશ્યપણે થતું હોય છે. એમાં પણ સ્વસ્તિવાચન (શાંતિપાઠ) અને ગણેશ આહ્વાન તો ખાસ! અહીં બંનેનાં લઘુ ઉદાહરણો પણ પ્રસ્તુત છે :
(૧) લઘુ સ્વસ્તિવાચન : દરેક શુભ પ્રસંગો પર શાંતિપાઠનો મહિમા અપાર છે. એવું કહી શકાય કે શાંતિપાઠ વિના સાત્ત્વિક યજ્ઞાકાર્ય સંપન્ન ન થઈ શકે. જ્યારે સંપૂર્ણ શુક્લ યજુર્વેદીય શાંતિપાઠ ન થઈ શકે ત્યારે આ લઘુ સ્વસ્તિવાચનનો પ્રયોગ કરવાથી પણ વિધાન સંપૂર્ણ માનવામાં આવે છે.
(૨) ગણપતિ આહ્વાન : ઋગ્વેદ અને યજુર્વેદ એમ બંનેમાં પ્રાપ્ત થતાં ગણેશ આહ્વાનમંત્ર થકી ભગવાન ગજાનન ગણેશ મહારાજ - જે પ્રથમ તથા અગ્રપૂજ્ય છે -એમની પ્રચંડ ઊર્જાને આમંત્રણ આપી શકવું સંભવ છે. સામાન્યત: ગણેશ આહ્વાન મંત્ર પશ્ચાત્ ત્રણ પ્રધાન ગણેશમુદ્રા થકી ભગવાનને સાંકેતિક આહ્વાન પણ અવશ્ય આપવામાં આવે છે.
આ ઉપરાંત, પવિત્રીકરણથી માંડીને આચમન, દીપ-પ્રજ્વલન વગેરે વિધાનોમાં પણ આપણે સામાન્યત: અનેક વૈદિક મંત્રોના પ્રયોગ કરતા હોઈએ છીએ.
સામાન્ય જનજીવનમાં આપણી આસપાસ જે યજ્ઞાકાર્યો થતાં હોય છે, એ વાસ્તવમાં દેવયજ્ઞા અને બ્રહ્મયજ્ઞાનું સંમિશ્રણ હોય છે; કારણ કે એ કાર્યમાં અગ્નિ, જળ અને વૈદિક મંત્રોનું ઉચ્ચારણ એમ ત્રણેય પાસાં ઉમેરાઈ જતાં હોય છે. આથી, હવે જ્યારે જ્યારે આસપાસ યજ્ઞાકાર્ય થાય, ત્યારે સ્મરણ રહેવું જોઈએ કે એ કયા પ્રકારનો યજ્ઞા છે. આ લેખમાળા શરૂ કરવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય પણ એ જ હતો કે આપનાં ઘરમાં થતાં યજ્ઞા અંગે વિસ્તારપૂર્વક માહિતી પ્રાપ્ત કરી શકાય. અંધાધૂંધ માત્ર 'સ્વાહા' સાથે આહુતિ અર્પણ કર્યે રાખવાથી જ જો ખરેખર ફળ મળતું હોત, તો આજે અડધું ભારત સિદ્ધ હોત! પરંતુ ચિત્ર વિપરિત છે. આંગળીને વેઢે ગણાય એટલાં સિદ્ધોને બાદ કરીએ તો વાસ્તવમાં આ દેશ ધર્મનાં નામે ધંધો કરતાં લોકોનું કારખાનું બની ગયો છે. દર બીજા દિવસે આ દેશમાં એક નવા મહાત્મા અથવા ગુરુનો ઉમેરો થઈ રહ્યો છે. અધૂરામાં પૂરું, ઈન્ટરનેટ થકી લોકોની અંધશ્રદ્ધામાં વધારો થવાને કારણે આમની હાટડીઓ પણ ઊભરાઈ રહી છે. ધર્મના નામે ચાલતાં ધંધા સામે કોઈ ભૂલથી પણ અવાજ ઉઠાવે, તો તેના ઉપર નાસ્તિક અથવા ધર્મદ્રોહીનું ટેગ લાગી જાય છે.
ભારતીયોએ હવે હકીકતે વિચાર કરવાનો સમય આવી ગયો છે કે ધર્મ તથા અધ્યાત્મનાં અફાટ અને અતિસુંદર સમુદ્રમાં જાતે ડૂબકી મારીને મોતી શોધી કાઢવા છે કે પછી અન્યો પાસેથી મોતીનાં નામે મામૂલી પથ્થર ખરીદીને પોતાની જાતને મહાન ભક્ત સાબિત કર્યે રાખવી છે!


