Get The App

વિઝન અને મિશન વગર કંપની ટકતી નથી .

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
વિઝન અને મિશન વગર કંપની ટકતી નથી                . 1 - image

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- ટેકનોલોજી અને નવી શોધો દ્વારા જીવનની ગુણવત્તા સુધારવી. માત્ર ધંધાકીય ક્ષેત્રે જ નહીં પરંતુ રાજકારણના ક્ષેત્રમાં પણ મિશનની રચના રાજકીય ધ્યેયોને સ્પષ્ટ કરે છે

દુ નિયાના દરેક મહાન નેતા માત્ર સખત મહેનત જ કરીને મહાન બન્યા નથી. તેઓ મહાન બન્યા કારણ કે તેઓ પાસે દૂર દૂર જોવાની (વિઝન) તાકાત હતી અને સંસ્થાને સર્વોત્તમ બનાવવાની તાલાવેલી હતી. દુનિયાની કોઈપણ કંપની જ નહીં પણ કોઈપણ સંસ્થા વિઝન અને મિશન વિના ઝાઝું ટકી શકતી નથી. માત્ર નફો જ કરવો, કોઈપણ હિસાબે નફો કરવો અને તેને વધાર્યા જ કરવો જેને અંગ્રેજીમાં 'પ્રોફીટ મેકઝીમાઇઝેશન' કહે છે તેના પર સઘળુ ધ્યાન કેન્દ્રીત કરનારી કંપનીઓ કાળના ગર્ભમાં જતી રહી છે.

દુનિયાની દરેક કંપનીએ કે સંસ્થાએ પોતાનું વિઝન અને પોતાનું મિશન સ્પષ્ટ રીતે ઘડવું જોઈએ તેવું આધુનિક મેનેજમેન્ટનું માનવું છે. મેનેજમેન્ટના વિષયમાં વ્યૂહાત્મક મેનેજમેન્ટનો વિચાર ૧૯૬૨માં આલ્ફ્રેડ એન્ડલર નામના બિઝનેસ હિસ્ટોરીઅને રજૂ કર્યો. તેમાં તેમણે સંસ્થા માટે નફાની કે સરપ્લસની વાત કરવાને બદલે તેમણે ધંધાના લાંબાગાળાના ધ્યેઓ, તેને પહોંચી વળવા નવી વ્યૂહરચનાનું ઘડતર (જેમાં ધંધાની ચાલુ ચીલાચાલુ પધ્ધતિઓ કે પોલીસીઝને બદલવી પડે) અને તેના અમલીકરણ પર ભાર મુક્યો તે પછી મેનેજમેન્ટના વિષયમાં નવા નવા વિચારો ઉમેરાતા ગયા અને કંપનીના વિઝન અને મિશન ઘડતરને પણ અગત્યનું અંગ ગણવામાં આવ્યું.

માનવજાત માટે વિઝન એટલે મોટા થઈને શું ખાવું છે તેની ઈચ્છા બાળકોને પૂછો કે નાના બાળકોને તે તમે પૂછો કે તમે મોટા થઈને શું બનવું છે? તેના જવાબમાં કેટલાક બાળકો કહે છે અમે શિક્ષક થઈશું, કેટલાક કહે કે અમે સૈનિક થઈશું, કેટલાક કહે કે અમે ડોક્ટર તો કેટલાક કહે કે અમે વકીલ તો કેટલાક કહે કે અમે એરલાઇન પાયલોટ બનીશું તો કેટલાક કહે કે અમે દેશનેતા બનીશું તો કેટલાક કહે કે અમે કલેક્ટર બનીશું કે છોકરીઓ કે છોકરાઓ કહેશે કે અમે કેટલીક ડાન્સર બનીશું. કોલેજમાં પ્રોફેસર બનીશું કે અભિનેતા કે અભિનેત્રી બનીશું વગેરે વગેરે. આને આપણે આ બાળકોનું વિઝન કહીએ છીએ. વિઝન એટલે ભવિષ્યમાં વ્યક્તિની કે સંસ્થાની તેઓને શું કરવું છે તેની ઈચ્છા. કોઈને વળી જ્યોતિષ, રાજકારણી કે કુશળ તરવૈયો કે ડ્રાયવર પણ થવું હોય. બાળકોની આ ઈચ્છા પાર પડશે જ તેવું બનતું નથી. ભવિષ્યમાં તેમના નિર્ણયો પણ બદલાય છે. મિશન એટલે તે માટે પોતાના વ્યવસાયમાં કે ધંધામાં પડયા પછી શું સિદ્ધ કરવું છે તેની વાત આવે છે. દા.ત.  ગણિતના શિક્ષક બનવું હોય તો ગણીતનું શિક્ષણ એવી રીતે આપવું છે કે દરેક વિદ્યાર્થી તેને સરળતાથી સમજી અને શીખી શકે. ગણિત શિક્ષક બનવું તેને વિઝન કહેવાય અને તેને સૌથી નબળા વિદ્યાર્થીઓને પણ સારી રીતે શીખવવું તેને મિશન કહી શકાય. દા.ત. રાજકારણી બનવું છે તે વિઝન કહેવાય અને દેશમાંથી માત્ર પાંચ વર્ષમાં ગરીબીને તદ્દન દૂર કરવી છે જેથી દરેક નાગરિક સમૃદ્ધ જીવન જીવી શકે તે મિશન કહેવાય. યાદ રહે કે વિઝન વ્યક્તિગત હોય છે પરંતુ મિશન વ્યક્તિની કે વ્યક્તિના લાભની બહાર હોય છે. મિશન એટલે સામેની વ્યક્તિની કે ગ્રાહકનું હિત ઓળખવું અને તેને સિદ્ધ કરવું. મિશન એટલે તમારૂ હિત નહીં પરંતુ પરહિત, પરકલ્યાણ.

સ્ટ્રેટેજીક મેનેજમેન્ટના ઉદ્ભવમાં વિઝન અને મિશનની શોધ મહત્વની ગણાય છે કારણ કે તે પહેલાં એમ જ માનવામાં આવતું કે દરેક કંપની કે ધંધાનું ધ્યેય સૌથી વધારે નફો કરવાનું છે અને નફો કેમ વધે તેના નૂસખા શોધવાનું છે. સ્ટ્રેટેઝ મેનેજમેન્ટને અમલમાં મુકતી કંપનીઓ પણ નફો તો કરે જ છે પરંતુ આ નફો તેના મિશન-વિઝનના અમલ દ્વારા થાય છે - જેમ ફાવે તેમ, આડેધડ નફો કરવામાં સ્ટ્રેટેજીક મેનેજમેન્ટના અનુયાયીઓ મળતા નથી.

કેટલીક કંપનીઓ કેન્દ્રસ્થ હેતુઓ (મિશન) નીચે મુજબ છે.

મર્ક કંપની : માનવ જીવનને ટકાવવું અને લંબાવવું તે અમારૂ ધ્યેય છે અને તે માટે અમે દવાઓ બનાવીએ છીએ.

વોલ્ટડીઝની કંપની : અમે લોકોને ખુશ રાખવા માગીએ છીએ જે માટે અમે લોકોને નિર્દોષ મનોરંજન પૂરી પાડતી ફીલ્મો અને થીમ પાર્કસ (જેમ કે ડીઝનીલેન્ડ)નું સર્જન કરવા માંગીએ છીએ.

વોલમાર્ટ : આ અમેરીકન છૂટક વ્યાપારની કંપનીઓ નથી કહેતી કે અમે છૂટક વ્યાપાર દ્વારા અબજો ડોલર્સમાં નફો કરવા માંગીએ છીએ. તે એમ કહે છે અમે ધનિકો જે માલ ખરીદે છે તે માલ સામાન્ય જનતાને પણ વેચવા માંગીએ છીએ.

ફોર્ડ મોટર કંપની વીઝન : જગતની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની અને તેને લગતી સેવાઓ આપતી કંપની બનવું. ફોર્ડ કંપનીનું મિશન : જગતભરના લોકો માટે મોબીલીટી (એટલે કે હરવા ફરવાના સાધન તરીકે કાર) વધારવી.

આઈબીએમ : ઈન્ફર્મેશન ટેકનોલોજી (કોમ્પ્યુટર સીસ્ટમ્સ, સોફટવેર, સ્ટોર સીસ્ટમ્સ અને માઇક્રો ઈલેક્ટ્રોનીક્સમાં) આ નવી શોધ કરવી. તેને સંબંધીત ઉત્પાદનમાં અગ્રણી રહેવું.

ઓકલેન્ડ રેઈડર્સ નામની અમેરીકાની પ્રોફેશનલ ફુટબોલ ટીમનું મિશન ખૂબ જ ટૂંકું છે પણ સચોટ છે. તેનું મિશન સ્ટેટમેન્ટ છે જસ્ટવીન-બેબી!!

સોની : લોકોના ફાયદા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને તે અંગેની ટેકનોલોજી આગળ લઈ જવી. અમારૃં મિશન મનોરંજન ટેકનોલોજીનો ઉત્તરોત્તર વિકાસ કરીને મનોરંજન ક્ષેત્રે, તેમજ ઓફીસ કામના ક્ષેત્રે અને તબીબી સારવારના ક્ષેત્રે લોકોને ફાયદો કરવાનું છે.

જનરલ ઈલેક્ટ્રીક કંપની : ટેકનોલોજી અને નવી શોધો દ્વારા જીવનની ગુણવત્તા સુધારવી. માત્ર ધંધાકીય ક્ષેત્રે જ નહીં પરંતુ રાજકારણના ક્ષેત્રમાં પણ મિશનની રચના રાજકીય ધ્યેયોને સ્પષ્ટ કરે છે. દા.ત. ઈઝરાયેલ જે યહૂદીઓનો દેશ છે તે પોતાના મીશનને નીચે મુજબ રજૂ કરે છે. અમારૂ મીશન યહૂદી પ્રજા માટે દુનિયામાં એક એવું સ્થળ પૂરૂ પાડવાનું છે જેમાં યહૂદીઓ અને અન્ય લોકો પણ સુરક્ષિત રીતે રહી શકે.

અમેરીકાના ફેની મે નામથી ઓળખાતી બેંક ઘર બાંધવા લોન આપે છે. તેનું મીશન ખૂબ સ્પષ્ટ 'અમારે અમેરીકાના ઘર માલીકીનું લોકશાહીકરણ કરવું છે. એટલે દરેક વ્યક્તિ ઘર માલીક બને તે જોવાનું અમારૂ સ્વપ્ન છે.'