Get The App

લક્ષદ્વીપ: માણો તે પહેલાં આટલું તો જાણો...

Updated: Jan 14th, 2024

GS TEAM


Google News
Google News
લક્ષદ્વીપ: માણો તે પહેલાં આટલું તો જાણો... 1 - image


- એકનજરઆતરફ- હર્ષલપુષ્કર્ણા

- આજકાલ સોશ્ય-લ મી‌ડિયા પર શરૂ થયેલા ‘ભૂલો માલદીવ; ચલો લક્ષદ્વીપ!’ના જુવાળે ઓચિંશતા લાઇમલાઇટમાં લાવી દીધેલા લક્ષદ્વીપનો અજાણ્યો ભૂતકાળ અને અનોખું ભૂપૃષ્ઠી.

- લક્ષદ્વીપને માણવાની બે પદ્ધ‌તિઓ છે : (૧) ગાડ‌રિયા પ્રવાહમાં ભળી જઈ માત્ર તસવીરોલક્ષી ઇન્ટા્વી ગ્રામ બ્રાન્ડ  પ્રવાસની, (૨) ગાડ‌રિયા ન‌હિ, પણ જ્ઞાનના પ્રવાહમાં ભળીને લક્ષદ્વીપ ‌વિશે બધ્ધે્બધું જાણવાની.

ઈ.સ. ૯મીથી ૧૨મી સદી દરમ્યાવન વર્તમાન કેરળમાં ચેરામન પીરુમલ શાસકોનું સામ્રાજ્ય હતું. કળા, સા‌હિત્ય૨, સંગીત, સ્થાકપત્યડ, ‌હિંદુ શાસ્ત્રોતનું જ્ઞાન વગેરે બાબતે તેમની બોલબાલા હતી, જે ત્રણસો વર્ષ સુધી રહી. ઈ.સ. ૮૪૪માં સ્થાસનુ ર‌વિ કુલશેખર નામના રાજાએ આજના કો‌ચિ (કો‌ચિન) શહેર ખાતે ચેરામન પીરુમલ સામ્રાજ્યના પાયા નાખ્યા ત્યાવર બાદ એક પછી એક કુલ ૧૪ રાજવીઓએ સામ્રાજ્યનો ભોગવટો કર્યો. ઈ.સ. ૧૦૮૯માં છેલ્લાય રાજવી રામ કુલશેખર ગાદીએ આવ્યા, પણ રાજકીય વહીવટ વધુ સમય સંભાળી ન શક્યા. ઈ.સ. ૧૧૨૨માં તેઓ ભેદી રીતે ગુમ થયા હોવાનું કહેવાય છે.

જાણીતી વાત છે કે કેરળના મરીમસાલા અને તેજાનાની ખુશબોથી પોર્ચુગલનો વાસ્કોા દ ગામા ‌લિસ્બતનથી હજારો ‌કિલોમીટર લાંબી દરિયાઈ સફર ખેડીને ક‌લિકટ આવી પહોંચ્યો૧ હતો. ગામાનું આગમન ઈ.સ. ૧૪૯૮માં થયું. પરંતુ તેની સદીઓ પહેલાં આરબ જગતના વેપારીઓ કેરળ જોડે મરીમસાલા અને તેજાનાનો વેપાર ચલાવતા હતા. આરબ સોદાગરોની કેરળમાં ખાસ્સીવ આવનજાવન રહેતી. કહેવાય છે કે આવા સોદાગરોના સંપર્કમાં આવ્યા પછી રાજા રામ કુલશેખરના માનસ પર ઇસ્લાામનો એટલો ઊંડો પ્રભાવ પડ્યો કે એક રાત્રે તેઓ કોઈને વગર કહ્યે ગુપચુપ રીતે અમુક આરબ સોદાગરો જોડે મક્કા જવા નીકળી પડ્યા. કહેવાય છે એવું પણ કે રાજા રામ કુલશેખરે મક્કા પહોંચીને ઇસ્લા મ અંગીકાર કરી લીધો અને બાકીનું જીવન અરબસ્તાુનના કોઈ નાનકડા ગામમાં વીતાવ્યું.

ચેરામન પીરુમલ સામ્રાજ્યના કર્તાહર્તા ઓચિં્તા ગાયબ થતાં જ રાજ્યમાં અંધાધૂંધી મચી ગઈ. રાજા રામ કુલશેખર નૌકા મારફત ખુલ્લા દ‌રિયામાં હંકારી ગયાની જાણકારી મળતાં જ રાજ્યના અગ્રણીઓએ અરબી સમુદ્રમાં તલાશી અભિ્યાન શરૂ કરી દીધું. નૌકાઓની અલગ અલગ ટુકડીઓને નોખી ‌દિશામાં રવાના કરવામાં આવી, જેમાંની એક ટુકડી સમુદ્રી વાવાઝોડામાં સપડાઈ. દ‌રિયાઈ મોજાંની થાપટોએ કેટલીક નૌકાના ભૂકા બોલાવી દીધા, તો બચી ગયેલી અમુક નૌકા આક‌સ્મિઈક રીતે એક નાનકડા ટાપુએ પહોંચી. વખત જતાં કેરળના કેટલાક ‌હિંદુઓ તે ટાપુ પર હંમેશ માટે વસી ગયા. આજે તે ટાપુને આપણે બંગારામ તરીકે ઓળખીએ છીએ—અને બંગારામ જે અન્યં ૩૬ ટાપુઓના જૂથમાં આવેલો છે તેનું નામ લક્ષદ્વીપ!

■■■

રાજકીય ઉપરાંત સોશ્ય લ મી‌ડિયાના પણ મંચ પર છેલ્લાૂ કેટલાક ‌દિવસથી trending topic/ ચર્ચાનો મુદ્દો બનેલા લક્ષદ્વીપના ઇતિ‌હાસ જોડે ઉપર રજૂ કરી તે ઉપરાંત બીજી કેટલીક કથા-દંતકથા સંકળાયેલી છે. જેમ કે, ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં બૌદ્ધ ‌ભિક્ષુક સંઘ‌મિત્રએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હોવાની માન્ય તા છે. ઈ.સ. ૬૧૧માં મક્કા નગરના શેખ ઉબેદુલ્લાિ નામના સંતે લક્ષદ્વીપ આવીને ઇસ્લાામનાં મૂ‌ળિયાં નાખ્યા હોવાનું કહેવાય છે. પ્રાચીનને બદલે અર્વાચીન ઇતિષહાસની વાત કરો તો તવારીખી નોંધ મુજબ વાસ્કોા દા ગામાનું ક‌લિકટમાં આગમન થયાના પગલે ૧૬મી સદીના આરંભે પોર્ચુગીઝોએ લક્ષદ્વીપ પર કબજો જમાવી ત્યાં  પોતાનાં લશ્કગરી થાણાં સ્થાહપી દીધાં હતાં. અહીંના ટાપુઓ પર coir/ કાથી વડે ‌વિ‌વિધ ચીજવસ્તુંઓ તૈયાર કરવાના હસ્તાઉદ્યોગને પોર્ચુગીઝોએ પોતાની મુઠ્ઠીમાં લીધો. લક્ષદ્વીપની પ્રજાએ કેટલાંક વર્ષ સુધી તો પોર્ચુગીઝો દ્વારા થતું આર્થિ ક શોષણ તથા માન‌સિક દમન સહન કરી લીધું. પરંતુ આખરે તેમણે બંડ પોકાર્યું. પોર્ચુગીઝોના ભોજનમાં ‌વિષ ભેળવી તેમનો ખાતમો બોલાવવાની રણની‌તિ અપનાવી, જેના નતીજારૂપે ઘણા પોર્ચુગીઝો માર્યા ગયા. જીવતા બચ્યા  તેઓ લક્ષદ્વીપ છોડીને ચાલ્યા ગયા. પરદેશી ઘૂસણખોરોની ‌વિદાય થતાં જ કેરળના અરાક્કલ  (કેનેનોર) સામ્રાજ્યના રાજાએ લક્ષદ્વીપના ટાપુઓને પોતાની રાજકીય જાગીર જાહેર કરી દીધી.

આ ઘટના પછી લક્ષદ્વીપમાં ઘણાં વર્ષ ખાસ કશી રાજકીય નવાજૂની ‌વિના નીકળી ગયાં. પરંતુ ઈ.સ. ૧૭૮૭માં મૈસૂરના ટીપુ સુલતાને લક્ષદ્વીપના અમુક દ્વીપ ખાલસા કર્યા એ સાથે જ સત્તાની લગામનું હસ્તાંંતરણ ઝડપભેર થવા લાગ્યું. શરૂઆત ૧૭૯૨માં થઈ કે જ્યારે લોર્ડ કોર્નવો‌લિસના નેતૃત્વંમાં ઈસ્ટ ઇડિ થવ યા કંપનીના લશ્ક૭રે શ્રીરંગપટ્ટમના યુદ્ધમાં ટીપુ સુલતાનને પરાજય દીધો. મૈસૂર સામ્રાજ્યના આધિ પત્યય હેઠળનો જે ભૌગો‌લિક પ્રદેશ અંગ્રેજોના તાબામાં આવ્યો તેમાં લક્ષદ્વીપના અમીની, કદમાત, ‌કિલતાન, ‌‌બિત્રા જેવા કેટલાક ટાપુઓનો પણ સમાવેશ થતો હતો. કવરત્તી, બંગારામ, ‌મિ‌નિકોય, અગાત્તી, કલ્પે ની વગેરે ટાપુઓ હજી કેરળના અરાક્કલ સમ્રાજ્યના રાજકીય આધિવપત્યઆ નીચે જ હતા. ખંધા અંગ્રેજોને યેન કેન પ્રકારે તે દ્વીપો પર ‌બ્રિ‌ટિશ વાવટા ખોડી દેવા હતા. યોગાનુયોગે તેમને એ મોકો ૧૮૪૭ની સાલમાં સાવ આક‌સ્મિનક રીતે મળ્યો.

■■■

બન્યુંલ એવું કે ૧૮૪૭માં લક્ષદ્વીપ પર ‌વિનાશક વાવાઝોડું ત્રાટક્યું. જાન-માલનું પુષ્કેળ નુકસાન થયું, જેનો પ્રત્ય ક્ષ જાયજો લેવા માટે કેરળના તત્કાવલીન અરાક્કલ રાજા લક્ષદ્વીપ ઊપડ્યા. ઈસ્ટ ઇડિં   યા કંપનીનો અંગ્રેજ અફસર ‌વિ‌લિયમ રો‌બિન્સ ન પણ તેમની સાથે જોડાયો. કુદરતના પ્રકોપે લક્ષદ્વીપમાં વરતાવેલો કેર એવો ભયંકર હતો કે ભાંગી પડેલા લક્ષદ્વીપને ફરી બેઠું કરવા માટે પુષ્ક્ળ નાણાંરૂપી સેલાઇન ચડાવવું પડે તેમ હતું. બીજી તરફ, અરાક્કલ રાજાની શાહી ‌તિજોરીનું ત‌ળિયું દેખાવા લાગ્યું હતું. આથી ચાલબાજ ‌વિ‌લિયમ રો‌બિન્સજને અરાક્કલ રાજા સમક્ષ મૈત્રીભાવે આર્થિાક મદદનો પ્રસ્તાુવ મૂક્યો.

કહેવાની જરૂર ખરી કે પેટમાં છૂપી કાતર લઈને ફરતા ઈસ્ટ ઇડિ    યા કંપનીના મીંઢા અમલદારોને ભારત કે ભારતીયો પ્રત્યેન મૈત્રીભાવ જેવું કશું નહોતું? ‌વિ‌લિયમ રો‌બિન્સેનનો પ્લાલન અરાક્કલ રાજાને આર્થિ ક દેવાના બોજ તળે દબાવી તેમના હાથમાંથી કવરત્તી, બંગારામ, ‌મિ‌નિકોય,અગાત્તી, કલ્પેમની વગેરે ટાપુઓ પડાવી લેવાનો હતો. હકીકતમાં એવું જ બન્યુંટ. વાવાઝોડાગ્રસ્ત  લક્ષદ્વીપમાં પ્રજા માટે રાહતકાર્યો અર્થે અરાક્કલ રાજાએ ઈસ્ટ ઇડિ હત યા પાસે જે રકમ ઉછીની લીધી તેને સમયસર ભરપાઈ કરવામાં તેઓ અક્ષમ રહ્યા. આખરે નાણાંના સાટામાં તેમણે પોતાને હસ્ત કના બધા ટાપુઓ અંગ્રેજોને સુપરત કરી દેવા પડ્યા. આમ, ઈ.સ. ૧૮પ૪માં લક્ષદ્વીપના તમામ (૩૬) ટાપુઓ ‌‌બ્રિ‌ટિશ‌હિંદની ગોરી હકૂમતના હાથમાં આવ્યા. મદ્રાસ પ્રે‌સિડન્સીી પ્રાંતના વહીવટી ક્ષેત્રના ભાગરૂપે લક્ષદ્વીપ પર આઝાદી સુધી ‌બ્રિટનનો યુ‌નિયન જેક ફરકતો રહ્યો. વર્ષ ૧૯પ૬માં લક્ષદ્વીપને Union Territory/ કેંદ્રશા‌સિત પ્રદેશ ઘો‌ષિત કરાયો ત્યાેરથી આજ ‌દિન સુધી તેની એ ઓળખાણ યથાવત્ છે. 

આ થઈ લક્ષદ્વીપના અજાણ્યા ભૂતકાળની વાત. હવે તેના ભૂપૃષ્ઠ નો પ‌રિચય મેળવીએ.

■■■

ભારતની મુખ્યી ભૂ‌મિથી ‌મિ‌નિમમ ૪૦૦ ‌કિલોમીટર છેટે અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ સમુદ્રના પટ્ટામાં અહીં તહીં ‌વિખરાયેલા કુલ ૩૬ ટાપુઓના સમૂહ વડે લક્ષદ્વીપ રચાયો છે. આમાંના ફક્ત ૧૦ (અગત્તી, અમીની, અન્દ્રોાત, ‌‌બિતરા, ચેતલત, કદમાત, કલ્પે્ની, કવરત્તી, ‌કિલતાન અને ‌મિ‌નિકોય) પર માનવ વસાહતો છે. બાકીના ‌નિર્જન છે.

સામાન્યં રીતે મધદ‌રિયે એકાદ ટાપુનું સર્જન ભૂગર્ભનો ભૂસ્તકરીય પોપડો જ્વાળામુખી ગ‌તિ‌વિ‌ધિથી ઊંચકાવાને કારણે થાય છે. ધગધગતો લાવારસ  ઠર્યા બાદ રચાતા નક્કર અનિા   કૃત ખડકોનો બનેલો આવો ટાપુ સમુદ્ર સપાટીથી સારી એવી ઊંચી ખૂંધ કાઢીને ઊભો હોય. અલબત્ત, લક્ષદ્વીપનું સર્જન જ્વાળામુખી વડે થયેલું નથી. બલકે, પો‌લિપ કહેવાતા સૂક્ષ્મા દ‌રિયાઈ જીવોએ સેંકડો વર્ષોના અથાક પ‌રિશ્રમ વડે લક્ષદ્વીપનું બાંધકામ કર્યું છે. અહીં બાંધકામ શબ્દ‌ જરા સી‌રિઅસલી લેજો, કેમ કે ફક્ત અઢી સે‌ન્ટિમમીટરનું કદ ધરાવતા પો‌લિપ નામના ક‌ડિયાએ સાચે જ કે‌‌‌લ્શિ,યમ કાર્બોનેટ (ચૂના) વડે ટાપુનું ચણતર કર્યું છે. સમુદ્રના પાણીમાં ભળેલો ચૂનો તારવીને પો‌લિપ તેની લૂગદી બનાવે છે, લૂગદીને પોતાના શરીરની બાહ્ય સપાટીએ રક્ષણાત્મનક ઢાલની રૂએ ‌ચિપકાવી દે છે અને ત્યા ર બાદ પોતે એકાદ ભેખડ પર આસન જમાવી દે છે. કેટલાક વખતમાં પો‌લિપ મરે, એટલે ચૂનાનું કઠણ કવચ બાકી રહે. બીજો પો‌લિપ તે કવચને ભેખડ સમજી ત્યાં  બેઠક જમાવે, તેના મૃત્‍યુ પછી વળી ત્રીજો, ચોથો, પાંચમો પો‌લિપ એ જ સ્થા ને આવે, એટલે ઉપરોક્ત ઘટમાળનું પુનરાવર્તન થયા કરે.

લાખો ન‌હિ, પણ અબજો પો‌લિપ વર્ષોવર્ષ ચૂના વડે બાંધકામ કરતા રહે, એટલે ક્રમશ: ઊંચોને ઊંચો થયા કરતો ટેકરો આખરે દ‌રિયાઈ સપાટીની બહાર ડોકાવા લાગે! આસ્તેત આસ્તે  તેના પર રજકણો જમા થવા લાગે, દ‌રિયાઈ પક્ષીઓની હગાર પડે, આકાશમાં તેમજ દ‌રિયામાં અહીંથી તહીં ઝળૂંબતા વનસ્‌ો તિના બીજ ત્યાંપ પહોંચે, બીજ અંકુ‌રિત થાય, એટલે ‌નિર્જીવ ટાપુ ચેતનવંતો બને.

લક્ષદ્વીપના ટાપુઓનું સર્જન આવી રીતે જ થયેલું હોવાથી દરેક ટાપુ ઊંધી મૂકેલી રકાબી જેવો છીછરો છે. લક્ષદ્વીપનું બીજું ભૌગો‌લિક ફીચર તેનો lagoon/ લગૂન/ ખાંજણ ‌વિસ્તા ર છે. રેતની તેમજ મૃત પરવાળાની સહેજ ઊંચી દીવાલ વડે રચાતા આવા ખાડી ‌પ્રદેશને સમુદ્રી ભરતી-ઓટની ખાસ અસર વરતાય ન‌હિ. ‌જાયન્ટચ ‌સ્વિી‌મિંગ પુલ જેવા લગૂનની અંદર જમા થયેલું પાણી જોયું હોય તો કાચ જેવું ચોખ્ખું!

■■■

નીલો-ભૂરો સમુદ્ર, સફેદ રેતના કાંઠા, અજાયબ જળસૃ‌ષ્ટિવ તેમજ રંગબેરંગી પરવાળા, સૂર્યાસ્ત  વખતે આકાશી કેનવાસ પર છવાતાં અવનવા રંગો, ભારતનો જ અભિઅન્ન્ ‌હિસ્સોજ હોવા છતાં પરદેશમાં આવી પહોંચ્યાછની અનુભૂ‌તિ વગેરે પ‌રિબળો લક્ષદ્વીપની મુલાકાતને સાર્થક બનાવે છે. ભારતની મુખ્ય  ભૂ‌મિથી અહીં પહોંચવા માટે યાત્રાનાં હવાઈ તથા દ‌રિયાઈ એમ બે ‌વિકલ્પોહ છે. એક સુપરફાસ્ટ , તો બીજો સુપરસ્લોા હોવા છતાં મજાનો છે. કેરળના રમણીય મલબાર સાગરતટે વસેલા કો‌ચિ (કો‌ચિન) નગરના ‌વિ‌લિંગ્ડરન આઇલેન્ડબથી દરરોજ ‘એમ. વી. કવરત્તી’ અને તેના જેવી બીજી કેટલીક પેસેન્જ(ર ક્રૂઝ લક્ષદ્વીપની ૧પથી ૧૭ કલાક લાંબી સફરે નીકળે છે. ‌વિશાળ ડાઇનિંીગ રૂમ, સ્વિમિંગ પુલ, એરકન્ડિશન્ડ પેસેન્જછર કે‌બિન, બાથરૂમ, ‌મિ‌નિ હો‌સ્પિકટલ, ખુલ્લા સમુદ્રના નજારા માણવા માટે ઓબ્ઝનર્વેશન ડેક વગેરે જેવી સુ‌વિધાઓ તે જહાજોમાં કરેલી છે. 

લક્ષદ્વીપ પહોંચવા માટે જેમ બે ‌‌વિકલ્પોર છે તે રીતે ત્યાંે પહોંચ્યાછ બાદ ફરવા માટેનાંય બે ઓપ્શન્સી છે. (૧) ‌દિવસ આખો જે તે ટાપુ પર ફરવું, મોડી સાંજે જહાજ પર આવી જવું અને બીજે ‌દિવસે સવારે નાસ્તાન-પાણી પતાવીને વળી ટાપુની મુલાકાતે નીકળી જવું. (૨) જહાજમાં રાતવાસો કરવાને બદલે અમુક તમુક ટાપુ પરની એકાદ હોટેલમાં રહેવું.

લક્ષદ્વીપ પહોંચવા માટેનાં અને પહોંચ્યાી પછી રહેવા માટેનાં બબ્બેી ‌વિકલ્પોં અહીં ટાંક્યા પછી છેલ્લેવ એ પણ નોંધી લો કે ભારતથી દૂર આવેલા તે ‌મિ‌નિ ભારતને માણવાના વળી પાછા બે ‌વિકલ્પોહ છે.

(૧) આજકાલ સોશ્યોલ મી‌ડિયા પર શરૂ થયેલા ‘ભૂલો માલદીવ; ચલો લક્ષદ્વીપ!’ના ગાડ‌રિયા પ્રવાહમાં ભળી જઈ લક્ષદ્વીપ ‌વિશે કશું જાણ્યા-સમજ્યા ‌વિના માત્ર તસવીરોલક્ષી ઇન્ટાલક્ષગ્રામ બ્રાન્ડા પ્રવાસનો.

(૨) ગાડ‌રિયા ન‌હિ, પણ જ્ઞાનના પ્રવાહમાં ભળી જઈ પ્રવાસ પૂર્વે લક્ષદ્વીપ ‌વિશે ઘણું બધું અને પ્રવાસ પશ્ચાત્ લક્ષદ્વીપ ‌વિશે બધ્ધેશબધું જાણીને પાછા ફરવાનો.

પસંદ અપની અપની! આખરે તો જેવી દૃ‌ષ્ટિા તેવી સૃ‌ષ્ટિપ!■

Tags :