- ડૉ.જયેશ શેઠ
- જ્યાં સુધી આપણે આપણી જીવનશૈલી તંદુરસ્ત નહિ બનાવીએ ત્યાં સુધી ગમે તેટલી દવાઓ, સંશોેધનો પછી પણ ડાયાબિટીસને આપણે ઓછો કરી શકવાના નથી
હ મણાં જ ૧૪ નવેમ્બરેને આપણે વર્લ્ડ ડાયાબિટીસ દિવસ તરીકે મનાવ્યો. જેનો મુખ્ય ઉદ્દેશ આ રોગની જાણકારી, જાગૃકતા અને તેને અટકાવવા શું કરી શકાય તે માટે WHO તેમજ ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન દ્વારા આ દિવસ પસંદ કર્યો કે જે દિવસે સર ફ્રેડરીક બેન્ટીંગે ઈન્સુલિનની શોધ કરીને વિશ્વને એક નવી જ ભેટ આપી હતી. આટલી બધી જાણકારી છતાં આજે પણ ભારતમાં લગભગ ૧૦ કરોડ લોકો આ રોગથી પ્રભાવિત થયા છે. તો શા માટે આટલા બધા સંશોધનો, દવાઓ છતાં પણ આ રોગ ઉધઈની માફક આપણા શરીરને કોરી ખાય છે. આ માટેના મુખ્ય કારણોમાં આપણી લાઈફ સ્ટાઈલ, તણાવયુક્ત જીવન તેમજ જનીનતત્વોમાં થતો ફેરફાર મુખ્ય કારણરૂપ છે. લગભગ ૧૫૦ જેટલા DNAમાં થતા ફેરફાર આપણા ઈન્સ્યુલિનના ઉત્પાદન તેમજ તેની સેન્સિટિવિટી ઉપર અસર કરીને Type 2 Diabetes કરે છે. જેનાથી આપણા શરીરની શર્કરા વધીને શરીરના નોર્મલ કોષોને અસર કરે છે. એક અભ્યાસ દ્વારા એ પુરવાર પણ થયું છે કે ડાયાબિટીસને લીધે વધારે પડતી શર્કરાથી આપણા DNA ને નુકશાન કરીને એક જાતનો Hypoglysemic oxidative Stress ઉત્પન્ન કરે છે જેની અસર DNA ના વિભાજન તેમજ ઉત્પાદનમાં થાય છે. આ પ્રક્રિયાને SCE (Sister Chromatid Exchange) કહેવાય છે. તેથી આપણા રંગસૂત્રોમાં ઘણી બધી જગાએ નાના નાના Breaks થાય છે. જે જમીનના કાર્યમાં બાધારૂપ બને છે. તેથી જ ડાયાબિટીસ વાળા દર્દીઓને હ્ય્દયની બીમારી, આંખની બીમારી, કિડનીની બીમારી, મગજની બીમારી કેન્સર વિગેરે અનેક રોગો થવાની સંભાવના વધારે રહે છે. ટૂંકમાં વધારે પડતી શર્કરા આપણા DNA માં આવેલ જનીન તત્ત્વોને નુકસાન કરીને બીજા અનેક રોગોને નિમંત્રણ આપે છે. જોકે આ રોગ એક કોમ્પ્લેક્સ ડિસઓર્ડર તરીકે જોવાય છે. કારણ કે તેમાં જનીન તત્ત્વોની સાથે સાથે આપણો ખોરાક, આહારની માત્રા, કાર્યની પ્રણાલી, બેઠાડુ જીવન, તણાવ યુક્ત કામ, અતિશય તમાકુનું સેવન, આલ્કોહોલ વાળા પીણાં Contineous આપણા DNA ને રિપેર કરવાની ક્ષમતા પર અસર કરીને ખરાબ થયેલ અથવા નુકસાન થયેલ DNA ને આપણા શરીરની ક્રિયામાં દાખલ કરે છે. જે લાંબા ગાળે આપણા સામાન્ય કોષોને નુકસાન કરીને અનેક રોગોને આમંત્રણ આપે છે. તેથી જ આયુર્વેદમાં આ માટે અતિશય શ્રમ, વધારે ચાલવું, ઉપવાસ કરવા એટલે કે, Diabetic patient should Live a Saint પર ખાસ ભાર મુક્યો છે. સંશોધન પ્રમાણે એલોપથી દવાઓ સાથે વ્યવસ્થિત અભ્યાસ કરેલ આયુર્વેદિક દવા જેવીકે મામેજવો જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તે પણ ડાયાબિટીસથી DNAને થતું નુકસાન અટકાવે છે. સાથે સાથે આ દવા Diabetic Retinopathy વાળા દર્દીઓને ખુબ જ રાહત આપે છે.
એટલે જ્યાં સુધી આપણે આપણી જીવનશૈલી તંદુરસ્ત નહિ બનાવીએ ત્યાં સુધી ગમે તેટલી દવાઓ, સંશોેધનો પછી પણ ડાયાબિટીસને આપણે ઓછો કરી શકવાના નથી. Holistic Life Style તે આજના સમયની ખુબજ અગત્યની જરૂર છે.


