Get The App

લંબગોળ નહિ પણ ગોળાકાર સબમરીન...

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
લંબગોળ નહિ પણ ગોળાકાર સબમરીન... 1 - image


- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

- ભારતનું આ 'સમુદ્રાયન મિશન' પ્રથમવાર વૈજ્ઞાનિકોને પણ 6000 મીટર ઊંડાણમાં પહોંચાડશે. આ 'ડીપ ઓશન મિશન' પ્રોજેક્ટ 6000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવે છે.

ભા રતે એક અદ્ભૂત સબમરીન બનાવી છે જે દરિયામાં ભૂતળમાં ૬૦૦૦ મીટરની ઊંડાઈ સુધી પહોંચી અનેક સંશોધનો કરશે. એમાં ત્રણ વૈજ્ઞાનીકો પણ જોડાશે. વેપારમાં સમુદ્રના ભૂરા પાણીના ઉપયોગને અંગ્રેજીમાં 'બલ્યુ ઇકોનોમી' કહેવાય છે.

ભારત પાસે ૭૫૧૭ કિ.મી. લાંબી દરિયાઇ પટ્ટી છે. આ પટ્ટી પર ૯ રાજ્યો અને ૧૩૮૨ ટાપુ આવેલાં છે. આ બધાને વ્યાપાર માટે એકબીજા સાથે જોડવા દરિયાઈ સંશોધનો જરૂરી છે. ભારતની ૩૦ ટકા વસ્તી આ દરિયાઈ પટ્ટી પર વસે છે.

ભારતની આ સબમરીનને 'મત્સ્ય ૬૦૦૦' નામ આપવામાં આવ્યુ છે. આ સબમરીન ભારતના ત્રણે મહાસાગરમાં ૨૦૨૬ સુધી અનેક સંશોધનો કરશે અને સમુદ્રી માર્ગે વધુ વ્યાપારની શક્યતાઓ તપાસશે. આનાથી નવી રોજગારીની તક મળશે. આ ઉપરાંત દરિયામાં મત્સ્ય ઉદ્યોગ અને ખનીજ ઉદ્યોગની શકયતાઓ વિશે પણ જાણવા મળશે.

'મત્સ્ય ૬૦૦૦' સબમરીન ૧૨ કલાકનું ઓપરેશન ચલાવશે. સામાન્ય રીતે સબમરીનનો આકાર લાંબી કાકડી જેવો હોય છે પરંતુ આ સબમરીન ગોળાકાર છે જેનો વ્યાસ ૨.૧ મીટર છે તેમાં ૧૨ કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. જે દરિયાઈ સૃષ્ટિના વિવિધ પદાર્થોને ઝડપશે.

દરિયાઈ પરીક્ષણ માટે આ સબમરીનમાં ખાસ સેન્સર્સ લગાડવામાં આવ્યા છે. ધરતીકંપના તરંગોને પણ તે ઝડપી શકે છે.

આમ તો ૧૨ કલાકનું ઓપરેશન ધરાવતી આ સબમરીન ઇમરજન્સી દરમ્યાન ૯૬ કલાક પણ કાર્યરત રહી શકે છે.

ભારતની મિનિસ્ટ્રી ઓફ અર્થસાયન્સ આ માહિતી આપી રહ્યું છે. આ અભિયાનને કારણે દરિયાઈના ઊંડાણમાં માનવ સહિત મુસાફરી કરી શક્તા વાહનોનો પણ વિકાસ થઈ શક્શે.

પાંચ વર્ષનો આ પ્રોજેક્ટ ૨૦૨૬માં અનેક રસપ્રદ સંશોધનો સાથે સમાપ્ત થશે ચેન્નાઈની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ઓશન ટેકનોલોજી ૬૦૦૦ મીટરના દરિયાઈ ઊંડાણમાં રીમોટથી ચાલતા વાહનો બનાવી રહી છે. 'મત્સ્ય ૬૦૦૦' એમણે જ બનાવ્યું છે.

ભારતનું આ 'સમુદ્રાયન મિશન' પ્રથમવાર વૈજ્ઞાનિકોને પણ ૬૦૦૦ મીટર ઊંડાણમાં પહોંચાડશે. આ 'ડીપ ઓશન મિશન' પ્રોજેક્ટ ૬૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ ધરાવે છે.

Tags :